ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/વિજય સોની/મમ સત્યમ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|મમ સત્યમ | વિજય સોની}}
{{Heading|મમ સત્યમ | વિજય સોની}}
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/8/84/DARSHNA_MAM_SATYAM.mp3
}}
<br>
મમ સત્યમ • વિજય સોની • ઑડિયો પઠન: દર્શના જોશી   
<br>
&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
સવારનો કુમળો તડકો આંગણામાં ઢોળાતો હોય ત્યારે વિનુભાઈ પાતળો મલમલનો સફેદ સદરો પહેરી હીંચકે બેઠા હોય. હાથમાં એકસોસાઠ ઉપનિષદનું સંકલન હોય. શ્લોકના ઉચ્ચારણ, આરોહ-અવરોહ અને નાભિસ્વર પર સમગ્ર ચેતના એકત્રિત થયેલી હોય. ત્રિભેટે ઊભેલું ટેનામેન્ટ એટલે આવતાં-જતાં બધાની નજર પડે જ. કોઈ ડોકિયું કરે, કોઈ હસીને હળવા-મળવાનો પ્રયત્ન કરે પરંતુ વિનુભાઈ માથું ઊંચું કરે નહીં. કોઈની પંચાતમાં પડવાનું નહીં. કોઈને આપણી પંચાતમાં પડવા દેવાનું નહીં. કેટલાક પથ્થરની લકીર જેવા જીવનસિદ્ધાંત પાળેલા, જે યથાવત્ હતા. આંગણામાં આભને આંબી જતાં આસોપાલવ પવનમાં હાથીની જેમ ડોલતાં. તડકો એની રમત રમતો. તડકાનાં ચોસલાં વિનુભાઈની આસપાસ ભમરડાની પેઠે ફરતાં.
સવારનો કુમળો તડકો આંગણામાં ઢોળાતો હોય ત્યારે વિનુભાઈ પાતળો મલમલનો સફેદ સદરો પહેરી હીંચકે બેઠા હોય. હાથમાં એકસોસાઠ ઉપનિષદનું સંકલન હોય. શ્લોકના ઉચ્ચારણ, આરોહ-અવરોહ અને નાભિસ્વર પર સમગ્ર ચેતના એકત્રિત થયેલી હોય. ત્રિભેટે ઊભેલું ટેનામેન્ટ એટલે આવતાં-જતાં બધાની નજર પડે જ. કોઈ ડોકિયું કરે, કોઈ હસીને હળવા-મળવાનો પ્રયત્ન કરે પરંતુ વિનુભાઈ માથું ઊંચું કરે નહીં. કોઈની પંચાતમાં પડવાનું નહીં. કોઈને આપણી પંચાતમાં પડવા દેવાનું નહીં. કેટલાક પથ્થરની લકીર જેવા જીવનસિદ્ધાંત પાળેલા, જે યથાવત્ હતા. આંગણામાં આભને આંબી જતાં આસોપાલવ પવનમાં હાથીની જેમ ડોલતા. તડકો એની રમત રમતો. તડકાનાં ચોસલાં વિનુભાઈની આસપાસ ભમરડાની પેઠે ફરતાં.

રસોડામાંથી ચા પીવા એમણે સાદ પાડ્યો. વિનુભાઈ ઊભા થયા. થોડી વાર તરતા તડકાને અન્યમનસ્ક તાકી રહ્યા, રઘવાટ જેવું લાગતું હતું. અંદર નજર નાખી પૂછી જોયુંઃ
રસોડામાંથી ચા પીવા એમણે સાદ પાડ્યો. વિનુભાઈ ઊભા થયા. થોડી વાર તરતા તડકાને અન્યમનસ્ક તાકી રહ્યા, રઘવાટ જેવું લાગતું હતું. અંદર નજર નાખી પૂછી જોયુંઃ
Line 12: Line 27:
પૂર્ણસ્ય, પૂર્ણમાદાય!… શ્લોક હવામાં તરતો હતો. વિનુભાઈ તડકો તાકી રહ્યા. જાણે ઘૂંટડે ઘૂંટડે પીતા હોય.
પૂર્ણસ્ય, પૂર્ણમાદાય!… શ્લોક હવામાં તરતો હતો. વિનુભાઈ તડકો તાકી રહ્યા. જાણે ઘૂંટડે ઘૂંટડે પીતા હોય.

પહેલી વાર જાવ છો તો ભોગીલાલ મૂળચંદનો બઉઓ લેતા જજો . નાની હતી ત્યારથી ટીનને બહુ ભાવે.’ એ આજુબાજુ નજર કર્યા વગર એમના કામમાં મશગૂલ રહીને બોલ્યાં. એમની પાસે દરેક પ્રસંગને અનુરૂપ વ્યવહારિક વચનો અને સલાહ હતી. એમને સુકાયેલાં કપડાંની ગડી કરતાં, રોટલીની કણક બાંધતાં, ઝાપટિયું લઈ ચોપડીઓનો કબાટ સાફ કરતાં, ઘરમાં મોટા મોટા લાંઘા ભરીને દોડતાં વરસોથી જોયાં છે. વિનુભાઈ ખુરશીમાં બેઠાં બેઠાં બધું જોયા કરતાઃ
પહેલી વાર જાવ છો તો ભોગીલાલ મૂળચંદનો બઉઓ લેતા જજો . નાની હતી ત્યારથી ટીનુને બહુ ભાવે.’ એ આજુબાજુ નજર કર્યા વગર એમના કામમાં મશગૂલ રહીને બોલ્યાં. એમની પાસે દરેક પ્રસંગને અનુરૂપ વ્યવહારિક વચનો અને સલાહ હતાં. એમને સુકાયેલાં કપડાંની ગડી કરતાં, રોટલીની કણક બાંધતાં, ઝાપટિયું લઈ ચોપડીઓનો કબાટ સાફ કરતાં, ઘરમાં મોટા મોટા લાંઘા ભરીને દોડતાં વરસોથી જોયાં છે. વિનુભાઈ ખુરશીમાં બેઠાં બેઠાં બધું જોયા કરતાઃ

એમને કદી આવી એકવિધતાથી કંટાળો નહીં આવ્યો હોય?
એમને કદી આવી એકવિધતાથી કંટાળો નહીં આવ્યો હોય?

તને કદી એકનું એક કામ કરીને કંટાળો નથી આવતો?’ સામેથી નજર ટકરાઈ વાકબાણ છૂટ્યુંઃ ‘અમે તમારા જેટલું વાંચ્યું નથી ને એટલે. આનંદ આવે એ કામ કરવું અને રાતે થાકીને સૂઈ જવું.’ આને મૌલિક અભિપ્રાય કહેવાય, વિનુભાઈ મલક્યા.
તને કદી એકનું એક કામ કરીને કંટાળો નથી આવતો?’ સામેથી નજર ટકરાઈ વાક્‌બાણ છૂટ્યુંઃ ‘અમે તમારા જેટલું વાંચ્યું નથી ને એટલે. આનંદ આવે એ કામ કરવું અને રાતે થાકીને સૂઈ જવું.’ આને મૌલિક અભિપ્રાય કહેવાય, વિનુભાઈ મલક્યા.

– ‘તમે એવા છો ને! સવાર સવારમાં હું જ હાથમાં આવું છું’ વાક્ય લંબાયું પણ પેલાં એમને શું બોલવું તે સૂઝયું નહીં. આગળનું વાક્ય જાણે ગળી ગયાં. નજર ચાના ઊભરામાં ઠાલવી દીધી. – વિનુભાઈનું વ્યક્તિત્વ નિરાળું, થોડું અલગારી. સોનું ઘડતાં ઘડતાં આટલું બધું ક્યારે વાંચ્યું હશે તેનું સુખદ્ આશ્ચર્ય તો પેલાં એમને આદિકાળથી હોય એવું લાગતું. બે મહોરાં પહેરીને જીવતા વિનુભાઈ. બંને ચપોચપ, ચહેરા પર બંધ બેસી જાય એવાં. સવારે ભૂરી થેલી લઈ દુકાને જઈ સોનાના ભાવ જાણતા. લાકડાના નાનકડા મંદિર સામે ઊભા રહી પાંચ મિનિટ સુધી મોટે મોટેથી આવડતા શ્લોકો ઉચ્ચારતા. પછી દેવતા સળગાવી ફંકણી મારીને ઘરેણાં ઘડતા. ઓગળતા સોનામાં કેસરી આકાશ ઝગમગતું, કેટલાય ઝીણા ઝીણા તારલા એમાં તરતાં એકીટશે જોઈ રહેતા. વિનુભાઈ ફૂંકણી મારે ત્યારે ફેફસાં ઊંચાં થઈને પછડાતાં. પણ શ્વાસ એકધારો તીખી જ્યોત બનીને વછૂટતો. વિનુભાઈ ચમકતાં ઘરેણાંને સર્જકભાવે ઊંડાણથી જોતા અને કૃષ્ણના વિરાટ સ્વરૂપને જોઈ અર્જુન અવાક થઈ જાય એમ થોડી વાર મૌનમાં સરી પડતા. સવારે સાડા નવથી રાત્રે સાડા નવ વિનુભાઈ ઘરેણાંમાં ઓગળી જાય.
– ‘તમે એવા છો ને! સવાર સવારમાં હું જ હાથમાં આવું છું’ વાક્ય લંબાયું પણ પેલાં એમને શું બોલવું તે સૂઝયું નહીં. આગળનું વાક્ય જાણે ગળી ગયાં. નજર ચાના ઊભરામાં ઠાલવી દીધી. – વિનુભાઈનું વ્યક્તિત્વ નિરાળું, થોડું અલગારી. સોનું ઘડતાં ઘડતાં આટલું બધું ક્યારે વાંચ્યું હશે તેનું સુખદ્ આશ્ચર્ય તો પેલાં એમને આદિકાળથી હોય એવું લાગતું. બે મહોરાં પહેરીને જીવતા વિનુભાઈ. બંને ચપોચપ, ચહેરા પર બંધ બેસી જાય એવાં. સવારે ભૂરી થેલી લઈ દુકાને જઈ સોનાના ભાવ જાણતા. લાકડાના નાનકડા મંદિર સામે ઊભા રહી પાંચ મિનિટ સુધી મોટે મોટેથી આવડતા શ્લોકો ઉચ્ચારતા. પછી દેવતા સળગાવી ફૂંકણી મારીને ઘરેણાં ઘડતા. ઓગળતા સોનામાં કેસરી આકાશ ઝગમગતું, કેટલાય ઝીણા ઝીણા તારલા એમાં તરતાં એકીટશે જોઈ રહેતા. વિનુભાઈ ફૂંકણી મારે ત્યારે ફેફસાં ઊંચાં થઈને પછડાતાં. પણ શ્વાસ એકધારો તીખી જ્યોત બનીને વછૂટતો. વિનુભાઈ ચમકતાં ઘરેણાને સર્જકભાવે ઊંડાણથી જોતા અને કૃષ્ણના વિરાટ સ્વરૂપને જોઈ અર્જુન અવાક્ થઈ જાય એમ થોડી વાર મૌનમાં સરી પડતા. સવારે સાડા નવથી રાત્રે સાડા નવ વિનુભાઈ ઘરેણાંમાં ઓગળી જાય.

– રાત્રે સાડા નવ પછી ઘરે બીજું મહોરું નીકળતું. જાતજાતનાં અલકમલકનાં પાત્રો – સુરેશ જોષીનાં, જયંત ખત્રીનાં, બક્ષીનાં, ચેખોવનાં પાત્રો – વિનુભાઈ પાસે દોડતાં આવતાં – ઉંદરો વાંસળીવાળાની પાછળ દોરાઈ આવે એમ. પાત્રો સાથે વિનુભાઈ રમતા, ગોઠડી માંડતા, જૂનાં પાત્રોને નવા વાઘા પહેરાવતા, નવો આકાર-નવો રંગ. વિનુભાઈ પાત્રોમાં સોનાની જેમ ઓગળી જતા. સામેથી પાત્રો વિનુભાઈનાં ગુલામ. કહે એમ કરે. કોઈક વાર પાત્ર હઠે ભરાય, નવો ચીલો ચાતરવા જાય તો વિસર્જન જ ઉપાય.

Line 40: Line 55:
એ અને એની મમ્મી. નવી ફિલમનાં ગીતો, સેનેટરી પેડ્મની ક્વોલિટી, બહેનપણીના ફોનમાં કશુંક અષ્ટમ્ પષ્ટમ્ બોલવું, શરમાઈને આંખો ઢાળી દેવી, વાતો કરતાં હાવ-ભાવ વડે કશુંક કહી નાખવાની ઝડપ, એ બધું વિનુભાઈએ ઉંમરનો તકાજો સમજી સ્વીકારેલું – એટલે વાતે વાતે અકળામણ થઈ આવી હોય, ઠાંસિયું કર્યું હોય એવું યાદ નથી. થોડી ટીન-એજ પાત્રોની નિર્દોષતા અને ટીખળ-વિનુભાઈએ પણ આંખોમાં આંજી હતી.

બચપણ એના આગવા રૂપમાં નિર્દોષ અને નિર્મળ કહી શકાય. શરીરે કરડે એવું જરી ભરતવાળું ફ્રોક, સસલાના કાન જેવી બે ચોટલી, બગાસું ખાતાં બંધ આંખોમાં વિશ્વરૂપ, બધુ કોડાક કૅમેરાની પટ્ટીમાં બંધ હતું. વિનુભાઈ નવરો પડતાં ત્યારે આલ્બમનો ખજાનો ખોલીને બેસતાં. આખું આકાશ ઝળહળતું.
બચપણ એના આગવા રૂપમાં નિર્દોષ અને નિર્મળ કહી શકાય. શરીરે કરડે એવું જરી ભરતવાળું ફ્રોક, સસલાના કાન જેવી બે ચોટલી, બગાસું ખાતાં બંધ આંખોમાં વિશ્વરૂપ, બધુ કોડાક કૅમેરાની પટ્ટીમાં બંધ હતું. વિનુભાઈ નવરા પડતાં ત્યારે આલ્બમનો ખજાનો ખોલીને બેસતાં. આખું આકાશ ઝળહળતું.

એ નાની હતી ત્યારે રાતે અઢી વાગ્યા સુધી જાગતીઃ પપ્પા વાર્તા, પપ્પા વાર્તા.
એ નાની હતી ત્યારે રાતે અઢી વાગ્યા સુધી જાગતીઃ પપ્પા વાર્તા, પપ્પા વાર્તા.
Line 128: Line 143:
રૂમને ભીંસીને આગળા દેવાઈ ગયા. જે રૂમમાં પાત્રોના શ્વાસોચ્છવાસ અને સિગારેટના ધુમાડાથી ઘુમરાતું હતું એ કોપભવનમાં ફેરવાઈ ગયું. ગંભીર ચહેરો અને મૌન, આત્મશુદ્ધિના સાધનરૂપ ધારણ કરી લેવાયું.
રૂમને ભીંસીને આગળા દેવાઈ ગયા. જે રૂમમાં પાત્રોના શ્વાસોચ્છવાસ અને સિગારેટના ધુમાડાથી ઘુમરાતું હતું એ કોપભવનમાં ફેરવાઈ ગયું. ગંભીર ચહેરો અને મૌન, આત્મશુદ્ધિના સાધનરૂપ ધારણ કરી લેવાયું.

પછી ઘરમાં જે કાંઈ બન્યું એમાં ભોગવવાનું પેલાં એને, ઘરરખ્ખને ભાગે આવ્યું. બાળક રડી રડીને અરધું થશે, ભૂખ્યું રહેશે, માથું ફોડશે, ઘરેથી ભાગી જવા મથશે અથવા તો જાતને રૂમમાં ગોંધીને બાકીની દુનિયા વીસરી જશે – એવી આશંકાથી ઘેરાઈ પેલાં એ, ઘરમાં રઘવાયાં રઘવાયાં ફરતાં હતાં. બે અસમાન ધ્રુવો વચ્ચે પોતે કડી રૂપ છે અને નટ દોરી પર ચાલે એવું કપરું કામ કરી બતાવવાનું છે, એની ઉત્તેજના અને ડરથી બી.પી. નોર્મલ થવાનું નામ લેતું ન હતું. આ બધાની પેલે પાર, બાળકીએ અભુત સ્થિરતા બતાવી. કૉલેજ જવાનું સ્વતંત્રતાની અભિવ્યક્તિ રૂપ બંધ ન કરાયું. સહેલીને મળવાનું, ફોન કરવાના અને વાર્તાનાં પાત્રોની ઊલટતપાસ લેવાની-જેવાં રોજિંદા કામ યથાવત્ રહ્યાં. વચ્ચે અથાણાની કરીને કાચની બરણીમાં ભરવી, માળિયામાંથી વરસભરનો કચરો કાઢવો, ઠાકોરજીને નવા વાઘા પહેરાવવા, ફાટી ગયેલા બ્લાઉઝનું ઓટણ કરવું વગેરે કામ જે પહેલાં સામાન્ય ગણી અવગણી શકાતાં હતાં એ કામ એણે ચીવટપૂર્વક કરવા માંડ્યાં. ઘરરખ્ખએ છોકરી કામમાં પળોટાઈ રહી છે, ‘કામ એ જ દુઃખ ભૂલવાનું ઓસડ છે’ સમજી એને અઢળક કામ સોંપવા લાગ્યાં. બાળકી આજ્ઞાંકિત બની તમામ કામ ફરજના ભાગ રૂપે સમજી આટોપતી.
પછી ઘરમાં જે કાંઈ બન્યું એમાં ભોગવવાનું પેલાં એને, ઘરરખ્ખુને ભાગે આવ્યું. બાળક રડી રડીને અરધું થશે, ભૂખ્યું રહેશે, માથું ફોડશે, ઘરેથી ભાગી જવા મથશે અથવા તો જાતને રૂમમાં ગોંધીને બાકીની દુનિયા વીસરી જશે – એવી આશંકાથી ઘેરાઈ પેલાં એ, ઘરમાં રઘવાયાં રઘવાયાં ફરતાં હતાં. બે અસમાન ધ્રુવો વચ્ચે પોતે કડી રૂપ છે અને નટ દોરી પર ચાલે એવું કપરું કામ કરી બતાવવાનું છે, એની ઉત્તેજના અને ડરથી બી.પી. નોર્મલ થવાનું નામ લેતું ન હતું. આ બધાની પેલે પાર, બાળકીએ અદ્‌ભુત સ્થિરતા બતાવી. કૉલેજ જવાનું સ્વતંત્રતાની અભિવ્યક્તિ રૂપ બંધ ન કરાયું. સહેલીને મળવાનું, ફોન કરવાના અને વાર્તાનાં પાત્રોની ઊલટતપાસ લેવાની-જેવાં રોજિંદા કામ યથાવત્ રહ્યાં. વચ્ચે અથાણાની કરીને કાચની બરણીમાં ભરવી, માળિયામાંથી વરસભરનો કચરો કાઢવો, ઠાકોરજીને નવા વાઘા પહેરાવવા, ફાટી ગયેલા બ્લાઉઝનું ઓટણ કરવું વગેરે કામ જે પહેલાં સામાન્ય ગણી અવગણી શકાતાં હતાં એ કામ એણે ચીવટપૂર્વક કરવા માંડ્યાં. ઘરરખ્ખુએ છોકરી કામમાં પળોટાઈ રહી છે, ‘કામ એ જ દુઃખ ભૂલવાનું ઓસડ છે’ સમજી એને અઢળક કામ સોંપવા લાગ્યાં. બાળકી આજ્ઞાંકિત બની તમામ કામ ફરજના ભાગ રૂપે સમજી આટોપતી.

કોપભવનમાં બંધ કરીને બેઠા હતા એમની પોતાની દ્વિધા હતી કે દ્વિધાની વેદના હતી. ત્રણેય વ્યક્તિત્વો તડકામાં રજકણની જેમ મૂંગાં મૂંગાં તરતાં હતાં. કેટલાય શિક્ષણશાસ્ત્રી, સમાજવિજ્ઞાનના વિદ્વાનોના દૃષ્ટિકોણ તપાસી જોયા. અનેકાન્તવાદની સાપેક્ષે ઘર અને બાળકીની પરિસ્થિતિ અનુભવી. પણ કોઈ ન સમજાય એવા નકાર પર વાત અટકી જતી હતી. બુરખો પહેરીને ત્રણ-ચાર બાળકો આંગળીએ વળગાડી એક સ્ત્રી ચાલી જતી હોય એવું દૃશ્ય વારંવાર આંખ સામે ઊભરતું હતું.

Line 142: Line 157:
દીકરી વસ્તારમાં ઢંકાઈ જશે.’ એમ પેલાં એ બોલ્યાં ત્યારે ગળામાં ખરેરી બાઝી ગઈ હતી.
દીકરી વસ્તારમાં ઢંકાઈ જશે.’ એમ પેલાં એ બોલ્યાં ત્યારે ગળામાં ખરેરી બાઝી ગઈ હતી.

જેને પરણવાનું હતું એનો અભિપ્રાય ગૌણ હતો. વાડીની દોડાદોડી, મોટા જમણવારનાં સીધું-સામાન, જાડી જાનને સાચવવાની જવાબદારી, વિનુભાઈ માટે આ કામ કપરાં. મદદ માટે ગૃહિણીના પિયરમાંથી કુશળ વહીવટકર્તાઓની ફોજ ઊતરી પડી. કોપભવનમાંથી નાણાંકોથળીનું મોઢું ખૂલી ગયું. પેલાં એમનું આખું શરીર કબૂતરના પીંછા જેવું હળવું થઈને ઘરમાં ઊડાઊડ કરતું હતું. એમાં જીતનો આનંદ અને વ્યવહારકુશળતાનો ગર્વ પણ હતો. વિદાયવેળાએ કોપભવનમાંથી એક શુદ્ધ આત્મા બહાર આવ્યો. પાત્રો ઓગળી ગયાં. મોતી જેવડાં આંસુનાં બે ટીપાં ખર્યા. એને લાગણીની સંતોષજનક અભિવ્યક્તિ માની લેવાઈ. ત્રીજા દિવસે આ વળીને છોકરી નાતાલમાં ઇસુ પુનઃજીવિત થઈને આવે એમ આવી તો બાપની આંખોએ વરસવા ખૂણો શોધ્યો.
જેને પરણવાનું હતું એનો અભિપ્રાય ગૌણ હતો. વાડીની દોડાદોડી, મોટા જમણવારનાં સીધું-સામાન, જાડી જાનને સાચવવાની જવાબદારી, વિનુભાઈ માટે આ કામ કપરાં. મદદ માટે ગૃહિણીના પિયરમાંથી કુશળ વહીવટકર્તાઓની ફોજ ઊતરી પડી. કોપભવનમાંથી નાણાંકોથળીનું મોઢું ખૂલી ગયું. પેલાં એમનું આખું શરીર કબૂતરના પીંછા જેવું હળવું થઈને ઘરમાં ઊડાઊડ કરતું હતું. એમાં જીતનો આનંદ અને વ્યવહારકુશળતાનો ગર્વ પણ હતો. વિદાયવેળાએ કોપભવનમાંથી એક શુદ્ધ આત્મા બહાર આવ્યો. પાત્રો ઓગળી ગયાં. મોતી જેવડાં આંસુનાં બે ટીપાં ખર્યાં. એને લાગણીની સંતોષજનક અભિવ્યક્તિ માની લેવાઈ. ત્રીજા દિવસે આ વળીને છોકરી નાતાલમાં ઇસુ પુનઃજીવિત થઈને આવે એમ આવી તો બાપની આંખોએ વરસવા ખૂણો શોધ્યો.

વિનુભાઈ, ભોગીલાલ મૂળચંદનો બઉઓ લઈને વેવાઈને ઘેર પહોંચ્યા ત્યારે નીલેશકુમાર બે ખાનાનું ટિફિન લઈને નોકરી કરવા એ.એમ.ટી.એસ.માં નીકળી ગયા હતા. બે જેઠાણીના મળીને કુલ ચાર છોકરા વરંડામાં રમતા હતા. વેવાઈ ગાર્ડનચેરમાં બેઠા હતાં, જાણે ભાવ-સમાધિ લાગી ગઈ હોય.

Line 176: Line 191:
કોણ હું?’ ઝબકીને જાણે બીજાની વાત થતી હોય એમ છોકરીએ પૂછ્યું. મોટુના કાકા રાતે સાડા દસે ટિફિન ઝુલાવતા આવે, જમે, પછી અમારો સંસાર શરૂ થાય.’ છોકરી બોલતાં બોલતાં અટકી.
કોણ હું?’ ઝબકીને જાણે બીજાની વાત થતી હોય એમ છોકરીએ પૂછ્યું. મોટુના કાકા રાતે સાડા દસે ટિફિન ઝુલાવતા આવે, જમે, પછી અમારો સંસાર શરૂ થાય.’ છોકરી બોલતાં બોલતાં અટકી.

ત્રણ આંખોનો સંસાર, પપ્પા, ઘણી વાર બધું શંકરાચાર્યના માયાવાદ જેવું લાગે.’ પળવાર દીવાલો મુંગી થઈ ગઈ.
ત્રણ આંખોનો સંસાર, પપ્પા, ઘણી વાર બધું શંકરાચાર્યના માયાવાદ જેવું લાગે.’ પળવાર દીવાલો મૂંગી થઈ ગઈ.

‘તું નારાજ છો મારાથી?’ છોકરી જાણે જાળાંમાંથી છૂટવા ફાંફાં મારતી હતીઃ
‘તું નારાજ છો મારાથી?’ છોકરી જાણે જાળાંમાંથી છૂટવા ફાંફાં મારતી હતીઃ
Line 187: Line 202:
{{Right|(ગદ્યપર્વઃ મે, ૨૦૦૬)}}
{{Right|(ગદ્યપર્વઃ મે, ૨૦૦૬)}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/વિજય સોની/સાંકડી ગલીમાં ઘર|સાંકડી ગલીમાં ઘર]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/નવનીત જાની/સામા કાંઠાની વસ્તી|સામા કાંઠાની વસ્તી]]
}}

Latest revision as of 18:01, 12 March 2024

મમ સત્યમ

વિજય સોની

મમ સત્યમ • વિજય સોની • ઑડિયો પઠન: દર્શના જોશી

સવારનો કુમળો તડકો આંગણામાં ઢોળાતો હોય ત્યારે વિનુભાઈ પાતળો મલમલનો સફેદ સદરો પહેરી હીંચકે બેઠા હોય. હાથમાં એકસોસાઠ ઉપનિષદનું સંકલન હોય. શ્લોકના ઉચ્ચારણ, આરોહ-અવરોહ અને નાભિસ્વર પર સમગ્ર ચેતના એકત્રિત થયેલી હોય. ત્રિભેટે ઊભેલું ટેનામેન્ટ એટલે આવતાં-જતાં બધાની નજર પડે જ. કોઈ ડોકિયું કરે, કોઈ હસીને હળવા-મળવાનો પ્રયત્ન કરે પરંતુ વિનુભાઈ માથું ઊંચું કરે નહીં. કોઈની પંચાતમાં પડવાનું નહીં. કોઈને આપણી પંચાતમાં પડવા દેવાનું નહીં. કેટલાક પથ્થરની લકીર જેવા જીવનસિદ્ધાંત પાળેલા, જે યથાવત્ હતા. આંગણામાં આભને આંબી જતાં આસોપાલવ પવનમાં હાથીની જેમ ડોલતા. તડકો એની રમત રમતો. તડકાનાં ચોસલાં વિનુભાઈની આસપાસ ભમરડાની પેઠે ફરતાં.

રસોડામાંથી ચા પીવા એમણે સાદ પાડ્યો. વિનુભાઈ ઊભા થયા. થોડી વાર તરતા તડકાને અન્યમનસ્ક તાકી રહ્યા, રઘવાટ જેવું લાગતું હતું. અંદર નજર નાખી પૂછી જોયુંઃ

તું કહેતી હોય તો આજે જતો આવું!’ ના પાડું તો નહીં જાવ?’ અંદરથી ઉતાવળો અવાજ આવ્યો.

ક્યાં? ખબર છે? જોતો આવું, બધું બરોબર તો છે ને?’ મને ખબર છે, તમે જશો જ. આટલા દિવસ ન ગયા એની જ નવાઈ.’

પૂર્ણસ્ય, પૂર્ણમાદાય!… શ્લોક હવામાં તરતો હતો. વિનુભાઈ તડકો તાકી રહ્યા. જાણે ઘૂંટડે ઘૂંટડે પીતા હોય.

પહેલી વાર જાવ છો તો ભોગીલાલ મૂળચંદનો બઉઓ લેતા જજો . નાની હતી ત્યારથી ટીનુને બહુ ભાવે.’ એ આજુબાજુ નજર કર્યા વગર એમના કામમાં મશગૂલ રહીને બોલ્યાં. એમની પાસે દરેક પ્રસંગને અનુરૂપ વ્યવહારિક વચનો અને સલાહ હતાં. એમને સુકાયેલાં કપડાંની ગડી કરતાં, રોટલીની કણક બાંધતાં, ઝાપટિયું લઈ ચોપડીઓનો કબાટ સાફ કરતાં, ઘરમાં મોટા મોટા લાંઘા ભરીને દોડતાં વરસોથી જોયાં છે. વિનુભાઈ ખુરશીમાં બેઠાં બેઠાં બધું જોયા કરતાઃ

એમને કદી આવી એકવિધતાથી કંટાળો નહીં આવ્યો હોય?

તને કદી એકનું એક કામ કરીને કંટાળો નથી આવતો?’ સામેથી નજર ટકરાઈ વાક્‌બાણ છૂટ્યુંઃ ‘અમે તમારા જેટલું વાંચ્યું નથી ને એટલે. આનંદ આવે એ કામ કરવું અને રાતે થાકીને સૂઈ જવું.’ આને મૌલિક અભિપ્રાય કહેવાય, વિનુભાઈ મલક્યા.

– ‘તમે એવા છો ને! સવાર સવારમાં હું જ હાથમાં આવું છું’ વાક્ય લંબાયું પણ પેલાં એમને શું બોલવું તે સૂઝયું નહીં. આગળનું વાક્ય જાણે ગળી ગયાં. નજર ચાના ઊભરામાં ઠાલવી દીધી. – વિનુભાઈનું વ્યક્તિત્વ નિરાળું, થોડું અલગારી. સોનું ઘડતાં ઘડતાં આટલું બધું ક્યારે વાંચ્યું હશે તેનું સુખદ્ આશ્ચર્ય તો પેલાં એમને આદિકાળથી હોય એવું લાગતું. બે મહોરાં પહેરીને જીવતા વિનુભાઈ. બંને ચપોચપ, ચહેરા પર બંધ બેસી જાય એવાં. સવારે ભૂરી થેલી લઈ દુકાને જઈ સોનાના ભાવ જાણતા. લાકડાના નાનકડા મંદિર સામે ઊભા રહી પાંચ મિનિટ સુધી મોટે મોટેથી આવડતા શ્લોકો ઉચ્ચારતા. પછી દેવતા સળગાવી ફૂંકણી મારીને ઘરેણાં ઘડતા. ઓગળતા સોનામાં કેસરી આકાશ ઝગમગતું, કેટલાય ઝીણા ઝીણા તારલા એમાં તરતાં એકીટશે જોઈ રહેતા. વિનુભાઈ ફૂંકણી મારે ત્યારે ફેફસાં ઊંચાં થઈને પછડાતાં. પણ શ્વાસ એકધારો તીખી જ્યોત બનીને વછૂટતો. વિનુભાઈ ચમકતાં ઘરેણાને સર્જકભાવે ઊંડાણથી જોતા અને કૃષ્ણના વિરાટ સ્વરૂપને જોઈ અર્જુન અવાક્ થઈ જાય એમ થોડી વાર મૌનમાં સરી પડતા. સવારે સાડા નવથી રાત્રે સાડા નવ વિનુભાઈ ઘરેણાંમાં ઓગળી જાય.

– રાત્રે સાડા નવ પછી ઘરે બીજું મહોરું નીકળતું. જાતજાતનાં અલકમલકનાં પાત્રો – સુરેશ જોષીનાં, જયંત ખત્રીનાં, બક્ષીનાં, ચેખોવનાં પાત્રો – વિનુભાઈ પાસે દોડતાં આવતાં – ઉંદરો વાંસળીવાળાની પાછળ દોરાઈ આવે એમ. પાત્રો સાથે વિનુભાઈ રમતા, ગોઠડી માંડતા, જૂનાં પાત્રોને નવા વાઘા પહેરાવતા, નવો આકાર-નવો રંગ. વિનુભાઈ પાત્રોમાં સોનાની જેમ ઓગળી જતા. સામેથી પાત્રો વિનુભાઈનાં ગુલામ. કહે એમ કરે. કોઈક વાર પાત્ર હઠે ભરાય, નવો ચીલો ચાતરવા જાય તો વિસર્જન જ ઉપાય.

વિનુભાઈ બંને દુનિયામાં મસ્ત. એક વિલક્ષણ ગુણ એ કે બંને દુનિયાને કદી ભેળવે નહીં. ઘરેણાં ઘડતાં હોય ત્યારે ખત્રીનો ઘેલો ન હોય અને ઘેલો હોય ત્યારે ઘરેણાં ન હોય. પરણીને આવ્યા પછી શરૂઆતમાં પેલાં એ, વૅકેશનમાં પિયર જતાં ત્યારે એમની જીભ વિનુભાઈનાં વખાણ કરતાં થાકતી નહીં.

ફકીર જેવા માણસ, નરસિંહ મહેતાના ચોરા જેવું ઘર, મહેમાનો ઘરમાં કીડીઓની જેમ ખૂટે નહીં. એ વખતે ખાણમાંથી હીરો મળી ગયો હોય એવો હરખ થતો. પછી ઉંમરે ત્રાગું કર્યું તો વ્યવહારિક દૃષ્ટિએ કશુંક સમજાયુંઃ

યોગેશભાઈના છોકરાના લગ્નમાં ચાંદલો કરવા જવાનું ભૂલી જવાયું.’ ફ્રીજનું ઠંડલ કાટ ખાઈને તૂટી ગયું ત્યાં સુધી ધ્યાનમાં ન આવ્યું.’

ધાબાનો બલ્બ ઊડી ગયો – પંદર દિવસ થઈ ગયા, હજી બદલાયો નહીં. તેલનો ડબ્બો?’

એવા કેટલાક દુન્યવી પ્રશ્નોની અસરકારકતા સમજાઈ પછી આદરભાવ ઘટ્યો, પણ વિનુભાઈના અલગારી તત્ત્વમાં કોઈ નોંધપાત્ર ફરક આવ્યો નહીં. પરિણામે પેલાં એમણે માથાકૂટ મૂકી દીધી. અને હું મારી રીતે અને એ એમની રીતે, એવું મૂંગામૂંગાયે સહિયારું નક્કી થયું. અબોલા રાખવાની, રિસાઈ જવાની ઉંમર જતી રહી હતી. વળી વિનુભાઈ પાસે એવો સમયનો ખાંચો ક્યાં હતો? ઘરમાં ભાતભાતનાં પાત્રો ધમાચકડી કરતાં હતાં.

– સોનું તામસી એટલે એની સાથે રહેનારા પણ તામસી, વિનુભાઈને સિગારેટની ટેવ એટલે એમના રૂમમાં પાત્રો અને ધુમાડો છૂટથી ફરતાં હોય-તરતાં હોય. ક્યારેક લોઢું તપી જાય ત્યારે એક દીકરી હતી. એ પાણીના ઝરાની જેમ ફૂટી પડતી. આખા ઘરમાં શીતળ લહરની જેમ ફરી વળતી. એ દીકરી ઊડીને સાસરે બેઠી હતી.

ખેતરમાં પાણી વાળતાં હોય એમ વિનુભાઈ સ્મૃતિના પડદા ઊંચા કરીને ખુરશીમાં બેસી પડ્યા.

– સોળ-સત્તરની થઈ પછીનું બધું દીવા જેવું સ્પષ્ટ હતું. તે પહેલાં તો કિશોરાવસ્થા- ગુલીવર્સ ટ્રાવેલ્સ, ગુણવંતરાયનો દરિયાલાલ, ગિજુભાઈ જેવું અને બીજું ઘણુંબધું. એ સમયગાળામાં થોડું અંતર વધી ગયું હતું. બસ ત્યાર પછી કદી મારો દીકો, મારો દીકો, કીધું નથી.

એ અને એની મમ્મી. નવી ફિલમનાં ગીતો, સેનેટરી પેડ્મની ક્વોલિટી, બહેનપણીના ફોનમાં કશુંક અષ્ટમ્ પષ્ટમ્ બોલવું, શરમાઈને આંખો ઢાળી દેવી, વાતો કરતાં હાવ-ભાવ વડે કશુંક કહી નાખવાની ઝડપ, એ બધું વિનુભાઈએ ઉંમરનો તકાજો સમજી સ્વીકારેલું – એટલે વાતે વાતે અકળામણ થઈ આવી હોય, ઠાંસિયું કર્યું હોય એવું યાદ નથી. થોડી ટીન-એજ પાત્રોની નિર્દોષતા અને ટીખળ-વિનુભાઈએ પણ આંખોમાં આંજી હતી.

બચપણ એના આગવા રૂપમાં નિર્દોષ અને નિર્મળ કહી શકાય. શરીરે કરડે એવું જરી ભરતવાળું ફ્રોક, સસલાના કાન જેવી બે ચોટલી, બગાસું ખાતાં બંધ આંખોમાં વિશ્વરૂપ, બધુ કોડાક કૅમેરાની પટ્ટીમાં બંધ હતું. વિનુભાઈ નવરા પડતાં ત્યારે આલ્બમનો ખજાનો ખોલીને બેસતાં. આખું આકાશ ઝળહળતું.

એ નાની હતી ત્યારે રાતે અઢી વાગ્યા સુધી જાગતીઃ પપ્પા વાર્તા, પપ્પા વાર્તા.

પેલાં એ તો, ઘોડા વેચીને સૂતાં હોય એમ નસકોરાં બોલાવતાં. બસ ત્યારથી વાર્તાનાં પાત્રો અને વાર્તા, પીળાં ફૂલની જેમ ઊગી નીકળ્યાં હતાં. એવું વિનુભાઈને ઝીણું ઝીણું યાદ છે.

એ સવાલો પૂછી પૂછીને તેલ કાઢી નાખતી.

– પ્રશ્નો સાચા અને નચિકેતાની કક્ષાના એ સત્તર-અઢારની થઈ ત્યારથી ગણી શકાય. બુદ્ધિનો વિસ્તાર અને પ્રસ્તાર ત્યાંથી શરૂ થયો. બાપ-દીકરી વચ્ચે વાર્તા અને વાર્તાનાં પાત્રોનો ક્યારે લીપ રચાયો એનું ચિત્ર અસ્પષ્ટ છે.

વાસ્તવિકતાનું ભાન પેલાં એમને, ત્યારે થયું જ્યારે મહેમાનો જે અસ્મલિત ઘરમાં રહેતા હતા અને એ ધારાઓમાં રાત્રે બબ્બે વાગ્યા સુધી – કોના છોકરાની વહુ કોની સાથે લફરામાં હતી? મામાનું પ્રોસ્ટેટના ઑપરેશનનું શું? માસીના છોકરાના બારમા ધોરણમાં પાંત્રીસ ટકા – હવે કેમનું થશે? જેવા વ્યવહારિક પ્રશ્નોના ઉકેલ રાત્રે નીરવ શાંતિમાં શોધાતા, એમાં ધીરે ધીરે ઓટ આવતી ગઈ. પ્રશ્નોની દિશા અને વિવિધતા બદલાઈ. વચ્ચે વચ્ચે બાપ-દીકરી ગંભીર ચર્ચામાં ઊતરી પડતાંઃ

સંભૂતિ અને અસંભૂતિ વચ્ચે તાત્ત્વિક ભેદ શું?’

સુરેશ જોષીનાં પાત્રો કેમ પોતાનામાં જ ગુમસુમ હોય છે? દુનિયાથી કપાયેલાં જાણે!’

આવાં પાત્રો મને ન ગમે પપ્પા!’ તો તને કેવાં પાત્રો ગમે? અથવા પૂછું કે પાત્રો કેવો હોય?’

ખુલ્લાં, બોલકાં, તર્ક-વિતર્કથી સામેવાળાનું માથું ફોડતાં હોય એવાં! પોતાની વાત કહેવામાં આટલો સંકોચ, ‘ગ્રંથિ’ આઈ કાન્ટ બીલીવ ધીસ!’

વિનુભાઈ ચૂપચાપ સાંભળતા.

બાપ-દીકરીના સંવાદમાં મહેમાનો પિંગ-પોંગની રમતની જેમ કીકીઓ ફેરવતાં, શરૂઆતમાં આનંદ પછી નીરસતા, છેવટે કંટાળો આવતોઃ બાપ-દીકરી બહુ વાયડાં છે. કોઈનું કાંઈ સાંભળે નહીં, પોતાની જ ઠીક ઠીક કરે – એવી વાતો સગાં-વહાલાંમાં થવા લાગી ત્યારે પેલાં એમને, થોડો વાંઝિયો ગુસ્સો આવ્યો.

પેલાં એ, જે સવારથી સાંજ સુધીની તમામ ફરજોમાં નિપુણ હતાં, જેમની વ્યવહારિક કુશાગ્રતા પર વિનુભાઈને માન હતું. એમની બૌદ્ધિક કક્ષા સામાન્ય હતી. દર દિવાળીએ ભરબપોરે ચોપડીઓના કબાટમાંથી સાર્ચ-ચેખોવ અને જયંત-ખત્રી પરથી ધૂળના ગોટે ગોટા ઊડતા ત્યારે એની રજકણો સાથે ધમકીયે દોડીને આવતીઃ

આ વર્ષે બધું પસ્તીમાં જશે. હું મોટો હવન કરવાની છું. નાળિયેર હોમતી વખતે બાપ-દીકરી આહુતિ આપજો.’

આ ચોપડીઓ હું મારા દીકાને દહેજમાં આપી દઈશ.’ વિનુભાઈ બોલ્યા. મા-દીકરી એકબીજા સામું જોઈ રહ્યાં.

– ‘આ ચોપડીઓની ધૂળ પણ તને અડે ને તો શબ્દોની તાકાત સમજાઈ જાય.’

મારે કોઈની તાકાત સમજવી નથી. બધાંની તાકાતનું માપ ખબર છે. તમારી દીકરી પારકે ઘેર જઈ ખત્રીના ઘેલાની વાતો કરશે તો એ લોકો ઘેલી ગણીને પાછી ધકેલશે.’

ચોપડીઓના ઢગલામાં વિનુભાઈને ખૂંપેલા જોઈ પેલાં એમને, છૂપું અભિમાન થતું. પછી મનમાં થતુંઃ દીકરીને કોઈ સારો ઘેલો મળી જાય એટલે બસ.

કૉલેજના અભ્યાસ વખતે દીકરીના પ્રશ્નોની તીવ્રતા અને તેજસ્વિતા વધી હતી.

ખત્રી પાત્રોને કેવાં કલ્પનોથી ભરી દે છે? સૂકી આંખમાંય રણ આંજીને હસાવે છે.’

પપ્પા, આપણી વાર્તાઓ ચેખોવ-ગોર્ક કે અમૃતા પ્રતીમ સામે ક્યાં ઊભી રહે?’

– ‘પપ્પા’, ‘ધાડ’ કે ‘કમાઉ દીકરો’ – તમને કઈ ગમે? મને તો ‘કમાઉ દીકરો.’

‘તું પાત્રોમાં ઘણી ઊંડી ઊતરી હોય એવું લાગે છે. પાત્રો સામે જોઈને માત્ર પ્રશ્નો ન કરાય એમને પણ બોલવા દેવાય. આપણે તટસ્થ રહીને એમની હિલચાલ જોવાની. એમના ‘પ્રેમમાં ન પડી જવાય.’

ચર્ચાઓ થતી જ. માથું ફોડીને લોહી કાઢે એવા તર્કથી યુદ્ધો લડાતાં.

દીકરી હારી જતી તો બાપની વિદ્વત્તાનું અભિમાન શ્વાસમાં ભરીને ચર્ચા આટોપતી.

‘તારા પપ્પા આટલું બધું વાંચે છે તો જરૂર કંઈક લખતા હશે.’

તે દિવસે દીકરીએ બાપના કબાટો ફેંદી નાખ્યાં, પરંતુ વાંધાજનક કહી શકાય એવું કાંઈ મળ્યું નહીં.

વિનુભાઈ દુકાનેથી આવી સીધા રૂમમાં ભરાઈ જતા. (ઉંદર દરમાં ભરાય એમ, એવું પેલાં એ વારંવાર કહેતાં) વિશ્વ એની ગતિમાં અને વિનુભાઈ એની ગતિમાં, એક વાર બેય પાત્રો વાતે વળગ્યાં હતાંઃ

પપ્પા ‘

હા, બોલ.’

‘તમે કહેતાં હોય તો એક વાર એને મળવા ઘરે લેતી આવું?’ એ ઝડપથી બોલી ગઈ.

કયું પાત્ર છે?’ વિનુભાઈ ઊંચું જોયા વગર બોલ્યા.

જોશો એટલે ખબર પડી જશે. આંખોથી પાત્ર ઓળખી લો છો. મારી કૉલેજમાં છે. એનેય પાત્રો અને પાત્રોના સર્જનમાં રસ છે.’

‘શનિવારે સાંજે લેતી આવજે.’

પછી રૂમમાં ઠંડક પ્રસરી ગઈ. આવરણ હટી ગયું. ફૂલની જેમ એ તરવા લાગી. વાક્યો મનમાં ગોઠવાતાં હતાંઃ

પપ્પા સામે આમ બોલશે તો જ સાચું લાગશે. નહીંતર પપ્પા બંધ આંખોથી મીરાંની જેમ સામેવાળાને માપી લે છે. ખત્રીની જેમ પાત્રોને પ્રશ્નો પૂછીને અકળાવે છે. નિર્વસ્ત્ર કરીને પાત્રનાં મન ઉતરડી નાખે છે. બુદ્ધિ અને લાગણીની હરિફાઈમાંથી એક પાત્ર અને એનો અદ્ભુત સંસાર પ્રગટ થયો.

દાદર ચડીને ચંપલ ખખડાવતો છોકરો રૂમમાં દાખલ થયો ત્યારે વિનુભાઈ ઊંધું ઘાલી વાંચતાં હતાં. સામે આરામખુરશી પડી હતી. હવામાં ચૂપકી હતી. છોકરો પ્રિન્સિપાલની કૅબિનમાં બેઠો હોય એમ અદબ વાળીને બેસી રહ્યો. જલદી જલદી પ્રશ્નપત્ર વહેંચાઈ જાય અને પાણીના સ્થિર પડછાયા હાલક-ડોલક થાય એવું એ ઇચ્છતો હતો.

‘તમારું નામ?’ પ્રશ્ન-પત્ર તૈયાર જ હતું.

‘અફઝલ’ છોકરો નીચું જોઈ બોલ્યો. બંને થોડી વાર ચૂપચાપ બેસી રહ્યા. હવામાં નામ કણ કણ થઈને તરતું હતું. પુસ્તકો સાથે અફળાઈને જાણે વેરાઈ જતું હતું.

‘ઔરંગઝેબે શિવાજીને મારવા મોકલ્યો હતો તે?’ વિનુભાઈએ આંખથી આંખ મેળવી. ‘તમને ખબર છે નાદીરશાહે સત્તર વખત દિલ્હી લૂંટ્યું હતું? મહંમદ ગઝનીએ સોમનાથનું મંદિર, મથુરામાં કૃષ્ણજન્મ વખતની જેલ ઉપર ઝળુંબતી મસ્જિદ તમે જોઈ છે?’ એકીશ્વાસે વિનુભાઈ બોલી ગયા.

‘એ બધી મને ખબર નથી. જોયું પણ નથી. પણ એ બધી ઇતિહાસની ઘટના કહેવાય.’

ઘટના નહીં, દુર્ઘટના!’ વિનુભાઈની પહોળી આંખો રાડ પાડી ઊઠી. છોકરો પહેલા હુમલામાં ચિત્ત થઈ ગયો હતો. પગની આંટી ચડાવીને સ્વસ્થ દેખાવાનો પ્રયત્ન કરતો હતો.

હવે તમે જઈ શકો છો. બ્રહ્માસ્ત્ર છૂટ્યું ત્યારે દુશ્મનના ભાથામાં કાંઈ બચ્યું ન હતું.

રૂમને ભીંસીને આગળા દેવાઈ ગયા. જે રૂમમાં પાત્રોના શ્વાસોચ્છવાસ અને સિગારેટના ધુમાડાથી ઘુમરાતું હતું એ કોપભવનમાં ફેરવાઈ ગયું. ગંભીર ચહેરો અને મૌન, આત્મશુદ્ધિના સાધનરૂપ ધારણ કરી લેવાયું.

પછી ઘરમાં જે કાંઈ બન્યું એમાં ભોગવવાનું પેલાં એને, ઘરરખ્ખુને ભાગે આવ્યું. બાળક રડી રડીને અરધું થશે, ભૂખ્યું રહેશે, માથું ફોડશે, ઘરેથી ભાગી જવા મથશે અથવા તો જાતને રૂમમાં ગોંધીને બાકીની દુનિયા વીસરી જશે – એવી આશંકાથી ઘેરાઈ પેલાં એ, ઘરમાં રઘવાયાં રઘવાયાં ફરતાં હતાં. બે અસમાન ધ્રુવો વચ્ચે પોતે કડી રૂપ છે અને નટ દોરી પર ચાલે એવું કપરું કામ કરી બતાવવાનું છે, એની ઉત્તેજના અને ડરથી બી.પી. નોર્મલ થવાનું નામ લેતું ન હતું. આ બધાની પેલે પાર, બાળકીએ અદ્‌ભુત સ્થિરતા બતાવી. કૉલેજ જવાનું સ્વતંત્રતાની અભિવ્યક્તિ રૂપ બંધ ન કરાયું. સહેલીને મળવાનું, ફોન કરવાના અને વાર્તાનાં પાત્રોની ઊલટતપાસ લેવાની-જેવાં રોજિંદા કામ યથાવત્ રહ્યાં. વચ્ચે અથાણાની કરીને કાચની બરણીમાં ભરવી, માળિયામાંથી વરસભરનો કચરો કાઢવો, ઠાકોરજીને નવા વાઘા પહેરાવવા, ફાટી ગયેલા બ્લાઉઝનું ઓટણ કરવું વગેરે કામ જે પહેલાં સામાન્ય ગણી અવગણી શકાતાં હતાં એ કામ એણે ચીવટપૂર્વક કરવા માંડ્યાં. ઘરરખ્ખુએ છોકરી કામમાં પળોટાઈ રહી છે, ‘કામ એ જ દુઃખ ભૂલવાનું ઓસડ છે’ સમજી એને અઢળક કામ સોંપવા લાગ્યાં. બાળકી આજ્ઞાંકિત બની તમામ કામ ફરજના ભાગ રૂપે સમજી આટોપતી.

કોપભવનમાં બંધ કરીને બેઠા હતા એમની પોતાની દ્વિધા હતી કે દ્વિધાની વેદના હતી. ત્રણેય વ્યક્તિત્વો તડકામાં રજકણની જેમ મૂંગાં મૂંગાં તરતાં હતાં. કેટલાય શિક્ષણશાસ્ત્રી, સમાજવિજ્ઞાનના વિદ્વાનોના દૃષ્ટિકોણ તપાસી જોયા. અનેકાન્તવાદની સાપેક્ષે ઘર અને બાળકીની પરિસ્થિતિ અનુભવી. પણ કોઈ ન સમજાય એવા નકાર પર વાત અટકી જતી હતી. બુરખો પહેરીને ત્રણ-ચાર બાળકો આંગળીએ વળગાડી એક સ્ત્રી ચાલી જતી હોય એવું દૃશ્ય વારંવાર આંખ સામે ઊભરતું હતું.

‘આપણા ઉછેરમાં જ ખામી, બીજું શું?”

વાર્તાને સાક્ષીભાવે જોવાય, કાંઈ વાર્તા થોડું થઈ જવાય? એવો પ્રતિધ્વનિ સતત પડઘાયા કરતો અને સિગારેટના ધુમાડા છાતીમાં ચૂંટાતા રહેતા. આત્મશુદ્ધિ માટે મૌન એ જ અંતિમ ઉપાય અને એ મૌનના ભારથી છંછેડાઈ એક વાર પેલાં એ, વિનુભાઈના રૂમમાં વાવાઝોડાની જેમ ધસી આવ્યાંઃ

‘જોયું ને, છોકરીને બહુ ફટવી મારી’તી. વંચાવો હજી ચોપડાં. ઊતરી જાવ આખા અને આખા પાત્રોમાં; કહી કહીને જીભના લોચા વળી ગયા પણ બાપ-દીકરી માને તો ને! લો, ભોગવો હવે.’ વાવાઝોડું શાંત થયું. વિનુભાઈએ હળવેથી માથું ઊંચું કરી એમની સામે જોયું. વિનુભાઈની આંખો જોઈ પેલાં એ તો હેબતાઈ ગયાં. આંખોમાં પાણી ઘૂમરી ખાતું દોડતું હતું. તરત વાત બદલાઈ. વાંસામાં પ્રેમાળ હાથ ફેરવ્યોઃ ‘શું તમેય તે-સાવ પુરુષ માણસ થઈ ને?’

સાંભળો હવે પુષ્પાબહેનના દિયરનો સાળો સારો છે. એક આંખ કાચની છે. પણ આપણીય ક્યાં ઓછી હોહા થઈ છે? તમે તો રૂમમાં ભરાશો. મારે થોડું તમારી જેમ–’ અવાજમાં ભીનાશ હતી. અનેકાન્તવાદમાં આ પણ એક દૃષ્ટિકોણ હતો.

દીકરી વસ્તારમાં ઢંકાઈ જશે.’ એમ પેલાં એ બોલ્યાં ત્યારે ગળામાં ખરેરી બાઝી ગઈ હતી.

જેને પરણવાનું હતું એનો અભિપ્રાય ગૌણ હતો. વાડીની દોડાદોડી, મોટા જમણવારનાં સીધું-સામાન, જાડી જાનને સાચવવાની જવાબદારી, વિનુભાઈ માટે આ કામ કપરાં. મદદ માટે ગૃહિણીના પિયરમાંથી કુશળ વહીવટકર્તાઓની ફોજ ઊતરી પડી. કોપભવનમાંથી નાણાંકોથળીનું મોઢું ખૂલી ગયું. પેલાં એમનું આખું શરીર કબૂતરના પીંછા જેવું હળવું થઈને ઘરમાં ઊડાઊડ કરતું હતું. એમાં જીતનો આનંદ અને વ્યવહારકુશળતાનો ગર્વ પણ હતો. વિદાયવેળાએ કોપભવનમાંથી એક શુદ્ધ આત્મા બહાર આવ્યો. પાત્રો ઓગળી ગયાં. મોતી જેવડાં આંસુનાં બે ટીપાં ખર્યાં. એને લાગણીની સંતોષજનક અભિવ્યક્તિ માની લેવાઈ. ત્રીજા દિવસે આ વળીને છોકરી નાતાલમાં ઇસુ પુનઃજીવિત થઈને આવે એમ આવી તો બાપની આંખોએ વરસવા ખૂણો શોધ્યો.

વિનુભાઈ, ભોગીલાલ મૂળચંદનો બઉઓ લઈને વેવાઈને ઘેર પહોંચ્યા ત્યારે નીલેશકુમાર બે ખાનાનું ટિફિન લઈને નોકરી કરવા એ.એમ.ટી.એસ.માં નીકળી ગયા હતા. બે જેઠાણીના મળીને કુલ ચાર છોકરા વરંડામાં રમતા હતા. વેવાઈ ગાર્ડનચેરમાં બેઠા હતાં, જાણે ભાવ-સમાધિ લાગી ગઈ હોય.

આવો આવો વિનુભાઈ,’ કરતાં વેવાઈ અડધા થઈ ગયા. વેવાણે છોકરાવને હાકોટો કરીને બીજા રૂમમાં તગેડ્યા.

વહુ બેટા, પાણી લાવજો. આજે પહેલી વાર તમારા પપ્પા આવ્યા છે.’ સરગવાની શીંગ જેવી દીકરી માથે ઓઢીને બહાર આવી. આંખોમાં એ જ ચમક. રાત્રે અઢી વાગ્યા સુધી જાગીને પાત્રો સાથે રમતી હતી એવી જ. થોડું ન સમજાય એવું હસી. વિનુભાઈ માથે ઓઢેલી દીકરીને તાકી રહ્યાં. વરંડામાં કબૂતર ઘૂ-ધૂ કરતું ગોળ ફરતું હતું.

‘નીલેશના પપ્પાને વહુઓ માથે ઓઢી રાખે એ જ ગમે, મર્યાદા સચવાય.’ વેવાણ બોલ્યાં. વિનુભાઈને જહોન ટુઅર્ટ મિલનું ‘ઓન-લીબર્ટી’ યાદ આવ્યું. સ્વતંત્રતાનો કયો અભિગમ આમાં સ્પષ્ટ થતો હશે, સમજાયું નહીં. બેઉઆ બોક્ષ છોકરીના હાથમાં મૂકી દીધું. છોકરીએ સાસુ સામે જોયું, પછી અંદર રસોડામાં ગઈ. પાછી આવી ત્યારે જેઠાણીનું ધાવણું છોકરું તેડીને આવી – જે એનું હેવાયું થઈ ગયું હતું, એમ બધાં કહેતાં હતાં.

વહુ બેટા, પપ્પા પહેલી વાર આવ્યા છે, આપણું ઘર તો બતાવો.’ સાસુનો સસ્નેહ હુકમ છૂટ્યો, માથે ઓઢેલી વહુએ કદમ બઢાવ્યાઃ

ચાલો પપ્પા.’

અંદરના રૂમમાંથી એક સીડી વર્તુળાકારે ઉપર જતી હતી. દાદરની ભીંત પર છોકરાઓએ કરેલા ચીતરડા પર વિનુભાઈ આંગળી પસવારતા ઉપર ચડતાં જતાં હતાં. ત્યારે અનેક પડછાયા સ્મૃતિમાં તરતાં હતાં. – આ અમારો બેડરૂમ. સામે ભાભીનો; પેલો મોટાં ભાભીનો-દીકરી ધબ્બ દઈ પંખો ચાલુ કરીને પલંગ પર બેસી ગઈ. પંખામાં બેરિંગનો અવાજ કટ કટ કરતો હતો. દીકરીએ ચારે બાજુ અપરિચિતની જેમ નજર ફેરવી. ચાદરની ચપટીઓ ભરવા લાગી.

તમને બઉઓ યાદ હતો?’ છોકરી નીચું જોઈ બોલી. સાચું કહું તો, ના. પેલાં એમણે, યાદ અપાવ્યો.’ દીકરી મીઠું હસી. વિનુભાઈ નીચું જોઈ ગયા.

‘તમારા ઘરમાં જ ભરાઈ રહો છો કે વરસમાં બે વાર હાટકેશની મૂર્તિની જેમ બહાર આવો છો?

ઘેલા અને મીરાંને તડકે મૂકો. જીવતાં પાત્રો સામે જુઓ.’ દીકરીએ ઠપકો આપ્યો.

સાચું કહું તો મને ઘેલો, મીરાં ગમે છે. એ વિદ્રોહ નથી કરતાં! એમની સાથે સંઘર્ષમાં નથી ઊતરવું પડતું. જેમ કહીએ, જેટલું કહીએ એટલું જ નાચે.’

‘સંઘર્ષ તો ક્યાં, ક્યારેય હોય જ છે, પપ્પા? આ તો ‘મમ સત્યમ’નો ઝંડો લઈને ઊભા થઈ જવાય છે એટલે.’

વિનુભાઈ થોડી વાર અપલક તાકી રહ્યાઃ આને બુદ્ધિની ધાર કહેવાય કે સ્થિતપ્રજ્ઞતાનું બારણું ખખડાવવું?

ખેર, જવા દો. મમ્મી શું કરે છે?’ દીકરી ચાદરની મોટી મોટી ચપટી ભરવા લાગી.

‘તારી મમ્મી દાળ-ઢોકળી રાંધે, આસોપાલવના વધી ગયેલાં પાંદડાં કાપે, કદીક ભોગીલાલનો અઢીસો બઉઓ લઈ આવે ને ઘરમાંથી ઊડી ગયેલાં પતંગિયાં યાદ કરી ઉદાસ થઈ જાય. તું તારી વાત કર. ખુશ તો છે ને?’

કોણ હું?’ ઝબકીને જાણે બીજાની વાત થતી હોય એમ છોકરીએ પૂછ્યું. મોટુના કાકા રાતે સાડા દસે ટિફિન ઝુલાવતા આવે, જમે, પછી અમારો સંસાર શરૂ થાય.’ છોકરી બોલતાં બોલતાં અટકી.

ત્રણ આંખોનો સંસાર, પપ્પા, ઘણી વાર બધું શંકરાચાર્યના માયાવાદ જેવું લાગે.’ પળવાર દીવાલો મૂંગી થઈ ગઈ.

‘તું નારાજ છો મારાથી?’ છોકરી જાણે જાળાંમાંથી છૂટવા ફાંફાં મારતી હતીઃ

‘તમે સમાધાનની કોઈ ફોર્મ્યુલા લઈને આવ્યા હોય તો તમારી ભૂલ થાય છે. હું તો હારેલી યોદ્ધા છું. શરણે ગયેલાને વરણી ન હોય. માત્ર માથે હાથ મુકાવવાની અપેક્ષા હોય.’

છોકરી ડબલબેડમાંથી ઊભી થઈ ગઈ. વિનુભાઈના પગ પાસે બેસી ગઈ. આખો ઓરડો જાણે ગૂંગળાતો હતો. વિનુભાઈને ઢીંચણ પાસે ભીનું લાગ્યું. એના માથે હાથ ફેરવતા ફેરવતાં ‘મારો દીકો’, ધીમેથી બોલાઈ ગયું.

સાંભળ્યું ન હોય એમ ‘નીચે ચાલો પપ્પા, જલ્દી. મોટુને સ્કૂલે લેવા જવાનો સમય થઈ ગયો છે, બિચારો રાહ જોતો ઊભો હશે.’ કહી દીકરી ઝડપથી સીડી ઊતરી ગઈ. (ગદ્યપર્વઃ મે, ૨૦૦૬)