ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે/નર્મદનું નિબંધલેખન : પદ્ધતિવિશેષ અને ભાષાવિશેષ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 26: Line 26:
એના આ પછીના નિબંધોમાં અભિવ્યક્તિરૂપ પ્રાસાદિક રહ્યું હોવાની સાથે જ એનુંં સામગ્રી-આયોજનરૂપ વધુ સુબદ્ધ થતું ગયું છે. ‘સંપ વિશે’ નિબંધમાં તો એણે પેટાશીર્ષકો પણ બાંધ્યાં છે. શરૂઆતમાં ભૂમિકા કરીને પછી ક્રમશઃ ‘લોકો સંપ કોને કહે છે?’, ‘સંપની ઉત્પત્તિ’, ‘સંપનું રૂપ’, એવાં પેટાશીર્ષકોથી એણે વિષયને મુદ્દાસર વિકસાવ્યો છે. તેમછતાં આખો નિબંધ ‘દેશી ભાઈઓ...’ એવા સંબોધનથી પ્રત્યક્ષતાને પામ્યો છે.

નર્મદના નિબંધોનો આ વખણાયેલો ગુણ – પ્રત્યક્ષતા – એના નિબંધોમાં બે રીતે મૂર્ત થતો રહ્યો છે : એક, સીધાં પ્રગટ સંબોધનો રૂપે અને બીજું, સામે શ્રોતાવર્ગ છે ને એની સાથે પોતાની વાત ચાલી રહી છે એ જીવંત તંતુ રૂપે, વક્તવ્ય કરતી વખતે જેમજેમ વાતાવરણ જામતું જાય એમએમ, એનાં સંબોધનોનું રૂપ બદલાતું જાય છે – વાતચીતનો એક લય (રિધમ) રચાતો જાય છે : ‘સભાસદ ગૃહસ્થો’ એવા સંબોધનથી આરંભાતા ‘મંડળી મળવાથી થતા લાભ’ એ વક્તવ્યનિબંધમાં પછી, ‘માટે રે ઓ ભાઈઓ’, ‘રૂડા ગૃહસ્થો’, ‘તમે બુદ્ધિમાન, વિચાર કરો’, ‘થોડી એક વાત કહું છું તે સાંભળો’, ‘નિશ્ચે જાણજો’ એવાં જુદાંજુદાં સૂર-શિખરો (પીચ) જોવા/સાંભળવા મળે છે. પોતાની વાતને શ્રોતાઓની સમરેખ રાખવા માટે તે ‘વર્ણન કરતાં કાળ અત્યંત રોકાય માટે ટૂંકામાં કહું છું કે’, ‘માટે ફરીથી કહું છું કે’, ‘થોડામાં ઘણું કહું છું કે,’ ‘એ વિશે સંક્ષેપમાં ફરીથી, થોડું બોલવાની આજ્ઞા લઉં છું.’ એવી વિનયી વિશ્રંભરીતિમાં વાત કરે છે. બને કે આની ઉપર અંગ્રેજ વક્તાઓ/ નિબંધકારોની ભદ્ર વિવેક-રીતિની લઢણોની અસર પણ હોય. મંડળી અને સભા (સોસાયટી)ની સાથે સંકળાયેલી વ્યાપક સંસ્કાર-શીલતા પણ અહીં પ્રતિબિંબિત થાય છે.

મુદ્દાને ન છોડનારી, આયોજનપૂર્વક વિષયને વિકસાવનારી એની નિરૂપણપદ્ધતિની સાથે, વક્તવ્યને ધાર કાઢતી એની લેખનશૈલી સંવાદિતા જાળવીને ચાલે છે ને છતાં નર્મદની લાક્ષણિક મુદ્રા એમાંથી ઊઠતી રહે છે. ક્યારેક એ નકારવાચક અવ્યયોથી વાતને દૃઢાવે છે, જેમકે, ‘ના, ના. રાગ કંઈ કવિતા નથી.’ અને ‘ના, કવિતા ગદ્યને વિશે પણ હોય છે’ (‘કવિ અને કવિતા’) તો ક્યારેક લેખન (મુદ્રણ)માં વધતાં જતાં ઉદ્ગારચિહ્નોનો ઉપયોગ કરીને વક્તવ્ય વખતના એના ભાવ-ઉછાળને તાદૃશ કરે છે, જેમ કે, ‘અહાહા! પૂર્વના ગુરુઓની શી વિદ્યા! તેઓની સાદાઈ કેટલી!! અને તેઓના ઉદ્યોગ શા!!!’ (‘ગુરુ અને સ્ત્રી’) વિરામચિહ્નોના ઉપયોગની દૃષ્ટિએ પણ નર્મદના નિબધો જોવા જેવા છે. (ઉપર, ‘કવિ અને કવિતા’માંથી લીધેલાં દૃષ્ટાંતોમાં અર્ધવિરામ(;)નો ઉપયોગ જોવા-નોંધવા સરખો છે.)

ઇનામી નિબંધો ચુસ્ત વિષયબંધવાળા, અગાઉ કહ્યું એમ પેટાશીર્ષકોથી વિકસતા જતા હોવા છતાં નર્મદ નિબંધકારની (નિબંધકારને માટે તે ‘નિબંધી’ સંજ્ઞા યોજે છે!) વિવિધ લેખન-રીતિઓની પણ અજમાયશ કરતો રહે છે. ‘મૂઆં પછવાડે રોવાકુટવાની ઘેલાઈ’ નિબંધમાં આરંભે એ મંગલાચરણ કરે છે : ‘ઓ પરમેશ્વર! હમો ગુજરાતી ભાઈઓને કેટલીએક ચાલતી આવેલી જંગલી અને વેહેમી ચાલ બહુ દમે છે [...] માટે, હમો આંધળાને સંસારમાં દોરવાને તેં જે વિવેકબુદ્ધિ બક્ષી છે, તેનો રે તું દીનદયાળ, વેહેલો ઉદય કર.’ વગેરે. ને પછી તરત પેટાશીર્ષક મૂકે છે : ‘ગ્રંથ લખવાની મતલબ.’

નર્મદના આવા પદ્ધતિવિશેષ અને ભાષાવિશેષ વિશે હજુ ઘણી ખણખોદ થઈ શકે ને એમ નિબંધકાર તરીકેનાં એનાં ઘણાં અવ્યક્ત રહેલાં કે ન બતાવાયેલાં પાસાં પ્રગટ થઈ શકે. અહીં તો કેવળ કેટલાક નિર્દેશો જ કર્યા છે. વિશેષ હવે પછી, ક્યારેક.