ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કેતન મુનશી/ફટકો: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
No edit summary
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 4: Line 4:
કૃષ્ણજન્મ થઈ ચૂક્યો હતો.
કૃષ્ણજન્મ થઈ ચૂક્યો હતો.

રાતના નવ વાગ્યાથી ભાવિક લોકો કથા સાંભળવા ભેગા થયા હતા. દેવળમાંના રાધાકૃષ્ણના મંદિરના વૃદ્ધ પુરાણીજીએ ત્રણ કલાક સુધી એમની પુરાણી રગશિયા શૈલીમાં, — અને હા, કેટલીક વાર એ શૈલી રંગભરી પણ બની જતી, — કથા સંભળાવી. ભાવિકો એને શ્રદ્ધાથી, અને કોઈક ઝોલાં ખાતા, સાંભળી રહ્યા. અને એમ શ્રાવણ વદ આઠમનો દિવસ પૂરો થયો. બરાબર બાર વાગ્યે મંદિરમાં કૃષ્ણજન્મ થયો.
રાતના નવ વાગ્યાથી ભાવિક લોકો કથા સાંભળવા ભેગા થયા હતા. દેવળમાંનાં રાધાકૃષ્ણના મંદિરના વૃદ્ધ પુરાણીજીએ ત્રણ કલાક સુધી એમની પુરાણી રગશિયા શૈલીમાં, — અને હા, કેટલીક વાર એ શૈલી રંગભરી પણ બની જતી, — કથા સંભળાવી. ભાવિકો એને શ્રદ્ધાથી, અને કોઈક ઝોલાં ખાતા, સાંભળી રહ્યા. અને એમ શ્રાવણ વદ આઠમનો દિવસ પૂરો થયો. બરાબર બાર વાગ્યે મંદિરમાં કૃષ્ણજન્મ થયો.

અત્યાર સુધીના શાંત વાતાવરણમાં જાણે અચાનક પલટો આવી ગયો. મંદિરમાં ડંકા બજ્યા અને આરતી થઈ. ગુલાલ ઊડ્યા અને અબીલ ઊડ્યાં. દહીંનો તો જાણે વરસાદ વરસ્યો. લોકો આનંદમાં આવી ઘેલાંની જેમ નાચવા મંડ્યા. કોઈને સમયનું ભાન ન રહ્યું. કશે સંકોચનું નામ ન રહ્યું.
અત્યાર સુધીના શાંત વાતાવરણમાં જાણે અચાનક પલટો આવી ગયો. મંદિરમાં ડંકા બજ્યા અને આરતી થઈ. ગુલાલ ઊડ્યા અને અબીલ ઊડ્યા. દહીંનો તો જાણે વરસાદ વરસ્યો. લોકો આનંદમાં આવી ઘેલાંની જેમ નાચવા મંડ્યા. કોઈને સમયનું ભાન ન રહ્યું. કશે સંકોચનું નામ ન રહ્યું.

અને ત્યારે ગીરગામની સખાજી લેનના ઘાટીઓની ટોળી નાચવા નીકળી પડી. મધરાતે નીકળેલા એ સરઘસનો દેખાવ જોવા જેવો હતો. ગંજીફરાક અને ટૂંકી ધોતી પહેરેલા એ ઘાટીઓનો પહેરવેશ એનો એ જ રહ્યો હતો. માત્ર ‘રંગ’ બદલાયો હતો. અને એ ‘રંગ’ તે કેવો!… બસ, દુનિયા જાય જહન્નમમેં. હમ તો નાચેંગે, ખેલેંગે, કૂદેંગે — એવો. સૌથી આગળ બબ્બેની હારમાં લેજીમ લઈને એને ખખણાવતા, કસરત કરતા નાનકડા છોકરાઓ ચાલતા હતા. તેમની સાથે કિટ્સન લાઇટ લઈને એક માણસ ચાલતો હતો. તેની પાછળ બે જુવાનો લાઠીથી પટા ખેલી રહ્યા હતા. પછી હતા નાચનારા. ટોળીમાં સ્ત્રીઓ નહોતી પણ એક નાની વયના ઘાટીએ સ્ત્રીનો વેશ લીધો હતો એટલે ખોટ પુરાઈ રહેતી. લેજીમ બજી રહ્યાં હતાં, લાઠીઓ વીંઝાતી હતી, નાચનારાના પગના ઘૂઘરા રણકી રહ્યા હતા.