કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૩૭. પૂનમનો નોક

Revision as of 12:56, 18 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૭. પૂનમનો નોક|}} <poem> ઢોલ ઢમક્યાં ને ધરતી ધમધમી, મારો મઘમઘ ભી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૩૭. પૂનમનો નોક


ઢોલ ઢમક્યાં ને ધરતી ધમધમી,
મારો મઘમઘ ભીનો ચોકઃ
ઊંચે ઊંચે ચાંદલિયો આભમાં
અને નીચે પૂનમિયાં લોકઃ
સહિયર! વાગે તે મીઠી મીઠી મોરલી.

સખી! કાંબી ને કડલાં રૂમેઝૂમે
કાંઈ નકવેસરનો ઝોકઃ
મેં તો ગુપચુપ જોયું દર્પણમાં
હાં રે લટકું લઈ ગઈ ડોકઃ
સહિયર! વાગે તે મીઠી મીઠી મોરલી.

સખી! આંખોમાં આંજણ અમાસનાં
અને પંડે પૂનમનો નોકઃ
અલી, આવી ચડે જો મારો સાહ્યબો
એને આઘેરો ઓશરીમાં રોકઃ
સહિયર! વાગે તે મીઠી મીઠી મોરલી.
(દીપ્તિ, પૃ. ૧૦૯)