કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૧૨.એક વાર્તા


૧૨.એક વાર્તા

રાવજી પટેલ

ઊડી ગયાં કૈં અહીંથી છોગાં.
છલકાતો પિત્તળને બેડે સૂર્ય, ગયો...
ગયું એક મોલ ભરેલું ગાડું.
પલટણ ગિલ્લી પાછળ
વકટ રેંટ મૂઠ કરતી કરતી
જતી રહી.
ઓ દૂર દૂરના લીમડા મ્હેંકે,
કો’ક ઘટા લીલુંછમ ટહુકે.
ખીજડે પ્હેર્યો ખૂંપ...
લાગલ્યો
પરવોટાની ડોશીને ભૂતકાળ સાંભર્યો.
પિત્તળના બેડા પર
પાછો કૂંણો કૂંણો સૂર્ય ઊતર્યો...
(અંગત, પૃ. ૧૪)