ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/અજય સોની/તરસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
(પ્રૂફ)
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{Center|'''તરસ'''}}
{{SetTitle}}
----
{{Heading|તરસ | અજય સોની}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એ સૂમસામ ખારાપાટ વચ્ચેથી પસાર થતી સડકના કિનારે ઊભો હતો. બાવળના તરડાયેલા છાંયડા નીચે બેસીને તપતી બપોરને સુંધ્યા કરતું ઊંટ ક્યારનું ગાંગરી રહ્યું હતું. એનો કણસાટ લાંબા, શુષ્ક મેદાનમાં ખોવાઈ જતો હતો. સડકના બંને છેડા અંત વિનાના ભાસતા હતા. દૂર મેલી થતી જતી ક્ષિતિજ તરફ નજર કરતા એને ધ્રાસકો પડ્યો. દૂરથી આવતાં રેતીના અંધડને જોઈને એને મેલા પવનમાં ફરકતી ઓઢણી સાથે એક ચહેરો દેખાયો. ખુલ્લા પટ પર ઝાંઝવા સાથે ધ્રુજતાં ચહેરા પર એણે ક્યારેય વિશ્વાસ નથી કર્યો. તેમ છતાં જ્યારે પણ અંધડ ફૂંકાવાનું હોય ત્યારે એ ચહેરો દેખાતો. વાવડાનું જોર વધતું જતું અને એ ચહેરો ઝાંખો પડી જતો. પછી તો ચારેકોર રેતી જ રેતી.
એ સૂમસામ ખારાપાટ વચ્ચેથી પસાર થતી સડકના કિનારે ઊભો હતો. બાવળના તરડાયેલા છાંયડા નીચે બેસીને તપતી બપોરને સુંઘ્યા કરતું ઊંટ ક્યારનું ગાંગરી રહ્યું હતું. એનો કણસાટ લાંબા, શુષ્ક મેદાનમાં ખોવાઈ જતો હતો. સડકના બંને છેડા અંત વિનાના ભાસતા હતા. દૂર મેલી થતી જતી ક્ષિતિજ તરફ નજર કરતા એને ધ્રાસકો પડ્યો. દૂરથી આવતાં રેતીના અંધડને જોઈને એને મેલા પવનમાં ફરકતી ઓઢણી સાથે એક ચહેરો દેખાયો. ખુલ્લા પટ પર ઝાંઝવા સાથે ધ્રુજતાં ચહેરા પર એણે ક્યારેય વિશ્વાસ નથી કર્યો. તેમ છતાં જ્યારે પણ અંધડ ફૂંકાવાનું હોય ત્યારે એ ચહેરો દેખાતો. વાવડાનું જોર વધતું જતું અને એ ચહેરો ઝાંખો પડી જતો. પછી તો ચારેકોર રેતી જ રેતી.

દિશાઓ ધૂંધળી થતા એ ચાલવા લાગ્યો. ધારદાર આંખોવાળો ચહેરો એની નજર સામેથી ખસતો ન હતો. સાંઢણી પર જતી વખતે એણે પાછળ વળીને જોયું હતું. ત્યારે એ બાવળના ટૂંઠા નીચે ઊભો ઊભો સૂકી ભોંય સાથે જડાઈ ગયો હતો. પાછાં ન વળેલા એ ચહેરાની તલબે એને કેટલીયે તારામઢી રાતો જગાડ્યો હતો.

ફરી વાવડો શરૂ થવાનો હતો. અસીમ ખારાપાટ પરથી વહી આવતો પવન રેતીનું જોરદાર તોફાન તાણી લાવશે. ઘડીવારમાં લબલબતો સૂરજ ક્યાંય સંતાઈ જશે. દિશાઓ ધૂંધળી થઈ જશે. ચારેબાજુ રેતી છવાઈ જશે. એમાં પેલી ફરકતી ઓઢણી ક્યાંય ઊડી જશે. આંખો શોધ્યા કરશે પણ કશું નહીં કળાય. શરૂ થયેલો વાવડો ક્યારે રોકાશે એની કોઈને ખબર નથી. બસ, વરસાદ નહીં આવે. આંખમાં ઝાંઝવા બનીને તરતી તરસ સૂકાયેલા તળાવના તળિયે લપાઈ જશે. એના શરીરના દરેક રુવાડાં બેઠા થઈને પાણીની યાચના કરતાં હતાં પણ સામેથી ધસી આવતો વાવડો બધી યાચનાઓને કચડી નાખવાનો હતો. ઝાંઝવામાં અટવાયેલી તરસ થાકેલા ઊંટની જેમ ઢળી પડી હતી. રેતીના સેંકડો કણ તાણી લાવતો વાવડો શરૂ થયા પછી દિવસો સુધી દૃશ્યો ઓઝલ થઈ જતાં. આંખ સામે રેતીની દીવાલ ચણાઈ જતી. એ દિવસોમાં એ ભુંગાની બહાર ન નીકળતો. એને વારંવાર વાવડામાં ફરકતી ઓઢણી દેખાતી. દરેક વખતે ફૂંકાતો વાવડો એના માટે પીડા લઈ આવતો. એ ગઈ તે દિવસે પણ જોરદાર વાવડો ફૂંકાયો હતો. આકાશ ઘેરાયું હતું. હમણાં વરસી પડશે એવું લાગતું હતું. પણ વરસ્યું નહીં. એ રેતીમાં ઢગલો થઈને ઢળી પડ્યો હતો. જે સાંઢણી પર બેસીને આવી હતી એ જ સાંઢણી પર બેસીને પાછી ચાલી ગઈ હતી. એણે કેટલીયે વાર પાછાં વળીને જોયું હશે. પણ એની નજરને લકવો લાગી ગયો હતો. તપતી રેતીમાં એનાથી એક ડગલું પણ આગળ મંડાતું ન હતું.
ફરી વાવડો શરૂ થવાનો હતો. અસીમ ખારાપાટ પરથી વહી આવતો પવન રેતીનું જોરદાર તોફાન તાણી લાવશે. ઘડીવારમાં લબલબતો સૂરજ ક્યાંય સંતાઈ જશે. દિશાઓ ધૂંધળી થઈ જશે. ચારેબાજુ રેતી છવાઈ જશે. એમાં પેલી ફરકતી ઓઢણી ક્યાંય ઊડી જશે. આંખો શોધ્યા કરશે પણ કશું નહીં કળાય. શરૂ થયેલો વાવડો ક્યારે રોકાશે એની કોઈને ખબર નથી. બસ, વરસાદ નહીં આવે. આંખમાં ઝાંઝવા બનીને તરતી તરસ સૂકાયેલા તળાવના તળિયે લપાઈ જશે. એના શરીરના દરેક રુવાડાં બેઠા થઈને પાણીની યાચના કરતાં હતાં પણ સામેથી ધસી આવતો વાવડો બધી યાચનાઓને કચડી નાખવાનો હતો. ઝાંઝવામાં અટવાયેલી તરસ થાકેલા ઊંટની જેમ ઢળી પડી હતી. રેતીના સેંકડો કણ તાણી લાવતો વાવડો શરૂ થયા પછી દિવસો સુધી દૃશ્યો ઓઝલ થઈ જતાં. આંખ સામે રેતીની દીવાલ ચણાઈ જતી. એ દિવસોમાં એ ભૂંગાની બહાર ન નીકળતો. એને વારંવાર વાવડામાં ફરકતી ઓઢણી દેખાતી. દરેક વખતે ફૂંકાતો વાવડો એના માટે પીડા લઈ આવતો. એ ગઈ તે દિવસે પણ જોરદાર વાવડો ફૂંકાયો હતો. આકાશ ઘેરાયું હતું. હમણાં વરસી પડશે એવું લાગતું હતું. પણ વરસ્યું નહીં. એ રેતીમાં ઢગલો થઈને ઢળી પડ્યો હતો. જે સાંઢણી પર બેસીને આવી હતી એ જ સાંઢણી પર બેસીને પાછી ચાલી ગઈ હતી. એણે કેટલીયે વાર પાછાં વળીને જોયું હશે. પણ એની નજરને લકવો લાગી ગયો હતો. તપતી રેતીમાં એનાથી એક ડગલું પણ આગળ મંડાતું ન હતું.

એ ધીમી ચાલે, થાકેલા પગે ઊંટ સાથે વાંઢમાં પાછો ફર્યો.

Line 12: Line 12:
રંગ બદલતું આકાશ અશુભની નિશાની જેવું લાગતું હતું. દિવસો સુધી ચાલતાં વાવડાની શરૂઆત થઈ ગઈ હતી. રણની મેલી કાંધ પર ચંદ્રનો આકાર દેખાતો હતો. રેતીનું તોફાન બધું તળેઉપર કરવા મથી રહ્યું હતું. કોઈએ ખંજર ચલાવ્યું હોય એમ સાંજની ઉદાસ હવા છાતી ચીરીને ઉઝરડા પાડી રહી હતી. વાંઢનું દૃશ્ય ડહોળા પાણીની જેમ આંખમાં અટવાતું હતું. એના મોઢામાંથી નિસાસો નીકળીને વાવડામાં ઊડતી રેતી સાથે ભળી ગયો. પસીનાથી ચીકણા થઈ ગયેલા શરીર પર રેતી ચોંટતાં ચચરાટ થતો હતો, પણ એ પીડાની કશી વિસાત નથી.

કેટલાંક ભુંગામાં દીવા ટમટમતાં હતાં. ક્યાંકથી રડતાં બાળકોનો અવાજ, સ્ત્રીના ઊંહકારા અને પુરુષની ગાળો સંભળાતી હતી. બધા અવાજો એની અંદરની દાઝ પસવારતાં હતા. પૂનમની રાતે ભુંગામાં હાંફતા અવાજો એને યાદ આવી ગયા. ભુંગાની બારીમાંથી આવતું અજવાળી રાતનું અજવાળું ચળકતાં શરીર પર એના હાથની સાથે સરકી રહ્યું હતું. ગળામાં તૂરાશ ભરાઈ ગઈ હતી. એની ભીંસ યુગો સુધી યાદ રહેશે. એ દિવસે વરસોની તરસ જાણે એકસામટી છીપાઈ હોય એવું લાગ્યું હતું.
કેટલાંક ભૂંગામાં દીવા ટમટમતા હતા. ક્યાંકથી રડતાં બાળકોનો અવાજ, સ્ત્રીના ઊંહકારા અને પુરુષની ગાળો સંભળાતી હતી. બધા અવાજો એની અંદરની દાઝ પસવારતા હતા. પૂનમની રાતે ભૂંગામાં હાંફતા અવાજો એને યાદ આવી ગયા. ભૂંગાની બારીમાંથી આવતું અજવાળી રાતનું અજવાળું ચળકતાં શરીર પર એના હાથની સાથે સરકી રહ્યું હતું. ગળામાં તૂરાશ ભરાઈ ગઈ હતી. એની ભીંસ યુગો સુધી યાદ રહેશે. એ દિવસે વરસોની તરસ જાણે એકસામટી છીપાઈ હોય એવું લાગ્યું હતું.

એને ફાટફાટ થતાં લમણામાં સણકો ઊપડ્યો. આગળ વધતી જતી રાતને ગણકાર્યા વિના એ ભોંય પર જાગતો પડ્યો રહ્યો. વાયરો મેદાનના એક છેડેથી આવીને બીજે છેડે ખોવાઈ જતો હતો. ક્યાંય એના સંઘડ મળતા ન હતા. વચ્ચે ઝઝૂમતી વાંઢના ભુંગા એની જેમ અડીખમ ઊભા હતા. ચાર વરસથી પાણી વિનાના કોરાધાકોર વાવડાઓ ઝીલીને હવે ભુંગાની દીવાલોમાં તિરાડો પડી ગઈ હતી. સતત લૂ વરસાવતું આકાશ ક્યારેક પાણી વરસાવશે એ આશાએ ઊભેલા ભુંગા હવે બાવળના ઝૂંઠાની જેમ અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યા હતા. ભુંગામાં બળતાં ચૂલાની રાખ વાવડો દૂર ઉડાડી મૂકતો હતો. ધૂળના સૂરજની જેમ ઉપર ચડતો જતો નિસ્તેજ ચંદ્ર નમાલા પુરુષ જેવો લાગતો હતો. ઠંડો પવન એના અજવાસને વિખેરવા મથી રહ્યો હતો.
એને ફાટફાટ થતાં લમણામાં સણકો ઊપડ્યો. આગળ વધતી જતી રાતને ગણકાર્યા વિના એ ભોંય પર જાગતો પડ્યો રહ્યો. વાયરો મેદાનના એક છેડેથી આવીને બીજે છેડે ખોવાઈ જતો હતો. ક્યાંય એના સંઘડ મળતા ન હતા. વચ્ચે ઝઝૂમતી વાંઢના ભૂંગા એની જેમ અડીખમ ઊભા હતા. ચાર વરસથી પાણી વિનાના કોરાધાકોર વાવડાઓ ઝીલીને હવે ભૂંગાની દીવાલોમાં તિરાડો પડી ગઈ હતી. સતત લૂ વરસાવતું આકાશ ક્યારેક પાણી વરસાવશે એ આશાએ ઊભેલા ભુંગા હવે બાવળના ઝૂંઠાની જેમ અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યા હતા. ભૂંગામાં બળતાં ચૂલાની રાખ વાવડો દૂર ઉડાડી મૂકતો હતો. ધૂળના સૂરજની જેમ ઉપર ચડતો જતો નિસ્તેજ ચંદ્ર નમાલા પુરુષ જેવો લાગતો હતો. ઠંડો પવન એના અજવાસને વિખેરવા મથી રહ્યો હતો.

એણે બહાર આવીને આકાશ તરફ જોયું. રેતાળ ભોંય પર ગાળેલી ચાંદી ઢોળાયેલી પડી હતી. એ હવાના સુસવાટા સાંભળતો ઠંડી રેતીમાં પડ્યો રહ્યો. આંખ સામે કેટલાંક દૃશ્યો આવીને ચાલ્યા ગયા. વાવવામાં ઊડતી ઓઢણીનો છેડો ખેંચાઈને આખી વાંઢ ફરતે વીંટળાઈ વળ્યો હતો. એને લાગ્યું જાણે આખી વાંઢમાં પોતે એક જ જીવતો બચ્યો છે. મડદાં જેવા ખાલી ભુંગા પર ગીધ ચાંચ મારીને માંસ ખોતરી રહ્યા છે. એ નિસહાય આંખે જોઈ રહે છે. પવન રેતી ઠાલવતો જાય છે. ખાલી ભુંગામાં રેતી ભરાતી જાય છે. ચૂલામાં આગના બદલે રેતી ભરાઈ ગઈ છે. વાડામાં ઊંટ બાંધવાના ખીલા રેતીમાં અદૃશ્ય થઈ ગયા છે. તેતરની બખોલમાં રેતી ભરાઈ ગઈ છે. બાવળનો છાંયડો રેતીના તોફાનમાં તરડાઈને ખોવાઈ ગયો છે. કોઈ બાળકના પગલાં પડતાં જ વાવડો એના પર પોતાની મહોર મારીને એ નિશાની ભૂંસી નાખે એવા અસ્થિર સમયમાં એને એક વિચાર આવે છે. તંદ્રામાં ચાલતા એના વિચારો અલગ જ રૂપ પકડે છે. ગળામાં રેતી ચાલી ગઈ હોય એમ ભયંકર શોષ પડે છે. ચંદ્ર દિશા બદલીને પશ્ચિમમાં ચાલ્યો ગયો છે પણ વાવડો થંભવાનું નામ નથી લેતો. દરેક નિશાનીઓને નામશેષ કરી નાખવી હોય એમ સતત થપાટો વીંઝયા કરે છે.
એણે બહાર આવીને આકાશ તરફ જોયું. રેતાળ ભોંય પર ગાળેલી ચાંદી ઢોળાયેલી પડી હતી. એ હવાના સુસવાટા સાંભળતો ઠંડી રેતીમાં પડ્યો રહ્યો. આંખ સામે કેટલાંક દૃશ્યો આવીને ચાલ્યાં ગયાં. વાવવામાં ઊડતી ઓઢણીનો છેડો ખેંચાઈને આખી વાંઢ ફરતે વીંટળાઈ વળ્યો હતો. એને લાગ્યું જાણે આખી વાંઢમાં પોતે એક જ જીવતો બચ્યો છે. મડદાં જેવા ખાલી ભૂંગા પર ગીધ ચાંચ મારીને માંસ ખોતરી રહ્યા છે. એ નિસહાય આંખે જોઈ રહે છે. પવન રેતી ઠાલવતો જાય છે. ખાલી ભુંગામાં રેતી ભરાતી જાય છે. ચૂલામાં આગના બદલે રેતી ભરાઈ ગઈ છે. વાડામાં ઊંટ બાંધવાના ખીલા રેતીમાં અદૃશ્ય થઈ ગયા છે. તેતરની બખોલમાં રેતી ભરાઈ ગઈ છે. બાવળનો છાંયડો રેતીના તોફાનમાં તરડાઈને ખોવાઈ ગયો છે. કોઈ બાળકના પગલાં પડતાં જ વાવડો એના પર પોતાની મહોર મારીને એ નિશાની ભૂંસી નાખે એવા અસ્થિર સમયમાં એને એક વિચાર આવે છે. તંદ્રામાં ચાલતા એના વિચારો અલગ જ રૂપ પકડે છે. ગળામાં રેતી ચાલી ગઈ હોય એમ ભયંકર શોષ પડે છે. ચંદ્ર દિશા બદલીને પશ્ચિમમાં ચાલ્યો ગયો છે પણ વાવડો થંભવાનું નામ નથી લેતો. દરેક નિશાનીઓને નામશેષ કરી નાખવી હોય એમ સતત થપાટો વીંઝયા કરે છે.

અને મેલા દિવસની સવાર પડતાં વાવડા સાથે એક આદેશ બધે ફરી વળ્યો. કોઈપણ પ્રતિકાર વિના બધા કામે લાગી ગયા. અનંત સફરે જવાની તૈયારી શરૂ થઈ ગઈ હતી. ઊંટોને તૈયાર કરી દેવાયા હતા. એના પર ઊંધા ખાટલા રાખીને, ચારે પાયે બચેલી ઘરવખરી ટાંગી દેવામાં આવી હતી. એના પર બાળકો અને સ્ત્રીઓ ગોઠવાઈ ગયા. પળવારમાં વાંઢ ખાલી થઈ ગઈ. ક્યાં જવું છે એવું કોઈએ ન પૂછયું. કેમ કે કોઈ પાસે એનો જવાબ ન હતો. ફક્ત એટલી ખબર હતી કે હવે અહીં નથી રહેવાનું.
અને મેલા દિવસની સવાર પડતાં વાવડા સાથે એક આદેશ બધે ફરી વળ્યો. કોઈપણ પ્રતિકાર વિના બધા કામે લાગી ગયા. અનંત સફરે જવાની તૈયારી શરૂ થઈ ગઈ હતી. ઊંટોને તૈયાર કરી દેવાયા હતા. એના પર ઊંધા ખાટલા રાખીને, ચારે પાયે બચેલી ઘરવખરી ટાંગી દેવામાં આવી હતી. એના પર બાળકો અને સ્ત્રીઓ ગોઠવાઈ ગયાં. પળવારમાં વાંઢ ખાલી થઈ ગઈ. ક્યાં જવું છે એવું કોઈએ ન પૂછયું. કેમ કે કોઈ પાસે એનો જવાબ ન હતો. ફક્ત એટલી ખબર હતી કે હવે અહીં નથી રહેવાનું.

ઊંટોની હાર સડક પર આવે છે. પુરુષોએ ઊંટની રાસ પકડી છે. ના, એ કાંય ઊંટને દોરી નથી રહ્યા. એ તો અજાણ્યા આદેશે ચાલી રહ્યા છે. એ પણ આમ અજાણ્યાની જેમ સાંઢણી પર બેસીને વાવડા પર સવાર થઈને ચાલી ગઈ હતી. જાણે કશું બન્યું જ ન હોય એમ ફરી આકાશ સળ વિનાનું કોરુંકટ્ટાક લાગતું હતું.

અજાણી દિશાએથી આવતો વાવડો બધાને દોરી રહ્યો હતો. ઉજ્જડ ખારાપાટ વચ્ચે ઉઝરડા જેવી દેખાતી સડક પર કાફલો ચાલ્યો જતો હતો. નિર્દય વાવડો રેતી વીંક્યા કરતો હતો. એકરસ થઈ ગયેલું આકાશ હમણાં વરસી પડશે એવો ભાસ કરાવતું હતું. પણ સૌ જાણતા હતા કે આ નપુસંક આકાશ રેતી સિવાય કશું નથી વરસાવી શકવાનું…!
અજાણી દિશાએથી આવતો વાવડો બધાને દોરી રહ્યો હતો. ઉજ્જડ ખારાપાટ વચ્ચે ઉઝરડા જેવી દેખાતી સડક પર કાફલો ચાલ્યો જતો હતો. નિર્દય વાવડો રેતી વીંખ્યા કરતો હતો. એકરસ થઈ ગયેલું આકાશ હમણાં વરસી પડશે એવો ભાસ કરાવતું હતું. પણ સૌ જાણતા હતા કે આ નપુસંક આકાશ રેતી સિવાય કશું નથી વરસાવી શકવાનું…!

બધાથી છેલ્લે એ ધીમી ચાલે ચાલ્યો જતો હતો. આગળ લાંબી કતાર હતી અને પાછળ નિષ્ફર સમયના શુષ્ક સુસવાટા. પાછળ જોવાનું મન થયું પણ એનાથી ન જોવાયું. વાવડાએ રેતીની દીવાલ ચણી નાખી હતી. કશું દેખાતું ન હતું. ભણકારા જેવા અવાજો સંભળાતા હતા. એ જ્યારે બાવળના ઝાડ નીચે બેસીને મોરચંગ વગાડતો ત્યારે એ એકચિત્તે સાંભળ્યા કરતી. એના ચહેરાનો મલકાટ જોઈને એને પોરસ ચડતું. એની ચાલ ધીમી પડી જતી હતી. કોઈ તેતર બખોલમાં ભરાઈને બોલતું હતું. ચૂલામાં ઠરી ગયેલી રાખ જાણે ફરી ભભૂકી ઊઠી હતી. ખાલી વાડાનો ઝાંપો પવનમાં ભટકાતો હતો. પણ એ અવાજ સાંભળવા વાંઢમાં કોઈ ન હતું. ભુંગાની દીવાલો જમીનમાં ખૂંપતી જતી હતી. બાવળનું ઠૂંઠું રેતીમાં ગરક થઈ જતાં એનો છાંયડો રેતીમાં ભળી ગયો હતો. ઊંડા ઊતરી ગયેલા કૂવામાંથી પાણીના બદલે રેતી ઉલેચાતી હતી. વાંઢને પોતાનામાં સમાવવા મથતું રણ સતત રેતી ઠાલવ્યા કરતું હતું. મુંગા રેતીમાં ડૂબતાં જતાં હતાં. ઉપર રેતીના થર ચડતાં જતાં હતાં અને ડાકલા જેવા ભેંકાર સુસવાટા સંભળાતાં હતાં.
બધાથી છેલ્લે એ ધીમી ચાલે ચાલ્યો જતો હતો. આગળ લાંબી કતાર હતી અને પાછળ નિષ્ફળ સમયના શુષ્ક સુસવાટા. પાછળ જોવાનું મન થયું પણ એનાથી ન જોવાયું. વાવડાએ રેતીની દીવાલ ચણી નાખી હતી. કશું દેખાતું ન હતું. ભણકારા જેવા અવાજો સંભળાતા હતા. એ જ્યારે બાવળના ઝાડ નીચે બેસીને મોરચંગ વગાડતો ત્યારે એ એકચિત્તે સાંભળ્યા કરતી. એના ચહેરાનો મલકાટ જોઈને એને પોરસ ચડતું. એની ચાલ ધીમી પડી જતી હતી. કોઈ તેતર બખોલમાં ભરાઈને બોલતું હતું. ચૂલામાં ઠરી ગયેલી રાખ જાણે ફરી ભભૂકી ઊઠી હતી. ખાલી વાડાનો ઝાંપો પવનમાં ભટકાતો હતો. પણ એ અવાજ સાંભળવા વાંઢમાં કોઈ ન હતું. ભૂંગાની દીવાલો જમીનમાં ખૂંપતી જતી હતી. બાવળનું ઠૂંઠું રેતીમાં ગરક થઈ જતાં એનો છાંયડો રેતીમાં ભળી ગયો હતો. ઊંડા ઊતરી ગયેલા કૂવામાંથી પાણીના બદલે રેતી ઉલેચાતી હતી. વાંઢને પોતાનામાં સમાવવા મથતું રણ સતત રેતી ઠાલવ્યા કરતું હતું. ભૂંગા રેતીમાં ડૂબતા જતા હતા. ઉપર રેતીના થર ચડતા જતા હતા અને ડાકલા જેવા ભેંકાર સુસવાટા સંભળાતા હતા.

અચાનક એના પગ અટક્યા. આજુબાજુ જોયું. એનો અવાજ સાંભળનારું ત્યાં કોઈ ન હતું. એ ખાલી વાંઢમાં પાછો ફર્યો. મોઢામાં રેતીના કણ ભરાઈ ગયા હતા. બળ કરીને ઘૂંક ઉતાર્યું. રેતી ગળું છોલીને અંદર ઊતરી. એને લાગ્યું જાણે પેટમાં ઠંડક છવાઈ ગઈ. એ પોતાના ભંગામાં આવ્યો. છેલ્લીવાર જોતો હોય એમ વાંઢના ખાલી ભુંગાને જોઈ રહ્યો. જાણે મડદાના ગંજ ખડકાયા છે. દરેક ભુંગા પાસે ઢળેલા માથા પડ્યા છે. એની આંખમાં ખુન્નસ તરી આવ્યું. સુક્કી ઝાડીમાં ફસાયેલી લાલ ઓઢણી ફરક્યા કરતી હતી. નથી પાસે આવતી, નથી દૂર જતી. એણે નીચે બેસીને બાજુમાં પડેલો પથ્થર ઉપાડ્યો. પોતાનું માથું રેતીમાં છુપાવી લીધું. અધ્ધર ઉપાડેલો પથ્થર હાથમાંથી છૂટી ગયો અને એક ચીસ ગળામાંથી નીકળતાં જ રેતીમાં સમાઈ ગઈ. રેતીમાં શોષાઈ ગયેલા લાલ ધાબા પર વાવડો રેતી ઠાલવતો જતો હતો. પવનનાં ભેંકાર સુસવાટા અવિરત સંભળાતા હતા પણ એને સાંભળનારું ત્યાં કોઈ ન હતું. કાફલો ઘણો દૂર નીકળી ગયો હતો.
અચાનક એના પગ અટક્યા. આજુબાજુ જોયું. એનો અવાજ સાંભળનારું ત્યાં કોઈ ન હતું. એ ખાલી વાંઢમાં પાછો ફર્યો. મોઢામાં રેતીના કણ ભરાઈ ગયા હતા. બળ કરીને થૂંક ઉતાર્યું. રેતી ગળું છોલીને અંદર ઊતરી. એને લાગ્યું જાણે પેટમાં ઠંડક છવાઈ ગઈ. એ પોતાના ભૂંગામાં આવ્યો. છેલ્લીવાર જોતો હોય એમ વાંઢના ખાલી ભૂંગાને જોઈ રહ્યો. જાણે મડદાના ગંજ ખડકાયા છે. દરેક ભૂંગા પાસે ઢળેલા માથાં પડ્યાં છે. એની આંખમાં ખુન્નસ તરી આવ્યું. સુક્કી ઝાડીમાં ફસાયેલી લાલ ઓઢણી ફરક્યા કરતી હતી. નથી પાસે આવતી, નથી દૂર જતી. એણે નીચે બેસીને બાજુમાં પડેલો પથ્થર ઉપાડ્યો. પોતાનું માથું રેતીમાં છુપાવી લીધું. અધ્ધર ઉપાડેલો પથ્થર હાથમાંથી છૂટી ગયો અને એક ચીસ ગળામાંથી નીકળતાં જ રેતીમાં સમાઈ ગઈ. રેતીમાં શોષાઈ ગયેલા લાલ ધાબા પર વાવડો રેતી ઠાલવતો જતો હતો. પવનનાં ભેંકાર સુસવાટા અવિરત સંભળાતા હતા પણ એને સાંભળનારું ત્યાં કોઈ ન હતું. કાફલો ઘણો દૂર નીકળી ગયો હતો.
{{Right|(સમીપે, ૨૦૧૭)}}
{{Right|(સમીપે, ૨૦૧૭)}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/અજય સોની/ગળામાં અટવાયેલી તરસ|ગળામાં અટવાયેલી તરસ]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/વિજય સોની/સાંકડી ગલીમાં ઘર|સાંકડી ગલીમાં ઘર]]
}}

Latest revision as of 02:06, 4 September 2023

તરસ

અજય સોની

એ સૂમસામ ખારાપાટ વચ્ચેથી પસાર થતી સડકના કિનારે ઊભો હતો. બાવળના તરડાયેલા છાંયડા નીચે બેસીને તપતી બપોરને સુંઘ્યા કરતું ઊંટ ક્યારનું ગાંગરી રહ્યું હતું. એનો કણસાટ લાંબા, શુષ્ક મેદાનમાં ખોવાઈ જતો હતો. સડકના બંને છેડા અંત વિનાના ભાસતા હતા. દૂર મેલી થતી જતી ક્ષિતિજ તરફ નજર કરતા એને ધ્રાસકો પડ્યો. દૂરથી આવતાં રેતીના અંધડને જોઈને એને મેલા પવનમાં ફરકતી ઓઢણી સાથે એક ચહેરો દેખાયો. ખુલ્લા પટ પર ઝાંઝવા સાથે ધ્રુજતાં ચહેરા પર એણે ક્યારેય વિશ્વાસ નથી કર્યો. તેમ છતાં જ્યારે પણ અંધડ ફૂંકાવાનું હોય ત્યારે એ ચહેરો દેખાતો. વાવડાનું જોર વધતું જતું અને એ ચહેરો ઝાંખો પડી જતો. પછી તો ચારેકોર રેતી જ રેતી.

દિશાઓ ધૂંધળી થતા એ ચાલવા લાગ્યો. ધારદાર આંખોવાળો ચહેરો એની નજર સામેથી ખસતો ન હતો. સાંઢણી પર જતી વખતે એણે પાછળ વળીને જોયું હતું. ત્યારે એ બાવળના ટૂંઠા નીચે ઊભો ઊભો સૂકી ભોંય સાથે જડાઈ ગયો હતો. પાછાં ન વળેલા એ ચહેરાની તલબે એને કેટલીયે તારામઢી રાતો જગાડ્યો હતો.

ફરી વાવડો શરૂ થવાનો હતો. અસીમ ખારાપાટ પરથી વહી આવતો પવન રેતીનું જોરદાર તોફાન તાણી લાવશે. ઘડીવારમાં લબલબતો સૂરજ ક્યાંય સંતાઈ જશે. દિશાઓ ધૂંધળી થઈ જશે. ચારેબાજુ રેતી છવાઈ જશે. એમાં પેલી ફરકતી ઓઢણી ક્યાંય ઊડી જશે. આંખો શોધ્યા કરશે પણ કશું નહીં કળાય. શરૂ થયેલો વાવડો ક્યારે રોકાશે એની કોઈને ખબર નથી. બસ, વરસાદ નહીં આવે. આંખમાં ઝાંઝવા બનીને તરતી તરસ સૂકાયેલા તળાવના તળિયે લપાઈ જશે. એના શરીરના દરેક રુવાડાં બેઠા થઈને પાણીની યાચના કરતાં હતાં પણ સામેથી ધસી આવતો વાવડો બધી યાચનાઓને કચડી નાખવાનો હતો. ઝાંઝવામાં અટવાયેલી તરસ થાકેલા ઊંટની જેમ ઢળી પડી હતી. રેતીના સેંકડો કણ તાણી લાવતો વાવડો શરૂ થયા પછી દિવસો સુધી દૃશ્યો ઓઝલ થઈ જતાં. આંખ સામે રેતીની દીવાલ ચણાઈ જતી. એ દિવસોમાં એ ભૂંગાની બહાર ન નીકળતો. એને વારંવાર વાવડામાં ફરકતી ઓઢણી દેખાતી. દરેક વખતે ફૂંકાતો વાવડો એના માટે પીડા લઈ આવતો. એ ગઈ તે દિવસે પણ જોરદાર વાવડો ફૂંકાયો હતો. આકાશ ઘેરાયું હતું. હમણાં વરસી પડશે એવું લાગતું હતું. પણ વરસ્યું નહીં. એ રેતીમાં ઢગલો થઈને ઢળી પડ્યો હતો. જે સાંઢણી પર બેસીને આવી હતી એ જ સાંઢણી પર બેસીને પાછી ચાલી ગઈ હતી. એણે કેટલીયે વાર પાછાં વળીને જોયું હશે. પણ એની નજરને લકવો લાગી ગયો હતો. તપતી રેતીમાં એનાથી એક ડગલું પણ આગળ મંડાતું ન હતું.

એ ધીમી ચાલે, થાકેલા પગે ઊંટ સાથે વાંઢમાં પાછો ફર્યો.

રંગ બદલતું આકાશ અશુભની નિશાની જેવું લાગતું હતું. દિવસો સુધી ચાલતાં વાવડાની શરૂઆત થઈ ગઈ હતી. રણની મેલી કાંધ પર ચંદ્રનો આકાર દેખાતો હતો. રેતીનું તોફાન બધું તળેઉપર કરવા મથી રહ્યું હતું. કોઈએ ખંજર ચલાવ્યું હોય એમ સાંજની ઉદાસ હવા છાતી ચીરીને ઉઝરડા પાડી રહી હતી. વાંઢનું દૃશ્ય ડહોળા પાણીની જેમ આંખમાં અટવાતું હતું. એના મોઢામાંથી નિસાસો નીકળીને વાવડામાં ઊડતી રેતી સાથે ભળી ગયો. પસીનાથી ચીકણા થઈ ગયેલા શરીર પર રેતી ચોંટતાં ચચરાટ થતો હતો, પણ એ પીડાની કશી વિસાત નથી.

કેટલાંક ભૂંગામાં દીવા ટમટમતા હતા. ક્યાંકથી રડતાં બાળકોનો અવાજ, સ્ત્રીના ઊંહકારા અને પુરુષની ગાળો સંભળાતી હતી. બધા અવાજો એની અંદરની દાઝ પસવારતા હતા. પૂનમની રાતે ભૂંગામાં હાંફતા અવાજો એને યાદ આવી ગયા. ભૂંગાની બારીમાંથી આવતું અજવાળી રાતનું અજવાળું ચળકતાં શરીર પર એના હાથની સાથે સરકી રહ્યું હતું. ગળામાં તૂરાશ ભરાઈ ગઈ હતી. એની ભીંસ યુગો સુધી યાદ રહેશે. એ દિવસે વરસોની તરસ જાણે એકસામટી છીપાઈ હોય એવું લાગ્યું હતું.

એને ફાટફાટ થતાં લમણામાં સણકો ઊપડ્યો. આગળ વધતી જતી રાતને ગણકાર્યા વિના એ ભોંય પર જાગતો પડ્યો રહ્યો. વાયરો મેદાનના એક છેડેથી આવીને બીજે છેડે ખોવાઈ જતો હતો. ક્યાંય એના સંઘડ મળતા ન હતા. વચ્ચે ઝઝૂમતી વાંઢના ભૂંગા એની જેમ અડીખમ ઊભા હતા. ચાર વરસથી પાણી વિનાના કોરાધાકોર વાવડાઓ ઝીલીને હવે ભૂંગાની દીવાલોમાં તિરાડો પડી ગઈ હતી. સતત લૂ વરસાવતું આકાશ ક્યારેક પાણી વરસાવશે એ આશાએ ઊભેલા ભુંગા હવે બાવળના ઝૂંઠાની જેમ અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યા હતા. ભૂંગામાં બળતાં ચૂલાની રાખ વાવડો દૂર ઉડાડી મૂકતો હતો. ધૂળના સૂરજની જેમ ઉપર ચડતો જતો નિસ્તેજ ચંદ્ર નમાલા પુરુષ જેવો લાગતો હતો. ઠંડો પવન એના અજવાસને વિખેરવા મથી રહ્યો હતો.

એણે બહાર આવીને આકાશ તરફ જોયું. રેતાળ ભોંય પર ગાળેલી ચાંદી ઢોળાયેલી પડી હતી. એ હવાના સુસવાટા સાંભળતો ઠંડી રેતીમાં પડ્યો રહ્યો. આંખ સામે કેટલાંક દૃશ્યો આવીને ચાલ્યાં ગયાં. વાવવામાં ઊડતી ઓઢણીનો છેડો ખેંચાઈને આખી વાંઢ ફરતે વીંટળાઈ વળ્યો હતો. એને લાગ્યું જાણે આખી વાંઢમાં પોતે એક જ જીવતો બચ્યો છે. મડદાં જેવા ખાલી ભૂંગા પર ગીધ ચાંચ મારીને માંસ ખોતરી રહ્યા છે. એ નિસહાય આંખે જોઈ રહે છે. પવન રેતી ઠાલવતો જાય છે. ખાલી ભુંગામાં રેતી ભરાતી જાય છે. ચૂલામાં આગના બદલે રેતી ભરાઈ ગઈ છે. વાડામાં ઊંટ બાંધવાના ખીલા રેતીમાં અદૃશ્ય થઈ ગયા છે. તેતરની બખોલમાં રેતી ભરાઈ ગઈ છે. બાવળનો છાંયડો રેતીના તોફાનમાં તરડાઈને ખોવાઈ ગયો છે. કોઈ બાળકના પગલાં પડતાં જ વાવડો એના પર પોતાની મહોર મારીને એ નિશાની ભૂંસી નાખે એવા અસ્થિર સમયમાં એને એક વિચાર આવે છે. તંદ્રામાં ચાલતા એના વિચારો અલગ જ રૂપ પકડે છે. ગળામાં રેતી ચાલી ગઈ હોય એમ ભયંકર શોષ પડે છે. ચંદ્ર દિશા બદલીને પશ્ચિમમાં ચાલ્યો ગયો છે પણ વાવડો થંભવાનું નામ નથી લેતો. દરેક નિશાનીઓને નામશેષ કરી નાખવી હોય એમ સતત થપાટો વીંઝયા કરે છે.

અને મેલા દિવસની સવાર પડતાં વાવડા સાથે એક આદેશ બધે ફરી વળ્યો. કોઈપણ પ્રતિકાર વિના બધા કામે લાગી ગયા. અનંત સફરે જવાની તૈયારી શરૂ થઈ ગઈ હતી. ઊંટોને તૈયાર કરી દેવાયા હતા. એના પર ઊંધા ખાટલા રાખીને, ચારે પાયે બચેલી ઘરવખરી ટાંગી દેવામાં આવી હતી. એના પર બાળકો અને સ્ત્રીઓ ગોઠવાઈ ગયાં. પળવારમાં વાંઢ ખાલી થઈ ગઈ. ક્યાં જવું છે એવું કોઈએ ન પૂછયું. કેમ કે કોઈ પાસે એનો જવાબ ન હતો. ફક્ત એટલી ખબર હતી કે હવે અહીં નથી રહેવાનું.

ઊંટોની હાર સડક પર આવે છે. પુરુષોએ ઊંટની રાસ પકડી છે. ના, એ કાંય ઊંટને દોરી નથી રહ્યા. એ તો અજાણ્યા આદેશે ચાલી રહ્યા છે. એ પણ આમ અજાણ્યાની જેમ સાંઢણી પર બેસીને વાવડા પર સવાર થઈને ચાલી ગઈ હતી. જાણે કશું બન્યું જ ન હોય એમ ફરી આકાશ સળ વિનાનું કોરુંકટ્ટાક લાગતું હતું.

અજાણી દિશાએથી આવતો વાવડો બધાને દોરી રહ્યો હતો. ઉજ્જડ ખારાપાટ વચ્ચે ઉઝરડા જેવી દેખાતી સડક પર કાફલો ચાલ્યો જતો હતો. નિર્દય વાવડો રેતી વીંખ્યા કરતો હતો. એકરસ થઈ ગયેલું આકાશ હમણાં વરસી પડશે એવો ભાસ કરાવતું હતું. પણ સૌ જાણતા હતા કે આ નપુસંક આકાશ રેતી સિવાય કશું નથી વરસાવી શકવાનું…!

બધાથી છેલ્લે એ ધીમી ચાલે ચાલ્યો જતો હતો. આગળ લાંબી કતાર હતી અને પાછળ નિષ્ફળ સમયના શુષ્ક સુસવાટા. પાછળ જોવાનું મન થયું પણ એનાથી ન જોવાયું. વાવડાએ રેતીની દીવાલ ચણી નાખી હતી. કશું દેખાતું ન હતું. ભણકારા જેવા અવાજો સંભળાતા હતા. એ જ્યારે બાવળના ઝાડ નીચે બેસીને મોરચંગ વગાડતો ત્યારે એ એકચિત્તે સાંભળ્યા કરતી. એના ચહેરાનો મલકાટ જોઈને એને પોરસ ચડતું. એની ચાલ ધીમી પડી જતી હતી. કોઈ તેતર બખોલમાં ભરાઈને બોલતું હતું. ચૂલામાં ઠરી ગયેલી રાખ જાણે ફરી ભભૂકી ઊઠી હતી. ખાલી વાડાનો ઝાંપો પવનમાં ભટકાતો હતો. પણ એ અવાજ સાંભળવા વાંઢમાં કોઈ ન હતું. ભૂંગાની દીવાલો જમીનમાં ખૂંપતી જતી હતી. બાવળનું ઠૂંઠું રેતીમાં ગરક થઈ જતાં એનો છાંયડો રેતીમાં ભળી ગયો હતો. ઊંડા ઊતરી ગયેલા કૂવામાંથી પાણીના બદલે રેતી ઉલેચાતી હતી. વાંઢને પોતાનામાં સમાવવા મથતું રણ સતત રેતી ઠાલવ્યા કરતું હતું. ભૂંગા રેતીમાં ડૂબતા જતા હતા. ઉપર રેતીના થર ચડતા જતા હતા અને ડાકલા જેવા ભેંકાર સુસવાટા સંભળાતા હતા.

અચાનક એના પગ અટક્યા. આજુબાજુ જોયું. એનો અવાજ સાંભળનારું ત્યાં કોઈ ન હતું. એ ખાલી વાંઢમાં પાછો ફર્યો. મોઢામાં રેતીના કણ ભરાઈ ગયા હતા. બળ કરીને થૂંક ઉતાર્યું. રેતી ગળું છોલીને અંદર ઊતરી. એને લાગ્યું જાણે પેટમાં ઠંડક છવાઈ ગઈ. એ પોતાના ભૂંગામાં આવ્યો. છેલ્લીવાર જોતો હોય એમ વાંઢના ખાલી ભૂંગાને જોઈ રહ્યો. જાણે મડદાના ગંજ ખડકાયા છે. દરેક ભૂંગા પાસે ઢળેલા માથાં પડ્યાં છે. એની આંખમાં ખુન્નસ તરી આવ્યું. સુક્કી ઝાડીમાં ફસાયેલી લાલ ઓઢણી ફરક્યા કરતી હતી. નથી પાસે આવતી, નથી દૂર જતી. એણે નીચે બેસીને બાજુમાં પડેલો પથ્થર ઉપાડ્યો. પોતાનું માથું રેતીમાં છુપાવી લીધું. અધ્ધર ઉપાડેલો પથ્થર હાથમાંથી છૂટી ગયો અને એક ચીસ ગળામાંથી નીકળતાં જ રેતીમાં સમાઈ ગઈ. રેતીમાં શોષાઈ ગયેલા લાલ ધાબા પર વાવડો રેતી ઠાલવતો જતો હતો. પવનનાં ભેંકાર સુસવાટા અવિરત સંભળાતા હતા પણ એને સાંભળનારું ત્યાં કોઈ ન હતું. કાફલો ઘણો દૂર નીકળી ગયો હતો. (સમીપે, ૨૦૧૭)