કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૩૫. જૂનું ઘર ખાલી કરતાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૫. જૂનું ઘર ખાલી કરતાં|બાલમુકુન્દ દવે}} <poem> ફંફોસ્યું સૌ ફર...")
 
No edit summary
 
Line 22: Line 22:
{{Right|(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૩૦)}}
{{Right|(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૩૦)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ૩૪. કાચબા-કાચબીનું નવું ભજન
|next = ૩૬. પારાવારના પ્રવાસી
}}

Latest revision as of 08:58, 18 September 2021


૩૫. જૂનું ઘર ખાલી કરતાં

બાલમુકુન્દ દવે

ફંફોસ્યું સૌ ફરી ફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું :
જૂનું ઝાડુ, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી, સોય-દોરો!
લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું, જે
મૂકી ઊંધું, સુપરત કરી, લારી કીધી વિદાય.

ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વરશો પુત્ર પામ્યાં પનોતો
ને જ્યાંથી રે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો!
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે :
`બા-બાપુ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે?'

ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા!
ઉપાડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણીકા!
૧૯-૧૨-’૫૪
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૩૦)