કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૫. વળતા આજ્યો

૫. વળતા આજ્યો


માધવ, વળતા આજ્યો હો!
એક વાર પ્રભુ ખબર અમારી લેતા જાજ્યો હો!

રાજમુગટ પહેરો કે મોટા કરો ધનુષટંકાર,
મોરપિચ્છ ધરી જમનાકાંઠે વેણુ વાજ્યો હો!

અમને રૂપ હૃદય એક વસિયું ગમાર ક્યો તો સ્હેશું,
માખણ ચોરી, નાચણ પગલે નૅણ લગાજ્યો હો!

રોકી કોણ શકે તમને પ્રભુ, રાખી પ્રાણ પરાણે;
જોશું વાટ, અમારા વાવડ કદી પુછાજ્યો હો!
(તરણાં, પૃ. ૧૪૯)