કિન્નરી ૧૯૫૦/કોઈ બ્હાને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
 
(No difference)

Latest revision as of 01:25, 23 March 2024

કોઈ બ્હાને

કોઈ બ્હાને
હવે મારું મન નહીં માને!
હવે એને ચહો કે ન ચહો,
વાત કોઈ કહો કે ન કહો;
હવે એ તો ધરશે ન ધ્યાને!
થયું છે શું હુંય તે ન જાણું,
એ તો બસ ગાય નિજ ગાણું;
રાતદિન રહે નિજ તાને!

૧૯૪૯