કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૪૮. ગાંધીજીને

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪૮. ગાંધીજીને

પ્રહ્લાદ પારેખ

કો સંગીની મનુજ-ઉરની ઊર્મિને વાદ્યતારે
જન્માવે; કો કઠણ પથરે શિલ્પી સૌંદર્ય કોરે.
પીંછીથી કો કથની લખતું માનવીના હયાની
સૂરે મૂર્તિ કવિજન ઘડે શ્રેષ્ઠ કો કલ્પનાની.

કિંતુ તેં તો હૃદય ઝળતા વેદના-દેવતાની
કોરી કોરી વિમળ સ્મિતની મૂર્તિ છે એક દોરી !
ઓઠે તારે ત્રિભુવનજયી મૂર્તિ એ નિત્ય રાજે;
વિશ્વે સૌને, તુજ બૃહદ એ સર્જને, તું નવાજે.
(સરવાણી, પૃ. ૫૨)