કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૪૬.તું આ ક્યારનોય શું ખોદી રહ્યો છે?


૪૬.તું આ ક્યારનોય શું ખોદી રહ્યો છે?

લાભશંકર ઠાકર

તું આ ક્યારનોય શું ખોદી રહ્યો છે ?
ભાષા.
કેમ ?
મારે એને ખોદી નાખવી છે.
પણ શા માટે ?
મને બહાર કાઢવા.
(કૅમેરા ઑન છે, ૨૦૦૯, પૃ. ૮૦)