કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૧૦. સંગમાં રાજી રાજી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૦. સંગમાં રાજી રાજી| }} <poem> સંગમાં રાજી રાજી આપણ એકબીજાના સં...")
 
No edit summary
 
Line 25: Line 25:
{{Right|(સંકલિત કવિતા, પૃ. ૭૧-૭૨)}}
{{Right|(સંકલિત કવિતા, પૃ. ૭૧-૭૨)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૯. તને જોઈ જોઈ તોય તું અજાણી
|next = ૧૧. ઈંધણાં વીણવા ગૈતી
}}

Latest revision as of 06:11, 15 December 2021


૧૦. સંગમાં રાજી રાજી

સંગમાં રાજી રાજી
આપણ
એકબીજાના સંગમાં રાજી રાજી;
બોલવા ટાણે હોઠ ખૂલે નહિ,
નૅણ તો રહે લાજી.
લેવાને જાય, ત્યાં જીવન
આખુંય તે ઠલવાય!
દેવાને જાય, છલોછલ
ભરિયું શું છલકાય!
એવા એ
આપલેને અવસરિયે પાગલ
કોણ ર્‌હે કહે પાજી?
વીતેલી વેળની કોઈ
આવતી ઘેરી યાદ,
ભાવિનાં સોણલાંનોયે
રણકે ઓરો સાદ;
આષાઢી
આભનાં વાદળ વીજ શાં વારિ
ઝરતાં રે જાય ગાજી!
(સંકલિત કવિતા, પૃ. ૭૧-૭૨)