ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ગુલાબદાસ બ્રોકર/ગુલામદીન ગાડીવાળો: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} ભરાવદાર, તંદુરસ્ત, ખૂબસૂરત છતાં જરા કરડો દેખાતો ચહેરો; વળ દીધ...")
 
No edit summary
 
(6 intermediate revisions by 4 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ગુલામદીન ગાડીવાળો | ગુલાબદાસ બ્રોકર}}
{{Poem2Open}}
{{Poem2Open}}
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/a/a8/PALAK_GULAMDIN_GADIWALO.mp3
}}
<br>
ગુલામદીન ગાડીવાળો • ગુલાબદાસ બ્રોકર • ઑડિયો પઠન: પલક જાની
<br>
&#9724;
</center>
<hr>
ભરાવદાર, તંદુરસ્ત, ખૂબસૂરત છતાં જરા કરડો દેખાતો ચહેરો; વળ દીધેલી, વાંકી આછી મૂછ; માથે વીંટાળેલી નાની એવી પાઘડી, ખમીસ ઉપર બંડી; પગમાં પાયજામો અને હાથમાં ચાબુક; ટટ્ટાર ગરદન અને મર્દાનગીભર્યો અવાજ. ગાડીવાળાઓની સામાન્યતામાં સહેજે અસામાન્ય લાગે એવું વિલક્ષણ વ્યક્તિત્વ આ ગાડીવાળામાં હતું તેમ તો તેની ગાડીમાં બેસતાંવેંત લાગ્યું.

Line 126: Line 143:
‘ત્યારે આયેશાની ઉંમર માંડ અગિયાર-બાર વરસની હશે.
‘ત્યારે આયેશાની ઉંમર માંડ અગિયાર-બાર વરસની હશે.

‘શરૂશરૂમાં તો આયેશાની સાથે હંમેશાં કોઈ ને કોઈ નોકર બાઈ આવતી પણ જેમ વખત જવા લાગ્યો તેમ હું પણ તે લોકોના ઘરમાં વધારે જાણીતો થવા લાગ્યો અને એ લોકોનો મારા ઉપર ઇતબાર વધવા લાગ્યો. એકાદ વર્ષમાં તો હું પણ એ ઘરમાં ઘરના જ નોકર જેવો કે એથી પણ વિશેષ ગણાવા લાગ્યો. પછી આયેશાને એ લોકો હંમેશાં કોઈના પણ સંગાથ વિના મારી ગાડીમાં નિશાળે મોકલવા લાગ્યાં. તેને ત્યાંથી લઈ આવતોપણ હું એકલો.
‘શરૂશરૂમાં તો આયેશાની સાથે હંમેશાં કોઈ ને કોઈ નોકર બાઈ આવતી પણ જેમ વખત જવા લાગ્યો તેમ હું પણ તે લોકોના ઘરમાં વધારે જાણીતો થવા લાગ્યો અને એ લોકોનો મારા ઉપર ઇતબાર વધવા લાગ્યો. એકાદ વર્ષમાં તો હું પણ એ ઘરમાં ઘરના જ નોકર જેવો કે એથી પણ વિશેષ ગણાવા લાગ્યો. પછી આયેશાને એ લોકો હંમેશાં કોઈના પણ સંગાથ વિના મારી ગાડીમાં નિશાળે મોકલવા લાગ્યાં. તેને ત્યાંથી લઈ આવતો પણ હું એકલો.

‘એમ ને એમ બીજાં બે વર્ષ નીકળી ગયાં. તે શું ભણતી હશે તે તો કોણ જાણે. પણ ચૌદ-પંદર વર્ષની થઈ તોપણ તે હંમેશાં નિશાળે જતી. અમે બંને આખે રસ્તે ખૂબ ખૂબ વાતો કરતાં.’
‘એમ ને એમ બીજાં બે વર્ષ નીકળી ગયાં. તે શું ભણતી હશે તે તો કોણ જાણે. પણ ચૌદ-પંદર વર્ષની થઈ તોપણ તે હંમેશાં નિશાળે જતી. અમે બંને આખે રસ્તે ખૂબ ખૂબ વાતો કરતાં.’
Line 294: Line 311:
‘તે શું એટલા ખાતર તેં એને છોડી દીધી?’ મારા તેના પ્રત્યેના માનની માત્રા પણ થોડીઘણી ઘટી ગઈ હોય એવા અવાજે મેં પૂછ્યું.
‘તે શું એટલા ખાતર તેં એને છોડી દીધી?’ મારા તેના પ્રત્યેના માનની માત્રા પણ થોડીઘણી ઘટી ગઈ હોય એવા અવાજે મેં પૂછ્યું.

‘ના રે ના, એમ કંઈ હું ગાંડો હતો? ગુસ્સાથી કંપતો હું ઘેર ગયો. સીધો મારા ઓરડામાં ગયો. આયેશાએ મને જોયો અને મારી સામે હસી. એટલું મીઠું, એટલું મોહક! પણ મેં તેની સામે પૂરું જોયું પણ નહિ. હું કંઈક બોલવા જતો હતોપણ તેણે નાકે હાથ મૂકી મને ચૂપ રહેવા કહ્યું. અમારા બચ્ચાને તે સુવાડતી હતી. મારા અવાજથી તે જાગી જાય તો?’
‘ના રે ના, એમ કંઈ હું ગાંડો હતો? ગુસ્સાથી કંપતો હું ઘેર ગયો. સીધો મારા ઓરડામાં ગયો. આયેશાએ મને જોયો અને મારી સામે હસી. એટલું મીઠું, એટલું મોહક! પણ મેં તેની સામે પૂરું જોયું પણ નહિ. હું કંઈક બોલવા જતો હતો પણ તેણે નાકે હાથ મૂકી મને ચૂપ રહેવા કહ્યું. અમારા બચ્ચાને તે સુવાડતી હતી. મારા અવાજથી તે જાગી જાય તો?’

હું મહામહેનતે બોલતો અટક્યો. બાળકને જલદી સુવાડી દેવા આયેશાએ એકબે હાલરડાં ગાયાં. તેના અવાજની મીઠાશે મને અર્ધો ઠંડો કરી દીધો. છતાં મારો ગુસ્સો તો કાયમ જ હતો. માત્ર અવાજ ઉપર હું કાબૂ મેળવી શક્યો. બાબો ઊંઘી ગયો કે તરત મેં પૂછ્યુંઃ

Line 320: Line 337:
‘પણ માત્ર એ સિવાય બીજી કંઈ વાત તારી આગળ આવી હતી, ગુલામદીન?’ મેં વચમાં પૂછ્યું.
‘પણ માત્ર એ સિવાય બીજી કંઈ વાત તારી આગળ આવી હતી, ગુલામદીન?’ મેં વચમાં પૂછ્યું.

‘ના જી. બીજું કશું થયું હોય એમ હું માનતોપણ નથી. શી વાતો કરી હશે એ મને ખબર નથી પણ એથી વધુ તો કશું જ નહિ.’
‘ના જી. બીજું કશું થયું હોય એમ હું માનતો પણ નથી. શી વાતો કરી હશે એ મને ખબર નથી પણ એથી વધુ તો કશું જ નહિ.’

‘તો પછી એટલા માટે જ, તું આટલી ના પાડે અને એ તને આટલું બધું ચાહે, તારે ખાતર ઘરબાર, સગાંવહાલાં બધું છોડી દિયે, છતાં એવું કેમ કરતી એ?’
‘તો પછી એટલા માટે જ, તું આટલી ના પાડે અને એ તને આટલું બધું ચાહે, તારે ખાતર ઘરબાર, સગાંવહાલાં બધું છોડી દિયે, છતાં એવું કેમ કરતી એ?’
Line 392: Line 409:
‘તમે? તમે તે શું છોડતા’તા?’ કહી તેણે મારી સામે એવી રીતે જોયું કે હું તો બધું ભૂલી એનાં નેત્રોનાં સરવર જ જોઈ રહ્યો.
‘તમે? તમે તે શું છોડતા’તા?’ કહી તેણે મારી સામે એવી રીતે જોયું કે હું તો બધું ભૂલી એનાં નેત્રોનાં સરવર જ જોઈ રહ્યો.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ગુલાબદાસ બ્રોકર/લતા શું બોલે|લતા શું બોલે]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ગુલાબદાસ બ્રોકર/નીલીનું ભૂત|નીલીનું ભૂત]]
}}