કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૩૦. ગયાં વર્ષો...

૩૦. ગયાં વર્ષો...


         ગયાં વર્ષો હવે આવ્યાં – અને આઘાત ચાલે છે;
         સવારે કોણ જાણે કેમ એવી વાત ચાલે છે.
         ઘણી વેળા મને થઈ જાય કે મારા ઉપર પડશે,
         અચાનક આંખમાં ઊગીને કેવી રાત ચાલે છે!
         બને તો એમને કહેજો કે ખુશબો મ્યાનમાં રાખે,
         બગીચામાં બધાં ફૂલોની હમણાં ઘાત ચાલે છે.
         હકીકતના બધા દરવાજા તાળું શાેધવા લાગ્યા,
         કાેઈ ઊંઘી ગયું છે એનાે પ્રત્યાઘાત ચાલે છે.
         સમયનું નામ મુઠ્ઠી હાેય તાે એ ખાેલવી પડશે,
         – અને ઘડિયાળમાં કાંટા દિવસ ને રાત ચાલે છે.
૧૫-૬-૮૫
(અગિયાર દરિયા, પૃ. ૩૨)