ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/સંપાદકીય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
__NOTOC__
== સંપાદકીય ==
== સંપાદકીય ==
<br>
<br>
Line 12: Line 14:
૧૯૨૮ના જૂનમાં દિવાળીની રજાઓમાં ઉમાશંકર જોશી આબુનો પ્રવાસ કરે છે. આબુમાં નખી સરોવર ઉપર શરત્‌પૂર્ણિમાની મધરાતના શાંત એકાંતમાં સત્તર વર્ષના આ યુવકને સરસ્વતીએ મંત્ર આપ્યોઃ

'''સૌન્દર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે.'''
:'''સૌન્દર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે.'''

અર્બુદાચળની અણમોલ ભેટ જેવો આ ધન્યમંત્ર એ ઉમાશંકર જોશીની કાવ્યદીક્ષા. આ ઉમાશંકરનું પ્રથમ કાવ્ય. આ પહેલું કાવ્ય સહેજે સૉનેટ છે અને મંદાક્રાન્તા છંદમાં છે. કવિને વિસ્મય થાય છે કે ‘અર્ધાં મીંચ્યાં નયન નમતાં ગાન આ આવ્યું ક્યાંથી?’ આ કાવ્ય ઉપર બ.ક.ઠા.ના ‘ભણકારા’ કાવ્યની અસર સ્પષ્ટ છે. ઉમાશંકરની સૌથી પ્રથમ રચના કાવ્યના ઉદ્ભવની હોય એ પણ એક ચમત્કાર છે. પછી તો કવિએ અનેક કાવ્યો સર્જનના આ રહસ્યનાં, આ ચમત્કારનાં રચ્યાં છે. એમાંનાં થોડાંક ઉત્તમ કાવ્યો આપણે જરૂર જોઈશું.

Line 25: Line 27:
જે શબ્દતત્ત્વ માટે કવિ આખી જિંદગી મથ્યા હતા તે તેના આરંભની પંક્તિમાં જ પમાય છે. આ વિશ્વશાંતિ તે રાજકારણના અર્થની વિશ્વશાંતિ નહિ પણ વ્યાપક અર્થમાં વિરાટ વિશ્વમાં વ્યાપેલી સંવાદિતા. કવિની આ વૈશ્વિક સહાનુભૂતિ તેમની વારંવાર અવતરિત થયેલી પંક્તિઓમાં વ્યક્ત થઈ છેઃ

'''વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી:'''
:'''વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી:'''
'''પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ!'''

Line 47: Line 49:
‘ગંગોત્રી’ના પહેલા જ પાને કાવ્યસર્જનના આરંભકાળે કવિ સંકલ્પ કરે છેઃ

'''પ્રભો! મારે તાપે તપી, અવરની શાંતિ સૃજવી,'''
:'''પ્રભો! મારે તાપે તપી, અવરની શાંતિ સૃજવી,'''
'''નિચોવી અંધારાં અજર રસજ્યોતિ જગવવી.'''

ઉમાશંકરની જ નહીં, પ્રત્યેક સાચા કવિની અભીપ્સા તેમની સૂત્રરૂપ થઈ ગયેલી આ પંક્તિઓમાં પ્રગટ થયેલી છેઃ

'''વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી,'''
:'''વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી,'''
'''માથે ધરું ધૂળ વસુંધરાની.'''
'''માથે ધરું ધૂળ વસુંધરાની.'''

Line 59: Line 61:
‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો’માં રામનારાયણ પાઠક વાક્‌છટાના દૃષ્ટાંત તરીકે આ કાવ્યને ટાંકે છેઃ

'''રચો, રચો અંબરચુંબી મંદિરો,'''
:'''રચો, રચો અંબરચુંબી મંદિરો,'''
'''ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા!'''
'''ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા!'''

આપણે તર્જનીથી તર્જતાં તર્જતાં કોઈને કહીએ, હાં! હાં! રચો રચો, પછી ખબર પડી જવાની છે. પણ જોઈ રાખજો, કોઈ દિવસ

      '''અંતર રૂંધતી શિલા'''
      :'''અંતર રૂંધતી શિલા'''
'''એ કેમ ભાવિ બહુ કાલ સાંખશે?'''
'''એ કેમ ભાવિ બહુ કાલ સાંખશે?'''
'''દરિદ્રની એ ઉપહાસલીલા'''
'''દરિદ્રની એ ઉપહાસલીલા'''
Line 77: Line 79:
‘બીડમાં સાંજ વેળા’ એ ઉમાશંકરનાં ઉત્તમ સૉનેટોમાંનું એક છે. વિશાળ સહરા જેવું આકાશ – વાદળી વિનાનું, ડૂબી ગયેલો સૂરજ, ઊતરતો અંધકાર, અંધકારમાં ઓગળી-પીગળી ગયેલો સૂરજ, અંધકારમાં ઓગળી-પીગળી ગયેલા પ્રબળસ્કંધ પર્વતો, જાણે રવિના વિયોગમાં ભાંગી પડેલા. પછી ઉત્કટ ચિંતા – ‘હવે નભનું શું થશે’ માત્ર તૃણો છે. પણ કવિની શ્રદ્ધા આ તૃણો ઉપર છે. રવીન્દ્રનાથની કવિતામાં સૂર્ય અસ્તાચળે જાય છે, ત્યારે કોડિયું પોતાનો ભાગ ભજવવાની બાંહેધરી આપે છે તેમ કવિ અહીં કહે છેઃ

'''તહીં, થરથરી, ટટાર થઈ, ડોક ઊંચી કરી'''
:'''તહીં, થરથરી, ટટાર થઈ, ડોક ઊંચી કરી'''
'''તૃણો ટચલી આંગળી ઉપર તોળતાં આભને!'''
'''તૃણો ટચલી આંગળી ઉપર તોળતાં આભને!'''

Line 84: Line 86:
‘બળતાં પાણી’ ઉમાશંકરની સર્જકપ્રતિભાનો ઉત્તમ આવિષ્કાર છે. ઉમાશંકરે પોતે એની સર્જનક્ષણો, યુવાવસ્થાની કરુણતા, પરિસ્થિતિની વિષમતા, વિધિની વક્રતા, નિયતિનું નિશ્ચિત નિર્માણ અને તેના ગર્ભમાં રહેલી સંવેદના અને અંગત વ્યથાની વાત ‘નિરીક્ષા’માં ‘કવિતાનો જન્મ’ લેખમાં કરી છે તે અહીં પ્રસ્તુત છેઃ “ ‘બળતાં પાણી’ સિંહગઢ ઉપરથી દૂર ડુંગરો ઉપર દવ બળતા અને એના ઓળા ખડકવાસલાનાં પાણીમાં પડતા એ જોઈને પ્રગટ્યું. હૃદયભાવનું સંચલન એક વિશિષ્ટ હૃદયનો ધક્કો વાગતાં થયું. કહો કે એ ભાવ સાકાર થવા ટાંપી રહ્યો હતો તે આ દૃશ્ય મળતાં જ એની સાથે, તાણાની જોડે વાણાની પેઠે, ગૂંથાઈને એક કાવ્યરૂપે પ્રગટ થયો. હૃદયમાં ભાવ તો હતો આ કે આપણે દેશનો ઉદ્ધાર કરવા નીકળી પડ્યા છીએ, દરમ્યાન આપણાં કુટુંબીજનોનું શું? આ ભાવ પેલા પ્રકૃતિદૃશ્યની મદદથી યથાતથ સાકાર થઈ શક્યો. નદીનાં પાણીમાં, એને જન્મ આપનાર ગિરિ ઉપર સળગતા દવના ઓળા પડે છે, પણ કિનારાની માઝા લોપીને, જરીક છલકાઈને, નદી પોતાનાં સ્વજનના પરિતાપને શાંત કરી શકતી નથી.”

'''નદીને પાસેનાં સળગી મરતાંને અવગણી'''
:'''નદીને પાસેનાં સળગી મરતાંને અવગણી'''
'''જવું સિંધુ કેરા અદીઠ વડવાગ્નિ બૂઝવવા!'''

આગળ ઉપર સિંધુમાંથી વાદળ બનીને ક્યારેક પોતે અહીં પાછી આવીને વરસી શકે છે, પણ

'''અરે! એ તે ક્યારે? ભસમ સહુ થૈ જાય પછીથી?'''
:'''અરે! એ તે ક્યારે? ભસમ સહુ થૈ જાય પછીથી?'''

સ્વાતંત્ર્ય માટે લડતો યુવાન પણ સ્વરાજનો મુક્ત નાગરિક થઈને પાછો આવશે, પણ એની મદદ આવે તે પહેલાં કુટુંબીજનોની તો શીય દશા થઈ હશે? — એ યુગની એક લાક્ષણિક વેદનાએ આ રીતે એ નાના કાવ્યમાં પ્રગટ થવા પ્રયત્ન કર્યો.

Line 104: Line 106:
“આ એક પ્રાર્થનાનું ગીત છે. એની રચના જૂના ભજનના ઢાળમાં થયેલી છે. આ જાતનાં ભજન તો એની લેહમાં ગવાય ત્યારે એનું વાતાવરણ જામે. ભજનમંડળીઓનો જેને અનુભવ હશે તે સહેજે સમજી શકશે. ભાંગતી રાતે, આકાશના તારા ટમટમતા ચંદરવા નીચે, મંજીરા અને એકતારાની સાથે ભજનલલકાર ચાલતા હોય એ વાતાવરણ જ ભક્તિનો કેફ ચઢાવનારું હોય છે. એવા વાતાવરણમાં તમે સૌ બેઠાં છો એમ જરીક ધ્યાનસ્થ થઈને કલ્પી લો. મંજીરા અને તંબૂરો વાગતાં નથી, અને ભજનનો લલકાર પણ કોઈ અઠંગ ભજનિકનો નથી. મને આવડે એવું હું રજૂ કરું છું. આંખો મીંચી લો અને સાંભળો — અરે જુઓઃ આખું વિશ્વ, સૂરજ, ચંદ્ર, નવલખ તારા, — બધાં જ પ્રભુને ઢૂંઢી રહ્યાં છે.

'''સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી,'''
:'''સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી,'''
      '''નવલખ તારાનાં ટોળાં ટળવળે રે જી.'''
      '''નવલખ તારાનાં ટોળાં ટળવળે રે જી.'''
'''પૃથ્વીપગથારે ઢૂંઢે ભમતા અવધૂત કોઈ'''
'''પૃથ્વીપગથારે ઢૂંઢે ભમતા અવધૂત કોઈ'''
Line 117: Line 119:
“શું ભક્ત જ ભગવાનને ઢૂંઢે છે? ભગવાન ભક્તને ઢૂંઢવા ઉત્સુક ઓછા છે શું? લીલા માટે — રમત માટે બે થયા છે. રમતમાં પકડનાર અને પકડાનાર બન્નેને સરખો જ રસ. તો જ રમત જામે. જાણકારો તો આપણને સંસારીઓને કાનમાં કહેતા રહે છે કે ભક્તને ભગવાનની જેટલી તાલાવેલી નથી તેટલી ભગવાનને ભક્તને માટે છે. અલબત્ત, આપણામાં તાલાવેલી હોવી જોઈએ. બાકીનું એ સંભાળી લેશે. અખો ભક્ત કહે છેઃ

'''જ્યમ છીપને રત ખરી ઊપજે તો ઉપર આવે જળમાંહેથી;'''
:'''જ્યમ છીપને રત ખરી ઊપજે તો ઉપર આવે જળમાંહેથી;'''
'''તેહની સૂરતનો તાણ્યો તે પર્જન્ય આવી વરસે ક્યાંહેથી.'''