ગુજરાતી મુક્ત દીર્ઘ કવિતા/‘પૂર્વાલાપ’ - સતીશ વ્યાસ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 24: Line 24:
ચિનુ મોદીની ‘કાળો પ્હાડ’ રચનામાં મૃત્યુની સંવેદનાને પ્રતીકાત્મક રીતે વ્યક્ત કરવામાં આવી છે. ‘કાળો પ્હાડ’, ‘ગીધ’, ‘સઘન અંધકાર’, ‘યમનિયમ’, ‘ટિક ટ્વેન્ટી’, ‘સર્પ’, ‘કાળ’, આદિના સંકેતો મૃત્યુને ઘૂંટે છે. પિતાના અડધા અંગદેશને/જીતી લીધો હતો/ રાજા પેરેલિસિસે/ અને ‘પણ એક કાંટાનું ઘડિયાળ તો શા ખપનું’નું વેદનારસિત કવિત્વ સ્પર્શક્ષમ છે. અછાંદસની વચ્ચે શિખરિણી, દોહરા, કટાવ આદિનાં સમ્મિશ્રણો પણ સહજ લાગે છે. ‘તને સાંભરે રે, મને કેમ વીસરે ર’ વાળી પ્રયુક્તિ હવે થોડી કૃત્રિમ લાગે છે, જાણે કે ‘ચર્વિત ઈમેજ’ ! નિરંતર પ્રતિ વર્ષ ઘટતા જતા આયખાને કરુણમિશ્રિત સાક્ષીભાવે નિરખવાની મળેલી સજાને અહીં આ મુક્ત દીર્ઘ રચનામાં આલેખવામાં આવી છે.  

હરીશ મીનાશ્રુના ‘મુવિંગ ઓન માય ઓન મેલ્ટિંગ’માં પણ કટાવની ચાલનો પ્રયોગ છે. લાભશંકરની જેમ કવિ પાસે એક શબ્દમાંથી એના સાદૃશ્યરૂપ નવો શબ્દ સર્જવાની સારી કુનેહ છે. ‘તંગદીલી’ ‘tongue દિલી’, ‘જનકસુતા’-’કુત્સીતા’, ‘પદમનાભિ, ‘રોમ antique’, ‘કૃત્રિમ્ ઝિમ વરસાદ’, ‘myth મિથિલાનું’ જેવો શબ્દસમૂહો એમની આ લીલાના દ્યોતક છે. વચ્ચે વચ્ચે શએર, ગીત (ફિલ્મી સુદ્ધાં), સોરઠી છાંટવાળા લહેકાઓ ને મૂત્રનિર્દેશ લાભશંકરીય મુદ્રાઓ રચે છે. આમ છતાં કવિ માત્ર એને પ્રયુક્તિ તરીકે જ પ્રયોજી સાદ્યન્ત મૌલિક મુદ્રાઓ રચતા જાય છે. કવિનો સંસ્કૃત બાની પર પ્રશસ્ય કાબૂ છે. એમનું પદ્ય ‘ધાબડધિંગું’ છે પણ એની સાથે સાથે શબ્દાળુ અને તેથી બોલકું પણ છે. ઘણે સ્થળે પ્રાસાયાસ પણ છે. કૃત્રિમતાનો પણ થોડો ભાર છે.   

હરીશ અને ભૂપેશ સિતાંશુ-લાભશંકર પછીના આપણા શક્તિવંતા કવિઓ થઈ શક્યા હોત. એમનામાં વિષય-લયનાં ભાતીગળ વૈવિધ્ય અને તદ્વિષયક સભાનતા જોવા મળતી હતી. ભૂપેશને કાળે છીનવી લીધા અને હરીશ ઉદાસીન બન્યા હોઈ આ તંતુ અટક્યો છે. ભૂપેશના ‘એક ઈજન’માં મનહર-ધનાક્ષરીનો સરળ વિનિયોગ છે. આપણી પરમ્પરામાં પણ આ છંદનો દીર્ઘ કવિતા માટે ઉપયોગ થયો જ છે. કવિએ અહીં મુક્ત દીર્ઘ કવિતાનું નિર્માણ કરવા માટે આ છંદના મુક્ત બંધનો લાભ લેવાનું તાક્યું છે. એક નારીના કલ્પનાસમ્ભોગનું અહીં સુંદર નિરૂપણ થયું છે. ‘આવ, આવ, આવ, મને લાગી તારી પ્યાસ, ભૂપ, આવ’નાં આવર્તનો કાવ્યનાયિકાની ઝંખનાને સુપેરે ઉષ્ણાવે છે. કાવ્યમાં આવતો બાળવાર્તાનો રણકો અભિવ્યક્તિવૈશિષ્ટ્ય નિરમે છે. ‘ભૂપ’માંથી થતો ‘ભૂપેશ’નો વિસ્તાર કવિના બે વ્યક્તિત્વો વચ્ચેના નાંદાત્મ્ય સુધી વિસ્તરે છે, અને અન્તે રચના એક નોખા પરિમાણનો અનુભવ કરાવે છે.  
હરીશ અને ભૂપેશ સિતાંશુ-લાભશંકર પછીના આપણા શક્તિવંતા કવિઓ થઈ શક્યા હોત. એમનામાં વિષય-લયનાં ભાતીગળ વૈવિધ્ય અને તદ્વિષયક સભાનતા જોવા મળતી હતી. ભૂપેશને કાળે છીનવી લીધા અને હરીશ ઉદાસીન બન્યા હોઈ આ તંતુ અટક્યો છે. ભૂપેશના ‘એક ઈજન’માં મનહર-ઘનાક્ષરીનો સરળ વિનિયોગ છે. આપણી પરમ્પરામાં પણ આ છંદનો દીર્ઘ કવિતા માટે ઉપયોગ થયો જ છે. કવિએ અહીં મુક્ત દીર્ઘ કવિતાનું નિર્માણ કરવા માટે આ છંદના મુક્ત બંધનો લાભ લેવાનું તાક્યું છે. એક નારીના કલ્પનાસમ્ભોગનું અહીં સુંદર નિરૂપણ થયું છે. ‘આવ, આવ, આવ, મને લાગી તારી પ્યાસ, ભૂપ, આવ’નાં આવર્તનો કાવ્યનાયિકાની ઝંખનાને સુપેરે ઉષ્ણાવે છે. કાવ્યમાં આવતો બાળવાર્તાનો રણકો અભિવ્યક્તિવૈશિષ્ટ્ય નિરમે છે. ‘ભૂપ’માંથી થતો ‘ભૂપેશ’નો વિસ્તાર કવિના બે વ્યક્તિત્વો વચ્ચેના તાદાત્મ્ય સુધી વિસ્તરે છે, અને અન્તે રચના એક નોખા પરિમાણનો અનુભવ કરાવે છે.  
હરીન્દ્ર દવે અને જગદીશ જોશી ગીતકવિઓ તરીકે પ્રસિદ્ધ આમ છતાં આ મુંબઈગરા કવિઓએ નગરચેતના સાથે સંકળાયેલી સંવેદનાઓને પણ કાવ્યવિષય બનાવી છે અને ક્યારેક એ વ્યક્ત કરવા દીર્ઘ કવિતાનો આશ્રય પણ લીધો છે. જે પોતાને પ્રેમ નથી કરતો/ એને કોઈ જ પ્રેમ કરતું નથી’ એ ‘ગતિ, સંબંધ, પ્રેમ ! એક કેલિડોસ્કૉપિક દૃશ્ય’નું ધ્રુવવાક્ય છે. જો કે પંખી અને માણસનું, કાવ્યગત સમીકરણ કૃત્રિમ લાગે છે. ‘સંબંધ રાનના છોડ જેવો છે’ સૂત્ર પણ પ્રભાવક છે. આમ છતાં કાવ્યોમાં આ સૂત્રો જેટલાં સ્પર્શે છે એટલું રચનાકાર્ય આકર્ષતું નથી. કવિને બેત્રણ સૂત્રો મળી ગયાં છે અને એની આસપાસ એમણે સમીકરણો, તર્કો, અને દલીલો બાંધવા મથામણ કરી હોય એવી છાપ, રચનામાંથી પસાર થતાં, પડે છે. ‘મોન્ટા કોલાજ’નો પ્રારમ્ભ જે ગોરંભો રચે છે એ અન્તે એટલો (જરાય જેટલો) વરસતો નથી. કાવ્ય શબ્દાળુતામાં રેળાઈ જાય છે.

મુક્ત દીર્ઘ કવિતાનાં મૂળ બદલાતી જતી આધુનિક નગરચેતના સાથે ભલે જોડાયાં હોય પણ આપણે ત્યાંની કેટલીક અમરવેલો આ વૃક્ષ પર વળગે છે. રાવજી, મનોજ, રમેશ જેવામાં આપણને આપણા વનજીવનના, ગોપજીવનના, ગ્રામજીવનના પરિવેશસંસ્કારો આ પ્રકારની રચનાઓમાં ભળેલા-ઓગળેલા મળી આવે છે. મણિલાલ હ. પટેલની ‘હું વાટ જોઉ છું’ રચનામાં પણ પહાડી, વન્ય જીવનના એ સંવેદનને કાવ્યાત્મક આયામ આપવાની પ્રક્રિયા જોવા મળે છે. ‘પ્રજા તો પાંગળી’...થી ‘જોઉ છું’ સુધીના ખણ્ડમાંનો ચિંતા-ચિંતનનો સૂર સ્પર્શી જાય એવો છે. ‘જળની ભાષા પામવી અઘરી છે’ એ સૂત્ર પણ કાવ્યાત્મક છે. કાવ્યને અન્તે ‘જળ, કળ ને કાળની રમત’વાળો પ્રબંધ થોડો આયાસયુક્ત બન્યો છે. (‘જળ’, ‘કળ’, અને ‘કાળ’નો પ્રાસ પણ બનતો નથી) જો કે ‘ખરજવાં ને ખૂજલી ખણીએ એટલાં ખાટે’ કહી કવિ ‘પ્રજામમત’ ની વાતને જયારે ઉપસાવે છે ત્યારે એમની સંગીનતાનો અણસાર મળે છે. કાવ્યમાંના વૃક્ષો, પાદર, કોતરો, મેદાનો, પર્ણો, મૂળો, ડેરાઓ અને મોગરાઓના નિર્દેશોથી કવિનો એ સંસ્કૃતિ (પ્રકૃતિ) પ્રત્યેનો લગાવ છતો થાય છે. આપણી સમસ્યાઓનાં મૂળ આપણા જ જીવનમાં શોધવાની જે એક ખોજ ચાલે છે એનું દૃષ્ટાન્ત આ રચનામાંથી મળે છે.  