ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પન્નાલાલ પટેલ/વાત્રકને કાંઠે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|પન્નાલાલ પટેલ}}
[[File:Pannalal Patel.png|300px|center]]
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Heading|વાત્રકને કાંઠે | પન્નાલાલ પટેલ}}

{{Poem2Open}}
{{Poem2Open}}
સંધ્યાએ આભલાંને આજ ગેરુઆ રંગથી આખાંય રંગી નાખ્યાં હતાં. ધરે પડીને વહેતાં વાત્રક નદીનાં આસમાની નીર લાવા સરખાં બની રહ્યાં. જમણા કાંઠા ઉપર આવેલી પેલી ટેકરી ઉપરના એકલા ઘરનાં નળિયાં ઉપર સોનેરી ઢોળ ચડ્યો. પેલી બાજુની તળેટીમાં ઊડતી ગોરજનું પણ ઘડીભર માટે ગુલાલ બની ગયું. અરે, કારતક મહિનાની ટાઢને પણ આજની સંધ્યાઓ જાણે ફૂલગુલાબી બનાવી દીધી.
સંધ્યાએ આભલાને આજ ગેરુઆ રંગથી આખુંય રંગી નાખ્યુ હતુ. ધરે પડીને વહેતાં વાત્રક નદીનાં આસમાની નીર લાવા સરખાં બની રહ્યાં. જમણા કાંઠા ઉપર આવેલી પેલી ટેકરી ઉપરના એકલા ઘરનાં નળિયાં ઉપર સોનેરી ઢોળ ચડ્યો. પેલી બાજુની તળેટીમાં ઊડતી ગોરજનું પણ ઘડીભર માટે ગુલાલ બની ગયું. અરે, કારતક મહિનાની ટાઢને પણ આજની સંધ્યાએ જાણે ફૂલગુલાબી બનાવી દીધી.

ટેકરી ઉપરના પેલા ઘર આગળનાં ઢોર-બકરાંના ભાંભરવાનો કલશોર મચી રહ્યો. પણ એય ઘડીભર માટે. ઢોર કોઢમાં બંધાયાં ને બકરાંનેય અઠાવીસેકની એક યુવાન બાઈએ ચોપાડના કોઢિયામાં પૂરી દીધાં. કમાડિયું વાસીને એ પીઠ ફેરવે છે ત્યાં જ એની નજર ચણા વાવેલા ખેતરની પેલી પાર નદીકાંઠા ઉપર જઈ પડી.

Line 24: Line 30:
નવલને કહેવું હતુંઃ ‘પણ આ લોક તો આપણા ઘરની વાત કરતા હોય એમ જ લાગે છે,’ માસી. જો ને બીડી પીવા બેઠા છે એય આ પા મોઢાં કરીને!…’ પરંતુ માસી આગળ આવી વાત કરવા જેટલી આજ એની હિંમત ન લાગી. એટલું જ નહિ, એનો અર્થ પણ કંઈ જ ન હતો.

નવલ ખાણનું ટોપલું કોઢમાં મૂકી આવી, કંઈ સૂઝ ન પડતાં વળી પાછી ચોપાડની ધાર ઉપર જઈ બેઠી. અળબત્ત હાથમાં કામના બહાના તરીકે એક તૂટેલા દામણનો સાંધો થઈ રહ્યો હતો. આંખો તો લગભગ નદી તરફ જ હતી.
નવલ ખાણનું ટોપલું કોઢમાં મૂકી આવી, કંઈ સૂઝ ન પડતાં વળી પાછી ચોપાડની ધાર ઉપર જઈ બેઠી. અલબત્ત હાથમાં કામના બહાના તરીકે એક તૂટેલા દામણનો સાંધો થઈ રહ્યો હતો. આંખો તો લગભગ નદી તરફ જ હતી.

એક વાર વળી એમ પણ થયું: ‘માસા આવ્યા હોત તોય ખબર કઢાવત… આટઆટલી ધરતી પડી છે, સામે કાંઠે જ માતાજીનું મંદિર છે ને આખું ગામ ક્યાં નથી? ત્યારે એ બધું મેલીને અહીં મારી છાતી સામે ધૂણી ધખાવવાનું કાંઈ કારણ? કે પછી પીટ્યા પેલા રજવાળામાંના (જાસૂસ) જ છે?’

Line 30: Line 36:
એટલામાં તો ઢોર-બકરાંને સેર ચઢાવી – ઘર તરફ વાળી – બળદોને શેઢે ચરાવવા રહેલા પચાસેક વર્ષના માસાય, ઘોડીઓ સરખા બે બળદ સાથે આવી લાગ્યા. લાગલું જ નવલે એમનું ધ્યાન દોર્યું: ‘જુઓને માસા, કોકે ધામા નાખ્યા છે એ?

પરંતુ માસાએય કઈ ધ્યાન ન આપ્યું. ‘છો ને નાંખે, આપણું શું ખાવા માંગે છે?’ કહી એય બળદોની પાછળ પાછળ ઘરમાં ચાલતા થયા.
પરંતુ માસાએય કંઈ ધ્યાન ન આપ્યું. ‘છો ને નાંખે, આપણું શું ખાવા માંગે છે?’ કહી એય બળદોની પાછળ પાછળ ઘરમાં ચાલતા થયા.

નવલનેય પોતાના માટે આજ – આ ક્ષણે – નવાઈ લાગવા માંડી. શા માટે પોતે આજ પેલા અવિચારી-ખૂની માણસને ઝંખી રહી છે; ને તેય ત્રણ વરસે જતી?… ને એ તો ઠીક, પણ આઠેક વરસ ઉપર રિસાઈને તજી ગયેલા પેલા પ્રથમ વારના અભાગી પતિનેય એ ઊંડે ઊંડે યાદ કરી રહી હતી. કોઈ દિવસ નહિ ને આજે જ પેલા બે જણને જોતાં બેઉ પતિ એને સાથે યાદ આવી રહ્યા હતા. અરે, અતલ ઉરે તો, પેલો સાજો એ પ્રથમ વારનો ને – લંગડો એ ખૂની, એવું પણ એની જાણ બહાર ગોઠવાઈ ચૂક્યું હતું.

Line 40: Line 46:
માસા-માસી એક તરફ નવલના વાલીપદે હતાં તો બીજી બાજુ એનાં આશ્રિત પણ હતાં. બાપ મરી જતાં એકલી પડેલી નવલને આવા કોઈની જરૂર ઊભી થઈ, જ્યારે પેલાંને ચાર વહુઓમાંથી એકેય સંઘરતી ન હતી અને એટલે જ આ અનાથ થઈ પડેલાં ડોસા-ડોસી એની ઇચ્છાને સદાય માન આપતાં. કોઈ વાતની સલાહ આપતાં – દાખલા તરીકે નાતરું કરી લેવાની — તોય એને રાજીમાં જોઈને જ. પરંતુ આજ ઘરની ધણિયાણી ખુદ નવલ જ એમનાથી ડરી રહી હતી, તેમાંય માસીથી તો ખાસ. સેડ કાઢી રહેલાં માસીએ વિના કારણે ઘરમાં આઘાપાછી કરી રહેલી નવલને ભાનમાં આણી: ‘શું કરે છે તે અંધારામાં બુન તું? દીવો તો કર બાળ?’ નવલે દીવો સળગાવી, કોઢ તથા મોવડ[1] વચ્ચે આવેલી ઢીંચણભરની ઓટલી ઉપર મૂક્યો. અંદરથી ચોખા લાવીને ઝાટકવા વળી. બારણાંની બાજુમાં આવેલા ચૂલા આગળ બેસી લાકડાંના અજવાળે લીણવા લાગી.

ગોરસામાં દૂધ પાડવા જતાં માસીને કહેવાનું મન તો થયું, ‘લાકડાનાં અંજવાળે કોઈ વળી ચોખા વીણતું હશે, બુન?’ પરંતુ આવું કંઈ ન કહેતાં એમણે ચોખ્ખી વાત જ કરી: ‘ઓરી દો ને બુન, પાટુડામાં!’ અને બહાર ભસી રહેલા કૂતરા તરફ ચીઢને વાળી રહ્યાં: ‘આ મૂઆ કૂતરાનેય ભસભસનો જ વહેવાર છે!’
ગોરસામાં દૂધ પાડવા જતાં માસીને કહેવાનું મન તો થયું, ‘લાકડાનાં અંજવાળે કોઈ વળી ચોખા વીણતું હશે, બુન?’ પરંતુ આવું કંઈ ન કહેતાં એમણે ચોખ્ખી વાત જ કરી: ‘ઓરી દો ને બુન, પાટુડામાં!’ અને બહાર ભસી રહેલાં કૂતરાં તરફ ચીઢને વાળી રહ્યાં: ‘આ મૂઆં કૂતરાંનેય ભસભસનો જ વહેવાર છે!’

લાડકી નવલ એના અસલ મિજાજમાં હોત તો જરૂર કહેત: ‘ત્યારે તુંય ક્યાં ઓછું બોલે છે, માસી? ચોર-લફંગા દા’ડે તારાથી બીએ છે ને રાતે આ કૂતરાથી!’

પરંતુ નવલ અત્યારે ધ્યાનધારી જોગી જેટલી જ બેધ્યાન હતી. નદીના કાંઠા રણકાવતા કૂતરાનું ભસવું સુધ્ધાં એના ખ્યાલ બહાર હતું.
પરંતુ નવલ અત્યારે ધ્યાનધારી જોગી જેટલી જ બેધ્યાન હતી. નદીના કાંઠા રણકાવતાં કૂતરાંનું ભસવું સુધ્ધાં એના ખ્યાલ બહાર હતું.

પાટુડામાં ચોખા ઓરતી નવલને કાને – બલકે હૈયા ઉપર જ સીધા, આંગણાના પથ્થરો પર પડતા ડંગુરાના અવાજ ઊઠ્યા. એક જણના જોડા ખખડતાં પારખ્યા, તો વિના જોયેય લંગડા સાધુને એણે જોડા વગરનો કળી કાઢ્યો. પહેલાનો અવાજ આવ્યો: ‘જય સીતારામ, કાકા.’

Line 66: Line 72:
‘કેમ તે ન મળે બાપિતામાં મા કે બાપ. કે’ છે, મામાને ઘેર રે’તો’તો. એમાંથી મારી દીકરી કે’તી’તી એમ કોક મેળામાં આ મારી નવલને એણે ભાળી.’ એકાએક ડોસીનાં ભવાં તંગ થઈ ઊઠ્યાં. ‘મારો પીટ્યો. છોગાળો! એની આખીય ‘બેતાળી’ પડતી મેલી અહીં ‘પચ્ચીસી’માં આવી ઘરજમાઈ રહ્યો! હવે તમે જ કો’ બાવાજી! છટેલ વગર બીજો કોઈ રહી પડે આમ? એમાં વળી કામના કૂડા ને વાતોના રૂડા. તમે તો જાણો છો, અમારે ખેડૂતને તો દનનો દોઢ શેર પરસેવો પાડવો પડે! પછી ઠાકોરના જેટલી સાહેબી ફેરવનાર અમારા બનેવીથી દીઠુંય જાય? ને પરવડેય ખરું? એમને રૂપિયાનું તો દન ઊગે અફીણ ખાવા જોઈતું! એટલે કે સસરા-જમાઈને ઘડીભર ઊભા રહેય બને નંઈ. ને એમ કરતાં એક દન બેયને જામી પડી. સસરાએ હાથ પકડ્યો ને જમાઈય તુંકારે આવી ગયો. એમાંથી પીટ્યાને છડીછોટ લાગી તે રાતે પરભાર્યો જ ઝાકળિયેથી હેંડતો થયો. મામાને ઘેરેય ભાળ કરાવી પણ હોય તો મળે ને? પીટ્યો જાણે ધરતી જ ઊતરી પડ્યો.’

પહેલા સાધુએ એક ભારે શ્વાસ લીધો; જ્યારે લંગડો કંઈક ખન્નસભરી આંખે એની સામે તાકી રહ્યો. ભાન ભૂલ્યો હોય તેમ બબડી ઊઠ્યો: ‘એણે જ તો આ બધા ખેલ કરાવ્યા!’
પહેલા સાધુએ એક ભારે શ્વાસ લીધો; જ્યારે લંગડો કંઈક ખુન્નસભરી આંખે એની સામે તાકી રહ્યો. ભાન ભૂલ્યો હોય તેમ બબડી ઊઠ્યો: ‘એણે જ તો આ બધા ખેલ કરાવ્યા!’

‘બાવજી… મારો!’ મોકાસર ટાપસી પુરાતાં ખુશ થઈ ઊઠેલી ડોસીએ એની સામે મીઠી એવી એક નજર પણ નાંખી લીધી. જ્યારે પહેલા સાધુએ એને કોણી મારી અણગમો વ્યક્ત કર્યો – ભાનમાં આણ્યો.

Line 164: Line 170:
એ સમજી ગઈ કે પોતે રુદનને ઝાઝી વાર નહિ રોકી શકે. અને બેડા સાથે એ ઘર બહાર નીકળી પડી. ઓશિયાળી આંખે ચોપાડમાં બેસી રહેલા લંગડા પતિની ભાંગેલી સિકલ સામે એણે જોયું સુધ્ધાં નહિ, સડસડાટ કરતી ટેકરી ઊતરી પડી.

કાંઠે પહોંચતાં પહેલાં જ આંસુની ધાર છૂટ… પાણી સુધી પહોંચી ત્યાં ભીડેલા હોઠ પણ ઊઘડી ગયા… અને પછી તો લગભગ વિલાપે ચડેલી નવલ પોતાને જ ભાંડી રહી. ‘અરેરે ભૂંડી, સંસારમાંય એ તો એકલો હતો!…. આટલે વરસે તારે આંગણે આવ્યો’તો. ખવરાવવું-પિવરાવવું તો ઠીક, પણ સુખ-દુઃખની બે વાતો તો પૂછતી!’
કાંઠે પહોંચતાં પહેલાં જ આંસુની ધાર છૂટી... પાણી સુધી પહોંચી ત્યાં ભીડેલા હોઠ પણ ઊઘડી ગયા… અને પછી તો લગભગ વિલાપે ચડેલી નવલ પોતાને જ ભાંડી રહી. ‘અરેરે ભૂંડી, સંસારમાંય એ તો એકલો હતો!…. આટલે વરસે તારે આંગણે આવ્યો’તો. ખવરાવવું-પિવરાવવું તો ઠીક, પણ સુખ-દુઃખની બે વાતો તો પૂછતી!’

અભાગી લંગડો! એને શી ખબર કે નદીકાંઠે આમ હશે? નહિ તો નવલ પાછળ પાછળ એ આવત જ નહિ. એને તો એકાન્તમાં નવલ આગળ પોતાના ડંખી રહેલા હૈયાના ડંખ કાઢવા હતા. કહેવું હતું: ‘કોરટમાં મીં મારાવાળી તો ઘણીય કરી પણ બોલકાએ મને નંઈ પોંચવા દીધો. રાજવાળાએય કાને કાંઈ નંઈ ધર્યું. અડધો તો આ ભાંગેલો ટાંટિયો નડ્યો મને… સાચું કહું છું! જીવતરને મીં કોઈ દા’ડો વાલું કર્યું નથી ને કરુંય નંઈ…. પણ…’

Line 184: Line 190:
1. મોવડ એટલે ઘરમાં બારણા આસપાસનો બેસવા-સૂવાનો ભાગ. ↵

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ગુલાબદાસ બ્રોકર/ઊભી વાટે|ઊભી વાટે]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પન્નાલાલ પટેલ/સાચી ગજિયાણીનું કાપડું|સાચી ગજિયાણીનું કાપડું]]
}}

Latest revision as of 16:39, 6 September 2023

પન્નાલાલ પટેલ
Pannalal Patel.png

વાત્રકને કાંઠે

પન્નાલાલ પટેલ

સંધ્યાએ આભલાને આજ ગેરુઆ રંગથી આખુંય રંગી નાખ્યુ હતુ. ધરે પડીને વહેતાં વાત્રક નદીનાં આસમાની નીર લાવા સરખાં બની રહ્યાં. જમણા કાંઠા ઉપર આવેલી પેલી ટેકરી ઉપરના એકલા ઘરનાં નળિયાં ઉપર સોનેરી ઢોળ ચડ્યો. પેલી બાજુની તળેટીમાં ઊડતી ગોરજનું પણ ઘડીભર માટે ગુલાલ બની ગયું. અરે, કારતક મહિનાની ટાઢને પણ આજની સંધ્યાએ જાણે ફૂલગુલાબી બનાવી દીધી.

ટેકરી ઉપરના પેલા ઘર આગળનાં ઢોર-બકરાંના ભાંભરવાનો કલશોર મચી રહ્યો. પણ એય ઘડીભર માટે. ઢોર કોઢમાં બંધાયાં ને બકરાંનેય અઠાવીસેકની એક યુવાન બાઈએ ચોપાડના કોઢિયામાં પૂરી દીધાં. કમાડિયું વાસીને એ પીઠ ફેરવે છે ત્યાં જ એની નજર ચણા વાવેલા ખેતરની પેલી પાર નદીકાંઠા ઉપર જઈ પડી.

એક નાનકડી તાપણી પોતાનો પ્રકાશ પાથરવાના ફાંફાં મારતી હોય એમ બળવા લાગી હતી. કાળી ભમ્મર દાઢી-મૂછે, થોભિયાં કરતાં કંઈક લાંબી એવી જટા અને ગળે ગાંઠ પાડી અડધું પહેરેલું – ને અડઝું ઓઢેલું ગેરુઆ રંગનું ધોતિયું વગેરે સાધુની નિશાનીઓવાળા બે માણસોમાંથી એક ઘડા જેવડું તુંબડું ભરીને લંગડાતો કાંઠો ચડી રહ્યો હતો. બીજો તાપણીની બાજુમાં ચીપિયો ખોસવાનો પ્રયત્ન કરી રહ્યો હતો; તો વળી પેલો તાપણીએ જાડાં લાકડાં અડાવતો હતો.

‘શું તાકી રહી છે, નવલ? આ પેલી ગાય બાંગડે (ભાંભરે) છે ને?’ ચોપાડના ખૂણા ઠારી રહેલી ડોશીએ કહ્યું. પણ પછી તો એય પેલા કાંઠા તરફ સાધુઓને તાકવા લાગી.

‘બીજું તો કાંઈ નંઈ માસી, પણ આ પીટ્યાને અહીં ક્યાં ધૂણી ધખાવવાનું સૂઝ્યું હશે?’ નવલની વાણીમાં ભલે હળવાશ હતી – સહજ ભાવ હતો, બાકી કાંઠા તરફ મંડાઈ રહેલી એ આસમાની આંખોમાં ને ભીના વાન પર તો ભારોભાર ગંભીરતા હતી, પ્રતિક્ષણે વધતી જતી હતી.

‘હશે, આપણે શું? ઘો મરવાની થાય એટલે વાઘરીવાડે જાય. પોર પેલો એક મદારી તો પકડાઈ ગયો છે અહીંથી. ત્યારે આ પીટ્યા જાણતા નંઈ હોય? સરકારનો ડોળો તો આ ત્રણ વરસથી દિનરાત આ ઘર ઉપર મંડાયેલો જ છે…’

નવલનું ધ્યાન માસીના બોલવા તરફ હોત તો એને કદાચ હસવું આવતઃ ‘આ બિચારી પરદેશી શું જાણે કે આ ઘરનો માણસ, મુખીના દીકરાનું ખૂન કરીને ત્રણ વરસ ઉપર ભાગેલો છે?’

પરંતુ નવલનું ધ્યાન અત્યારે તો પેલા બે જણાની આસપાસ જ હતું. આંગણામાંથી પોદળા ભરતી હતી તેય યંત્રવત્.

માસીનો બબડાટ ચાલુ જ હતોઃ ‘એય મૂઓ છટક્યો એ તો છટક્યો પણ પકડાઈ જતો હોય તો આવા બાપડા કોક તો ફંદામાં ન પડે! સામાવાળું (નવલ)ય ક્યાં લગી વાટ જોઈને બેસી રે’શે, એટલુંય એ નંઈ જાણતો હોય?–’

માસીની વાત ઘણી વાર અસંગત અથવા તો ઊલટીસૂલટી થયા કરતી. ખાણ ભરેલું એક ટોપલું ઉપાડતાં એમણે નવલને કહ્યુંઃ ‘લે આ ટોપલું ચાંદરી (ભેંસ)ને મેલ હેંડ.’ જતાં જતાં ઉમેર્યુંઃ ‘એવા તો પીટ્યા ઘણા ભટક્યા કરે છે ધુતારા.’

નવલને કહેવું હતુંઃ ‘પણ આ લોક તો આપણા ઘરની વાત કરતા હોય એમ જ લાગે છે,’ માસી. જો ને બીડી પીવા બેઠા છે એય આ પા મોઢાં કરીને!…’ પરંતુ માસી આગળ આવી વાત કરવા જેટલી આજ એની હિંમત ન લાગી. એટલું જ નહિ, એનો અર્થ પણ કંઈ જ ન હતો.

નવલ ખાણનું ટોપલું કોઢમાં મૂકી આવી, કંઈ સૂઝ ન પડતાં વળી પાછી ચોપાડની ધાર ઉપર જઈ બેઠી. અલબત્ત હાથમાં કામના બહાના તરીકે એક તૂટેલા દામણનો સાંધો થઈ રહ્યો હતો. આંખો તો લગભગ નદી તરફ જ હતી.

એક વાર વળી એમ પણ થયું: ‘માસા આવ્યા હોત તોય ખબર કઢાવત… આટઆટલી ધરતી પડી છે, સામે કાંઠે જ માતાજીનું મંદિર છે ને આખું ગામ ક્યાં નથી? ત્યારે એ બધું મેલીને અહીં મારી છાતી સામે ધૂણી ધખાવવાનું કાંઈ કારણ? કે પછી પીટ્યા પેલા રજવાળામાંના (જાસૂસ) જ છે?’

એટલામાં તો ઢોર-બકરાંને સેર ચઢાવી – ઘર તરફ વાળી – બળદોને શેઢે ચરાવવા રહેલા પચાસેક વર્ષના માસાય, ઘોડીઓ સરખા બે બળદ સાથે આવી લાગ્યા. લાગલું જ નવલે એમનું ધ્યાન દોર્યું: ‘જુઓને માસા, કોકે ધામા નાખ્યા છે એ?

પરંતુ માસાએય કંઈ ધ્યાન ન આપ્યું. ‘છો ને નાંખે, આપણું શું ખાવા માંગે છે?’ કહી એય બળદોની પાછળ પાછળ ઘરમાં ચાલતા થયા.

નવલનેય પોતાના માટે આજ – આ ક્ષણે – નવાઈ લાગવા માંડી. શા માટે પોતે આજ પેલા અવિચારી-ખૂની માણસને ઝંખી રહી છે; ને તેય ત્રણ વરસે જતી?… ને એ તો ઠીક, પણ આઠેક વરસ ઉપર રિસાઈને તજી ગયેલા પેલા પ્રથમ વારના અભાગી પતિનેય એ ઊંડે ઊંડે યાદ કરી રહી હતી. કોઈ દિવસ નહિ ને આજે જ પેલા બે જણને જોતાં બેઉ પતિ એને સાથે યાદ આવી રહ્યા હતા. અરે, અતલ ઉરે તો, પેલો સાજો એ પ્રથમ વારનો ને – લંગડો એ ખૂની, એવું પણ એની જાણ બહાર ગોઠવાઈ ચૂક્યું હતું.

એ જામતા અંધારામાં એણે પેલા બે જણને આ તરફ આવતા જોયા. એ ઊભી થઈ ગઈ. બારણા આગળ થંભી ન થંભીને ઘરમાં જ ચાલી ગઈ.

કોણ જાણે કેમ પણ નવલને અઠ્ઠાવીસની ઉમ્મરમાં આજે પહેલી જ વાર ડર જેવું લાગ્યું. જ્યારે ક્ષોભનો તો પાર ન હતો. ઘરમાં જઈને એણે પેલા હઠીલા હૈયાને કહ્યું પણ ખરું: પેલા તો બેય જણ સાજા સારા અને છોકરા જેવા હતા, જ્યારે આ તો – ભાળતી નથી, એમાં એક તો લંગડો છે! ને પેલો પહેલોય પાતળો હતો ત્યારે આ તો કોઠીના ફેરે (જાડો) છે!’

માસા-માસી એક તરફ નવલના વાલીપદે હતાં તો બીજી બાજુ એનાં આશ્રિત પણ હતાં. બાપ મરી જતાં એકલી પડેલી નવલને આવા કોઈની જરૂર ઊભી થઈ, જ્યારે પેલાંને ચાર વહુઓમાંથી એકેય સંઘરતી ન હતી અને એટલે જ આ અનાથ થઈ પડેલાં ડોસા-ડોસી એની ઇચ્છાને સદાય માન આપતાં. કોઈ વાતની સલાહ આપતાં – દાખલા તરીકે નાતરું કરી લેવાની — તોય એને રાજીમાં જોઈને જ. પરંતુ આજ ઘરની ધણિયાણી ખુદ નવલ જ એમનાથી ડરી રહી હતી, તેમાંય માસીથી તો ખાસ. સેડ કાઢી રહેલાં માસીએ વિના કારણે ઘરમાં આઘાપાછી કરી રહેલી નવલને ભાનમાં આણી: ‘શું કરે છે તે અંધારામાં બુન તું? દીવો તો કર બાળ?’ નવલે દીવો સળગાવી, કોઢ તથા મોવડ[1] વચ્ચે આવેલી ઢીંચણભરની ઓટલી ઉપર મૂક્યો. અંદરથી ચોખા લાવીને ઝાટકવા વળી. બારણાંની બાજુમાં આવેલા ચૂલા આગળ બેસી લાકડાંના અજવાળે લીણવા લાગી.

ગોરસામાં દૂધ પાડવા જતાં માસીને કહેવાનું મન તો થયું, ‘લાકડાનાં અંજવાળે કોઈ વળી ચોખા વીણતું હશે, બુન?’ પરંતુ આવું કંઈ ન કહેતાં એમણે ચોખ્ખી વાત જ કરી: ‘ઓરી દો ને બુન, પાટુડામાં!’ અને બહાર ભસી રહેલાં કૂતરાં તરફ ચીઢને વાળી રહ્યાં: ‘આ મૂઆં કૂતરાંનેય ભસભસનો જ વહેવાર છે!’

લાડકી નવલ એના અસલ મિજાજમાં હોત તો જરૂર કહેત: ‘ત્યારે તુંય ક્યાં ઓછું બોલે છે, માસી? ચોર-લફંગા દા’ડે તારાથી બીએ છે ને રાતે આ કૂતરાથી!’

પરંતુ નવલ અત્યારે ધ્યાનધારી જોગી જેટલી જ બેધ્યાન હતી. નદીના કાંઠા રણકાવતાં કૂતરાંનું ભસવું સુધ્ધાં એના ખ્યાલ બહાર હતું.

પાટુડામાં ચોખા ઓરતી નવલને કાને – બલકે હૈયા ઉપર જ સીધા, આંગણાના પથ્થરો પર પડતા ડંગુરાના અવાજ ઊઠ્યા. એક જણના જોડા ખખડતાં પારખ્યા, તો વિના જોયેય લંગડા સાધુને એણે જોડા વગરનો કળી કાઢ્યો. પહેલાનો અવાજ આવ્યો: ‘જય સીતારામ, કાકા.’

એકાએક નવલનો અંતરાત્મા બોલી ઊઠ્યો: ‘એક તો એ જ છે. એનો જ સાદ છે!’

બારણાથી બે ખાટલાવા છેટે આવેલા તાપણામાં દેવતા સળગાવતા માસાએ આવકાર આપ્યો: ‘આવો મહારાજ! બેસો એ ખાટલા પર!’

પહેલા સાધુએ ખાટલાને ઉઠાવી પેલી બાજુએ મૂક્યો – તાપણા તથા બારણાં તરફ મોં રહે એ રીતે. જવાબમાં બબડ્યો: ‘અહીં એક પા જ ઠીક રે’શે!’ લંગડાએ પણ પાંગેથ તરફ જમાવ્યું.

સામી બાજુ બકરાંનાં કોઢિયાની આડે બાંધેલા કૂતરાએ ભસવાનું છોડીને ઘુરઘુરાટ શરૂ કર્યો. માસીનો બડબડાટ પણ ઘરની અંદર ચાલુ થઈ ગયો હતો: ‘હરીફરીને પણ એક સીતારામ જ આવડ્યું છે. બસ પારકાના જીવતર પર જીવવું ને ફર્યા કરવું!.’

પાટુડા નીચે હદ ઉપરાંતના લાકડાં ખોસી રહેલી નવલના કાન તો બહાર જ જડાઈ ગયા હતા. પેલા બેમાંથી એક (જેને નવલ પહેલી વારના. પતિ તરીકે માની રહી હતી, માસાને સવાલ પૂછતો હતો કેટલા દીકરા છે?’ ‘ચાર દીકરામાંથી એકેય અહીં નથી?’ ‘એકે વહુ નથી સંઘરતી?’ ‘ડોસા-ડોસી બેયને?…’ ‘આ ઘરની માલકણ તમારે ભાણી થાય?’ ‘બાઈ એકલી જ છે?’ બારણામાં રહી બિલાડીની જેમ ડોળા ઘૂરકાવી રહેતાં માસીથી બોલ્યા વગર ન રહેવાયું: ‘એ બધું તમારે પૂછવાનું કંઈ કારણ: બાવાજી?’ કહેતાં કેડે હાથ દઈ પેલા સાધુ સામે જઈ ખડાં થઈ ગયાં.

કારણ તો માડી, બીજું કાંઈ નંઈ પ…ણ… પણ, સંસારી સાથે બીજી વાતેય શી કરવી?’ બની શકે એટલી મીઠાશ વાપરતાં સાધુએ કહ્યું.

ગુસ્સાને દબાવી રહેલાં માસીનો ઇરાદો તો હતો આરોહ તરફ જવાનો, પરંતુ પા ઘડીની વાતમાં તો બાવાએ એમને અવરોહ તરફ વાળી દીધાં… ‘ને પછી તો એ પોતે જ તાપણા આગળ બેસીને વાત કરવા લાગ્યાં: બળ્યા અવતાર ને બળ્યો આ સંસારેય, બાવાજી! મારા પીટ્યા ભગવાનને ઘેરેય સો મણ તેલે અંધારું છે કે શું તે-‘ અને બે કમાડ વચ્ચે અંધારાનો લાભ લઈ તરઘટ ઉપર આવી બેઠેલી નવલ તરફ હાથ કરતાં આગળ બોલ્યાં: ‘આ અમારે નવલ! પાંચ ભાઈઓના મોત ઉપર એ એકલી જ જીવતી રહી છે. માય નાની મેલીને મરી ગઈ. અધૂરામાં પૂરો બાપેય એવો મળ્યો કે આખી ‘પચ્ચીસી’થી વેર બાંધ્યું. પછી તમે જ કો’ બાવાજી! ગોળ બારનો જ વર ખોળવો પડે ને? ને ઘરજમાઈ રેવા આવે કુણ? કાં તો આવે છટેલ-દંડેલ કે કોક હલકા ઘરનો.’ આંખો ફાડી ક્ષણભર તાકી રહ્યા પછી ઉમેર્યું: ‘ને એમ જ થયું. બાઈના કપાળે પેલો વર મળ્યો છટેલ.’

‘કેમ છટેલ, માડી?’ પહેલા સાધુને પૂછવું જ પડ્યું.

‘કેમ તે ન મળે બાપિતામાં મા કે બાપ. કે’ છે, મામાને ઘેર રે’તો’તો. એમાંથી મારી દીકરી કે’તી’તી એમ કોક મેળામાં આ મારી નવલને એણે ભાળી.’ એકાએક ડોસીનાં ભવાં તંગ થઈ ઊઠ્યાં. ‘મારો પીટ્યો. છોગાળો! એની આખીય ‘બેતાળી’ પડતી મેલી અહીં ‘પચ્ચીસી’માં આવી ઘરજમાઈ રહ્યો! હવે તમે જ કો’ બાવાજી! છટેલ વગર બીજો કોઈ રહી પડે આમ? એમાં વળી કામના કૂડા ને વાતોના રૂડા. તમે તો જાણો છો, અમારે ખેડૂતને તો દનનો દોઢ શેર પરસેવો પાડવો પડે! પછી ઠાકોરના જેટલી સાહેબી ફેરવનાર અમારા બનેવીથી દીઠુંય જાય? ને પરવડેય ખરું? એમને રૂપિયાનું તો દન ઊગે અફીણ ખાવા જોઈતું! એટલે કે સસરા-જમાઈને ઘડીભર ઊભા રહેય બને નંઈ. ને એમ કરતાં એક દન બેયને જામી પડી. સસરાએ હાથ પકડ્યો ને જમાઈય તુંકારે આવી ગયો. એમાંથી પીટ્યાને છડીછોટ લાગી તે રાતે પરભાર્યો જ ઝાકળિયેથી હેંડતો થયો. મામાને ઘેરેય ભાળ કરાવી પણ હોય તો મળે ને? પીટ્યો જાણે ધરતી જ ઊતરી પડ્યો.’

પહેલા સાધુએ એક ભારે શ્વાસ લીધો; જ્યારે લંગડો કંઈક ખુન્નસભરી આંખે એની સામે તાકી રહ્યો. ભાન ભૂલ્યો હોય તેમ બબડી ઊઠ્યો: ‘એણે જ તો આ બધા ખેલ કરાવ્યા!’

‘બાવજી… મારો!’ મોકાસર ટાપસી પુરાતાં ખુશ થઈ ઊઠેલી ડોસીએ એની સામે મીઠી એવી એક નજર પણ નાંખી લીધી. જ્યારે પહેલા સાધુએ એને કોણી મારી અણગમો વ્યક્ત કર્યો – ભાનમાં આણ્યો.

ડોસી પોતાની ધૂનમાં હતાં, ‘તોય બાપ, મારી નવલે તો આજ આવે, કાલ આવશે એમ કરીને ચાર વરસ વાટ જોઈ.’

અને સ્વગત બોલતાં હોય તેમ ડોકું ધુણાવતાં આગળ બોલ્યાં: થાકીને છેવટ એક બીજો વો’ર્યો, પણ એય પીટ્યો રખડેલ ને ગોળ બા’રનો. પેલા મૂઆનો કાંક સગો થતો’તો. કે છે કોક વાત કરતું’તું કે સાત તો એને ભાઈ છે ને ડોસા-ડોસીય હજી જીવે છે. પણ મિજાજનો એવો કે ઘરમાં ભાઈઓથી કાંક લડાઈ થઈ, ને નીકળી ગયો ઘર બા’રો. ફરતો ફરતો – ગરો (ગ્રહ) જ એને અહીં તાણી લાવ્યા હશે! નકર ક્યાં અહીં ભાગિયો રે’વા ને ક્યાં પેલા ડોસાનું મન રંગવા (રીઝવા)! બીજે વરસે તો ભાગિયામાંથી ઘરજમાઈ થઈ બેઠો, ઉમેર્યું: ‘એને તો બાવાજી, મીંય એક ફેરો ભાળેલો!’ ડોસીના ચહેરા પર થોડોક આનંદ પથરાયો. ‘કામને તો દીઠું કે જાણે લીધું છે. રાખશ પેઠે ખાઈ જ જાય જાણે. ને જીભ જુઓ તો ટૂંકી પાછી. બે ફરા બોલાવો ત્યારે એક ફરા બોલે. પછી તમે જ કો’, ડોસાને ગમી જ જાય ને!’

‘હાસ્તો.’ પહેલા સાધુએ હુંકારો ભણ્યો પણ નિઃશ્વાસ સાથે.

ડોસી એમની ધૂનમાં હતાં, ‘ને બાપ, મારી નવલને તો કોઈ ટૂંટિયા સાથે પૈણાવો ને ભલે! એ ભલી, એનું કામ ભલું ને અફીણી બાપની ચાકરી ભલી, બે જમાઈ વો’ર્યા પણ એક્કેયની સાથે એક જરા સરખુંય કે’છે નથી ચડભડી.’ ડોસીનો અવાજ ઢીલો પડવા માંડ્યો. ‘પણ પીટ્યો ભગવાન જ હાથ ધોઈને એની પાછળ પડ્યો’તો. આટઆટલાં શાણપણેય એને સુખી થવા ન દીધી! નકર વળી…’ ને પછી તો શબ્દોને બદલે નર્યું રુદન જ વહી રહ્યું.

માસા પણ આંખો લૂછવા વળ્યા. જ્યારે કમાડ અઢેલીને બેઠેલી નવલની આંખો તો ક્યારનીય ટપકી રહી હતી. કોઈએ જોયું હોત તો લંગડા સાધુની આંખોય આંસુભરી માલૂમ પડત.

વાત કઢાવનાર સાધુ પણ બેચેન હતો. ‘હા, પછી વાત તો પૂરી કરો, મા!’

‘પૂરી ને અધૂરી, બાપા!’ બબડી, ભારે શ્વાસ લઈ વળી શરૂ કર્યું: ‘આ સામા ગામના મુખીને ને ડોસાને બાપ માણસ માર્યાં વેર જતાં’તાં. એટલે જ તો વીસ વરસથી આ વગડો વેઠી રહ્યાં’તાં ને? પણ તોય – એ પીટ્યા મુખીના દીકરાને ગરોએ ઘેર્યો હશે તે ત્રીજા ચોમાસા પર ભર્યા મેળામાં નવલની કાંક લખણી (છેડતી) કરી.’ ડોસીએ એક જોરથી શ્વાસ લઈ જરીપુરાણી ધમણમાં હવા ભરી, ‘ને કે’છે કે એ વાત જાણીને ડોસાએ છાતીએ ગડદા ઘાલ્યા ને પછી એ રાતના મરેલા દીકરા યાદ કરી કરીને ડોસાએ એવા તો વલાપ કર્યા કે – આજેય એ સાંભળનારા કે’છે, ‘કણકણ કરતો વરસાદ વરસતો’તો ને એ અંધારી રાતે ડોસાનું રોવું (રુદન) એવું લાગતું જાણે સામા કાંઠાનો પેલો વગડો જ ન વલાપતો હોય! ને ભાઈઓના ઓરતા લાવતી નવલેય – કે’છે, ‘નવલી નો’તી રોતી, અમને તો લાગતું’તું જાણે કાંઠા ભરીને વેતી વાત્રક નદી વલાપતી’તી!’

ડોસી વળી પાછાં સ્વગતની જેમ ડોકું હલાવી રહ્યાં – બોલ્યાં: ‘એવું હશે ત્યારે જ તો પેલા જમાઈનો પારકા જણ્યાનો માહ્યલો કોપ્યો હશે ને? કે’છે કે ખેતરે સૂવા ગયો’તો એ માળેથી બારોબાર ઊપડ્યો ને અંધકોપ રાતમાં નદીનાં પાણીનેય એણે ન ગણકાર્યાં ને કે’છે માળે સૂતેલા પેલા વેરવાઈને જગાડીને ઝટકાવી નાખ્યો. ઘેર આવી ડૂસકાં ખાતાં સસરા આગળ વધામણી ખાવા માંડ્યો. પણ એટલામાં તો કે’છે નવલે એના મોઢા આડા હાથ દઈને પાછે પગલે વગડાની વાટે જ વાળી દીધો ને – કહ્યું જ હશે તો,

‘જીવતો રહીશ તો ભદ્દર પામીશ.’

એ વેળાથી ગયો છે તે આજની ઘડી ને કાલનો દન!

નિઃશ્વાસ નાખતાં ઉમેર્યું: ‘આજકાલ કરતાં તો ત્રણ ત્રણ વરસનાં વાણાં વાયાં, બાવાજી! નથી પેલા ભાગેડુનું કાંઈ થતું કે નથી નવલ ઘર માંડવાનું ગણકારતી ને–’

વચ્ચે જ નવલનો અકળાયેલો અવાજ આવ્યો: ‘અડધી રાત તો થઈ, ત્યારે ખાશો ક્યારે માસી?’ અને આછી ભડક સાથે ઊભાં થઈ ગયેલાં માસીને ઘરમાં આવવા દઈ કહ્યું: ‘આલો એમને શેર ચોખા આલવા હોય તો ને કાઢી દો અહીંથી.’

પરંતુ સાધુ ઠંડા હતા. ચોખા મળવા છતાંય ઊઠવાની દાનત નહોતા કરતા.

નવલે માસાનેય ખાવા માટે ઘરમાં બોલાવી લીધા. તોય પેલા એદી (આળસુ) લોક ન ઊઠ્યા.

ને નવલને બહાર નીકળી સામે આવી કહેવું જ પડ્યું: ‘મોતના મુઢામાં બેસી રે’વાનું કાંઈ કારણ?’

‘અમારે તને કાંક વાત કે’વી છે, પૂછવું છે થોડુંક… ખુશ થઈ ઊઠેલા પહેલા સાધુએ કહ્યું. તાપણાને અજવાળે ધૂપછાંય થઈ રહેલી નવલની આંખ શું આંખ મેળવવા એ મથી રહ્યો હતો.

જ્યારે લંગડા સાધુની ચંચળ થઈ ઊઠેલી આંખો નવલની દેહલતાને જ માપી રહી હતી. કહેવા જતો હતો, ‘પણ તું પેટ ભરીને ખાય છે કે નંઈ? જો તો ખરી કેટલી બધી ઓસમાઈ ગઈ છે!’ પણ એ પહેલાં તો એણે સવાલ કર્યો એ પહેલાં તું એટલું કે’ને – તીં અમને ઓળખી લીધાં છે કે—’

એ ભોળા, ભલા ને અબુધ અવાજ તરફ વળતી નવલની આંખોમાં સ્નેહનો એક ઊભરો ઊઠ્યો ન ઊઠ્યો ને શમી ગયો. કંઈક દયાભરી, દુઃખભરી નજરે તાકતાં એણે એને સવાલ કર્યો: ‘હા, પણ આ પગ ક્યાં ખોયો?’

‘એ તો ખોયો—’ એને ઉતાવળ હતી પોતાના સવાલ માટેની. અને કહી નાંખ્યું: પેલી ગોજારી રાતે નાસતાં નાસતાં. પણ તું તારી વાત—’

નવલ ક્રૂર બની – પોતાના ઉપર જ નહિ, સામાં બે હૈયાં ઉપરેય! ને દાતરડું ચલાવતી હોય એમ કેરપ’ કરતાકને સ્નેહીજનના સવાલને કાપી નાખ્યો: ‘એ બધું રે’વા દઈને, એક ફેરા તમે ઊઠો અહીંથી. મારું કહ્યું માનો તો ધૂણી ઉપર ગયા વગર પરભાર્યા જ અહીંથી– ‘અને લંગડા સાધુ તરફ તાકતાં ધીમેથી ઉમેર્યું: ‘અહીં તો આ ઝાડવાંય રાજનાં ચાડિયાં છે, માટે…’ વાક્ય અધૂરું મૂકી પહેલી શિખામણ એણે પોતે જ લીધી. બારણા તરફ પગ ઉપાડ્યો. જતાં જતાંય હાથને ઈશારે કહી રહી હતી: ‘ઊઠો, ઊઠો, હેંડવા માંડો.’

પહેલો સાધુ ફાળ સાથે ઊભો થઈ ગયો. ‘પણ અમે તો મરવા માટે જ આવ્યા છીએ. એક થોડુંક અમારે તને પૂછવું…’

લંગડો સાધુ એની સામે ઘૂરક્યો: ‘અરે તુંય ભલો આદમી છે ને? એ શું એમાં કે’વાની છે? તું તારે હું કહું છું એમ જ…’

અને એ તો લપ ટાળવા કે પછી શું હશે એ જાણવા કે ગમે તેમ પણ નવલ એકદમ પાછી ફરી. છેક ખાટલા પાસે આવી ખડી થઈ ગઈ: ‘લો, પૂછી લો પૂછવું હોય એ.’

સાધુ તો સાચે જ ગભરાઈ પડ્યો. આ કંઈ રૂપિયા-પાઈની વાત ન હતી કે પટ દેતોક ને હિસાબ કરવા માંડે અને એટલે જ તો એ લોચા વાળવા લાગ્યો: ‘પૂછવાનું તો એમ કે… તું જરા થરથાએ (નિરાંતે) – બેસે તો….’

લંગડા માટેય આ ગલ્લાંતલ્લાં અસહ્ય થઈ પડ્યાં. બોલી ઊઠ્યો: ‘એમ લોચા વાળ્યા વગર— અને સામે જોતી નવલને પોતાની વાત જ પૂછી રહ્યો, ‘મારું કે’વું એમ કે આ અહીં રહે ને હું…’

નવલ અકળાઈ ઊઠી, ‘અરે રા…મ? તમે કે એ, ગમે તે રે’શે તોય પોલીસવાળો એને પકડી લઈ જવાનો. રામાયણ તો એ થઈ છે તમને – સિપાઈ તો ઘણી દૂરની વાત પણ ગામનુંય કોઈ નથી ઓળખતું. ને એટલે છીંડે ચઢ્યો એ જ ચોર. માટે હું તમને હાથ જોડું!’ અને સાચે જ નવલે હાથ જોડ્યા. પેલા પહેલા સામે જોઈ ઉમેર્યું: ‘ઊઠીને હેંડવા જ…’

‘અરે પણ હું કહું છું શું? પોલીસમાં જઈને પકડાઈ જવાની તો હું વાત કરું છું. પછી આને કુણ–’

પહેલાએ નવલ સામે જોઈ લાગલી જ લંગડાની વાત કાપી: ‘એમ નંઈ. આ લંગડો થઈ ગયો છે એટલે એને કોઈ ઓળખવાનુંય નથી ને પૂછવાનુંય નથી. માટે હું જ પોલીસમાં ગુનેગાર થઈને—’

લંગડો એની ધૂનમાં હતો. બલ્કે અકળામણના વંટોળમાં હતો. ને પોતાની જ વાત ચાલી રહી હોય એ રીતે નવલને કરગરી રહ્યો: ‘સાચી વાત છે! બબ્બે ધણીએય આ વનવગડામાં તું એકલી?

‘રહી જ જા તું.’ કહેતાં પહેલો ખડો થઈ ગયો. ‘અત્યારે જ હું થાણામાં…’

લંગડો તો સાંભળી ચિડાઈ જ ઊઠ્યો: ‘એ તો તું વાત જ ભૂલી જા – ખૂન મેં કર્યું ને પકડાય તું? એ તો સમણેય નથી થવાનું.’

નવલનું મગજ અસ્તવ્યસ્ત તો હતું જ. એમાં આ લોકોએ વળી સાધુવાળી ચલાવી – જીદ આદરી. એ અત્યંત અકળાઈ ઊઠી. અને ‘કૂટો ત્યારે માથાં’ આવું કંઈક બબડતી રડતી, જાણે ભાંગી પડી હોય એમ લથડતી ચાલે બારણા તરફ ચાલતી થઈ.

ત્યાં તો બારણામાં ઊભા રહી ‘તાસ’ (ખેલ) જોતાં માસી બડબડાટ કરતાં બહાર ધસી આવ્યાં: ‘મારા પીટ્યા હેંડ્યા જતા નથી ને!’ પાસે આવી, ‘તમારો ભા (પોલીસ) આવશે તો બેયને પકડી લઈ જશે. માટે હેંડતા થાઓ.’ કહી એય પાછાં ફરી ગયાં.

પરંતુ કોણ જાણે શું સૂઝ્યું કે અડધી ચોપાડેથી વળી એમણે ગુલાંટ લગાવી, પહેલા સાધુના કાનમાં જ લગભગ કહ્યું: ‘કરવું ન કરવું એ મન સાથે છે; એમાં નવલને શું પૂછવું’તું ભલા’દમી!’ જતાં જતાં લંગડાને કહી નાખ્યુંઃ ‘જે કરવું હોય એ કરી નાખ્યું એટલે છૂટકો મટે.’

અને ભડભડ કરતાં કમાડ વસાતાં જોઈને એકલા પડેલા આ બે બબૂચકોનેય ઊઠવું જ પડ્યું.

ઢાળ ઊતરતાં જ વાત કાઢીને ધૂણીએ પહોંચતાં પહેલાં જ બેય જણ નિર્ણય ઉપર આવી ગયા: ‘પોલીસ જેને પકડી લઈ જાય એ સાચો.’

અલબત્ત, લંગડા સાધુને ગળે આ ઘૂંટડો ઊતરે એમ ન હતો. પણ શું કરે? પેલાએ એને નવલના કસમ દઈને મૂંગો કરી દીધો હતો. વળી પોતાના કરતાં એ (લંગડો) નવલને વધારે સુખી કરી શકશે એ પણ સમજાવ્યું. લંગડાને પણ એ વાત કબૂલ કરવી પડી.

ત્યાં તો બન્યું એવું કે બીજી સાંજે ફોજદાર માટે મરઘીની તલાશમાં નીકળેલા સિપાઈની નજર આ બે મરઘાઓ ઉપર સ્વાભાવિક રીતે જ જઈ પડી.

જવાબમાં એ લોકને દેશી ભાષામાં વાત કરતા જોયા અને માસી કહેતાં હતાં એમ જ બન્યું. બન્નેયને આગળ કરી ગયો.

ઓટલે બેસી જોઈ રહેલી નવલે મહામુસીબતે રુદનને ખાળી રાખ્યું. એ લોક ઉપર એને રોષ પણ એટલો જ ચઢ્યો હતો, માસી આગળ વ્યક્ત પણ કર્યોઃ ‘છેવટ મારી છાતી ઉપર આવીને—’ આગળ એ, બોલી જ ન શકી.

પરંતુ માસીને તો એક પ્રકારનો આનંદ થઈ રહ્યો હતો: ‘જે થશે એ પણ એક પાનો ફાટકો (નિકાલ) તો આવશે!’ અને કંઈ સમજતાં ન હોય, પેલાઓને ઓળખ્યા જ ન હોય એમ બોલ્યાં: ‘ઠેકાણે પડ્યા! ચપટી ઉઘરાવવી મટી! ને જેલમાં બેઠા બેઠાય, ‘સીતારામ’ ભજવાનું કામ તો એમને રૂડુંરૂપાળું થયા કરશે.’

અને પછી તો એ માસી બેમાંથી કયો કામનો ને કયો નકામો એની મનમાં ને મનમાં ગણતરી પણ ગણી રહ્યાં.

પરંતુ નવલને – વાત્રકને એના ડાબા-જમણા કાંઠા માટે પક્ષપાત હોય તો આ બેમાંથી એકના ઉપર હોય! એને તો – ડાબી ફૂટે તોય ને જમણી ફૂટે તોય, આંખ તો પોતાની જ હતી ને!

અને એટલે જ તો પોલીસથાણામાંય એણે નવગુણ ટાળનાર નન્નો જ પકડી રાખ્યો ને? ‘અવતારમાંય આવા બાવા મીં નથી ભાળ્યા પછી ઓળખવાની વાત જ કયાં, સાહેબ!’

પરંતુ છ માસ પછી લંગડો (ખૂની) છૂટીને આવ્યો ને પેલો (નિર્દોષ) જનમટીપમાં પડ્યો ત્યારે બહાર માસી આગળ થઈ રહેલ વાત સાંભળતાં જ નવલને લાગ્યું કે આના કરતાં પેલો અભાગી માણસ એને વધારે વહાલો હતો. એની કુમાશ, એનું સુંવાળાપણ ને રિસાળવો સ્વભાવ વગેરે – બધાં જ લક્ષણ એને ગમતાં હતાં.

એ સમજી ગઈ કે પોતે રુદનને ઝાઝી વાર નહિ રોકી શકે. અને બેડા સાથે એ ઘર બહાર નીકળી પડી. ઓશિયાળી આંખે ચોપાડમાં બેસી રહેલા લંગડા પતિની ભાંગેલી સિકલ સામે એણે જોયું સુધ્ધાં નહિ, સડસડાટ કરતી ટેકરી ઊતરી પડી.

કાંઠે પહોંચતાં પહેલાં જ આંસુની ધાર છૂટી... પાણી સુધી પહોંચી ત્યાં ભીડેલા હોઠ પણ ઊઘડી ગયા… અને પછી તો લગભગ વિલાપે ચડેલી નવલ પોતાને જ ભાંડી રહી. ‘અરેરે ભૂંડી, સંસારમાંય એ તો એકલો હતો!…. આટલે વરસે તારે આંગણે આવ્યો’તો. ખવરાવવું-પિવરાવવું તો ઠીક, પણ સુખ-દુઃખની બે વાતો તો પૂછતી!’

અભાગી લંગડો! એને શી ખબર કે નદીકાંઠે આમ હશે? નહિ તો નવલ પાછળ પાછળ એ આવત જ નહિ. એને તો એકાન્તમાં નવલ આગળ પોતાના ડંખી રહેલા હૈયાના ડંખ કાઢવા હતા. કહેવું હતું: ‘કોરટમાં મીં મારાવાળી તો ઘણીય કરી પણ બોલકાએ મને નંઈ પોંચવા દીધો. રાજવાળાએય કાને કાંઈ નંઈ ધર્યું. અડધો તો આ ભાંગેલો ટાંટિયો નડ્યો મને… સાચું કહું છું! જીવતરને મીં કોઈ દા’ડો વાલું કર્યું નથી ને કરુંય નંઈ…. પણ…’

કોઈ જાણે આમાંનું કેટલું કહી શકત એ તો, પણ ધારો કે આમાંનું એ કંઈ જ કે’વા ન પામત – બોલી જ ન શકત તોય, નવલ માટે એની પેલી ઓશિયાળી આંખો ને આતતાયી શી સિકલ ઓછાં ન હતાં!

પણ હાય! ન નવલ આ બધું જોવા પામી કે ન પેલા ઓશિયાળા પુરુષે ધીરજ કરી. અને કેમ કરીને ધરી શકે?–

ભાઈઓના ઓરતા લાવતી નવલના તે દિવસના વિલાપે તો એનું મગજ એકલું જ ફેરવી નાખ્યું હતું, પરંતુ આ આજના વિલાપે તો એનું હૈયું જ ભાંગી નાખ્યું – ભુક્કો ઉડાડી દીધો!

જાણે બીજો પગ પણ ‘કડાક’ દઈને ભાંગી ગયો હોય એમ એ કાંઠા ઉપરની પેલી ખાખરી આગળ જ અટકી પડ્યો. તરતના જન્મેલા, ફૂલ સરખા કોઈ કુમળા બાળક પર ભૂલ-ભૂલથી જાણે ઘા કરી બેઠો હોય એમ એનું અંગ-પ્રત્યંગ – અરે, આત્મા સુધ્ધાં થરથરી ઊઠ્યાં – ‘અરરરરરરરર – ભૂલ્યો, ભૂલ કરી!’

અને એ ભયંકર ભૂલને હળવી કરવા જ હોય એમ છેલ્લા ઉપાય તરીકે એણે પેલો ભાંગેલો પગ ઉપાડ્યો ને ચાલતી પકડી! એવું લાગતું હતું: જાણે ઊભે કાંઠે આવેલા ઝાડથી છેલ્લી વિદાય લેતો – ‘રામ રામ’ કરતો કરતો ન જઈ રહ્યો હોય!

હજુય નદીમાં બેસી રહેલી, આંસુ સારતી નવલને કોણ કહે કે હાથમાંનું હેવાતન તો આ ચાલ્યું… એ નદીનો વળાંક વળ્યો… એ લંગડાતો લંગડાતો ડુંગરી ચઢ્યો… એ ઊતરે એ…એ…એ…એ…. ઊતરી પડ્યો!

એક જ આશા હતી: ઢોર ચરાવવા ગયેલા માસા સામા મળે ને એને સમજાવીને પાછો લાવે!