કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૪૭. દિવંગત ગુરુદેવને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૭. દિવંગત ગુરુદેવને|પ્રહ્લાદ પારેખ}} <poem> મૃત્યુ તો તમને લે...")
 
No edit summary
 
Line 26: Line 26:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = ૪૬. ભૂલજા દાદા
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = ૪૮. ગાંધીજીને
}}
}}

Latest revision as of 05:13, 25 June 2022


૪૭. દિવંગત ગુરુદેવને

પ્રહ્લાદ પારેખ

મૃત્યુ તો તમને લેવા આવ્યું, માન્યું લઈ ગયું.
તેણે ખોલી જહીં મુઠ્ઠી ત્યાં તો ભોંઠું પડી ગયું.

આશ્ચર્યે તે, ‘અરે ક્યાં એ ?’ વદીને નિરખે પૂંઠે
હૈયે હૈયે તમારી એ નિહાળે છબી જે ઊઠે.

ભવ્ય એ જિંદગાનીની પાસમાં વામણું બન્યું,
જીતવા આવિયું તેને પતાકા જયની થયું.

તેજે જે પ્રજ્વળી ઊઠ્યાં સૂર્ય, તારા, નિહારિકા
તેજેથી સળગે નિત્યે એ જ જે પ્રાણની શિખા

મથ્યું એ ફૂંકથી તેની ઓલવી નાખવા જ એ:
લાખલાખ શિખા થઈ ત્યાં પ્રકૃતિ, માનવી વિશે,
– વિરાજે એ અને હસે !

આવ્યું’તું જિંદગી લેવા, આપી ગયું અમરત્વ એ.
(સરવાણી, પૃ. ૫૧)