કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૨૮. એ જ તમે છો

Revision as of 02:45, 10 November 2022 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{Heading|૨૮. એ જ તમે છો}}<br> <poem> પરોઢિયાના પાલવ ઓથે રતુંબડું જે સ્મિત, સ્વપ્નના આંજણવાળી આંખે જોયું હતું અમે જે — એ જ તમે છો? પાંખડીએ ઝાકળમાં જાગી ઝલમલતું જે ગીત, હવાનાં હળુહળુ કંપનમાં ગૂંથ્યુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૨૮. એ જ તમે છો


પરોઢિયાના પાલવ ઓથે
રતુંબડું જે સ્મિત,
સ્વપ્નના આંજણવાળી આંખે
જોયું હતું અમે જે —
એ જ તમે છો?

પાંખડીએ ઝાકળમાં જાગી
ઝલમલતું જે ગીત,
હવાનાં હળુહળુ કંપનમાં
ગૂંથ્યું હતું અમે જે —
એ જ તમે છો?

ફૉરી પાંપણથી વરસી જે
પ્રથમ વ્હાલની ફરફર,
ભરતાં પાપા પગલી
થયા હતા તરબોળ અમે જે —
એ જ તમે છો?

ભર્યા મારગે ભેળું થયું’તું
લજ્જાળુ ધરતીનું ભીનું રૂપ,
સૂર્યના કૂણા કૂણા સ્પર્શે
પરખ્યું હતું અમે જે —
એ જ તમે છો?

ઠર્યે દીવડું ઝળાંઝળાં અંધાર,
શ્વાસમાં ભર્યો અમે જે —
એ જ તમે છો?

ધબકારા ઓઢીને
મઘમઘ હૂંફ પામતા રહ્યા અમે જે —
એ જ તમે છો?

૧૯૬૯

{{Right|(અંતરનું એકાંત, પૃ. ૧૧૩)