કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૩૧. બાંકડે બેઠો છું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૧. બાંકડે બેઠો છું| }} <poem> ગાડી આવે-જાય, બાંકડે બેઠો છું; અંદર...")
 
No edit summary
 
Line 36: Line 36:
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૧૬૦)}}
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૧૬૦)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૩૦. મારે તો
|next = ૩૨. એક બારી ઊઘડે
}}

Latest revision as of 09:23, 15 December 2021


૩૧. બાંકડે બેઠો છું

ગાડી આવે-જાય, બાંકડે બેઠો છું;
અંદર કંઈ કંઈ થાય, બાંકડે બેઠો છું.

આમ જુઓ તો એના એ વર્ષોના પાટા
સીધા સીધા જાય, બાંકડે બેઠો છું.

હમણાં આવ્યું કોણ? અહીંથી કોણ ગયું આ?
પળમાં તો ભુલાય, બાંકડે બેઠો છું.

કોઈ કોઈ ચહેરાની રેખા માંડ ઉકેલું –
નામ કેમ પુછાય? બાંકડે બેઠો છું.

તડકા-છાંયા આગળ-પાછળ ફરતા રહેતા;
એ જ વાયરા વાય, બાંકડે બેઠો છું.

સાંધા-સિગ્નલ-ઝંડી-ફાટક-સીડી-બત્તી
– દુનિયા અજબ લહાય, બાંકડે બેઠો છું.

ઘટ આવે કે નૂર ચડે, નુકસાની લાગે;
એવું તો ભૈ થાય, બાંકડે બેઠો છું.

ખુદાબક્ષ છે કોઈ, કોઈ છે ઇજ્જતવાળા;
બાકી શું કહેવાય? બાંકડે બેઠો છું.

ગણવેશોની શિસ્ત મૂળમાં ઝાવાં ભરતી,
ભોંય સરકતી જાય, બાંકડે બેઠો છું.

ઝાઝું ના સમજાય, બાંકડે બેઠો છું;
ગાડી આવે-જાય, બાંકડે બેઠો છું.

(જળમાં લખવાં નામ, પૃ. ૧૬૦)