કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/કવિ અને કવિતાઃ રાજેન્દ્ર શાહ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 4: Line 4:

{{Poem2Open}}
{{Poem2Open}}
'''૧'''
<center>'''૧'''</center><br>
નિજમાં પરિતૃપ્ત પ્રજ્ઞ કવિ રાજેન્દ્ર શાહનો જન્મ તા. ૨૮-૧-૧૯૧૩ના રોજ કપડવંજમાં થયો હતો. પિતા કેશવલાલ શાહ. માતા લલિતાબહેન. તેઓ બે વર્ષના હતા ત્યારે એમના પિતાનું અવસાન થયું. એમનું પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ કપડવંજમાં. ૧૯૩૦માં, મેટ્રિકની પરીક્ષા નહિ આપીને, સત્તર વર્ષની વયે સ્વાતંત્ર્યની ચળવળમાં ઝંપલાવ્યું. સાબરમતી તથા યરવડાની જેલમાં સાડા ત્રણ માસની સજા ભોગવી. કપડવંજના ટાવર પર ફરકી રહેલા રાષ્ટ્રધ્વજને ઉતારી લેવા પોલીસ પેરવી કરે એ પહેલાં તો યુવાન રાજેન્દ્ર સડસડાટ ટાવરની ટોચે પહોંચી ગયેલા અને રાષ્ટ્રધ્વજની શાન જાળવવા એને છાતીસરસો ચાંપીને ટાવર પરથી ભૂસકો મારેલો. ૧૯૩૧માં લગ્ન. ૧૯૩૨માં મૅટ્રિક થયા. પછી વધુ અભ્યાસ માટે મુંબઈની વિલ્સન કૉલેજમાં જોડાયા. પણ હવામાન માફક ન આવતાં વડોદરા આવ્યા. વડોદરામાં તેઓ ૧૯૩૭માં સ્નાતક થયા. વિષય તત્ત્વજ્ઞાન. બી.એ. થયા ત્યાં સુધી ખાનગી ટ્યૂશન કરીને કુટુંબનું ભરણપોષણ કરતા. એમ.એ. કરવા માટે ગુજરાત કૉલેજ, અમદાવાદમાં જોડાયા પણ આર્થિક મુશ્કેલીના કારણે અનુસ્નાતકનો અભ્યાસ અધૂરો રહ્યો.

અમદાવાદની એક શાળામાં નોકરી, પછી થોડો સમય જ્યોતિસંઘમાં કામ, પછી એક મિત્ર સાથે બૉબિનનું કારખાનું શરૂ કર્યું, બેએક વર્ષ બાદ એમાંથી છૂટા થઈ ‘ગૃહસાધન’ નામે કરિયાણાની દુકાન અને ‘ઇંધન’ નામે કોલસાનો સ્ટોર શરૂ કર્યો. પણ એમાંય બરકત ન આવી. ૧૯૪૫માં તેઓ અમદાવાદ છોડી મુંબઈમાં સ્થાયી થયા. દરમિયાન તેઓ ત્રણ દીકરા અને ત્રણ દીકરીઓના પિતા બની ચૂકેલા. ૧૯૩૨માં પ્રથમ સંતાન યોગિનીનો જન્મ અને થોડા સમયમાં અવસાન થયેલું. મુંબઈમાં તેઓ જંગલોમાં લાકડાં કાપવાનો કૉન્ટ્રેક્ટ રાખતી કંપનીમાં જોડાયા. ૧૯૫૫માં, ભાગીદારીમાં ‘લિપિની’ નામે મુદ્રણાલય શરૂ કર્યું. ૧૯૭૦માં ‘લિપિની’ પુત્ર કૈવલ્યને સોંપી નિવૃત્ત થયા. નિવૃત્તિ બાદ થોડો સમય કપડવંજ, ભરૂચ આદિની સામાજિક સંસ્થાઓ અને આશ્રમોમાં સેવા આપી. છેલ્લાં વર્ષોમાં તેઓ દર મહિને દસેક દિવસ મૌન પાળતા. મન થાય ત્યારે નર્મદાકાંઠે રહેવા જતા.

Line 10: Line 10:
૧૯૪૭માં ‘કુમારચંદ્રક’, ૧૯૫૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૬૩માં સાહિત્ય અકાદેમી, દિલ્હીનો પુરસ્કાર, ૧૯૭૭માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૯૨માં ગુજરાત સાહિત્ય અકાદેમી ગૌરવ પુરસ્કાર, ૧૯૯૯માં નરસિંહ મહેતા ઍવૉર્ડ તથા ૨૦૦૩માં ભારતીય જ્ઞાનપીઠ ઍવૉર્ડથી તેઓ સન્માનિત થયા.

‘ધ્વનિ’ (૧૯૫૧), ‘આંદોલન’ (૧૯૫૧), ‘શ્રુતિ’ (૧૯૫૭), ‘શાંત કોલાહલ’ (૧૯૬૨), ‘ચિત્રણા’ (૧૯૬૩), ‘ક્ષણ જે ચિરંતન’ (૧૯૬૮), ‘વિષાદને સાદ’ (૧૯૬૮), ‘મધ્યમા’ (૧૯૭૭), ‘ઉદ્ગીતિ’ (૧૯૭૮), ‘ઈક્ષણા’ (૧૯૭૯), ‘પત્રલેખા’ (૧૯૮૧), ‘પ્રસંગસપ્તક’ (૧૯૮૨), ‘પંચપર્વા’ (૧૯૮૩), ‘કિંજલ્કિની’ (૧૯૮૩), ‘વિભાવન’ (૧૯૮૩), ‘સુપર્ણા’ (૧૯૮૩), ‘સંકલિત કવિતા’ (૧૯૮૩), ૧૯૫૧થી ૧૯૮૩ સુધીની સમગ્ર કવિતાનો સંચય), ‘ચંદનભીની અનામિકા’ (૧૯૮૭), ‘નીલાંજના’ (૧૯૮૯), ‘આરણ્યક’ (૧૯૯૨), ‘સ્મૃતિસંવેદના’ (૧૯૯૮), ‘વ્રજ-વૈકુંઠ’ (૨૦૦૨), ‘હા, હું સાક્ષી છું’ (૨૦૦૩), ‘આ ગગન’ (૨૦૦૪) તથા ‘પ્રેમનો પર્યાય’ (૨૦૦૪) કાવ્યસંગ્રહો તેમની પાસેથી પ્રાપ્ત થયા છે.

'''૨'''
 
<center>'''૨'''</center><br>
તેઓ બે વર્ષના હતા ત્યારે પિતાની છત્રછાયા ગુમાવી. એમનાં માતામાં આંતરિક બળનો અપાર પુરવઠો. તેઓ ઘણી વાર નાનકડા રાજેન્દ્રને ‘સિંહબાલ’ (નૃસિંહબાલ) કહેતાં. શ્રીમદ્ ઉપેન્દ્રાચાર્ય થકી એમનામાં અધ્યાત્મના, શ્રેયસ્સાધક વર્ગના સંસ્કાર શૈશવકાળથી જ સિંચાયા. શ્રેયસ્સાધક વર્ગના ઉત્સવોમાં થતાં કીર્તનો, પ્રવચનો, નાટકો વગેરે એમના અંતઃકરણમાં રોપાતાં રહ્યાં. શૈશવકાળમાં રાજેન્દ્રને એમનાં માતાએ ઘણાં પુસ્તકો વાંચી સંભળાવેલાં. તેઓ શું શું વાંચે છે એ તરફ માતાની ઝીણી નજર રહેતી. એમણે ‘કલાપીનો કેકારવ’ વાંચવાની મનાઈ ફરમાવેલી. કારણ? — તો કૅ, ‘રે રે, અરેરે જેવાં દુર્બલ કાવ્યો નહીં વાંચવાનાં.’ કિશોરાવસ્થા, યુવાવસ્થામાં તેઓ કપડવંજમાં અંબાલાલ પુરાણીની વ્યાયામશાળામાં નિયમિત જતા. ક્યારેક સાંજે ચિત્રકાર સોમાલાલ શાહ સાથે સીમમાં જતા. સોમાલાલ શાહ કાગળ પર લૅન્ડસ્કેપ અંકિત કરે. રાજેન્દ્ર શાહ બહારનું દૃશ્ય અને કાગળનું દૃશ્ય — બંને સરખાવે ને કલાકાર શું ત્યજી દે છે અને ક્યાં શું ઉમેરે છે તેનું ઝીણું નિરીક્ષણ કરે. આમ એમની કલાદૃષ્ટિ અનાયાસ કેળવાતી ગઈ ને સૌંદર્યને માણવાની દૃષ્ટિ વિકસતી ગઈ.

સોળેકની વયે, કપડવંજમાં અખાડે જતાં રસ્તામાં એમને ‘વિદ્યુતના ચમકારની જેમ’ વિચાર સ્ફુર્યો હતોઃ ‘કવિતા લખાય મારાથી.’ ત્યારે તેઓ ગાઈ શકતા. વૃત્ત છંદોની હલક પણ તેમને ફાવતી. ભજન-કીર્તન-રાસના લય-ઢાળ તો એમને જાણે ગળથૂથીમાંથી મળેલા. ન્હાનાલાલ, ખબરદાર, નરસિંહરાવ, બોટાદકર, કાન્ત વગેરેનાં કાવ્યોનો અભ્યાસ શરૂ કર્યો. ‘કુમાર’નું વાચન એમને પ્રિય. સુન્દરમ્, ઉમાશંકર, શ્રીધરાણી આદિનાં કાવ્યો તેઓ વાંચતા, કંઠસ્થ કરતા.

Line 16: Line 17:
“અમદાવાદનાં મારાં સાત વર્ષ અતિ મહત્ત્વનાં નીવડ્યાંઃ જે બીજ અંકુરિત થયું હતું એના વિકાસ માટે હવા અને પ્રકાશ સાંપડ્યાં.”

વડોદરામાં તેઓ બંગાળી લિપિ શીખ્યા હતા પણ પછી અમદાવાદમાં નગીનદાસ પારેખની નિશ્રામાં તેમણે બંગાળીનો અભ્યાસ કર્યો. ને કવિના હૈયામાં રવીન્દ્રનાથ રોપાયા. સુન્દરમ્‌ની ભલામણથી થોડો સમય તેઓ જ્યોતિસંઘમાં જોડાયેલા. આ ગાળામાં સુન્દરમ્‌ની સાથે એમણે યેટ્સ, એલિયટ, ટોલર જેવા કવિઓને વાંચ્યા.

'''૩'''
 
<center>'''૩'''</center><br>
૧૯૪૭માં, ૩૪ વર્ષની વયે રાજેન્દ્ર શાહની યશસ્વી સૉનેટમાળા ‘આયુષ્યના અવશેષે’ રચાઈ અને ‘કુમાર’માં પ્રગટ થઈ ત્યારે નીચે તંત્રીનોંધ મુકાઈ હતીઃ

“ગુજરાતી સાહિત્યમાં ગણનાપાત્ર થયેલી જે કેટલીક કૃતિઓના પ્રથમ પ્રકાશનનું ભાગ્ય ‘કુમાર’ને મળ્યું છે. તેમાં, પોતાના ગુણવૈશિષ્ટ્યને લીધે સ્થાન પામે તેવી, આપણી ક્ષિતિજ પર પ્રકાશવા માંડેલા યુવાન કવિ રાજેન્દ્ર શાહની આ કૃતિને આવકારતાં અમને આનંદ થાય છે.”