કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૪૬. એવું અમથું ક્યારેક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૬. એવું અમથું ક્યારેક|}} <poem> એવું અમથું ક્યારેક કોક સાંભરે :...")
 
No edit summary
 
Line 21: Line 21:
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૨૭૧)}}
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૨૭૧)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૪૫. રાઈનાં ફૂલ
|next = ૪૭. કળીએ કપાણો
}}

Latest revision as of 09:56, 15 December 2021


૪૬. એવું અમથું ક્યારેક

એવું અમથું ક્યારેક કોક સાંભરે
આકાશે હોય નહિ વાદળીની રેખ
નહીં મોરલાની ગ્હેક, નહીં માટીની મ્હેક;
ક્યાંક શીતળ પવનનીયે લ્હેરખીયે ન્હોય
– એમાં વાછટનો વ્હેમ સ્હેજ જાગેઃ
કોક વરસી રહ્યું છે એમ લાગે;
ને બારીએથી જોઉં તો નેવલાં ઝરે!
એવું અમથું ક્યારેક કોક સાંભરે…
સૂની અગાશીમાં સૂનમૂન બેઠો કે ઓરડામાં પેઠો;
કે મેડીએ ચડીને પછી ઊતરતો હેઠો…
હોય આંગણ ખાલી ને વળી ફળિયું ખાલી
સાવ શેરી ખાલી ને એમાં સૂની આ વાટ જાય ચાલી;
ત્યાં ઓચિંતા ઘૂઘરા ઘમકે
– ને ભીતર કો’ ઠમકેઃ અમલ ઘેનઘેરા ચડે!
એવું અમથું ક્યારેક કોક સાંભરે!
(જળમાં લખવાં નામ, પૃ. ૨૭૧)