કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૧૩. નયણાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૩. નયણાં|}} <poem> ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં— એમાં આસમાની...")
 
No edit summary
 
Line 9: Line 9:
સાચાં તોયે કાચાં જાણે કાચનાં બે કાચલાં :
સાચાં તોયે કાચાં જાણે કાચનાં બે કાચલાં :
ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં.
ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં.
સાતે રે સમદર એના પેટમાં,
સાતે રે સમદર એના પેટમાં,
છાની વડવાનલની આગ,
છાની વડવાનલની આગ,
Line 14: Line 15:
સપનાં આળોટે એમાં છોરુ થઈને ચાગલાં :
સપનાં આળોટે એમાં છોરુ થઈને ચાગલાં :
ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં.
ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં.
જલના દીવા ને જલમાં ઝળહળે,
જલના દીવા ને જલમાં ઝળહળે,
કોઈ દિન રંગ ને વિલાસ,
કોઈ દિન રંગ ને વિલાસ,

Latest revision as of 09:44, 19 July 2022

૧૩. નયણાં


ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં—
એમાં આસમાની ભેજ,
એમાં આતમાનાં તેજ :
સાચાં તોયે કાચાં જાણે કાચનાં બે કાચલાં :
ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં.

સાતે રે સમદર એના પેટમાં,
છાની વડવાનલની આગ,
અને પોતે છીછરાં અતાગ :
સપનાં આળોટે એમાં છોરુ થઈને ચાગલાં :
ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં.

જલના દીવા ને જલમાં ઝળહળે,
કોઈ દિન રંગ ને વિલાસ,
કોઈ દિન પ્રભુ! તારી પ્યાસ,
ઝેર ને અમરત એમાં આગલાં ને પાછલાં :
ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં.
(સિંજારવ, પૃ. ૧૧૪)