કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૯. એક ગાય

Revision as of 06:46, 4 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૯. એક ગાય| નલિન રાવળ}} <poem> ક્યાંકથી ભૂલી પડી આવે હવા બસ; તૃણ નથ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૯. એક ગાય

નલિન રાવળ

ક્યાંકથી
ભૂલી પડી આવે હવા બસ; તૃણ નથી
ચોમેરમાંયે; તપ્ત કણ છે રેતના; તડકો પડ્યો;
ત્યાં કાય તો કેવળ રહી કૃશ હાડકાંનો માળખો
ને એ છતાં એ શ્વાસ લેતી (જેની તો અચરજ થતી)
— હાથમાં આવી ગયેલા મૃત્યુને વાગોળતી!
(આ નભ ઝૂક્યું, પૃ. ૧૯)