કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૪૬. ભૂલજા દાદા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૬. ભૂલજા દાદા|પ્રહ્લાદ પારેખ}} <poem> મારું નામ ભૂલજા દાદા: યા...")
 
No edit summary
 
Line 8: Line 8:
એમ કહે સહુ લોક;
એમ કહે સહુ લોક;
માનવ મનની પીઠે લાદે,
માનવ મનની પીઠે લાદે,
ભારના થોકે થોક.
:::ભારના થોકે થોક.


હું કહું એ જાઓને ભૂલી,
હું કહું એ જાઓને ભૂલી,
Line 24: Line 24:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = ૪૫. વાંસળી
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = ૪૭. દિવંગત ગુરુદેવને
}}
}}

Latest revision as of 05:12, 25 June 2022


૪૬. ભૂલજા દાદા

પ્રહ્લાદ પારેખ

મારું નામ ભૂલજા દાદા:
યાદ કરો આ, યાદ કરો તે,
એમ કહે સહુ લોક;
માનવ મનની પીઠે લાદે,
ભારના થોકે થોક.

હું કહું એ જાઓને ભૂલી,
ભારની ગાંસડી દઉં છું ખોલી;
જાય પેલું જેવું ઝરણું તેવો
ભાર ફગાવી દોડતો થા. – મારું૦

સુખનો, જોજો, થાય ના બોજો,
દુઃખનો પોટલાભાર ના વહેજો;
જે મળે તે એક હાથે લઈ.
બીજે હાથે ફગાવતો જા. – મારું૦
(સરવાણી, પૃ. ૪૭)