કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૧૧. કેટલીક કડી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 23: Line 23:
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૨૫-૨૬)}}
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૨૫-૨૬)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૧૦. શ્રાવણની સાંજનો તડકો| ૧૦. શ્રાવણની સાંજનો તડકો]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૧૨. સાંઈ| ૧૨. સાંઈ]]
}}

Latest revision as of 07:04, 21 September 2021


૧૧. કેટલીક કડી

પ્રિયકાન્ત મણિયાર

કેટલું સ્હેલું અરે જલની લહરને જાગવું
કેટલું વ્હેલું અરે જલની લહરને ભાંગવું.

*

છો ભલે આજે હવે મેં દૃષ્ટિ મારી ખોઈ છે,
અંધારની ને તેજની મેં એક સીમા જોઈ છે.

*

નાહક બધી આ વેલીઓ રે આસમાને છે પૂગી,
જેનો નશો અમને ચડે તે દ્રાક્ષ તો ક્યાં છે ઊગી?

*

ફૂલનો બોજો કદી કો ડાળને હોતો નથી,
જાણીબૂજીને હું હવે આ આંસુને લ્હોતો નથી.

*

એ તમે માની લીધું કે આ કલમ અટકી જશે,
રોપતાં રોપી દીધી એ ફૂલ લાવી બેસશે.
(આ નભ ઝૂક્યું, પૃ. ૨૫-૨૬)