કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૯. એક ગાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૯. એક ગાય

પ્રિયકાન્ત મણિયાર

ક્યાંકથી
ભૂલી પડી આવે હવા બસ; તૃણ નથી
ચોમેરમાંયે; તપ્ત કણ છે રેતના; તડકો પડ્યો;
ત્યાં કાય તો કેવળ રહી કૃશ હાડકાંનો માળખો
ને એ છતાં એ શ્વાસ લેતી (જેની તો અચરજ થતી)
— હાથમાં આવી ગયેલા મૃત્યુને વાગોળતી!
(આ નભ ઝૂક્યું, પૃ. ૧૯)