ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મોહમ્મદ માંકડ/મનેય કોઈ મારે!: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{Center|'''મનેય કોઈ મારે!'''}}
{{SetTitle}}
----
{{Heading|મનેય કોઈ મારે! | મોહમ્મદ માંકડ}}
 
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/4/44/DARSHNA_MANE_KOI_MAARE.mp3
}}
<br>
મનેય કોઈ મારે! • મોહમ્મદ માંકડ • ઑડિયો પઠન: દર્શના જોશી
<br>
<center>&#9724;
</center>
<hr>
 
{{Poem2Open}}
{{Poem2Open}}
સાંજ પડવા આવી હતી. ચોમાસાના દિવસો હતા. વાદળોના થર ઉપર થર ખડકાયા હતા. ઉકળાટ શમવાને બદલે વધી રહ્યો હતો. પાલવથી હવા ખાતી ને પરસેવો લૂછતી શારદા ઘરમાંથી અગાસીનાં બારણાં પાસે આવીને ઊભી. સામે પશ્ચિમમાં, ભૂરાં, રાખોડી, શ્યામ અને રૂપેરી વાદળાં હવાને રોકી રાખવા માટે જાણે હાથાજોડી કરીને ઊભાં હતાં. ધીમે ધીમે એમાં હલચલ થતી, એકાદ વાદળું માથું ઊંચકતું, બીજું એથીયે ઊંચે ચડતું ને પછી એકબીજાં સાથે બાખડી પડતાં એ ગોટો વળી જતાં. વાતાવરણ ગંભીર અને ભારે થતું જતું હતું.

Line 106: Line 121:
‘હાય, મનેય કોઈ મારે – કોઈ ભીંસે, કોઈ ભીંસી દે…’ સાડી લઈને, ગોટો વાળીને છાતી પર ભીંસતાં એ બોલી.
‘હાય, મનેય કોઈ મારે – કોઈ ભીંસે, કોઈ ભીંસી દે…’ સાડી લઈને, ગોટો વાળીને છાતી પર ભીંસતાં એ બોલી.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મોહમ્મદ માંકડ/તપ|તપ]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/વનુ પાંધી/બારી|બારી]]
}}