કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૩૬.બટકતી ભાષાના ધાગાથી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૬.બટકતી ભાષાના ધાગાથી|}} <poem> બટકણી ભાષાના ધાગાથી સીવતી કોટ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૩૬.બટકતી ભાષાના ધાગાથી|}}
{{Heading|૩૬.બટકતી ભાષાના ધાગાથી|લાભશંકર ઠાકર}}


<poem>
<poem>
Line 37: Line 37:
{{Right|(હથિયાર વગરનો ઘા, ૨૦૦૦, પૃ. ૭૦)}}
{{Right|(હથિયાર વગરનો ઘા, ૨૦૦૦, પૃ. ૭૦)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૩૫.આપણે પ્રવાસી પારાવારના
|next = ૩૭.ઊંઘી ગયા છે ટેવભર્યા રે ઊંઘણશી
}}

Latest revision as of 10:17, 17 June 2022


૩૬.બટકતી ભાષાના ધાગાથી

લાભશંકર ઠાકર

બટકણી ભાષાના ધાગાથી સીવતી કોટ રે
છે શિયાળો.
નિર્વસન, વસન આશનું પકડી
એકાગ્ર આંખથી
દરજણ કવિતા
સીવતી કોટ રે, છે શિયાળો.
નથી માપપટ્ટી કે કાતર,
કાનામાતરના રણકારે, કાન સહારે
ગણગણતી,
વગર અણીની સોય લઈને કોડભરી ઉત્સુક
સીવતી કોટ રે, છે શિયાળો.
સીવતાં સીવતાં ધાગો બટકી જાય
પરોવતાં રે ગાંઠ વગરનો ધાગો સરકી જાય
શતકોનાં શતકો ઊંટોનાં
સોયના કાણામાંથી
સરક સરકી જાય રે.
વ્હાણાથી બેઠી બેઠી, કાણાને શોધી
મમળાવી ધાગો મોંમાં
ધીરજ ખંતથી પરોવવા તત્પર
દરજણ કવિતા
સફળ યત્નથી સ્મિતભરી, સીવતી કોટ રે,
છે શિયાળો.
કંપિત અંગ-આંગળાં
લયમાં
સંકોરી કાવ્યભાન
ખંતીલી તંતીલી
વેદના વારાથી
દરજણ કવિતા
સીવતી કોટ રે, છે શિયાળો.

(‘કવિતા’માંથી, ખંડ : ૭૯)
(હથિયાર વગરનો ઘા, ૨૦૦૦, પૃ. ૭૦)