કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૨૮. રસ્તો નથી જડતો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૮. રસ્તો નથી જડતો| }} <poem> કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો; અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. તમારા મનને જીતી લો તો હું માનું, ‘સિકંદર છો’; નહીંતર દિગ્વિજય ઉચ્ચારવામાં શ...")
 
No edit summary
 
Line 21: Line 21:
{{Right|(શૂન્યનો વૈભવ, પૃ. ૩૦૨)}}
{{Right|(શૂન્યનો વૈભવ, પૃ. ૩૦૨)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૨૭. મૃગ-કસ્તૂરી
|next = ૨૯. શૂન્ય મારું નામ છે
}}

Latest revision as of 08:55, 14 November 2022

૨૮. રસ્તો નથી જડતો


કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો;
અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો.

તમારા મનને જીતી લો તો હું માનું, ‘સિકંદર છો’;
નહીંતર દિગ્વિજય ઉચ્ચારવામાં શ્રમ નથી પડતો.

સદા સંસારીઓ પર શાપ છે સંતાપ સહેવાનો;
ધરાથી દૂર ઊડનારાને પડછાયો નથી અડતો.

બનાવીને સુરાલયનો ખુદા એને કરું સજદા!
બતાવો એક પણ એવો, નશો જેને નથી ચડતો!

નજર હો તો બતાવે છે બધું શ્રદ્ધા જ ઘર બેઠાં;
ફરે છે બાવરો થઈ શૂન્ય કાં જંગલમાં આથડતો?

(શૂન્યનો વૈભવ, પૃ. ૩૦૨)