કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૪૨.મૃત્યુ મા જેવું મધુર હાસ્ય કરે

From Ekatra Wiki
Revision as of 06:11, 17 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૨.મૃત્યુ મા જેવું મધુર હાસ્ય કરે|}} <poem> મૃત્યુ મા જેવું મધુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૪૨.મૃત્યુ મા જેવું મધુર હાસ્ય કરે

મૃત્યુ
મા જેવું
મધુર હાસ્ય કરે
અરવ મૃદુતાથી થપથપાવતું લયબદ્ધ
મૅગ્નેટિક રોટેશનનો સ્વીકાર કરાવી
ઊંડી
ગાઢ ઊંઘમાં
સરી જવાની
રમત
રમાડવા ?
(રમત, ૨૦૦૩, પૃ. 1)