કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૩૧.તમે રે તિલક રાજા રામના: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૧.તમે રે તિલક રાજા રામના|}} <poem> :::તમે રે તિલક રાજા રામના :::અમે...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૩૧.તમે રે તિલક રાજા રામના|}}
{{Heading|૩૧.તમે રે તિલક રાજા રામના|રાવજી પટેલ}}


<poem>
<poem>

Latest revision as of 12:06, 17 June 2022


૩૧.તમે રે તિલક રાજા રામના

રાવજી પટેલ

તમે રે તિલક રાજા રામના
અમે વગડાનાં ચંદન કાષ્ઠ રે;
તમારી મશે ના અમે સોહિયાં –
કેવાં કેવાં દઃખ સાજણ તમે રે સહ્યાં ?
કહોને સાજણ દઃખ કેવાં સહ્યાં !
તમે રે ઊંચેરો ઘરના ટોડલા !
અમે લજવાતી પાછલી રવેશ રે;
તમારી મશે ના અમે સોહિયાં –
કેવાં કેવાં દઃખ સાજણ તમે રે સહ્યાં ?
કહોને સાજણ દઃખ કેવાં સહ્યાં ?
તમે રે અખશર થઈને ઊકલ્યા !
અમે પડતર મૂંઝારા ઝીણી છીપના;
તમારી મશે ના અમે સોહિયાં –
કહોને કહોને દઃખ કેવાં પડ્યાં ?
(અંગત, પૃ. ૫૦)