કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૨૭. દાદીમાનો ઓરડો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૭. દાદીમાનો ઓરડો|બાલમુકુન્દ દવે}} <poem> અહીં જ બસ બા! સદાય ઢળત...")
 
No edit summary
 
Line 22: Line 22:
{{Right|(બૃહદ્ પરિક્રમા, પૃ. ૯૪)}}
{{Right|(બૃહદ્ પરિક્રમા, પૃ. ૯૪)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ૨૬. તું જતાં
|next = ૨૮. વીરાંજલિ
}}

Latest revision as of 07:54, 18 September 2021


૨૭. દાદીમાનો ઓરડો

બાલમુકુન્દ દવે

અહીં જ બસ બા! સદાય ઢળતો હતો ઢોલિયો,
અહીં જ મણકા ફર્યા વરસ એકસો સાતના;
અહીં જ ત્રણ પેઢીનાં ઝૂલવિયાં તમે પાલણાં,
અહીં જ લચતો ખચેલ ફૂલડે હતો માંડવો.
કદી મરણ બા! અકાલ ફૂલડાં ચૂંટીયે લિયે,
સહ્યા કઠણ ઘા તમે કરુણ મૂર્તિ! ભારે હિયે;
અનેક સુખદુઃખના સ્મરણના પટારા સમો,
સૂનો ભરખવા ધસે અહહ! એ જ આ ઓરડો!

હવે નયન બા! બધે જ તમને રહે ઢૂંઢતાં,
પિયારા તમ દર્શની અવ રહી છ પીડી જ કે —
જરાક નજરે ચડે તમ સમું જ કો ખોળિયું,
બિછાવું બસ રોજ અંતરતણે અહીં ઓરડે;
નિમંત્રી રહું પોઢવા સકલ વિશ્વવૃદ્ધત્વને
અને સકલ વૃદ્ધમાં વિલસતાં દીસો બા! તમે.

૯-૧-’૪૩
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૯૪)