ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/નીતા જોશી/છેવાડાનાં બે જણ: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
No edit summary
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 2: Line 2:
{{Heading|છેવાડાનાં બે જણ | નીતા જોશી}}
{{Heading|છેવાડાનાં બે જણ | નીતા જોશી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
માસ્તરને આમ રઘવાટમાં આવતા જોઈ નાથાએ ધૂંધળી થઈ ગયેલી આંખોને ખભ્ભા ઉપરના પનીયાથી લૂછીને સાફ કરી. ચશ્માંની દોરી કાનમાં ભરાવી આંખ ઉપર હાથનું નેજવું કરી પાક્કું કરી લીધું કે આ આવે છે એ માસ્તર જ છે. રોજ સાંજના સમયે કાળી બંડી અને ગળે મફલર વીંટાળી હળવે હળવે સ્ટેશન સુધી ચાલવા જતાં હોય એના બદલે તડકો ચડી ગયો એવા સમયે ઉતાવળી ચાલે એના તરફ આવતા જોઈ નાથાને નવાઈ લાગી. એણે પવન ન ભરાઈ જાય એટલે કાનમાં ભરાવેલા રૂનાં પૂમડાં કાઢી પહેરણના ખીસ્સામાં ખોસ્યા, બીડીના તણખાં ઓટલાની ધારે ખેર્યા, જરાક ઝગારા મારતું ઠૂંઠું દબાવી ઠાર્યું. હાથથી ધુમાડા વિખેરી બળ કરી ઊભો થયો.
માસ્તરને આમ રઘવાટમાં આવતા જોઈ નાથાએ ધૂંધળી થઈ ગયેલી આંખોને ખભા ઉપરના પનિયાથી લૂછીને સાફ કરી. ચશ્માંની દોરી કાનમાં ભરાવી આંખ ઉપર હાથનું નેજવું કરી પાક્કું કરી લીધું કે આ આવે છે એ માસ્તર જ છે. રોજ સાંજના સમયે કાળી બંડી અને ગળે મફલર વીંટાળી હળવે હળવે સ્ટેશન સુધી ચાલવા જતા હોય એના બદલે તડકો ચડી ગયો એવા સમયે ઉતાવળી ચાલે એના તરફ આવતા જોઈ નાથાને નવાઈ લાગી. એણે પવન ન ભરાઈ જાય એટલે કાનમાં ભરાવેલા રૂનાં પૂમડાં કાઢી પહેરણના ખીસ્સામાં ખોસ્યાં, બીડીના તણખાં ઓટલાની ધારે ખેર્યા, જરાક ઝગારા મારતું ઠૂંઠું દબાવી ઠાર્યું. હાથથી ધુમાડા વિખેરી બળ કરી ઊભો થયો.

‘આવા ટાણે આણીપા કેમના માસ્તર?’
‘આવા ટાણે આણીપા કેમના માસ્તર?’
Line 14: Line 14:
‘માસ્તર, સમૈ ભારે બદલાય ગ્યો, માણહ બદલાઈ ગ્યા, આ પરવશતા ભારે ભૂંડી. કોઈ બે વેણ હાંભળવાં તૈયાર નથી.’
‘માસ્તર, સમૈ ભારે બદલાય ગ્યો, માણહ બદલાઈ ગ્યા, આ પરવશતા ભારે ભૂંડી. કોઈ બે વેણ હાંભળવાં તૈયાર નથી.’

માસ્તરે એક નજર વાસમાંથી આવાસ બનેલાં મકાનો ઉપર નાખી ક્યાંય કોઈ જુવાનિયા દેખાયા નહીં. એકબે ઘરોમાં જોરજોરથી ગાયનો વાગતાં હતાં. એના તાલે લબરમૂછીયા નાચતા હતા અને આંગણામાં બેત્રણ ટાબરિયાં છાલિયામાં બિસ્કિટ-મમરા ખાતાં હતાં.
માસ્તરે એક નજર વાસમાંથી આવાસ બનેલાં મકાનો ઉપર નાખી ક્યાંય કોઈ જુવાનિયા દેખાયા નહીં. એકબે ઘરોમાં જોરજોરથી ગાયનો વાગતાં હતાં. એના તાલે લબરમૂછિયા નાચતા હતા અને આંગણામાં બેત્રણ ટાબરિયાં છાલિયામાં બિસ્કિટ-મમરા ખાતાં હતાં.

‘નાથા, કોઈ ઉપાડવાવાળું આવે એમ છે?’ માસ્તરે ધીમા અવાજે નાથાને પૂછ્યું.
‘નાથા, કોઈ ઉપાડવાવાળું આવે એમ છે?’ માસ્તરે ધીમા અવાજે નાથાને પૂછ્યું.
Line 22: Line 22:
‘ઢોરઢાંખર તો પહેલાંય ક્યાં હતાં? આ જ્યારથી દરવાજા પાસેનો કાચો રસ્તો પાક્કો બન્યો છે જુવાનિયાઓ બેફામ ફટફટિયા હંકારે છે. કાલ રાતે કોઈ ભૂંડને હડફેટમાં લેતું ગયું એટલે એ ફંગોળાઈને દરવાજા પાસે પડ્યું. કણસતું કણસતું વહેલી સવારે મર્યું હશે!’

‘ભૂંડકાને ઝાઝું નો રેવા દેવાય. ઈ તો ભારી ગંધાય. જીમ કોહવાઈ એમ માથું ફાડે. મેં તો પાડા ને બળદિયાય ઊંસક્યા. છ માસ્તર, તમી ક્યાં નથ જાણતા પણ આ ભૂંડકા ભારે ભૂંડા.’
‘ભૂંડકાને ઝાઝું નો રેવા દેવાય. ઈ તો ભારી ગંધાય. જીમ કોહવાઈ એમ માથું ફાડે. મેં તો પાડા ને બળદિયાય ઊંસક્યા છ માસ્તર, તમી ક્યાં નથ જાણતા પણ આ ભૂંડકાં ભારે ભૂંડાં.’

‘હા… નાથા, એટલે જ ઉતાવળે આવ્યો છું. વળી આજે મારાં દીકરાનો દીકરો નચિકેતા આવવાનો છે. ઈ આવે એ પેલ્લા ઊપડી જાય તો સારું.’
‘હા… નાથા, એટલે જ ઉતાવળે આવ્યો છું. વળી આજે મારાં દીકરાનો દીકરો નચિકેતા આવવાનો છે. ઈ આવે એ પેલ્લા ઊપડી જાય તો સારું.’
Line 32: Line 32:
‘માસ્તર ગાડું ગબડાવું સું, રોટલો-પાણી મળી રેય સે ને આ રોટલો સે તી વખત નીહરી ઝાય બાકી ઘર્યની માલીપા તો આખો દિ’ કાન પકવી દે એવો ગોકીરો હાલે. આયા બેઠો બેઠો માણહુનો આવરો-ઝાવરો ઝોયા કરું. જ્યાં લગણ જનગાની સે ત્યાં લગી હંધાય ખેલ ઝોવાના બાકી ઝુવો સો ને માસ્તર શરીર હાવ ખખડી ગ્યુ સ, પેલ્લીવાર બરકવા આઇવા સો ને આ હાથ જો ઝુઓ કેવો ધરૂજે છ.’ માસ્તરની નજર સામે જુવાન નાથો તરવરી ગયો બે વડવાયું જેવા હાથ જે અલમસ્ત મરેલ ઢોરને મસાણ સુધી ખેંચી લેતા આજે એ હાથ સાંઠીકડાની જેમ લબડે છે.

નાથાના ચહેરામાં ના પાડવાનો ઊંડો વસવસો દેખાતો હતો. એક લાંબા સમયનો પટ માસ્તર નંદશંકર અને છેવાડાના વાસમાં ચામડા ઉતારવાનો કસબી નાથા ચમારે સાથે માપ્યો હતો. એ સમયનાં સાક્ષી આખા ગામમાં હવે એ બે જ જણ બચ્ચા હતા. માસ્તર પંચાશી પાર કરી ગયેલા અને નાથો એનાથી થોડો નાનો હશે કારણ કે માસ્તરનાં લગ્નમાં ભાઈબંધ કચરા ઢોલીની સાથે નાથો પણ વગાડવામાં મચી પડેલો. બે વરસ પછી નવા વરસના દિવસે નાથો એની વહુને લઈ પાયલાગણ કરવા આવેલો. માથેથી ફાળિયું ઉતારી પલાંઠી વાળીને માસ્તર અને કાશીબાને પગે લાગેલો. સતારા ટાંકેલી ઝગમગતી સાડી પહેરીને આવેલી નવી વહુ પણ પાલવ પાથરી નત મસ્તક થયેલી ત્યારે માસ્તર અંદર અંદરથી ખૂબ શરમાયેલા. પછી બન્નેના હાથમાં કડકડતી નોટ મૂકી આશીર્વચન ઉચ્ચારેલાં… આયુષ્યમાન ભવ… શતપુત્રવતી ભવ.
નાથાના ચહેરામાં ના પાડવાનો ઊંડો વસવસો દેખાતો હતો. એક લાંબા સમયનો પટ માસ્તર નંદશંકર અને છેવાડાના વાસમાં ચામડાં ઉતારવાનો કસબી નાથા ચમારે સાથે માપ્યો હતો. એ સમયના સાક્ષી આખા ગામમાં હવે એ બે જ જણ બચ્ચા હતા. માસ્તર પંચાશી પાર કરી ગયેલા અને નાથો એનાથી થોડો નાનો હશે કારણ કે માસ્તરનાં લગ્નમાં ભાઈબંધ કચરા ઢોલીની સાથે નાથો પણ વગાડવામાં મચી પડેલો. બે વરસ પછી નવા વરસના દિવસે નાથો એની વહુને લઈ પાયલાગણ કરવા આવેલો. માથેથી ફાળિયું ઉતારી પલાંઠી વાળીને માસ્તર અને કાશીબાને પગે લાગેલો. સતારા ટાંકેલી ઝગમગતી સાડી પહેરીને આવેલી નવી વહુ પણ પાલવ પાથરી નત મસ્તક થયેલી ત્યારે માસ્તર અંદર અંદરથી ખૂબ શરમાયેલા. પછી બન્નેના હાથમાં કડકડતી નોટ મૂકી આશીર્વચન ઉચ્ચારેલાં… આયુષ્યમાન ભવ… શતપુત્રવતી ભવ.

નાથાએ બે હાથ જોડી માસ્તરને કહ્યું હતું, ‘બાપજી, મારે લાયક જ્યારે કાંઈ કામ પડે ત્યારે હકમ ફરમાવજો. એક અવાજે હંધાય કામ પડતાં મેલી પૂગી ઝાઇહ.’
નાથાએ બે હાથ જોડી માસ્તરને કહ્યું હતું, ‘બાપજી, મારે લાયક જ્યારે કાંઈ કામ પડે ત્યારે હકમ ફરમાવજો. એક અવાજે હંધાય કામ પડતાં મેલી પૂગી ઝાઇહ.’
Line 38: Line 38:
માસ્તરને મનમાં થયેલું તારું કામ તો નાથા મારે શું પડવાનું? મારે ક્યાં વાડી-વજીફા કે ઢોર-ઢાંખર છે? મારે જીભના જોરે જીવવાનું છે ને તારે કાંડાના જોરે, છતાં નાથાની મદદ લેવી પડે એવી બે-ત્રણ ઘટના બનેલી.
માસ્તરને મનમાં થયેલું તારું કામ તો નાથા મારે શું પડવાનું? મારે ક્યાં વાડી-વજીફા કે ઢોર-ઢાંખર છે? મારે જીભના જોરે જીવવાનું છે ને તારે કાંડાના જોરે, છતાં નાથાની મદદ લેવી પડે એવી બે-ત્રણ ઘટના બનેલી.

ગામનું દરેક બાળક અક્ષરજ્ઞાન મેળવે અને ભણે એવી માસ્તરની પ્રબળ ઇચ્છા એટલે ઘરે ઘરે સમજાવવા નીકળી પડેલા. આઝાદીની અસર નીચેના એ દિવસો હતા. પરિવર્તન લાવી દેવાની ઇચ્છાથી લોહી ઊકળતું હતું. ગાંધીજી આખા દેશને હચમચાવી શકે તો એક શિક્ષક એક ગામને ન સમજાવી શકે? આવા ઝનૂન સાથે એ છેવાડાના વાસમાં સમજાવવા પહોંચી ગયેલા. માટીનાં કાચાં ઝૂંપડાંમાંથી આવતી બદબૂ અને છોકરાઓની રાડારોળ જોઈ માસ્તર એક મિનિટ થંભી ગયા હતા. પછી મક્કમ બનીને નાથો, વાઘજી, ભીમો, મેઘો બધાંને મળેલી બધી દલીલો વચ્ચે એક અવાજ પકડી રાખેલો કે છોકરાઓને ભણવા મોકલો. એ ભણશે તો સારું વિચારશે અને વિચારતા થશે તો બધાંની સાથે ઊભા રહી શકશે.
ગામનું દરેક બાળક અક્ષરજ્ઞાન મેળવે અને ભણે એવી માસ્તરની પ્રબળ ઇચ્છા એટલે ઘરે ઘરે સમજાવવા નીકળી પડેલા. આઝાદીની અસર નીચેના એ દિવસો હતા. પરિવર્તન લાવી દેવાની ઇચ્છાથી લોહી ઊકળતું હતું. ગાંધીજી આખા દેશને હચમચાવી શકે તો એક શિક્ષક એક ગામને ન સમજાવી શકે? આવા ઝનૂન સાથે એ છેવાડાના વાસમાં સમજાવવા પહોંચી ગયેલા. માટીનાં કાચાં ઝૂંપડાંમાંથી આવતી બદબૂ અને છોકરાઓની રડારોળ જોઈ માસ્તર એક મિનિટ થંભી ગયા હતા. પછી મક્કમ બનીને નાથો, વાઘજી, ભીમો, મેઘો બધાને મળેલી બધી દલીલો વચ્ચે એક અવાજ પકડી રાખેલો કે છોકરાઓને ભણવા મોકલો. એ ભણશે તો સારું વિચારશે અને વિચારતા થશે તો બધાની સાથે ઊભા રહી શકશે.

ભીમાએ કહ્યું હતું, ‘નહીં માસ્તર, ઈ નો બને… તમારું વરણ ને અમારું વરણ હાર્યોહાર્ય નહીં’. માસ્તર બધી માથાકૂટો પછી પણ સમજાવતા જ રહેલા જેના પરિણામે પાંચ વરસમાં પાંચ છોકરાઓને નિશાળ સુધી ખેંચી લાવવામાં સફળ થયેલા. એમાં નાથાની ઘણી મદદ લેવી પડેલી. એ સમયે આખા વાસમાં નાથાની દાદાગીરી રહેતી. શરીરે તાકાતવાળો અને મરેલા ઢોર ઊંચકવામાં લઠ્ઠા જેવો, ચામડું ઉતારવામાં માહિર. ચાર પેઢીથી વપરાતો છરો પતરાની પેટીમાં કપડામાં વીંટાળીને સાચવતો. પાક્કી કેરીની છાલ ઉતારે એમ ચામડું ઉતરડતો. આ પછીની બબાલ પણ કુનેહથી સંભાળી લેતો. સરખે હિસ્સે માલની વહેંચણી… વેપારી અને કારીગરો સાથે ભાવ-તાલની રકઝક… પૈસાની લેવડદેવડ આ બધું પતે પછી મોડી રાત્રે પેટ્રોમૅક્સ સળગે… પોટલીઓ ખૂલે… વળી એમાં આડાંઅવળું થાય તો મારામારી અને ગાળાગાળી, આ બધું સાચવી લેવાની જવાબદારી પણ નાથાની જ રહેતી એટલે જ ભીમો, વાઘજી, મેઘો બધા નાથાની સરખી ઉંમરના હોવા છતાં નાથાભઈ કહીને જ બોલાવતા.

Line 44: Line 44:
નાથાએ માવજી આવ્યો કે નહીં એ જોવા ડોક ફેરવી પણ કોઈ દેખાયું નહીં એટલે પશલાની દીકરાની દીકરી શાંતુને બૂમ પાડી પણ એ મોબાઇલમાં વાતો કરવામાં મસ્ત હતી.
નાથાએ માવજી આવ્યો કે નહીં એ જોવા ડોક ફેરવી પણ કોઈ દેખાયું નહીં એટલે પશલાની દીકરાની દીકરી શાંતુને બૂમ પાડી પણ એ મોબાઇલમાં વાતો કરવામાં મસ્ત હતી.

‘માસ્તર, આ હવે કોઈ હાંભળતું નથી અને જુવાનિયાઓ તો મોઢે સોપડાવે સ કે… અમી હવ મરેલાં ઢોરાં ઉપાડવાનાં નથ… પરુથવીનાં પેટાળું ઉલેસવા સરકાર પાંહે મશીનું સે… ઈમ સરકાર પાંહે ગંધાતું ઉપાડવા મશીનું નથ મળતા? કોય કરતા કોય હાંભળતું નથ. માસ્તર આ બધી સલામુ દેહની તાકાતને હોય, માણહને નહીં હો.’
‘માસ્તર, આ હવે કોઈ હાંભળતું નથી અને જુવાનિયાઓ તો મોઢે સોપડાવે સ કે… અમી હવ મરેલાં ઢોરાં ઉપાડવાના નથ… પરુથવીનાં પેટાળું ઉલેસવા સરકાર પાંહે મશીનું સે… ઈમ સરકાર પાંહે ગંધાતું ઉપાડવા મશીનું નથ મળતાં? કોય કરતા કોય હાંભળતું નથ. માસ્તર આ બધી સલામુ દેહની તાકાતને હોય, માણહને નહીં હો.’

‘હા, નાથા માન તો તાકાતને જ હોય, જેવી તાકાત ગઈ એટલે માણસ અને પોટલામાં કાંઈ ફેર નહીં.’ માસ્તરને યાદ છે નાથાનું જોર. બે લાકડાંના જોરે તારવેલ આંખવાળું ઢોર ઢસડાતું હોય, ધૂળીયા રસ્તામાં પટ્ટા પડતા જ જતા હોય. બીજા ત્રણ ખભ્ભા બદલાતાં રહે પણ નાથાનો ખભ્ભો મસાણ સુધી અણનમ રહે. માસ્તરને આ બધું જોવાનું એટલે નસીબમાં હતું કે અઠવાડિયામાં બે વાર તો મસાણમાં ટમટમિયાં ચળકતાં જ હોય. મસાણ માસ્તરના ઘરની સામેથી નીકળતા રસ્તાની પેલી ધારે હતું. કેટલીયે સવારે એવું થયેલું કે માસ્તર સવારે પૂર્વ દિશા તરફ ઊગતા સૂર્યને અંજલી આપવા તાંબાના લોટામાં જળ ભરીને ઊભા હોય… ઑમ સૂર્ય દેવાય નમઃ… ત્રણ વાર બોલી પાણીથી અર્ઘ્ય આપી નજર નીચી ઉતારે ત્યારે નીચે પડેલા માંસના લોચા ઉપર ગીધ, સમડી અને કાગડાનાં ચકરાવા શરૂ હોય. આ દૃશ્ય જોઈ નંદશંકરની અંદરનો શિક્ષક હચમચી ઊઠતો. એક જ પૃથ્વી ઉપર આ તો કેવી અસમાનતા? એની અંદર ઊઠતો અવાજ બહાર નીકળવા જોર કરતો. ‘શિક્ષક અસાધારણ હોય છે, મારે કાંઈક કરી છૂટવું જોઈએ.’
‘હા, નાથા માન તો તાકાતને જ હોય, જેવી તાકાત ગઈ એટલે માણસ અને પોટલામાં કાંઈ ફેર નહીં.’ માસ્તરને યાદ છે નાથાનું જોર. બે લાકડાંના જોરે તારવેલ આંખવાળું ઢોર ઢસડાતું હોય, ધૂળિયા રસ્તામાં પટ્ટા પડતા જ જતા હોય. બીજા ત્રણ ખભ્ભા બદલાતા રહે પણ નાથાનો ખભ્ભો મસાણ સુધી અણનમ રહે. માસ્તરને આ બધું જોવાનું એટલે નસીબમાં હતું કે અઠવાડિયામાં બે વાર તો મસાણમાં ટમટમિયાં ચળકતાં જ હોય. મસાણ માસ્તરના ઘરની સામેથી નીકળતા રસ્તાની પેલી ધારે હતું. કેટલીયે સવારે એવું થયેલું કે માસ્તર સવારે પૂર્વ દિશા તરફ ઊગતા સૂર્યને અંજલી આપવા તાંબાના લોટામાં જળ ભરીને ઊભા હોય… ઑમ સૂર્ય દેવાય નમઃ… ત્રણ વાર બોલી પાણીથી અર્ઘ્ય આપી નજર નીચી ઉતારે ત્યારે નીચે પડેલા માંસના લોચા ઉપર ગીધ, સમડી અને કાગડાના ચકરાવા શરૂ હોય. આ દૃશ્ય જોઈ નંદશંકરની અંદરનો શિક્ષક હચમચી ઊઠતો. એક જ પૃથ્વી ઉપર આ તો કેવી અસમાનતા? એની અંદર ઊઠતો અવાજ બહાર નીકળવા જોર કરતો. ‘શિક્ષક અસાધારણ હોય છે, મારે કાંઈક કરી છૂટવું જોઈએ.’

એક દિવસ વસ્તી-ગણતરીના કામે એ વાસમાં ગયેલા ત્યારે બધાંનાં નામ લખતી વખતે કહેલું, ‘તમે હવે નવાં બાળકો જન્મે એનાં નામ કાંઈક સારાં રાખજો. આ ગાભો, ધૂળો, ગોબર, કચરો એવાં નહીં રાખતાં.’
એક દિવસ વસ્તી-ગણતરીના કામે એ વાસમાં ગયેલા ત્યારે બધાનાં નામ લખતી વખતે કહેલું, ‘તમે હવે નવાં બાળકો જન્મે એનાં નામ કાંઈક સારાં રાખજો. આ ગાભો, ધૂળો, ગોબર, કચરો એવાં નહીં રાખતા.’

‘તો માસ્તર તમીં જ કવ ને કેવા નામ રાખીયે?’ નાથાની વહુ બારણાની આડશમાંથી બોલેલી.
‘તો માસ્તર તમીં જ કવ ને કેવાં નામ રાખીયે?’ નાથાની વહુ બારણાની આડશમાંથી બોલેલી.

‘દેવજી, માવજી, કેશવ, દશરથ, અમરત, કંકુ, કેસર… કેટલાં નામ છે…’ એ પછી નશાએ ત્રીજા નંબરના છોકરાનું નામ દેવજી પાડેલું.
‘દેવજી, માવજી, કેશવ, દશરથ, અમરત, કંકુ, કેસર… કેટલાં નામ છે…’ એ પછી નશાએ ત્રીજા નંબરના છોકરાનું નામ દેવજી પાડેલું.
Line 60: Line 60:
માસ્તર મગજમાં કોષ્ટક પૂરતા હોય એમ એનાં સપનાંઓ યાદ કરવા લાગ્યા. ઘરે ઘરમાં ભણતર, હરિયાળું ગામ, રમતનું મેદાન અને આ છેવાડાના વાસને ગૌરવવંતો ચહેરો આપવાની ઇચ્છા. આ છેલ્લું સપનું ભારે અઘરું હતું. થાનક ખસેડવાવાળી ઘટનામાં તો ગામમાં રહેવું ભારે થઈ પડેલું. નિશાળને અડીને જ માતાજીનું થાનક હતું. જો થાનકનું સ્થળાંતર થાય તો છોકરાઓ ત્યાં છૂટથી રમી શકે. વળી વાર-તહેવારે ધરાવાતો પ્રસાદ એની દુર્ગંધ નિશાળની અંદર ન પહોંચે. પણ આ વાતને કોઈ મચક આપવા તૈયાર નહીં. માસ્તરે વિનંતીના સૂરમાં વાત મૂકી. પણ માતાજીએ મેઘાના દેહમાં આવીને કહી દીધું કે મારું થાનક બદલશે એનું ધનોતપનોત કાઢીને રહીશ. માસ્તરે ગામનાં લોકો સામે વાત મૂકી ત્યારે એ સાંજે છરાની ચળકતી ધાર ધરીને મેઘો રસ્તાની વચ્ચે ઊભો રહી ગયેલો. ‘માસ્તર અમારા ધરમના મામલામાં વચ્ચે પડવાનું રેવા દો. નંઈ તો કાલ નંઈ ભાળો, હમજ્યા?’ માસ્તર ગાયની ચામડીની જેમ ધ્રૂજી ઊઠેલા. પછી નાથાને અને ભીમાને વચ્ચે રાખી મામલો માંડ થાળે પાડેલો. એ દિવસે કાશી ખૂબ બબડેલી, ‘આ તે કેવા સુધારાના ધખારા તમને ઊપડ્યા છે. તમે આ છેડાનાં માણસ અને એ ઓલા છેડાના માણસ… કાંઈક તો વિચારો.’

‘કાશી, સરકારનો પગાર જરૂર લઉં છું પમ એનો નોકર નથી, હું શિક્ષક છું. ભણાવવા સિવાયની પણ મારી ઘણી જવાબદારી છે.’
‘કાશી, સરકારનો પગાર જરૂર લઉં છું પણ એનો નોકર નથી, હું શિક્ષક છું. ભણાવવા સિવાયની પણ મારી ઘણી જવાબદારી છે.’

કાશી ટગર ટગર તાક્યા કરતી હતી માસ્તરના ચહેરાને… પછી બોલી હતી, ‘તમે ગમે એટલાં વાનાં કરશો તોયે બે છેડા ક્યારેય ભેગા નથી થવાના.’
કાશી ટગર ટગર તાક્યા કરતી હતી માસ્તરના ચહેરાને… પછી બોલી હતી, ‘તમે ગમે એટલાં વાનાં કરશો તોયે બે છેડા ક્યારેય ભેગા નથી થવાના.’
Line 68: Line 68:
‘સારું; તો કરો મથામણ, હું તમારી પે’લા ચાલી જાઉં તો યાદ કરજો કે કાશી, તું કહેતી હતી એ સાચું હતું.’
‘સારું; તો કરો મથામણ, હું તમારી પે’લા ચાલી જાઉં તો યાદ કરજો કે કાશી, તું કહેતી હતી એ સાચું હતું.’

*
<center>*</center>

માસ્તરને એ સમયની ઘણી વાતો યાદ આવી. એ નાથા સાથે એક એવા સમયમાં પહોંચી ગયેલા જેમાં એની બધી સારી-નરસી ક્ષણો સંભારવી ગમે એવી હતી. બન્નેને મન એનો જ સમય સૌથી શ્રેષ્ઠ હોય એવું લાગતું હતું. નાથાને થતું હતું આજની નવી પેઢી સાવ ખોખલી અને કામચોર છે. અને માસ્તરને થતું હતું કે એ સમયે શિક્ષક માટેનો જે આદરભાવ હતો એ આજના છોકરાઓમાં ક્યાંય જોવા મળતો નથી.

Line 76: Line 76:
‘માસ્તર, આ લાચારી તો જુઓ. તમી પેલ્લી વાર કાંઈક કામ પઈડું ને આઈવા ને હું ભૂંડો…’
‘માસ્તર, આ લાચારી તો જુઓ. તમી પેલ્લી વાર કાંઈક કામ પઈડું ને આઈવા ને હું ભૂંડો…’

‘નાથા, કાંઈ નહીં, કાંઈક રસ્તો નીકળશે. પણ સમયની બલિહારી જો. એ કેવો સમય હતો જ્યારે ઉપાડવાનું નામ પડે ને બધાં ઘેરો વળી જતાં.’ માસ્તરે એની નિરાશા દબાવી જાતને આશ્વાસન આપતા હોય એમ નાથાને રામ રામ કરી ઊભા થયા. એમને અંદરથી માણસ ન મળ્યા કરતા એક શિક્ષક તરીકે અપમાનિત થયાનું વધારે દુઃખ થયેલું. એણે આખા રસ્તે મનને સમજાવ્યું કે સમયનો સ્વભાવ જ પરિવર્તનનો છે જે એમણે સ્વીકારવું જોઈએ. શિક્ષક તરીકે એમણે પણ ઇચ્છ્યું જ હતું કે દરેક માણસ ગૌરવ સાથે જીવતો હોય. તો પછી આજે આટલો વિષાદ કેમ થાય છે?
‘નાથા, કાંઈ નહીં, કાંઈક રસ્તો નીકળશે. પણ સમયની બલિહારી જો. એ કેવો સમય હતો જ્યારે ઉપાડવાનું નામ પડે ને બધા ઘેરો વળી જતા.’ માસ્તરે એની નિરાશા દબાવી જાતને આશ્વાસન આપતા હોય એમ નાથાને રામ રામ કરી ઊભા થયા. એમને અંદરથી માણસ ન મળ્યા કરતા એક શિક્ષક તરીકે અપમાનિત થયાનું વધારે દુઃખ થયેલું. એણે આખા રસ્તે મનને સમજાવ્યું કે સમયનો સ્વભાવ જ પરિવર્તનનો છે જે એમણે સ્વીકારવું જોઈએ. શિક્ષક તરીકે એમણે પણ ઇચ્છ્યું જ હતું કે દરેક માણસ ગૌરવ સાથે જીવતો હોય. તો પછી આજે આટલો વિષાદ કેમ થાય છે?

માસ્તર ઘર સુધી પહોંચતા સાવ તાકાત વિહોણા થઈ ગયા. એમની પાસે એ વાતનો જવાબ નહોતો કે સાવ નાની દેખાતી વાત આટલી મોટી હોઈ શકે? એ ખુરશી ઉપર બેસી ગયા. પાસે પડેલું છાપું વાંચ્યા વગર જ ફડફડાતું રહ્યું. ખાલી ઓરડાનો અવકાશ પ્રશ્નોથી ભરાઈ ગયો. નચિકેતા આવ્યો ત્યારે પણ ચિંતા ભરેલો ચહેરો છુપાવી ન શક્યા. બંને વચ્ચે નહીંવત્ સંવાદ થયો એટલું જ. એ ઘણુંબધું ન બોલાયેલું સમજી શકે એટલો મોટો થઈ ગયેલો. એને સમજાતું હતું કે દાદા આટલા ચૂપ કેમ છે? એણે સીધું જ દાદાને પૂછી લીધું, ‘માની લો કે કોઈ ઉપાડવાવાળું માણસ મળે જ નહીં તો શું કરવાનું?’
માસ્તર ઘર સુધી પહોંચતા સાવ તાકાત વિહોણા થઈ ગયા. એમની પાસે એ વાતનો જવાબ નહોતો કે સાવ નાની દેખાતી વાત આટલી મોટી હોઈ શકે? એ ખુરશી ઉપર બેસી ગયા. પાસે પડેલું છાપું વાંચ્યા વગર જ ફડફડતું રહ્યું. ખાલી ઓરડાનો અવકાશ પ્રશ્નોથી ભરાઈ ગયો. નચિકેતા આવ્યો ત્યારે પણ ચિંતા ભરેલો ચહેરો છુપાવી ન શક્યા. બંને વચ્ચે નહીંવત્ સંવાદ થયો એટલું જ. એ ઘણુંબધું ન બોલાયેલું સમજી શકે એટલો મોટો થઈ ગયેલો. એને સમજાતું હતું કે દાદા આટલા ચૂપ કેમ છે? એણે સીધું જ દાદાને પૂછી લીધું, ‘માની લો કે કોઈ ઉપાડવાવાળું માણસ મળે જ નહીં તો શું કરવાનું?’

‘દીકરા, એ જવાબ શોધવાની તો મથામણ કરું છું.’
‘દીકરા, એ જવાબ શોધવાની તો મથામણ કરું છું.’
Line 88: Line 88:
‘નચિકેતા એની આછી ઊગેલી દાઢીમાં હાથ ફેરવી ઊભો થયો દાદાના ખભ્ભા ઉપર હાથ મૂકી બોલ્યો, ‘દાદા, ચિંતા કરો મા બધુંજ થઈ જશે. મને એ કહો દોરી અને કોથળો ક્યાં છે?’
‘નચિકેતા એની આછી ઊગેલી દાઢીમાં હાથ ફેરવી ઊભો થયો દાદાના ખભ્ભા ઉપર હાથ મૂકી બોલ્યો, ‘દાદા, ચિંતા કરો મા બધુંજ થઈ જશે. મને એ કહો દોરી અને કોથળો ક્યાં છે?’

નંદશંકરનો અવાજ છેક અંદર ચાલ્યો ગયો. થોડી વાર રહી એ ધીમેથી બોલ્યા, ‘નહીં દીકરા, એ તારાથી નહીં થી શકે.’ હજુ સાંજ સુધી રાહ જોવા દે, કદાચ નાથો કોઈને મોકલે પણ ખરો.’
નંદશંકરનો અવાજ છેક અંદર ચાલ્યો ગયો. થોડી વાર રહી એ ધીમેથી બોલ્યા, ‘નહીં દીકરા, એ તારાથી નહીં થઈ શકે.’ હજુ સાંજ સુધી રાહ જોવા દે, કદાચ નાથો કોઈને મોકલે પણ ખરો.’

‘અણગમતા કામ માટે આપણે ક્યાં સુધી કોઈની રાહ જોયા કરવાની? એ તો એને જેટલી ચીતરી ચડે એટલી જ મને ચડશે પણ આંગણું તો આપણું છે ને દાદા?’
‘અણગમતા કામ માટે આપણે ક્યાં સુધી કોઈની રાહ જોયા કરવાની? એ તો એને જેટલી ચીતરી ચડે એટલી જ મને ચડશે પણ આંગણું તો આપણું છે ને દાદા?’