કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૨૩. રંગ રંગ હોળી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 32: Line 32:
{{Right|(બૃહદ્ પરિક્રમા, પૃ. ૭૩)}}
{{Right|(બૃહદ્ પરિક્રમા, પૃ. ૭૩)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ૨૨. ફાગણી
|next = ૨૪. આકાશી અસવાર
}}

Latest revision as of 07:51, 18 September 2021


૨૩. રંગ રંગ હોળી

બાલમુકુન્દ દવે

રંગ રંગ હોળી
ગુલાલ રંગ હોળી

ખેલોજી થોડી થોડી
હો લાલ રંગ હોળી
ગુલાલ રંગ હોળી.

વનવાયરે હીંચોળી,
નવમંજરીએ કૉળી,
સોહાગની રંગોળી,
હો લાલ રંગ હોળી

ગુલાલ રંગ હોળી.
ખેલોજી થોડી થોડી
હો લાલ રંગ હોળી
ગુલાલ રંગ હોળી.

અંગ અંગ ઓઢી
હો પ્રીતની પટોળી,
જોબંનમાં ઝબોળી
હો લાલ રંગ હોળી

ગુલાલ રંગ હોળી
ખેલોજી થોડી થોડી
હો લાલ રંગ હોળી
ગુલાલ રંગ હોળી.

(બૃહદ્ પરિક્રમા, પૃ. ૭૩)