કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૩૨. એક બારી ઊઘડે

Revision as of 11:17, 14 December 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૨. એક બારી ઊઘડે|}} <poem> આમ ભોગળ ઊઘડે છે, આમ કંઈ ભિડાય છે, આમ કોર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૩૨. એક બારી ઊઘડે

આમ ભોગળ ઊઘડે છે, આમ કંઈ ભિડાય છે,
આમ કોરુંકટ બધું ને આમ ભીંજી જાય છે.

બે’ક પળનું બેસવું ત્રીજી પળે ઉભડક બધું,
હાલ જે રૂઠ્યા હતા – હમણાં જ રીઝી જાય છે.

આમ ખળખળ એકધારી, આમ ઊંડું મૌન છે;
ઓગળે કંઈ બહાર, ભીતર કંઈક થીજી જાય છે.

આમ સન્નાટો બધે ને આમ સઘળું સ્તબ્ધવત્;
આમ પાછું કોક હળવી પાંખ વીંઝી જાય છે.

શું થશે રે શું થશે આખર આ અણઘડ ગામનું?
એક બારી ઊઘડે ને બંધ બીજી થાય છે.
(જળમાં લખવાં નામ, પૃ. ૧૬૧)