ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 17: Line 17:
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[હ.ત્રિ.]}}
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[હ.ત્રિ.]}}

'''અખા(ભગત)/અખાજી/અખો''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જ્ઞાનમાર્ગી કવિ. જ્ઞાતિએ સોની. કોઈ પરજિયા તો કોઈ શ્રીમાળી સોની હોવાનું કહે છે.
અખા(ભગત)/અખાજી/અખો [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જ્ઞાનમાર્ગી કવિ. જ્ઞાતિએ સોની. કોઈ પરજિયા તો કોઈ શ્રીમાળી સોની હોવાનું કહે છે.
‘ગુરુશિષ્ય-સંવાદ’ની ઈ.૧૬૪૫માં અને ‘અખે-ગીતા’ની ઈ.૧૬૪૯માં રચના તથા ગુરુ ગોકુળનાથનું ઈ.૧૬૪૧માં અવસાન - આ પ્રમાણોને આધારે અખાનો કવનકાળ ઈ.૧૭મી સદીના પાંચમા દાયકાની આસપાસનો અને જીવનકાળ ઓછામાં ઓછો ઈ.૧૭મી સદીનો પૂર્વાર્ધ હોવાનું અનુમાની શકાય.

જનશ્રુતિ અનુસાર આ કવિ અમદાવાદ પાસેના જેતલપુરના વતની હતા અને પિતાની સાથે અમદાવાદમાં આવી વસેલા. અમદાવાદમાં ખાડિયામાં દેસાઈની પોળમાં એક મકાનના ખંડને અખાના ઓરડા તરીકે ઓળખાવવામાં આવે છે. ઈ.૧૯૨૭ના અરસામાં વિદ્યમાન લલ્લુભાઈ ધોળીદાસે ન. દે. મહેતાને ઉતરાવેલા પેઢીનામા પ્રમાણે આ કવિ લલ્લુભાઈની પાંચમી પેઢીએ થયેલા ગંગારામના ભાઈ હતા અને એમના પિતાનું નામ રહિયાદાસ હતું. અખા-ભગત અને એમના બીજા ભાઈ ધમાસી નિ:સંતાન હતા. અખાએ બાળપણમાં માતા અને જુવાનીમાં પિતા, એકની એક બહેન તથા એક પછી એક ૨ પત્નીઓને ગુમાવ્યાં હતાં. વંશાનુગત સોનીનો વ્યવસાય કરતા આ કવિ કેટલોક સમય ટંકશાળના ઉપરી બન્યા હતા. ધર્મની માનેલી એક બહેને તેમની પાસે કરાવેલી કંઠીની બાબતમાં તેમના પર અવિશ્વાસ મૂક્યો તેમ જ ટંકશાળમાં એમના પર ભેળસેળનો ખોટો આરોપ મુકાયો. એથી નિર્વેદ પામી એ સંસાર છોડી તત્ત્વશોધમાં નીકળી પડ્યા.

Line 33: Line 33:
ગુજરાતીમાં તેમ જ સાધુશાઈ હિંદીમાં રચાયેલી અખાની સઘળી કૃતિઓ તત્ત્વવિચારાત્મક છે. રચનાસંવત ૨ કૃતિઓની જ મળે છે એટલે બધી કૃતિઓના કાલક્રમ વિશે નિશ્ચિતપણે કંઈ કહી શકાય તેમ નથી. પણ વિચારવિકાસ, શૈલીની પરિપક્વતા, કાવ્યગુણનો ઉત્કર્ષ આદિ ધોરણોથી મહત્ત્વની કૃતિઓના રચનાક્રમ વિશે સહેજસાજ વીગત-ફેરવાળાં અનુમાનો થયાં છે તેમાં ઉમાશંકરે સૂચવેલો રચનાક્રમ આ પ્રમાણે છે : ‘અવસ્થાનિરૂપણ’, ‘પંચીકરણ’, ‘ગુરુશિષ્ય-સંવાદ’ (ર.ઈ.૧૬૪૫/સં. ૧૭૦૧, જેઠ વદ ૯, સોમવાર), ‘સંતપ્રિયા’, ‘ચિત્તવિચાર-સંવાદ’, ‘બ્રહ્મલીલા’, ‘અનુભવબિંદુ’, ‘અખે-ગીતા’ (ર. ઈ.૧૬૪૯/સં. ૧૭૦૫, ચૈત્ર સુદ ૯, સોમવાર). છપ્પા જેવા પ્રકારની રચનાઓ લાંબા સમયપટમાં છૂટકછૂટક થઈ હોવાની શક્યતા છે. થોડાંક પદો અને થોડીક સાખીઓ સિવાયનું અખાનું સઘળું સાહિત્ય  

મુદ્રિત છે.
મુદ્રિત છે.
ગુજરાતી કૃતિઓમાં ચોપાઈની ૧૦-૧૦ કડીના-૪ ખંડમાં વિભક્ત ‘અવસ્થાનિરૂપણ’ અને ચોપાઈની ૧૦૨ કડીની ‘પંચીકરણ’ અનુક્રમે શરીરાવસ્થા અને બ્રહ્માંડનાં તત્ત્વોનું બહુધા પરંપરાગત અને પારિભાષિક નિરૂપણ કરે છે,પણ ૪ ખંડ અને દોહરા-ચોપાઈની ૩૨૦ કડીની ‘ગુરુશિષ્ય-સંવાદ’ અખાની કેવલાદ્વૈત તત્ત્વદર્શનની ભૂમિકા વીગતે સમજાવે છે ને એમાં પારિભાષિકતાનો ભાર ઓછો થતાં વિષયનું મોકળાશથી નિરૂપણ થયેલું જોવા મળે છે. ચોપાઈની ૪૧૩ કડીની અને અખાના તત્ત્વવિચારના મુખ્ય અંશોને વ્યાપી વળતી ‘ચિત્તવિચાર-સંવાદ’ પિતા ચિત્તને બોધ આપતા પુત્ર વિચારની અભિનવ કલ્પનાથી અને દૃષ્ટાંતકળાના ઉત્કર્ષથી વિશેષ ધ્યાનપાત્ર કૃતિ બને છે. આમ છતાં, આ જાતની સળંગ રચનાબંધવાળી અખાની રચનાઓમાં અભ્યાસીઓમાં વધુ જાણીતી, અલબત્ત, ‘અનુભવબિંદુ’ અને ’અખે-ગીતા’ છે. “પ્રાકૃત ઉપનિષદ” (કે. હ. ધ્રુવ) તરીકે ઓળખાવાયેલી ૪૦ છપ્પાની ‘અનુભવબિંદુ’ અખાના તત્ત્વવિચારના મુખ્ય અંશોને લાઘવથી અને હૃદયંગમ દૃષ્ટાંતોથી રજૂ કરતી રસાત્મક કૃતિ છે; તો ૪૦ કડવાં અને ૧૦ પદોની ‘અખે-ગીતા’ એમના તત્ત્વવિચારને સર્વગ્રાહી રીતે, લાક્ષણિક દૃષ્ટાંતચિત્રો અને દૃષ્ટાંતશ્રેણીઓ તેમ જ બાનીની તાજગીભરી અસરકારક છટાઓથી અભિવ્યક્ત કરતી એમની, અને ગુજરાતી ગીતાકાવ્યોની પરંપરાની, સર્વોત્તમ કૃતિ છે.
ગુજરાતી કૃતિઓમાં ચોપાઈની ૧૦-૧૦ કડીના-૪ ખંડમાં વિભક્ત ‘અવસ્થાનિરૂપણ’ ← અને ચોપાઈની ૧૦૨ કડીની ‘પંચીકરણ’ ← અનુક્રમે શરીરાવસ્થા અને બ્રહ્માંડનાં તત્ત્વોનું બહુધા પરંપરાગત અને પારિભાષિક નિરૂપણ કરે છે,પણ ૪ ખંડ અને દોહરા-ચોપાઈની ૩૨૦ કડીની ‘ગુરુશિષ્ય-સંવાદ’ ← અખાની કેવલાદ્વૈત તત્ત્વદર્શનની ભૂમિકા વીગતે સમજાવે છે ને એમાં પારિભાષિકતાનો ભાર ઓછો થતાં વિષયનું મોકળાશથી નિરૂપણ થયેલું જોવા મળે છે. ચોપાઈની ૪૧૩ કડીની અને અખાના તત્ત્વવિચારના મુખ્ય અંશોને વ્યાપી વળતી ‘ચિત્તવિચાર-સંવાદ’ ← પિતા ચિત્તને બોધ આપતા પુત્ર વિચારની અભિનવ કલ્પનાથી અને દૃષ્ટાંતકળાના ઉત્કર્ષથી વિશેષ ધ્યાનપાત્ર કૃતિ બને છે. આમ છતાં, આ જાતની સળંગ રચનાબંધવાળી અખાની રચનાઓમાં અભ્યાસીઓમાં વધુ જાણીતી, અલબત્ત, ‘અનુભવબિંદુ’ ← અને ’અખે-ગીતા’ ← છે. “પ્રાકૃત ઉપનિષદ” (કે. હ. ધ્રુવ) તરીકે ઓળખાવાયેલી ૪૦ છપ્પાની ‘અનુભવબિંદુ’ અખાના તત્ત્વવિચારના મુખ્ય અંશોને લાઘવથી અને હૃદયંગમ દૃષ્ટાંતોથી રજૂ કરતી રસાત્મક કૃતિ છે; તો ૪૦ કડવાં અને ૧૦ પદોની ‘અખે-ગીતા’ એમના તત્ત્વવિચારને સર્વગ્રાહી રીતે, લાક્ષણિક દૃષ્ટાંતચિત્રો અને દૃષ્ટાંતશ્રેણીઓ તેમ જ બાનીની તાજગીભરી અસરકારક છટાઓથી અભિવ્યક્ત કરતી એમની, અને ગુજરાતી ગીતાકાવ્યોની પરંપરાની, સર્વોત્તમ કૃતિ છે.
પરબ્રહ્મને સંબોધન રૂપે એનાં સ્વરૂપલક્ષણોનું વિશદ મહિમાગાન કરતી ‘કૈવલ્ય-ગીતા’, કૃષ્ણમુખે સંતનાં લક્ષણ વર્ણવતી ‘સંતનાં લક્ષણ/કૃષ્ણઉદ્ધવ-સંવાદ’ અને આનંદમય મુક્ત દશાનું વર્ણન કરતી ‘જીવનમુક્તિહુલાસ’ અખાની લોકગમ્ય શૈલીની લઘુ રચનાઓ છે.

જ્ઞાનવિષયક ‘કક્કો’ અને ‘બાર માસ’ અખાએ જ સૌ પ્રથમ રચ્યા હોવાનું મનાયું છે. ‘બાર માસ’ જીવને સંબોધીને લખાયેલ ઉપદેશાત્મક શૈલીની રચના છે. ‘પંદર તિથિ’ની ૨ રચનાઓમાંથી એક વિશેષે ઉપદેશાત્મક અને બીજી વિશેષે જ્ઞાનમૂલક છે, પણ બન્ને રચનાઓ અમાસ સમેત ૧૬ તિથિને સમાવે છે. ‘બાર માસ’, બંને ‘પંદર તિથિ’ અને ગુરુવારથી આરંભાતા ‘સાત વાર’માં માસ અને વારનાં નામ તથા તિથિના સંખ્યાંક શ્લેષથી ગૂંથાયાં છે : “કાં રે તકે તું ચેતે નહીં ? જીવડા !”, “શુક્ર પિતાનું દિવસ સકલનું ગયું જથારથ જેમ”, “આવી અમીયાવાસી” વગેરે.

કેવળ શબ્દાર્થવિવરણ આપતી ‘ચતુ:શ્લોકી ભાગવતની ગદ્યટીકા’માં અખાના કર્તૃત્વનું કોઈ નિશ્ચિત પ્રમાણ નથી.

છપ્પા, સોરઠા, પદ અને સાખીઓ એ છૂટીછૂટી થયેલી રચનાઓ છે. છ-ચરણી ચોપાઈના બંધમાં રચાયેલા અને ૭૫૬ જેટલી સંખ્યામાં મળતા છપ્પા અખાનો પ્રથમ પંક્તિનો અને સૌથી વધુ લોકપ્રિય કૃતિસમૂહ છે. અખાનું તત્ત્વજ્ઞાન એમાં પણ ઉપમા-દૃષ્ટાંતની તેમ જ સૂત્રાત્મક વાણીની મદદથી માર્મિક અભિવ્યક્તિ પામ્યું છે, પણ એની લોકપ્રિયતા તો એમાં ધારદાર કટાક્ષોની મદદથી થયેલી ધાર્મિક-સામાજિક આચારવિચારોની બારીક ચિકિત્સાને આભારી છે. ૩૫૦ જેટલી સંખ્યામાં મળતા પણ ઓછા જાણીતા સોરઠા વર્ણસગાઈયુક્ત પદવિન્યાસ અને સઘન અભિવ્યક્તિથી ધ્યાન ખેંચે એવા છે. ગુજરાતી તેમ જ હિંદી ભાષામાં મળતાં, અન્ય વિષયોની સાથે શૃંગારભાવના પણ પ્રબળ આલેખનથી ધ્યાન ખેંચતાં ૨૫૦ જેટલાં પદો તળપદી અભિવ્યક્તિને કારણે વધારે લોકગમ્ય બની ભજનમંડળીઓમાં ઉપયોગમાં લેવાતો તથા ઊંચી સાહિત્યિક ગુણવત્તાવાળો કૃતિસમૂહ છે. છપ્પાની જેમ કંઈક શિથિલ અને યાદૃચ્છિક રીતે વિવિધ અંગોમાં વહેંચાયેલી મુદ્રિત-અમુદ્રિત મળીને ૧૫૦૦ જેટલી હિંદી ને ૩૦૦ જેટલી ગુજરાતી સાખીઓ સરળ અભિવ્યક્તિ, કેટલીક તાજગીભરી ઉપમાઓ અને હિંદી પરંપરાના કેટલાક વિશિષ્ટ સંસ્કારોને કારણે નોંધપાત્ર બને છે.
છપ્પા, સોરઠા, પદ અને સાખીઓ એ છૂટીછૂટી થયેલી રચનાઓ છે. છ-ચરણી ચોપાઈના બંધમાં રચાયેલા અને ૭૫૬ જેટલી સંખ્યામાં મળતા છપ્પા ← અખાનો પ્રથમ પંક્તિનો અને સૌથી વધુ લોકપ્રિય કૃતિસમૂહ છે. અખાનું તત્ત્વજ્ઞાન એમાં પણ ઉપમા-દૃષ્ટાંતની તેમ જ સૂત્રાત્મક વાણીની મદદથી માર્મિક અભિવ્યક્તિ પામ્યું છે, પણ એની લોકપ્રિયતા તો એમાં ધારદાર કટાક્ષોની મદદથી થયેલી ધાર્મિક-સામાજિક આચારવિચારોની બારીક ચિકિત્સાને આભારી છે. ૩૫૦ જેટલી સંખ્યામાં મળતા પણ ઓછા જાણીતા સોરઠા ← વર્ણસગાઈયુક્ત પદવિન્યાસ અને સઘન અભિવ્યક્તિથી ધ્યાન ખેંચે એવા છે. ગુજરાતી તેમ જ હિંદી ભાષામાં મળતાં, અન્ય વિષયોની સાથે શૃંગારભાવના પણ પ્રબળ આલેખનથી ધ્યાન ખેંચતાં ૨૫૦ જેટલાં પદો ← તળપદી અભિવ્યક્તિને કારણે વધારે લોકગમ્ય બની ભજનમંડળીઓમાં ઉપયોગમાં લેવાતો તથા ઊંચી સાહિત્યિક ગુણવત્તાવાળો કૃતિસમૂહ છે. છપ્પાની જેમ કંઈક શિથિલ અને યાદૃચ્છિક રીતે વિવિધ અંગોમાં વહેંચાયેલી મુદ્રિત-અમુદ્રિત મળીને ૧૫૦૦ જેટલી હિંદી ને ૩૦૦ જેટલી ગુજરાતી સાખીઓ ← સરળ અભિવ્યક્તિ, કેટલીક તાજગીભરી ઉપમાઓ અને હિંદી પરંપરાના કેટલાક વિશિષ્ટ સંસ્કારોને કારણે નોંધપાત્ર બને છે.
અખાની હિંદી કૃતિઓમાં ‘બ્રહ્મલીલા’ અને ‘સંતપ્રિયા’ પ્રમાણમાં દીર્ઘ રચનાઓ છે તથા પહેલીને મુકાબલે બીજીમાં નિરૂપણ વધારે પ્રાસાદિક અને ચમત્કૃતિયુક્ત છે. સંભવત: આત્મવિચારના નિરૂપણને કારણે ‘રમેણી’ કે ‘રમણી’ તરીકે ઓળખાવાયેલી ‘અમૃતકલા-રમેણી’ અને ‘એકલક્ષ-રમણી’ પ્રમાણમાં લઘુ રચનાઓ છે ને ‘એકલક્ષ-રમણી’ તો સાખીઓના ‘એકસાલ-અંગ’ તરીકે પણ જોવા મળે છે. એના વિશિષ્ટ બંધારણને કારણે ‘જકડીઓ’ તરીકે ઓળખાવાયેલ પદો, હિંદી કવિ અગ્રદાસજીના કુંડળિયાને અનુસરતો આકાર ધરાવતા કુંડળિયા અને વિચારસાતત્યથી લખાયેલા જણાતા ઝૂલણા અખાની પ્રકીર્ણ પ્રકારની રચનાઓ છે. જકડીઓ અને ઝૂલણા સૂફી સાધનાધારાની સ્પષ્ટ અસર બતાવે છે, તો કુંડળિયા અનેક ઠેકાણે પ્રયોજાયેલા આંતરયમકથી ધ્યાન ખેંચે છે. થોડાક કુંડળિયાની ભાષા વિશેષે ગુજરાતી તરફ ઢળતી છે, તો ઝૂલણામાં ઉર્દૂ-હિંદી-પંજાબીનું મિશ્ર ભાષાપોત જોવા મળે છે.

અખાજીએ હિંદીમાં ‘ધુઆર્ય’ પ્રકારનાં પાંચથી ૮ કડીનાં પદો (૧૦ મુ.) પણ રચ્યાં છે. જેમાં ઈશ્વર દ્વારા વિશ્વમાં ખેલાતા વસંત-ફાગનું આલેખન છે.

Line 59: Line 59:
છપ્પામાં અખાજીનું કેટલુંક આત્મકથન પણ નોંધાયું છે. - “જન્મોજન્મનો ક્યાં છે સખા ?” એમ પરમતત્ત્વની આરત અને “છીંડું ખોળતાં લાધી પોળ” એમ અનાયાસ પ્રાપ્તિનો આનંદ પ્રાપ્ત કરતું તત્ત્વચિંતન, સંસારનિરીક્ષણ ને ચિકિત્સા, આત્મકથન વગેરેને લીધે છપ્પામાં શમ, નિર્વેદ, આરત, પ્રસન્નતા, વિનોદ, ઉપહાસકટાક્ષ આદિ અનેકવિધ ભાવમુદ્રાઓ ઊઠતી રહી છે.પણ એમાં અખાજીની સૌથી વધુ સબળ ભાવમુદ્રા હાસ્યકટાક્ષની છે, જેને કારણે ઉમાશંકર જોશી એમને ‘હાસ્યકવિ’ કહેવા પ્રેરાયા છે અને બળવંતરાય ઠાકોરને એમના કવિત્વના ‘અલૌકિક અગ્નિ’ની પ્રતીતિ કરાવતા કેટલાક ‘પયગંબરી કટાક્ષ’ની નોંધ લેવાની થઈ છે. છપ્પાના મુક્ત પ્રકારને લઈને અહીં ઉપમેય-ઉપમાનરચનાની કેટલીક વિલક્ષણ ભંગિને અવકાશ મળ્યો છે - “વ્યાસ-વેશ્યાની એક જ પેર, વિદ્યા-બેટી ઉછેરી ઘેર”, “વેષ, ટેક ને આડી ગલી, પેઠો તે ન શકે નીકળી”, “એક અફીણ, બીજો સંસારી રસ, અધિક કરે ત્યમ આપે કસ”, - તથા સદાય સ્મરણીય બની રહે તેવા સૂત્રાત્મક ઉદ્ગારો માટેની ભૂમિકા ઊભી થઈ છે. ઉપમા અને લોકોક્તિ એ ૨ અભિવ્યક્તિ-માધ્યમોના બહોળા અને અસરકારક વિનિયોગથી અખાજીએ સાધેલી ચિત્રાત્મકતા અને વેધકતા એવી છે કે છપ્પામાં તત્ત્વજ્ઞાન અને કવિતાનો મેળ વધુમાં વધુ બેઠો હોવાનું પ્રતીત થાય છે.

છ-ચરણી ચોપાઈનો બંધ, વિવિધ અંગોમાં છપ્પાની, ગોઠવણી, લોકોક્તિઓનો બહોળો ઉપયોગ, સમાજચિકિત્સા, કટાક્ષશૈલી, કેટલાંક વિચારવલણો ને કેટલાક ઉદ્ગારો પરત્વે છપ્પા પર માંડણની ‘પ્રબોધ-બત્રીશી’નું ઋણ સ્પષ્ટ હોવા છતાં અખાજી એમના પ્રખર બુદ્ધિતેજ, દાર્શનિક ભૂમિકા, અનુભવનો આવેશ તથા ઉપમા-ભાષાબળથી પોતાની મૌલિકતા સ્થાપી  

આપે છે. {{Right|[જ.કો.]}}
આપે છે. [જ.કો.]

‘અખે-ગીતા’ [૨. ઈ.૧૬૪૯/સં. ૧૭૦૫, ચૈત્ર સુદ ૯, સોમવાર] : ૪ કડવાં અને ૧ પદ એવા ૧૦ એકમો ને દરેક કડવા તેમ જ પદમાં લગભગ નિયત કડીસંખ્યા - એવો સુઘડ રચનાબંધ ધરાવતી, કુલ ૪૦ કડવાં અને ૧૦ પદની, ચોપાઈ અને પૂર્વછાયા (= દુહાની દેશી)માં રચાયેલી અખાની આ કૃતિ (મુ.) એના તત્ત્વવિચારના સર્વ મહત્ત્વના અંશોને મનોરમ કાવ્યમયતાથી આલેખતી હોઈ એની પરિણત પ્રજ્ઞાનું ફળ ગણાવાયેલી છે. સરહદો ક્યાંક-ક્યાંક લોપાયેલી છે તેમ છતાં એકમોમાં ચોક્કસ વિષયવિભાગો જોઈ શકાય છે. જેમ કે, એકમ ૨ : માયાનું સ્વરૂપ અને કાર્ય; એકમ ૩ : માયામાંથી મુક્ત થવા માટેની સાધનત્રયી - વિરહવૈરાગ્ય, ભક્તિ અને જ્ઞાન; એકમ ૪ : અણલિંગી તત્ત્વજ્ઞાનીનાં લક્ષણો; એકમ ૫ અને ૬ : બ્રહ્મતત્ત્વનું સ્વરૂપ તથા એનું ઈશ્વર, જીવ અને જગત રૂપે પરિણમન; એકમ ૭ : બ્રહ્મવાદ અને શૂન્યવાદનો ભેદ; એકમ ૮ : સંતસંગનો મહિમા. એકમના સમાપન રૂપે આવતાં પદો, ધ્રુવપંક્તિની પેઠે, ‘અખે-ગીતા’ના કેન્દ્રવર્તી વિષય પર આવી ઠરે છે − એ પરબ્રહ્મના સ્વરૂપનું કે એના સાક્ષાત્કારનું ગાન કરે છે અથવા હરિ-ગુરુ-સંતની એકતા પ્રબોધી એમનું શરણ લઈ મહાપદ પ્રાપ્ત કરવાનો બોધ આપે છે. ૪ પદોમાં હિંદી ભાષા પ્રયોજાયેલી છે એ એક નોંધપાત્ર હકીકત છે.

Line 68: Line 68:
એનો સંસારભાવ, જીવભાવ સરી જાય છે અને આત્મભાવ પ્રગટે છે. અખા-ભગત માર્મિક રીતે કહે છે કે “ચિત્ત ચમક્યું, હું તું તે ટળ્યું.”

આવા જીવન્મુક્ત વિદેહી દશાને પામેલા તત્ત્વદર્શીને ભૌતિક જગતના કોઈ અવરોધ નડતા નથી. અખાજી તો આગળ વધીને એમ પણ કહે છે કે ચશ્માંના કાચથી જેમ આંખની દૃષ્ટિ રૂંધાતી નથી પણ એનું તેજ વધે છે તેમ સંસારવ્યવહાર તત્ત્વદર્શીને બાધક નીવડવાને બદલે એની તત્ત્વદૃષ્ટિને સતેજ કરે છે. આવા તત્ત્વદર્શી સંતના પરોપકારપરાયણ સ્વભાવ અને એમની સંગતિના પ્રભાવનું અખાએ ભાવાર્દ્રતાથી ગાન કર્યું છે, કેમ કે, અખાની દૃષ્ટિએ, જેમ જીભ વિના સ્વાદ ન હોય, બહેરાને નાદસુખ ન હોય તેમ ગુરુ વિના હરિદર્શન ન થાય અને ગુરુ તો તત્ત્વદર્શી સંત જ હોય. બીજી બાજુથી, સગુણ સંત તે નિર્ગુણ બ્રહ્મની જ પ્રત્યક્ષ મૂર્તિ. આમ અખાના તત્ત્વવિચારમાં હરિ-ગુરુ-સંતનું એકત્વ રચાય છે.

ત્રિગુણાતીત પરબ્રહ્મ માટેના ‘ત્રિગુણપતિ’ શબ્દમાં ગણપતિનો સમાવેશ કરી લેતું વિશિષ્ટ મંગલાચરણ યોજતી ‘અખે-ગીતા’માં વેદાંતી તત્ત્વવિચાર આત્મસાત્ થઈને રજૂ થયો છે. એમાં શાસ્ત્રીય કઠિનતા નહીંવત્ છે અને અખાની વાણી વીગતભર્યાં ચિત્રો સર્જતી, દૃષ્ટાંતોનું પૂર વહાવતી,અનેક વાક્છટાઓ પ્રયોજતી, માર્મિક શબ્દપ્રયોગો વણી લેતી અને પ્રસંગે ભાવવિભોર થતી, નિરંતરાય ગતિ કરે છે. કેટલાંક વિચારવલણો, ઉદ્ગારો અને દૃષ્ટાંતો પરત્વે અખાના પુરોગામી નરહરિની ‘જ્ઞાન-ગીતા’ અને ‘વસિષ્ઠસાર-ગીતા’ની છાયા ‘અખે-ગીતા’માં જોવી મુશ્કેલ નથી, તેમ છતાં, ઉમાશંકર જોશી કહે છે તેમ, “કોઈ ગુજરાતી કૃતિ અનુભવની ઉત્કટતા અને સ્પષ્ટતા - અને એને લીધે પ્રતીત થતી મૌલિકતા - વડે મંડિત હોઈ ભગવદ્ગીતાના કુળની એક સ્વતંત્ર ગીતા-રચના તરીકે સ્વીકારવાને પાત્ર હોય તો તે નિ:સંશય ‘અખે-ગીતા’ છે... ‘અખે-ગીતા’ એ ગુજરાતી તત્ત્વકવિતાનું એક ઉચ્ચ શિખર છે.” [જ.કો.]
ત્રિગુણાતીત પરબ્રહ્મ માટેના ‘ત્રિગુણપતિ’ શબ્દમાં ગણપતિનો સમાવેશ કરી લેતું વિશિષ્ટ મંગલાચરણ યોજતી ‘અખે-ગીતા’માં વેદાંતી તત્ત્વવિચાર આત્મસાત્ થઈને રજૂ થયો છે. એમાં શાસ્ત્રીય કઠિનતા નહીંવત્ છે અને અખાની વાણી વીગતભર્યાં ચિત્રો સર્જતી, દૃષ્ટાંતોનું પૂર વહાવતી,અનેક વાક્છટાઓ પ્રયોજતી, માર્મિક શબ્દપ્રયોગો વણી લેતી અને પ્રસંગે ભાવવિભોર થતી, નિરંતરાય ગતિ કરે છે. કેટલાંક વિચારવલણો, ઉદ્ગારો અને દૃષ્ટાંતો પરત્વે અખાના પુરોગામી નરહરિની ‘જ્ઞાન-ગીતા’ ← અને ‘વસિષ્ઠસાર-ગીતા’ની છાયા ‘અખે-ગીતા’માં જોવી મુશ્કેલ નથી, તેમ છતાં, ઉમાશંકર જોશી કહે છે તેમ, “કોઈ ગુજરાતી કૃતિ અનુભવની ઉત્કટતા અને સ્પષ્ટતા - અને એને લીધે પ્રતીત થતી મૌલિકતા - વડે મંડિત હોઈ ભગવદ્ગીતાના કુળની એક સ્વતંત્ર ગીતા-રચના તરીકે સ્વીકારવાને પાત્ર હોય તો તે નિ:સંશય ‘અખે-ગીતા’ છે... ‘અખે-ગીતા’ એ ગુજરાતી તત્ત્વકવિતાનું એક ઉચ્ચ શિખર છે.” [જ.કો.]

અખેરાજ [ઈ.૧૭૯૨ સુધીમાં] : જૈન. માનતુંગસૂરિની મૂળ સંસ્કૃત રચના ‘ભક્તામરસ્તવન-વૃત્તિ’ પરના ૭૨૬ ગ્રંથાગ્રના બાલાવબોધકવિત(લે. ઈ.૧૭૯૨)ના કર્તા.

Line 141: Line 141:
આ કવિની કૃતિઓ ઈ.૧૭૧૪થી ઈ.૧૭૩૩ સુધીનાં રચનાવર્ષો દેખાડે છે. એ મુજબ એમનો કવનકાળ ૧૮મી સદીનો પૂર્વાર્ધ ગણાય. પણ રચનાવર્ષોના નિર્દેશવાળી એમની મોટા ભાગની કૃતિઓ સંન્યસ્ત પછીની હોવાથી એમનો જીવનકાળ ૧૭મી સદીના ઉત્તરાર્ધમાં ખેંચી જઈ શકાય.  

પૂર્વાવસ્થામાં કવિ નાથ ભવાન શક્તિભક્ત પણ હતા. તે વખતે એમણે, “અંબાઆનનકમળ સોહામણું..” એ શબ્દોથી શરૂ થતો, ખૂબ જાણીતો થયેલો, અંબાનું ચિત્રાત્મક વર્ણન આપતો ને શક્તતંત્ર અનુસાર વિશ્વવ્યાપી ચિન્મયી શક્તિ તરીકે અંબાનું મહિમાગાન કરતો ૪૧ કડીનો ગરબો (મુ.) તથા અન્ય ગરબા, ગરબી અને પદો રચ્યાં છે. આ પૂર્વકાલીન કૃતિઓમાં પણ અધ્યાત્મભાવ ને વૈરાગ્યબોધનું નિરૂપણ તો કવિએ કરેલું જ છે. એમનાં અધ્યાત્મનાં કેટલાંક પદો તથા જ્ઞાનવૈરાગ્યબોધક ૮૭ કડીની કૃતિ ‘બ્રહ્મવિલાસ’ (૨. ઈ.૧૭૧૪/સં. ૧૭૭૦, ફાગણ વદ ૭, ગુરુવાર; મુ.) ‘નાથ-ભવાન’ છાપ દર્શાવે છે. એથી એ કૃતિઓ સંન્યસ્ત પૂર્વેની હોવાનું અનુમાન થઈ શકે. ઉત્તરોત્તર કવિ અદ્વૈતવિચાર અને વેદાંત-અભ્યાસ તરફ ઢળતા ગયા જણાય છે. સંન્યસ્ત પછીની, ‘અનુભવાનંદ’ છાપ દેખાડતી પદાદિ લઘુકૃતિઓ તેમ જ અનુવાદ કે સારરૂપ લાંબી કૃતિઓ જ્ઞાનમાર્ગી કવિતાનાં લક્ષણો ધરાવે છે.  

‘શિવ-ગીતા’ (૨. ઈ.૧૭૩૨/સં. ૧૭૮૮, આસો વદ ૧૧, મંગળવાર; મુ.), ‘બ્રહ્મ-ગીતા’ (૨. ઈ.૧૭૩૩/સં. ૧૭૮૯, શ્રાવણ સુદ ૧૩, રવિવાર;મુ.) અને વિષ્ણુપદ નામે ઓળખાવાયેલાં અધ્યાત્મ વિષયક પદો (૧૯૬ જેટલાં ગણાવાયેલાંમાંથી ૧૧૯ મુ.) એ અનુભાવનંદની મહત્ત્વની કૃતિઓ છે. ‘શિવ-ગીતા’ વિશે રામને કરેલા તત્ત્વબોધને વિષય કરતી પદ્મપુરાણમાંની શિવગીતાનો અધ્યાયાનુસારી પણ મુક્ત અનુવાદ છે. શિવનો વિભૂતિયોગ, વિશ્વરૂપદર્શન, જીવસ્વરૂપવર્ણન, મુક્તિલક્ષણ, ભક્તિમહિમા આદિ વિશેના ૧૬ અધ્યાયોની આ કૃતિમાં અધ્યાત્મના ગહન-સંકુલ વિષયનું કવિએ ઘણું સરળ અને વિશદ નિરૂપણ કર્યું છે. પ્રાસાનુપ્રાસયુક્ત પદ્ય અને મરહઠ્ઠા છંદના વિનિયોગમાં પણ કવિની વિશેષતા પ્રતીત થાય છે. ‘બ્રહ્મગીતા’ બ્રહ્માએ સર્વ દેવોને કરેલા બ્રહ્મરહસ્યબોધ વિશેના, સ્કંદપુરાણાંતર્ગત વેદાન્તગ્રંથ બ્રહ્મગીતાના બારે અધ્યાયોનો ચોપાઈની ૭૦૦ જેટલી કડીઓમાં અનુભવાનંદે કરેલો સરળ અનુવાદ છે. હિંદી ભાષામાં પણ મળતાં, વિવિધ રાગ-ઢાળોનો વિનિયોગ કરતાં અને હોરી વગેરે કાવ્યસ્વરૂપોમાં વહેતાં અનુભવાનંદનાં પદો માં જ્ઞાનમાર્ગી કવિતાધારાના સઘળા વિષયો આલેખાયા છે ને બ્રહ્મતત્ત્વ તથા એના અનુભવનો આનંદ કેટલાંક નવાં દૃષ્ટાંતો-રૂપકોની ને સ્ત્રી-પુરુષ-પ્રણયસંબંધનાં સાદૃશ્યોની મદદથી હૃદયંગમ અભિવ્યક્તિ પામ્યાં છે.  
‘શિવ-ગીતા’ (૨. ઈ.૧૭૩૨/સં. ૧૭૮૮, આસો વદ ૧૧, મંગળવાર; મુ.), ‘બ્રહ્મ-ગીતા’ (૨. ઈ.૧૭૩૩/સં. ૧૭૮૯, શ્રાવણ સુદ ૧૩, રવિવાર;મુ.) અને વિષ્ણુપદ નામે ઓળખાવાયેલાં અધ્યાત્મ વિષયક પદો (૧૯૬ જેટલાં ગણાવાયેલાંમાંથી ૧૧૯ મુ.) એ અનુભાવનંદની મહત્ત્વની કૃતિઓ છે. ‘શિવ-ગીતા’ વિશે રામને કરેલા તત્ત્વબોધને વિષય કરતી પદ્મપુરાણમાંની શિવગીતાનો અધ્યાયાનુસારી પણ મુક્ત અનુવાદ છે. શિવનો વિભૂતિયોગ, વિશ્વરૂપદર્શન, જીવસ્વરૂપવર્ણન, મુક્તિલક્ષણ, ભક્તિમહિમા આદિ વિશેના ૧૬ અધ્યાયોની આ કૃતિમાં અધ્યાત્મના ગહન-સંકુલ વિષયનું કવિએ ઘણું સરળ અને વિશદ નિરૂપણ કર્યું છે. પ્રાસાનુપ્રાસયુક્ત પદ્ય અને મરહઠ્ઠા છંદના વિનિયોગમાં પણ કવિની વિશેષતા પ્રતીત થાય છે. ‘બ્રહ્મગીતા’ બ્રહ્માએ સર્વ દેવોને કરેલા બ્રહ્મરહસ્યબોધ વિશેના, સ્કંદપુરાણાંતર્ગત વેદાન્તગ્રંથ બ્રહ્મગીતાના બારે અધ્યાયોનો ચોપાઈની ૭૦૦ જેટલી કડીઓમાં અનુભવાનંદે કરેલો સરળ અનુવાદ છે. હિંદી ભાષામાં પણ મળતાં, વિવિધ રાગ-ઢાળોનો વિનિયોગ કરતાં અને હોરી વગેરે કાવ્યસ્વરૂપોમાં વહેતાં અનુભવાનંદનાં પદો ← માં જ્ઞાનમાર્ગી કવિતાધારાના સઘળા વિષયો આલેખાયા છે ને બ્રહ્મતત્ત્વ તથા એના અનુભવનો આનંદ કેટલાંક નવાં દૃષ્ટાંતો-રૂપકોની ને સ્ત્રી-પુરુષ-પ્રણયસંબંધનાં સાદૃશ્યોની મદદથી હૃદયંગમ અભિવ્યક્તિ પામ્યાં છે.  
આ ઉપરાંત અદ્વૈતવિષયક ‘વિવેકશિરોમણિ’ (૨. ઈ.૧૭૩૧), ૧૬૨ કડીનો ‘આત્મસ્તવન-છંદ’ (૨. ઈ.૧૭૩૨), ૭૭ કડીનું ‘આત્મ-સ્તવન’ (૨. ઈ.૧૭૩૩), ‘ચાતુરીઓ’ (૨. ઈ.૧૭૩૩/સં. ૧૭૮૯, શ્રાવણ વદ ૧૦, ગુરુવાર), રાધાજીનો, વિમલનો, હવ્યકવ્યનો આદિ ગરબા, ‘બ્રહ્મ-સંહિતા’નો અનુવાદ, ૫૦૪ કડીની કૃષ્ણલીલાવિષયક કૃતિ ‘ભાગવતસાર’, ૪૧ કડીની ‘વિષ્ણુવિચાર’ તથા ‘શ્રીધરી-ગીતા’ એ કૃતિઓ પણ અનુભવાનંદને નામે નોંધાયેલી છે. અનુભવાનંદને નામે નોંધાયેલી ૪૧ કડીની ‘અંબાજીની સ્તુતિ/ચિદ્શક્તિવિલાસ’ (૨. ઈ.૧૭૨૫) એ પૂર્વનિર્દિષ્ટ અંબાજીનો ગરબો હોવા સંભવ છે. અલબત્ત મુદ્રિત કૃતિ રચનાવર્ષ દર્શાવતી નથી. ‘નાથ ભવાન’ને નામે નોંધાયેલી આ કવિની ‘આધ્યાત્મિક-રામાયણ’ (ર.ઈ. ૧૭૪૪/સં. ૧૮૦૦, શ્રાવણ વદ ૧૪, શનિવાર) તથા ૨૮ કડીની ‘રામગીતા’ એ કૃતિઓ પણ મળે છે. આ સિવાયની, નાથ ભાવન/અનુભવાનંદને નામે કેટલાક સંદર્ભોએ દર્શાવેલી, પદાદિ થોડીક મુદ્રિત કૃતિઓ અન્ય કવિઓની છે. જુઓ ‘ભવાન’, ‘નાથજી.’

કૃતિ : ૧. જ્ઞાનગંગોદક અનુભવાનંદનાં પદો, સં. સુરેશ જોષી, ઈ.૧૯૭૭ (+સં); ૨. બ્રહ્મગીતા, પ્ર. આદિતરામ સ. પારધી, ઈ.૧૯૦૬;  ૩. પ્રાકાસુધા : ૨;  ૪. પ્રાકાત્રૈમાસિક, અં. ૨ ઈ.૧૮૯૨ - ‘શિવગીતા’; ૫. સાહિત્ય, એપ્રિલ-ઑક્ટો. ૧૯૧૬ - ‘અંબાઆનનનો ગરબો,’ સં. મોતીલાલ ૨. ઘોડા; ૬. સત્સંદેશ, ડિસે. ૧૯૫૨ - ‘અંબામાતાજીનો ગરબો.’

Line 300: Line 300:
સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]
સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]
   
અમૃતકલશ[ઈ.૧૫૧૯માં હયાત] : ઓસગચ્છના જૈન સાધુ. મતિકલશના શિષ્ય શ્રીકલશના શિષ્ય. રણથંભોરના ચૌહાણ રાજવી હમ્મીરદેવે પોતાને આશરે આવેલા મુસ્લિમ અમીરોને બચાવવા માટે અલાઉદ્દીન સામે લડતાં કરેલા સર્વસ્વસમર્પણને બિરદાવતા ૬૮૧ કડીના ‘હમ્મીર-પ્રબંધ’ (ર. ઈ.૧૫૧૯/સં. ૧૫૭૫, ચૈત્ર વદ ૮, ગુરુવાર; મુ.)ના કર્તા.
અમૃતકલશ[ઈ.૧૫૧૯માં હયાત] : ઓસગચ્છના જૈન સાધુ. મતિકલશના શિષ્ય શ્રીકલશના શિષ્ય. રણથંભોરના ચૌહાણ રાજવી હમ્મીરદેવે પોતાને આશરે આવેલા મુસ્લિમ અમીરોને બચાવવા માટે અલાઉદ્દીન સામે લડતાં કરેલા સર્વસ્વસમર્પણને બિરદાવતા ૬૮૧ કડીના ‘હમ્મીર-પ્રબંધ’ ← (ર. ઈ.૧૫૧૯/સં. ૧૫૭૫, ચૈત્ર વદ ૮, ગુરુવાર; મુ.)ના કર્તા.
કૃતિ : (અમૃતકલશકૃત) હમ્મીરપ્રબંધ, સં. ભોગીલાલ જ. સાંડેસરા, સોમાભાઈ ધૂ. પારેખ, ઈ.૧૯૭૩ (+સં.) [વ.દ.]

Line 401: Line 401:
અસાઈત[ઈ.૧૪મી સદી ઉત્તરાર્ધ] : લોકનાટ્યકાર અને પદ્યવાર્તાકાર. પ્રચલિત કથા અનુસાર સિદ્ધપુરના યજુર્વેદી ભારદ્વાજ ગોત્રના ઔદીચ્ય બ્રાહ્મણ. પિતા રાજારામ ઠાકર. અસાઈતની કવિ, વક્તા અને સંગીતકાર તરીકે ખ્યાતિ. તેમણે ઊંઝામાં છાવણી નાખી રહેલા મુસ્લિમ સરદારને, તેની પાસેથી ત્યાંના હેમાળા પટેલની પુત્રીને છોડાવવા એ પોતાની પુત્રી છે એવું કહેલું અને એની સાબિતી આપવા તેની સાથે જમણ લીધેલું; પરિણામે તેમની બ્રાહ્મણ-કોમે તેમને નાત બહાર મૂકેલા. આથી અસાઈતે પોતાના ૩ પુત્રો માંડણ, જયરાજ અને નારણ સાથે સિદ્ધપુર છોડી ઊંઝામાં નિવાસ કર્યો. ત્યાં હેમાળા પટેલે તેમને ઘર, જમીન તથા વંશપરંપરાના કેટલાક હકો લખી આપેલા જે અસાઈતના વંશજો આજેય ભોગવે છે. આ અસાઈતના પુત્રોનાં ૩ ઘર થયાં તેથી ‘ત્રણઘરા’ ઉપરથી ‘તરગાળા’ કહેવાયા. અન્ય મત મુજબ અસાઈતે આરંભેલી ભવાઈની પ્રવૃત્તિમાં ઔદીચ્ય, શ્રીમાળી અને વ્યાસ ૩ જાતિના બ્રાહ્મણો ભળ્યા તેથી ‘ત્રણ-ગાળાળા’ પરથી ‘તરગાળા’ કહેવાયા. ગમે તેમ, પણ અસાઈત ભવાઈ કરનાર તરગાળા કોમના આદિપુરુષ ગણાય છે. આ કોમ ‘નાયક’ને નામે પણ ઓળાય છે અને અસાઈત નાયક એવી નામછાપ એમની રચનાઓમાં મળે છે.

અસાઈતે ધાર્મિક, ઐતિહાસિક અને સામાજિક વિષયના ૩૬૦ ભવાઈવેશ રચ્યા કે સંકલિત કર્યાનું કહેવાય છે, જો કે આજે પચાસેકથી વધારે વેશ મળતા નથી; તે ઉપરાંત, જે વેશો મળે છે તેમાંથી ‘કજોડાનો વેશ’ અને ‘રામદેવનો વેશ’ એ બે વેશમાં જ અસાઈતનું નામ વેશના કર્તા તરીકે જોડાતું હોય એવું દેખાય છે અને બીજા ત્રણેક વેશમાં દુહા, છપ્પા જેવી છૂટક રચનાઓમાં અસાઈતની નામછાપ મળે છે.

‘કજોડાનો વેશ’ (મુ.)માં મોટી ઉંમરનાં ઠકરાણાં અને નાની ઉંમરના ઠાકોરના કજોડાનું હાસ્યરસિક ચિત્રણ થયું છે. રામદેવ અને એની રાણીના દાંપત્યજીવનની ખૂબ જ આછી કથાવસ્તુ ધરાવતો ‘રામદેવનો વેશ’ (મુ.) અનેક વિષયોની માહિતી તથા વ્યાવહારિક ડહાપણનાં સુભાષિતોથી ખૂબ વિસ્તૃત બનેલો છે અને પ્રાપ્ત ભાવઈવેશોમાં એ સૌથી લાંબો વેશ છે.
‘કજોડાનો વેશ’ ← (મુ.)માં મોટી ઉંમરનાં ઠકરાણાં અને નાની ઉંમરના ઠાકોરના કજોડાનું હાસ્યરસિક ચિત્રણ થયું છે. રામદેવ અને એની રાણીના દાંપત્યજીવનની ખૂબ જ આછી કથાવસ્તુ ધરાવતો ‘રામદેવનો વેશ’ ← (મુ.) અનેક વિષયોની માહિતી તથા વ્યાવહારિક ડહાપણનાં સુભાષિતોથી ખૂબ વિસ્તૃત બનેલો છે અને પ્રાપ્ત ભાવઈવેશોમાં એ સૌથી લાંબો વેશ છે.
મુદ્રિત ભવાઈવેશોમાં અસાઈતના નામછાપવાળી વ્યવહારજ્ઞાન, સંસારડહાપણ અને સમસ્યાચાતુરીની દુહા, છપ્પા, કવિત વગેરે પ્રકારની અનેક છૂટક રચનાઓ તથા મહિના જેવી કૃતિ પણ મળે છે. હસ્તપ્રતયાદીઓમાં પણ આ પ્રકારની છૂટક રચનાઓ અસાઈતને નામે નોંધાયેલી મળે છે તેમાં અમુદ્રિત રચનાઓ પણ હોવાનો સંભવ છે.

ભવાઈવેશો એમના રચનાસમયોનો કોઈ નિર્દેશ કરતા નથી પરંતુ પરંપરાગત રીતે અસાઈતને ઈ.૧૪મી સદીમાં થયેલા માનવામાં આવે છે અને તેથી ‘હંસવચ્છકથા/ચરિત/ચોપાઈ/પવાડો/ હંસાઉલી’ (ર. ઈ.૧૩૬૧/૧૩૭૧; મુ)ને અસાઈતની કૃતિ ગણવામાં આવે છે. ૪ ખંડ અને મુખ્યત્વે ચોપાઈબંધની ૪૩૮/૪૭૦ કડીની આ કૃતિના પહેલા ખંડમાં હંસાઉલીનરવાહનના લગ્નની અદ્ભુતરસિક વાર્તા અને બાકીના ૩ ખંડોમાં તેના પુત્રોની પ્રેમશૌર્યઅંકિત ગાથા રજૂ થઈ છે. તેમાં વચ્ચે-વચ્ચે આવતાં ૩ વિરહગીતો અસાઈતની ઊર્મિકવિ તરીકેની શક્તિ પ્રગટ કરે છે. આ કથા જૈનોમાં સારું સંમાન પામી છે અને મતિસુંદર નામના જૈન સાધુએ આના પુર:સંધાન રૂપે હંસાઉલીના પૂર્વભવની કથા ઈ.૧૫૬૫માં રચી છે તે હકીકત એના કર્તાને અસાઈત નાયક ગણવા કારણ  
ભવાઈવેશો એમના રચનાસમયોનો કોઈ નિર્દેશ કરતા નથી પરંતુ પરંપરાગત રીતે અસાઈતને ઈ.૧૪મી સદીમાં થયેલા માનવામાં આવે છે અને તેથી ‘હંસવચ્છકથા/ચરિત/ચોપાઈ/પવાડો/ ←હંસાઉલી’← (ર. ઈ.૧૩૬૧/૧૩૭૧; મુ)ને અસાઈતની કૃતિ ગણવામાં આવે છે. ૪ ખંડ અને મુખ્યત્વે ચોપાઈબંધની ૪૩૮/૪૭૦ કડીની આ કૃતિના પહેલા ખંડમાં હંસાઉલીનરવાહનના લગ્નની અદ્ભુતરસિક વાર્તા અને બાકીના ૩ ખંડોમાં તેના પુત્રોની પ્રેમશૌર્યઅંકિત ગાથા રજૂ થઈ છે. તેમાં વચ્ચે-વચ્ચે આવતાં ૩ વિરહગીતો અસાઈતની ઊર્મિકવિ તરીકેની શક્તિ પ્રગટ કરે છે. આ કથા જૈનોમાં સારું સંમાન પામી છે અને મતિસુંદર નામના જૈન સાધુએ આના પુર:સંધાન રૂપે હંસાઉલીના પૂર્વભવની કથા ઈ.૧૫૬૫માં રચી છે તે હકીકત એના કર્તાને અસાઈત નાયક ગણવા કારણ  
આપે છે કેમ કે નાયકકોમનો જૈન સંપ્રદાય સાથેનો સંબંધ જાણીતો છે.

અસાઈતના નામે ‘ફરસુરામ-આખ્યાન’ નોંધાયેલ છે. પરંતુ એ માહિતીની અધિકૃતતા ચકાસણીપાત્ર જણાય છે.

Line 421: Line 421:
આ કૃતિમાં ચમત્કારપ્રધાન ઘટનાઓનો રસ મુખ્ય છે તેમ છતાં એમાં કવિએ આડકથાઓ, લૌકિક દૃષ્ટાંતો અને સુભાષિતો ગૂંથવાની તક લીધેલી છે. એ નિમિત્તે કેટલુંક સંસારચિત્ર અને કેટલોક જીવનબોધ રજૂ થાય છે. સુભાષિતો સંસ્કૃત શ્લોક ને પ્રાકૃત ગાથા રૂપે પણ આવે છે એમાં કવિનું પાંડિત્ય દેખાઈ આવે છે. શંભુરૂપનું વર્ણન, યોગિનીને વિસ્તૃત પ્રાર્થના જેવા અંશો ત્વરિત ઘટનાવેગવાળી આ કૃતિમાં એક પ્રકારની રાહત ઊભી કરે છે. કવિની વાણીમાં અલંકરણ નથી પરંતુ સરલ છટાદાર વાણીમાં પણ કવિની ભાષાપ્રભુતા વરતાઈ આવે છે. આ જૈન કવિ આરંભમાં શંકર, વિષ્ણુ, બ્રહ્માને સ્મરે છે, પ્રત્યેક આદેશમાં મંગલાચરણ યોજે છે, ઓમકાર અને સિદ્ધસ્વરૂપનો મહિમા કરે છે અને ગુરુવાર(ઈ.૧૫૮૨/સં. ૧૬૩૮, જેઠ સુદ ૫)ના રોજ કૃતિનો આરંભ કરે છે તે બધી વીગતો નોંધપાત્ર છે. [કી.જો.]

અંબદેવ(સૂરી) [ઈ.૧૩૧૫માં હયાત] : નિવૃત્તિગચ્છના જૈન સાધુ. પાર્શ્વસૂરિના શિષ્ય. દોહા, રોળા વગેરે વિવિધ ગેય છંદોમાં ૧૩ ભાસમાં રચાયેલો એમનો ‘સમરા-રાસ સંઘપતિ-સમરસિંહ-રાસ’ (મુ.) શત્રુંજય તીર્થમાં મુસ્લિમોએ ખંડિત કરેલ મૂલનાયકના બિંબની પ્રતિષ્ઠાના પાટણના સમરસિંહને આવેલા વિચાર અને એને અંગે એમણે કરેલી કાર્યવાહીની વિસ્તૃત ભૂમિકા સાથે એમણે કાઢેલા સંઘની યાત્રાનું તથા પ્રતિષ્ઠામહોત્સવનું વર્ણન કરે છે. ઐતિહાસિક માહિતી તથા ભાષાવિકાસની દૃષ્ટિએ નોંધપાત્ર બનતા આ રાસમાં સંઘ ઈ.૧૩૧૫(સં. ૧૩૭૧, ચૈત્ર વદ ૭)ના રોજ પાટણ પાછો આવ્યાનું નોંધાયું છે. કાવ્યની રચના એ જ વર્ષમાં થઈ હોવાનું માનવામાં બાધ જણાતો નથી.
અંબદેવ(સૂરી) [ઈ.૧૩૧૫માં હયાત] : નિવૃત્તિગચ્છના જૈન સાધુ. પાર્શ્વસૂરિના શિષ્ય. દોહા, રોળા વગેરે વિવિધ ગેય છંદોમાં ૧૩ ભાસમાં રચાયેલો એમનો ‘સમરા-રાસ ← સંઘપતિ-સમરસિંહ-રાસ’ (મુ.) શત્રુંજય તીર્થમાં મુસ્લિમોએ ખંડિત કરેલ મૂલનાયકના બિંબની પ્રતિષ્ઠાના પાટણના સમરસિંહને આવેલા વિચાર અને એને અંગે એમણે કરેલી કાર્યવાહીની વિસ્તૃત ભૂમિકા સાથે એમણે કાઢેલા સંઘની યાત્રાનું તથા પ્રતિષ્ઠામહોત્સવનું વર્ણન કરે છે. ઐતિહાસિક માહિતી તથા ભાષાવિકાસની દૃષ્ટિએ નોંધપાત્ર બનતા આ રાસમાં સંઘ ઈ.૧૩૧૫(સં. ૧૩૭૧, ચૈત્ર વદ ૭)ના રોજ પાટણ પાછો આવ્યાનું નોંધાયું છે. કાવ્યની રચના એ જ વર્ષમાં થઈ હોવાનું માનવામાં બાધ જણાતો નથી.
કૃતિ : ૧ જૈઐકાસંચય; ૨. પ્રાગૂકાસંગ્રહ : ૧.

સંદર્ભ : ૧ આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૧; ૩. ગુસામધ્ય;  ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. જૈનયુગ, કારતક, પોષ, ફાગણ, વૈશાખ ૧૯૮૨- ‘શ્રી શત્રુંજયતીર્થનો ઉદ્ધારક સમરસિંહ’, લાલચંદ્ર ભ. ગાંધી. [વ.દ.]

Line 511: Line 511:
આનંદઘન [ઈ.૧૭મી સદી] : જૈન સાધુ. મૂળ નામ લાભાનંદ. તપગચ્છમાં દીક્ષા લીધી હોવાનો સંભવ. અવસાન મેડતામાં.

આનંદઘને રાજાના મેળાપ સમયે તાવને કપડાંમાં ઉતારી, કપડાં બાજુએ મૂક્યાં અથવા તો શેઠનાં વચનો સાંભળી, વેશ છોડી એ જંગલમાં ચાલ્યા ગયા - જેવી પ્રચલિત દંતકથાઓ માટે કોઈ આધાર નથી. આનંદઘનનો ઉપાધ્યાય યશોવિજયજી સાથે મેળાપ થયો હતો અને તેને પરિણામે ઉપાધ્યાય યશોવિજયજીએ આનંદઘનની સ્તુતિરૂપ અષ્ટપદીની રચના કરી હતી.

રાજસ્થાનીમિશ્ર ગુજરાતી ભાષામાં રચાયેલાં તથા તીર્થંકરોનાં માત્ર મહિમાગાન કરવાને બદલે, આત્મ-સાધનાની ક્રમિક વિકાસયાત્રાનું આલેખન કરતાં અને યોગમય, અનુભવપૂત તત્ત્વવિચાર તેમ જ લાઘવયુક્ત વાણીથી નોંધપાત્ર બનતાં ‘આનંદઘન-ચોવીસી’ (મુ.)ના પ્રાપ્ત થયેલાં ૨૨ સ્તવનો જૈનપરંપરામાં આગવી ભાત પાડે છે. ‘આનંદઘન-બહોંતેરી’(મુ.) તરીકે ઓળખાયેલાં પણ ૭૩ જેટલી સંખ્યામાં પ્રાપ્ત થતાં મુખ્યત્વે રાજસ્થાની ભાષાનાં પદોમાં સાંપ્રદાયિક નિરૂપણને સ્થાને કબીર, નરસિંહ અને મીરાંનાં પદોના જેવો સાધકની આનંદમય અનુભવમસ્તીનો કવિત્વમય ઉદ્ગાર મળે છે. આ રીતે આનંદઘનનાં સ્તવનો અને પદો એ કોઈ સંપ્રદાયવિશેષની સંપત્તિ બની રહેવાને બદલે, પ્રત્યેક આત્મજ્ઞાનીને માટે પથદર્શક બને તેવાં હોઈ મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કવિતાપરંપરામાં પોતાનું ચોક્કસ સ્થાન પ્રાપ્ત કરે છે.
રાજસ્થાનીમિશ્ર ગુજરાતી ભાષામાં રચાયેલાં તથા તીર્થંકરોનાં માત્ર મહિમાગાન કરવાને બદલે, આત્મ-સાધનાની ક્રમિક વિકાસયાત્રાનું આલેખન કરતાં અને યોગમય, અનુભવપૂત તત્ત્વવિચાર તેમ જ લાઘવયુક્ત વાણીથી નોંધપાત્ર બનતાં ‘આનંદઘન-ચોવીસી’ ← (મુ.)ના પ્રાપ્ત થયેલાં ૨૨ સ્તવનો જૈનપરંપરામાં આગવી ભાત પાડે છે. ‘આનંદઘન-બહોંતેરી’(મુ.) તરીકે ઓળખાયેલાં પણ ૭૩ જેટલી સંખ્યામાં પ્રાપ્ત થતાં મુખ્યત્વે રાજસ્થાની ભાષાનાં પદોમાં સાંપ્રદાયિક નિરૂપણને સ્થાને કબીર, નરસિંહ અને મીરાંનાં પદોના જેવો સાધકની આનંદમય અનુભવમસ્તીનો કવિત્વમય ઉદ્ગાર મળે છે. આ રીતે આનંદઘનનાં સ્તવનો અને પદો એ કોઈ સંપ્રદાયવિશેષની સંપત્તિ બની રહેવાને બદલે, પ્રત્યેક આત્મજ્ઞાનીને માટે પથદર્શક બને તેવાં હોઈ મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કવિતાપરંપરામાં પોતાનું ચોક્કસ સ્થાન પ્રાપ્ત કરે છે.
આ ઉપરાંત આનંદઘન પાસેથી ૨૫ કડીનું ‘ચોવીસ તીર્થંકરનું સ્તવન’, તીર્થંકરો વિશેનાં અન્ય છૂટક સ્તવન-પદો તથા ‘હોરીસ્તવન’, ‘અધ્યાત્મ-ગીત’ વગેરે કૃતિઓ(મુ.) મળે છે. એમણે સંસ્કૃતમાં પણ ‘સિદ્ધ-ચતુર્વિંશતિકા’ રચેલી છે.

કૃતિ : ૧. આનંદઘન એક અધ્યયન (સ્તવન-બાવીસીને અનુલક્ષીને), કુમારપાળ દેસાઈ, ઈ.૧૯૮૦ (+સં.) : ૨. આનંદઘન ચોવીસી, સં. પ્રભુદાસ બે. પારેખ, ઈ.૧૯૫૦ (+સં.); ૩. એજન, સં. રતિલાલ દી. દેસાઈ, ઈ.૧૯૭૦ (+સં.); ૪. આનંદઘનજીનાં પદો : ૧, ૨, સં. મોતીચંદ ગિ. કાપડિયા, ઈ.૧૯૫૬ (+સં.); ૫. આનંદઘન પદસંગ્રહ ભાવાર્થ, સં. બુદ્ધિસાગર સૂરીશ્વરજી, ઈ.૧૯૫૪ (+સં.); ૬. ચોવીસી, સં. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૨ (+સં.);  ૭. રાયચંદ્ર જૈન કાવ્યમાલા : ૧, સં. મનસુખલાલ ૨. મહેતા, ઈ.૧૯૦૮ (+સં.).

Line 760: Line 760:
   
ઉત્તમવિજય-૩[ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિમલવિજયની પરંપરામાં ખુશાલવિજયના શિષ્ય. ‘રહનેમિરાજિમતી-સઝાય’ના મુદ્રિત પાઠમાં ઉત્તમચંદ નામ મળે છે જે કવિનું આરંભનું નામ હોઈ શકે.  

વિવિધ પ્રકારોમાં રચાયેલી આ કવિની કૃતિઓમાં સૌથી વધુ નોંધપાત્ર છે ૧૫ ઢાળ ને ૨૧૦ કડીની ‘નેમિનાથની રસવેલી’ (૨. ઈ.૧૮૩૩/સં. ૧૮૮૯, ફાગણ સુદ ૭; મુ.) નેમિનાથને વિવાહ માટે સમજાવતી કૃષ્ણની રાણીઓના રસિક પ્રસંગનું વીગતે નિરૂપણ કરીને તથા રાજુલના વિલાપપ્રસંગને કેવળ નિર્દેશથી પતાવીને કવિએ સંકલ્પપૂર્વક કૃતિને એકરસકેન્દ્રી બનાવી છે એ તેની વિશિષ્ટતા છે. અનુપ્રાસાત્મક ભાષાથી તેમ જ કલ્પનાની તાજગીથી પણ કૃતિ સમૃદ્ધ થયેલી છે.  
વિવિધ પ્રકારોમાં રચાયેલી આ કવિની કૃતિઓમાં સૌથી વધુ નોંધપાત્ર છે ૧૫ ઢાળ ને ૨૧૦ કડીની ‘નેમિનાથની રસવેલી’ ← (૨. ઈ.૧૮૩૩/સં. ૧૮૮૯, ફાગણ સુદ ૭; મુ.) નેમિનાથને વિવાહ માટે સમજાવતી કૃષ્ણની રાણીઓના રસિક પ્રસંગનું વીગતે નિરૂપણ કરીને તથા રાજુલના વિલાપપ્રસંગને કેવળ નિર્દેશથી પતાવીને કવિએ સંકલ્પપૂર્વક કૃતિને એકરસકેન્દ્રી બનાવી છે એ તેની વિશિષ્ટતા છે. અનુપ્રાસાત્મક ભાષાથી તેમ જ કલ્પનાની તાજગીથી પણ કૃતિ સમૃદ્ધ થયેલી છે.  
દુહા અને ભાવનાસ્તવન કે ભાવનાપદ તરીકે ઓળખાવાયેલાં ગીતો સાથે ૭ ઢાળની ‘પંચતીર્થ-પૂજા’ (૨. ઈ.૧૮૩૪/સં. ૧૮૯૦, ફાગણ સુદ ૫;મુ.), શત્રુંજય વગેરે ૫ તીર્થોના તીર્થંકરોની પૂજાની પરંપરાગત કૃતિ છે. પંરતુ એમાં ક્યાંક કાવ્યત્વ લાવવાનો પ્રયાસ થયેલો છે અને ગેય ઢાળો તથા રાગો અને ગેયતાને પોષક સુંદર ધ્રુવાઓ પ્રયોજાયેલાં છે તે નોંધપાત્ર છે. કવિએ કોઈ કોઈ ઢાળ અને ગીતમાં હિંદી ભાષા પણ પ્રયોજી છે.  

આ ઉપરાંત કવિની અન્ય દીર્ઘ કૃતિઓ છે : ૧૫ તિથિ અને ૧૨ માસના વર્ણનને સમાવતી, ૧૫ ઢાળની ‘નેમિરાજિમતીસ્નેહવેલ’ (સંભવત: ૨. ઈ.૧૮૨૦/સં. ૧૮૭૬, આસો વદ ૫, મંગળવાર), સિદ્ધાચલનો મહિમા અને ઇતિહાસ વર્ણવતી ૧૩ ઢાળની ‘સિદ્ધાચલ સિદ્ધવેલી’ (ર.ઈ.૧૮૨૯/સં. ૧૮૮૫, કારતક સુદ ૧૫; મુ.); ૪ ખંડ અને ૭૧ ઢાળનો ‘ધનપાળશીલવતીનો રાસ’ (૨. ઈ.૧૮૨૨/સં. ૧૮૭૮, માગશર - ૫, સોમવાર) અને ૭ ઢાળનો ‘ઢંઢુક-રાસ/લુમ્પકલોપક-તપગચ્છજ્યોત્પત્તિવર્ણન-રાસ’ (૨. ઈ.૧૮૨૨/સં. ૧૮૭૮, પોષ સુદ ૧૩.)

Line 827: Line 827:
ઉદયભાનુ : આ નામે ૬ કડીનો ‘બાવનવીરક્ષેત્રપાલ-છંદ’ (લે. ઈ.૧૫૨૯) નોંધાયેલ મળે છે તે સમય જોતાં ઉદયભાનુ-૧ની કૃતિ હોવાની શક્યતા છે.

સંદર્ભ : મુપુગૂહસૂચી. [હ.યા.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. [હ.યા.]
ઉદયભાનુ(વાચક) - ૧ [ઈ.૧૫૦૯માં હયાત] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ.રાજતિલકસૂરિની પરંપરામાં વિનયતિલકસૂરિ-સૌભાગ્યતિલકસૂરિના શિષ્ય. ૫૬૦/૫૬૫ કડીના ‘વિક્રમચરિત્ર-રાસ / વિક્રમસેન-રાસ’ (૨.ઈ.૧૫૦૯/સં. ૧૫૬૫, જેઠ સુદ -, રવિવાર; મુ.)ના કર્તા વિક્રમના લીલાવતી સાથેના લગ્નની કથાને તથા તેના પુત્ર વિક્રમચરિત્રના બુદ્ધિચાતુર્યના પ્રસંગોને કંઈક ઝડપથી કહી જતા આ રાસનો વર્ણનરસ તથા એની ભાષાછટા નોંધપાત્ર ગણાય એવાં છે.  
ઉદયભાનુ(વાચક) - ૧ [ઈ.૧૫૦૯માં હયાત] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ.રાજતિલકસૂરિની પરંપરામાં વિનયતિલકસૂરિ-સૌભાગ્યતિલકસૂરિના શિષ્ય. ૫૬૦/૫૬૫ કડીના ‘વિક્રમચરિત્ર-રાસ ← / વિક્રમસેન-રાસ’ (૨.ઈ.૧૫૦૯/સં. ૧૫૬૫, જેઠ સુદ -, રવિવાર; મુ.)ના કર્તા વિક્રમના લીલાવતી સાથેના લગ્નની કથાને તથા તેના પુત્ર વિક્રમચરિત્રના બુદ્ધિચાતુર્યના પ્રસંગોને કંઈક ઝડપથી કહી જતા આ રાસનો વર્ણનરસ તથા એની ભાષાછટા નોંધપાત્ર ગણાય એવાં છે.  
કૃતિ : વિક્રમચરિત્રરાસ, સં. બળવંતરાય ક. ઠાકોર, ઈ.૧૯૫૭

સંદર્ભ: ૧. જૈગૂકવિઓ: ૧,૩(૧); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧.

Line 849: Line 849:
ઉદયરત્ન ખેડાના રહીશ અને રત્ના ભાવસારના ગુરુ હતા. તેમનું મૃત્યુ મિયાગામમાં થયું હોવાનું કહેવાય છે. ‘સ્થૂલિભદ્રનવરસ’ના શૃંગારનિરૂપણને કારણે સંઘ બહાર મુકાયેલા આ મુનિને ‘બ્રહ્મચર્યની નવ વાડ’ની રચના પછી સંઘમાં પ્રવેશ મળ્યો હતો એવી કથા છે.

ઉદયરત્નના વિપુલ સાહિત્યસર્જનમાં ૨૦ જેટલી રાસાત્મક કૃતિઓ, કેટલાક ચરિત્રાત્મક સલોકાઓ, છંદ, બારમાસા, સ્તવનો અને સઝાયોનો સમાવેશ થાય છે. રાસાત્મક કૃતિઓમાંથી ૨૧ ઢાળની દુહા-દેશીબદ્ધ ‘લીલાવતી-સુમતિવિલાસ-રાસ’ (૨. ઈ.૧૭૧૧/સં. ૧૭૬૭, આસો વદ ૬, સોમવાર; મુ.) વેશ્યાવશ પતિને મહિયારીને વેશએ આકર્ષી પાછો લાવનાર લીલાવતી કથા કહે છે અને કવિની દૃષ્ટાંતકલાથી ધ્યાન ખેંચે છે. ૯૬ ઢાળની દુહા-દશીબદ્ધ ‘ભુવનભાનુ-કેવલીનો રાસ/રસલહરી-રાસ’ (૨. ઈ.૧૭૧૩/સં. ૧૭૬૯, પોષ વદ ૧૩, મંગળવાર; મુ.) જ્ઞાનમૂલક રૂપકકથા છે. ૯ ઢાળની ‘સ્થૂલિભદ્રકોશા-સંવાદ/સ્થૂલિભદ્રનવરસો/સ્થૂલિભદ્ર-રાસ’ (૨. ઈ.૧૭૦૩/સં. ૧૭૫૯, માગશર સુદ ૧૧/૧૫, સોમવાર; મુ.) અન્ય કથાપ્રસંગો ટૂંકમાં નિર્દેશી, દીક્ષા લીધા પછી સ્થૂલિભદ્ર કોશાને ત્યાં ચાતુર્માસ ગાળવા જાય છે તે પ્રસંગના સ્થૂલિભદ્ર-કોશાના સંવાદને બહેલાવે છે અને તે દ્વારા કોશાના શૃંગારભાવનું મનોહારી આલેખન કરે છે. અન્ય કથાત્મક કૃતિઓ આ પ્રમાણે છે : ૬૬ ઢાળની ‘જંબૂસ્વામી-રાસ’ (૨. ઈ.૧૬૯૩/સં. ૧૭૪૯, બીજા ભાદરવા સુદ ૧૩), ૮ પ્રકારની પૂજાનો મહિમા દર્શાવવા માટે ૮ કથાનકો વણી લેતી, સવિસ્તર કથનવર્ણનધર્મબોધવાળી ૭૮ ઢાળની દુહા-દેશીબદ્ધ ‘અષ્ટપ્રકારીપૂજા-રાસ’ (૨. ઈ.૧૬૯૯/સં. ૧૭૫૫, પોષ વદ ૧૦, રવિવાર; મુ.) ૯૩ ઢાળની ‘મુનિપતિ-રાસ’ (ર.ઈ.૧૭૦૫/સં. ૧૭૬૧, ફાગણ વદ ૧૧, શુક્રવાર), ૩૧ ઢાળની ‘પંચપરમેષ્ઠી/નવકાર/રાજસિંહ-રાસ’ (૨. ઈ.૧૭૦૬/સં. ૧૭૬૨, માગશર સુદ ૭, સોમવાર), ૭૭. ઢાળની ‘બારવ્રત-રાસ’ (ર.ઈ.૧૭૦૯/સં. ૧૭૬૫, કારતક સુદ ૭, રવિવાર), ‘મલયસુંદરી-મહાબલ/વિનોદવિલાસ-રાસ’ (૨. ઈ.૧૭૧૦/સં. ૧૭૬૬, માગશર સુદ ૮, સોમવાર), ૮૧ ઢાળની ‘યશોધર-રાસ’ (૨. ઈ.૧૭૧૧/સં. ૧૭૬૭, પોષ સુદ ૫, ગુરુવાર), ૨૭ ઢાળની ‘ધર્મબુદ્ધિમંત્રી અને પાપબુદ્ધિરાજાનો રાસ’ (૨. ઈ.૧૭૧૨/સં. ૧૭૬૮, માગશર સુદ ૧૧, રવિવાર; મુ.), ‘શંત્રુજયતીર્થમાળાઉદ્ધાર-રાસ’ (ર.ઈ.૧૭૧૩), ૩૧ ઢાળની ‘ભાવરત્નસૂરિપ્રમુખ-પાંચપાટવર્ણન-ગચ્છપરંપરા-રાસ’ (ર.ઈ.૧૭૧૪), ૧૭ ઢાળની ‘ઢંઢણમુનિ-સઝાય’ (ર.ઈ.૧૭૧૬/સં. ૧૭૭૨, ભાદવરા સુદ ૧૩, બુધવાર), ૧૩ ઢાળની ‘જ્ઞાનપંચમી/વરદત્તગુણમંજરી/સૌભાગ્યપંચમી-રાસ’ (૨. ઈ.૧૭૨૬/સં. ૧૭૮૨, માગશર સુદ ૧૫, બુધવાર), ૧૩ ઢાળની દામન્નક-રાસ’ (ર.ઈ.૧૭૨૬/સં. ૧૭૮૨, આસો વદ ૧૧, બુધવાર), ‘સૂર્યયશા/ભરતપુત્રનો રાસ’ (૨.ઈ.૧૭૨૬), ૨૩ ઢાળની ‘સુદર્શનશ્રેષ્ઠી-રાસ’ (૨. ઈ.૧૭૨૯/સં. ૧૭૮૫, ભાદરવા વદ ૫, ગુરુવાર), ‘રસરત્નાકર/હરિવંશ-રાસ’ (૨.ઈ.૧૭૪૩/સં. ૧૭૯૯, ચૈત્ર સુદ ૯, ગુરુવાર), ‘મહીપતિરાજા અને મતિસાગરપ્રધાન-રાસ’ (મુ.).

૨૩ કડીનો ‘શંખેશ્વરપાર્શ્વનાથનો સલોકો’ (૨.ઈ.૧૭૦૩/સં. ૧૭૫૯, વૈશાખ વદ ૬; મુ.) શંખેશ્વર તીર્થની ઉત્પત્તિનો કારણભૂત કૃષ્ણ-જરાસંઘના યુદ્ધનો કથાપ્રસંગ વર્ણવે છે અને ૬૬ કડીનો ‘શાલિભદ્રનો સલોકો’ (૨.ઈ.૧૭૧૪/સં. ૧૭૭૦, માગશર સુદ ૧૩; મુ.), ૧૧૭ કડીનો ‘વિમળ-મહેતાનો સલોકો’ (૨.ઈ.૧૭૩૯/સં. ૧૭૯૫, જેઠ સુદ ૮, રવિવાર; મુ.), ૫૭ કડીનો ‘નેમિનાથસ્વામીનો સલોકો’(મુ.) તેમ જ ૬૮ કડીનો ‘ભરતબાહુબલિનો સલોકો’(મુ.) ચરિત્રનાયકના મુખ્ય જીવનપ્રસંગોને પ્રાસાદિક રીતે અને થોડી વાક્છટાથી વર્ણવતી રચનાઓ છે. વૈરાગ્યબોધમાં સર્યા વિના પ્રકૃતિનાં લાક્ષણિક ચિત્રોને ઉઠાવ આપતી અને વિરહભાવનું માર્મિક નિરૂપણ કરતી ૧૩ ઢાળની કૃતિ ‘નેમિનાથરાજિમતી-તેર-માસા’ (ર.ઈ.૧૭૦૩/સં. ૧૭૫૯, શ્રાવણ સુદ ૧૫, સોમવાર; મુ.) ગુજરાતી બારમાસા-સાહિત્યમાં નોંધપાત્ર બની રહે તેવી કૃતિ છે.  
૨૩ કડીનો ‘શંખેશ્વરપાર્શ્વનાથનો સલોકો’ (૨.ઈ.૧૭૦૩/સં. ૧૭૫૯, વૈશાખ વદ ૬; મુ.) શંખેશ્વર તીર્થની ઉત્પત્તિનો કારણભૂત કૃષ્ણ-જરાસંઘના યુદ્ધનો કથાપ્રસંગ વર્ણવે છે અને ૬૬ કડીનો ‘શાલિભદ્રનો સલોકો’ (૨.ઈ.૧૭૧૪/સં. ૧૭૭૦, માગશર સુદ ૧૩; મુ.), ૧૧૭ કડીનો ‘વિમળ-મહેતાનો સલોકો’ (૨.ઈ.૧૭૩૯/સં. ૧૭૯૫, જેઠ સુદ ૮, રવિવાર; મુ.), ૫૭ કડીનો ‘નેમિનાથસ્વામીનો સલોકો’(મુ.) તેમ જ ૬૮ કડીનો ‘ભરતબાહુબલિનો સલોકો’(મુ.) ચરિત્રનાયકના મુખ્ય જીવનપ્રસંગોને પ્રાસાદિક રીતે અને થોડી વાક્છટાથી વર્ણવતી રચનાઓ છે. વૈરાગ્યબોધમાં સર્યા વિના પ્રકૃતિનાં લાક્ષણિક ચિત્રોને ઉઠાવ આપતી અને વિરહભાવનું માર્મિક નિરૂપણ કરતી ૧૩ ઢાળની કૃતિ ‘નેમિનાથરાજિમતી-તેર-માસા’ ← (ર.ઈ.૧૭૦૩/સં. ૧૭૫૯, શ્રાવણ સુદ ૧૫, સોમવાર; મુ.) ગુજરાતી બારમાસા-સાહિત્યમાં નોંધપાત્ર બની રહે તેવી કૃતિ છે.  
૧૦ ઢાળની ‘બ્રહ્મચર્યની/શિયળની નવવાડ-સઝાય’ (૨.ઈ.૧૭૦૭/સં. ૧૭૬૩, શ્રાવણ વદ ૨, બુધવાર; મુ.), ૨૭ ઢાળ અને ૬૪ કડીની ‘ચોવીસદંડકગર્ભિત-ચોવીસ જિન-સ્તવન’ (૨.ઈ.૧૭૨૫/સં. ૧૭૮૧, ચૈત્ર વદ ૬, મંગળવાર; મુ.) તથા ‘ચોવીસી’(મુ.) ઉદયરત્નની લાંબી પણ પરંપરાગત પ્રકારની કૃતિઓ છે.

આ સિવાય ઉદયરત્નનાં ઘણાં મુદ્રિત-અમુદ્રિત સ્તવનો અને સઝાયો મળે છે જેમાંથી કેટલીક સઝાયો(મુ.) એમના વિષય કે નિરૂપણરીતિ કે ભાષાછટાથી આકર્ષક બને છે. જેમ કે, રૂપકાત્મક નિરૂપણરીતિવાળી ‘અંધેરી નગરીની સઝાય’ તથા ‘જીવરૂપી વણઝારા વિશેની સઝાય’ (૨.ઈ.૧૭૦૧), સંવાદશૈલીનો ઉપયોગ કરતી ‘ભીલડીની સઝાય’, ‘જોબન અસ્થિરની સઝાય’, ‘ભાંગવારક-સઝાય’, ‘શિખામણ કોને આપવી તે વિશેની સઝાય’ વગેરે.

Line 1,055: Line 1,055:
કવિ પોતાની ઘણી કૃતિઓના મંગલાચરણમાં સરસ્વતીને ભાવપૂર્વક વંદના કરે છે અને મોટા ભાગની કૃતિઓ ગુરુવારે પૂરી કરે છે તે તેમની વિદ્યાપ્રીતિ દર્શાવે છે. પોતાની કૃતિઓમાં કવિ પોતાના પૂર્વકવિઓનું પણ આદરપૂર્વક સ્મરણ કરે છે, તેમનો ઋણસ્વીકાર કરે છે અને પોતાની અલ્પતા દર્શાવે છે. ઋષભદાસની કૃતિઓમાં વિપુલ પ્રમાણમાં મળતાં સુભાષિતો પણ કવિએ પૂર્વપરંપરાનો મોકળાશથી લાભ લીધો છે એમ દર્શાવી આપે છે. કવિની કૃતિઓમાં કથાતત્ત્વ ઘણું વિપુલ છે. દૃષ્ટાંતકથા, ઉપકથા નિમિત્તે ઘણી કથા-સામગ્રી કવિ પોતાની કૃતિઓમાં વણી લે છે,પરંતુ કથારસ જમાવવાનું કૌશલ કવિ ખાસ બતાવી શકતા નથી. તેમનું લક્ષ કથા નિમિત્તે બોધ આપવા તરફ વિશેષ રહે છે. તેમનો બોધ સાંપ્રદાયિક આચાર-વિચારોને અનુલક્ષતો હોય એ સ્વાભાવિક છે પરંતુ તે ઉપરાંત સમગ્ર જીવનવ્યવહાર અંગેની ડહાપણભરેલી શિખામણ પણ તેમાં સારા પ્રમાણમાં ગૂંથાયેલ છે તે ધ્યાન ખેંચે તેવી બાબત છે. જેમ કે, “પહેલું સુખ તે જાતે નર્યા” એ કહેવત ઋષભદાસ જેટલી જૂની છે. કવિ ક્વચિત્ વિનોદરસનું નિરૂપણ કરવાની તક લે છે, જીભ અને દાંત વચ્ચેના જેવા સંવાદો ગૂંથવાની પદ્ધતિ અપનાવે છે, ઉપમાદિ અલંકારોનો વિનિયોગ કરે છે ને સ્થળો, વ્યક્તિઓ વગેરેનાં પ્રાસાદિક વર્ણનો આપે છે, તેમ જ કૃતિનાં રચનાસ્થળ, કાળ વગેરેને સમસ્યાથી નિર્દેશે છે - એ બધી રીતે કવિનું રસિક પાંડિત્ય પ્રગટ થતું જોઈ શકાય છે.

ઋષભદાસની કૃતિઓમાં રાજસ્થાની પરંપરા મુજબ કારતક વદ અમાસને દિવાળી-દિન તરીકે ઓળખાવાયેલ છે અને વર્ષ પણ કારતક વદ અમાસ પછી બદલાતું હોય એવું સમજાય છે.

ઋષભદાસની રાસાત્મક કૃતિઓમાંથી ૪ કૃતિઓ મુદ્રિત મળે છે. ૨ ખંડ અને આશરે ૪૫૦૦ કડીનો, મુખ્યત્વે દુહા, ચોપાઈ અને દેશીબંધમાં રચાયેલો ‘કુમારપાલ-રાસ’ (ર.ઈ.૧૬૧૪/સં. ૧૬૭૦, ભાદરવા સુદ ૨, ગુરુવાર) કુમારપાલ ઉપરાંત વનરાજ, સિદ્ધરાજ જયસિંહ, હેમચંદ્રાચાર્ય અને અજયપાલના જીવનવૃત્તાંતને વણી લઈ ઘણી ઐતિહાસિક સામગ્રી પૂરી પાડે છે તેમ જ ધર્મબોધક પ્રસંગનિરૂપણો, અલંકારાદિકની મદદથી થયેલાં વર્ણનો, તત્કાલીન સમાજજીવનની માહિતી અને સંખ્યાબંધ સુભાષિતોથી મહાકાવ્ય જેવો વિસ્તાર સાધે છે. કવિની લાક્ષણિક વર્ણનશક્તિ તથા બોધવૃત્તિને પ્રગટ કરતો ૮૪ ઢાળનો દુહા-દેશીબદ્ધ ‘ભરતબાહુબલિ-રાસ’ (ર. ઈ.૧૬૨૨/સં. ૧૬૭૮, પોષ સુદ ૧૦, ગુરુવાર) પણ ભરતેશ્વર અને બાહુબલિના પૂર્વભવોના વૃત્તાંતથી તેમ જ ઉપકથાઓના વિનિયોગથી વિસ્તાર સાધતી કૃતિ છે. લગભગ જીવનવ્યાપી કહેવાય એવા ધર્મબોધ અને વ્યવહારબોધને રજૂ કરતો દુહા, સોરઠા અને દેશી ઢાળોની આશરે ૨૦૦ કડીનો ‘હિતશિક્ષારાસ’ (ર. ઈ.૧૬૨૬/સં. ૧૬૮૨, મહા સુદ ૫, ગુરુવાર) કવિની સુભાષિતવાણી અને દૃષ્ટાંતકથાઓથી રસાત્મક બને છે. દુહા, ચોપાઈ અને દેશીબદ્ધ આશરે ૩૫૦૦ કડીનો ‘હીરવિજયસૂરિ-રાસ’ (ર.ઈ.૧૬૨૯/સં. ૧૬૮૫, આસો - ૧૦, ગુરુવાર) અકબારબાદશાહપ્રતિબોધક વિખ્યાત જૈનાચાર્ય હીરવિજયસૂરિના જીવનવૃત્તાંતને નિમિત્તે ઘણી ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વની માહિતી આપે છે અને અકબરચરિત્રનું આલેખન, કેટલાંક વર્ણનો, પ્રસંગનિરૂપણો તથા કાવ્યચાતુરીઓને કારણે રસપ્રદ બને છે. અન્ય રાસકૃતિઓ આ પ્રમાણે છે : ૧૧૮ ઢાળનો ‘ઋષભદેવનો રાસ’ (ર.ઈ.૧૬૦૬), શ્રાવકનાં બાર વ્રતોનું વર્ણન કરતો ૮૧ ઢાળનો ‘વ્રતવિચાર-રાસ’ (ર.ઈ.૧૬૧૦/સં. ૧૬૬૬, કારતક વદ ૩૦), ૪૨૪/૪૨૬ કડીનો ‘સુમિત્રરાજર્ષિ-રાસ’ (ર.ઈ.૧૬૧૨/સં. ૧૬૬૮, પોષ સુદ ૨, ગુરુવાર), ૭૨૮/૭૩૨ કડીનો ‘સ્થૂલિભદ્ર-રાસ’ (ર.ઈ.૧૬૧૨/સં. ૧૬૬૮, કારતક વદ ૩૦, શુક્રવાર); ૫૫૭ કડીનો ‘અજાકુમાર-રાસ’ (ર.ઈ.૧૬૧૪/સં. ૧૬૭૦, ચૈત્ર સુદ ૨, ગુરુવાર), ૨૦ ઢાળ અને ૨૯૬ કડીનો ‘શત્રુંજયઉદ્ધાર-રાસ’ (ર.ઈ.૧૬૧૪/સં. ૧૬૭૦, ભાદરવા સુદ ૨, ગુરુવાર), ૫૦૨ કડીનો ‘જીવવિચાર-રાસ’ (ર. ઈ.૧૬૨૦/સં. ૧૬૭૬, આસો સુદ ૧૫), ૮૧૧ કડીનો ‘નવતત્ત્વ-રાસ’ (ર.ઈ.૧૬૨૦/સં. ૧૬૭૬, કારતક વદ ૩૦, રવિવાર), ૫૮૨ કડીનો ‘ક્ષેત્રપ્રકાશ-રાસ’ (ર.ઈ.૧૬૨૨/સં. ૧૬૭૮, માધવ માસ સુદ ૨, ગુરુવાર), ૮૭૯ કડીનો ‘સમકિતસાર-રાસ’ (ર.ઈ.૧૬૨૨/સં. ૧૬૭૮, જેઠ સુદ ૨, ગુરુવાર), ૭૧૨ કડીનો ‘ઉપદેશમાલા-રાસ’ (ર.ઈ.૧૬૨૪/સં. ૧૬૮૦, મહા સુદ ૧૦, ગુરુવાર), આશરે ૫૬૬ કડીનો ‘પૂજાવિધિ-રાસ’ (રઈ.૧૬૨૬/સં. ૧૬૮૨, વૈશાખ સુદ ૫, ગુરુવાર), ૨૨૩ કડીનો ‘જીવંત-સ્વામીનો રાસ’ (ર.ઈ.૧૬૨૬/સં. ૧૬૮૨, વૈશાખ વદ ૧૧, ગુરુવાર), ૭ ખંડ અને ૧૮૩૯ કડીનો ‘શ્રેણિક-રાસ’ (ર.ઈ.૧૬૨૬/સં. ૧૬૮૨, આસો સુદ ૫, ગુરુવાર), ૨૮૪ કડીનો ‘કયવન્ના-રાસ’ (ર.ઈ.૧૬૨૭), ખરતરગચ્છ અને તપગચ્છના વિખવાદને ટાળવા વિજયદાનસૂરિની ૭ આજ્ઞાઓમાં ૫ ઉમેરી હીરવિજયસૂરિએ ૧૨ આજ્ઞાઓ જાહેર કરી હતી તેને વર્ણવતો ૨૯૪ કડીનો ‘હીરવિજયસૂરિના બાર બોલનો રાસ’ (ર. ઈ.૧૬૨૮/સં. ૧૬૮૪, શ્રાવણ વદ ૨, ગુરુવાર), ૨૯૫ કડીનો ‘મલ્લિનાથ-રાસ’ (ર.ઈ.૧૬૨૯/સં. ૧૬૮૫, પોષ સુદ ૧૩, રવિવાર), ૧૦૦૫ કડીનો ‘અભયકુમાર-રાસ’ (ર.ઈ.૧૬૩૧/સં. ૧૬૮૭, કારતક વદ ૯, ગુરુવાર), ૨૪૫ કડીનો ‘રોહણિયામુનિ-રાસ’ (ર.ઈ.૧૬૩૨/સં. ૧૬૮૮, પોષ સુદ ૭, ગુરુવાર), ૪૪૫ કડીનો ‘વીરસેનનો રાસ’. આ ઉપરાંત ૭૯૧ કડીનો ‘સમયસ્વરૂપ-રાસ’, ૭૮૫ કડીનો દેવગુરુસ્વરૂપ-રાસ’, ૨૧૯૨ કડીનો ‘કુમારપાલનો નાનો રસ’, આશરે ૧૬૦૦ કડીનો ‘શ્રાદ્ધવિધિ-રાસ’, ૯૭ કડીનો ‘આર્દ્રકુમાર-રાસ’, ૩૨૮ કડીનો ‘પુણ્યપ્રશંસા-રાસ’ પણ પરંપરામાં કવિ ઋષભદાસને નામે નોંધાયેલ છે પરંતુ આ રાસકૃતિઓની હસ્તપ્રતો ઉપલબ્ધ થઈ નથી. ‘વીસસ્થાનકતપ-રાસ’ (ર. ઈ.૧૬૨૯) તથા ‘સિદ્ધશિક્ષા-રાસ’ નામક ૨ કૃતિ પણ આ કવિને નામે ઉલ્લેખાયેલી મળે છે, પરંતુ પ્રાપ્ત આધારોથી એનું સમર્થન થતું નથી. ‘સિદ્ધશિક્ષા’ તે કદાચ ‘હિતશિક્ષા’ હોય.
ઋષભદાસની રાસાત્મક કૃતિઓમાંથી ૪ કૃતિઓ મુદ્રિત મળે છે. ૨ ખંડ અને આશરે ૪૫૦૦ કડીનો, મુખ્યત્વે દુહા, ચોપાઈ અને દેશીબંધમાં રચાયેલો ‘કુમારપાલ-રાસ’ ← (ર.ઈ.૧૬૧૪/સં. ૧૬૭૦, ભાદરવા સુદ ૨, ગુરુવાર) કુમારપાલ ઉપરાંત વનરાજ, સિદ્ધરાજ જયસિંહ, હેમચંદ્રાચાર્ય અને અજયપાલના જીવનવૃત્તાંતને વણી લઈ ઘણી ઐતિહાસિક સામગ્રી પૂરી પાડે છે તેમ જ ધર્મબોધક પ્રસંગનિરૂપણો, અલંકારાદિકની મદદથી થયેલાં વર્ણનો, તત્કાલીન સમાજજીવનની માહિતી અને સંખ્યાબંધ સુભાષિતોથી મહાકાવ્ય જેવો વિસ્તાર સાધે છે. કવિની લાક્ષણિક વર્ણનશક્તિ તથા બોધવૃત્તિને પ્રગટ કરતો ૮૪ ઢાળનો દુહા-દેશીબદ્ધ ‘ભરતબાહુબલિ-રાસ’ ← (ર. ઈ.૧૬૨૨/સં. ૧૬૭૮, પોષ સુદ ૧૦, ગુરુવાર) પણ ભરતેશ્વર અને બાહુબલિના પૂર્વભવોના વૃત્તાંતથી તેમ જ ઉપકથાઓના વિનિયોગથી વિસ્તાર સાધતી કૃતિ છે. લગભગ જીવનવ્યાપી કહેવાય એવા ધર્મબોધ અને વ્યવહારબોધને રજૂ કરતો દુહા, સોરઠા અને દેશી ઢાળોની આશરે ૨૦૦ કડીનો ‘હિતશિક્ષારાસ’ ← (ર. ઈ.૧૬૨૬/સં. ૧૬૮૨, મહા સુદ ૫, ગુરુવાર) કવિની સુભાષિતવાણી અને દૃષ્ટાંતકથાઓથી રસાત્મક બને છે. દુહા, ચોપાઈ અને દેશીબદ્ધ આશરે ૩૫૦૦ કડીનો ‘હીરવિજયસૂરિ-રાસ’ ← (ર.ઈ.૧૬૨૯/સં. ૧૬૮૫, આસો - ૧૦, ગુરુવાર) અકબારબાદશાહપ્રતિબોધક વિખ્યાત જૈનાચાર્ય હીરવિજયસૂરિના જીવનવૃત્તાંતને નિમિત્તે ઘણી ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વની માહિતી આપે છે અને અકબરચરિત્રનું આલેખન, કેટલાંક વર્ણનો, પ્રસંગનિરૂપણો તથા કાવ્યચાતુરીઓને કારણે રસપ્રદ બને છે. અન્ય રાસકૃતિઓ આ પ્રમાણે છે : ૧૧૮ ઢાળનો ‘ઋષભદેવનો રાસ’ (ર.ઈ.૧૬૦૬), શ્રાવકનાં બાર વ્રતોનું વર્ણન કરતો ૮૧ ઢાળનો ‘વ્રતવિચાર-રાસ’ (ર.ઈ.૧૬૧૦/સં. ૧૬૬૬, કારતક વદ ૩૦), ૪૨૪/૪૨૬ કડીનો ‘સુમિત્રરાજર્ષિ-રાસ’ (ર.ઈ.૧૬૧૨/સં. ૧૬૬૮, પોષ સુદ ૨, ગુરુવાર), ૭૨૮/૭૩૨ કડીનો ‘સ્થૂલિભદ્ર-રાસ’ (ર.ઈ.૧૬૧૨/સં. ૧૬૬૮, કારતક વદ ૩૦, શુક્રવાર); ૫૫૭ કડીનો ‘અજાકુમાર-રાસ’ (ર.ઈ.૧૬૧૪/સં. ૧૬૭૦, ચૈત્ર સુદ ૨, ગુરુવાર), ૨૦ ઢાળ અને ૨૯૬ કડીનો ‘શત્રુંજયઉદ્ધાર-રાસ’ (ર.ઈ.૧૬૧૪/સં. ૧૬૭૦, ભાદરવા સુદ ૨, ગુરુવાર), ૫૦૨ કડીનો ‘જીવવિચાર-રાસ’ (ર. ઈ.૧૬૨૦/સં. ૧૬૭૬, આસો સુદ ૧૫), ૮૧૧ કડીનો ‘નવતત્ત્વ-રાસ’ (ર.ઈ.૧૬૨૦/સં. ૧૬૭૬, કારતક વદ ૩૦, રવિવાર), ૫૮૨ કડીનો ‘ક્ષેત્રપ્રકાશ-રાસ’ (ર.ઈ.૧૬૨૨/સં. ૧૬૭૮, માધવ માસ સુદ ૨, ગુરુવાર), ૮૭૯ કડીનો ‘સમકિતસાર-રાસ’ (ર.ઈ.૧૬૨૨/સં. ૧૬૭૮, જેઠ સુદ ૨, ગુરુવાર), ૭૧૨ કડીનો ‘ઉપદેશમાલા-રાસ’ (ર.ઈ.૧૬૨૪/સં. ૧૬૮૦, મહા સુદ ૧૦, ગુરુવાર), આશરે ૫૬૬ કડીનો ‘પૂજાવિધિ-રાસ’ (રઈ.૧૬૨૬/સં. ૧૬૮૨, વૈશાખ સુદ ૫, ગુરુવાર), ૨૨૩ કડીનો ‘જીવંત-સ્વામીનો રાસ’ (ર.ઈ.૧૬૨૬/સં. ૧૬૮૨, વૈશાખ વદ ૧૧, ગુરુવાર), ૭ ખંડ અને ૧૮૩૯ કડીનો ‘શ્રેણિક-રાસ’ (ર.ઈ.૧૬૨૬/સં. ૧૬૮૨, આસો સુદ ૫, ગુરુવાર), ૨૮૪ કડીનો ‘કયવન્ના-રાસ’ (ર.ઈ.૧૬૨૭), ખરતરગચ્છ અને તપગચ્છના વિખવાદને ટાળવા વિજયદાનસૂરિની ૭ આજ્ઞાઓમાં ૫ ઉમેરી હીરવિજયસૂરિએ ૧૨ આજ્ઞાઓ જાહેર કરી હતી તેને વર્ણવતો ૨૯૪ કડીનો ‘હીરવિજયસૂરિના બાર બોલનો રાસ’ (ર. ઈ.૧૬૨૮/સં. ૧૬૮૪, શ્રાવણ વદ ૨, ગુરુવાર), ૨૯૫ કડીનો ‘મલ્લિનાથ-રાસ’ (ર.ઈ.૧૬૨૯/સં. ૧૬૮૫, પોષ સુદ ૧૩, રવિવાર), ૧૦૦૫ કડીનો ‘અભયકુમાર-રાસ’ (ર.ઈ.૧૬૩૧/સં. ૧૬૮૭, કારતક વદ ૯, ગુરુવાર), ૨૪૫ કડીનો ‘રોહણિયામુનિ-રાસ’ (ર.ઈ.૧૬૩૨/સં. ૧૬૮૮, પોષ સુદ ૭, ગુરુવાર), ૪૪૫ કડીનો ‘વીરસેનનો રાસ’. આ ઉપરાંત ૭૯૧ કડીનો ‘સમયસ્વરૂપ-રાસ’, ૭૮૫ કડીનો દેવગુરુસ્વરૂપ-રાસ’, ૨૧૯૨ કડીનો ‘કુમારપાલનો નાનો રસ’, આશરે ૧૬૦૦ કડીનો ‘શ્રાદ્ધવિધિ-રાસ’, ૯૭ કડીનો ‘આર્દ્રકુમાર-રાસ’, ૩૨૮ કડીનો ‘પુણ્યપ્રશંસા-રાસ’ પણ પરંપરામાં કવિ ઋષભદાસને નામે નોંધાયેલ છે પરંતુ આ રાસકૃતિઓની હસ્તપ્રતો ઉપલબ્ધ થઈ નથી. ‘વીસસ્થાનકતપ-રાસ’ (ર. ઈ.૧૬૨૯) તથા ‘સિદ્ધશિક્ષા-રાસ’ નામક ૨ કૃતિ પણ આ કવિને નામે ઉલ્લેખાયેલી મળે છે, પરંતુ પ્રાપ્ત આધારોથી એનું સમર્થન થતું નથી. ‘સિદ્ધશિક્ષા’ તે કદાચ ‘હિતશિક્ષા’ હોય.
અન્ય પ્રકારની લાંબી કૃતિઓમાં ‘નેમનાથનવરસ/નેમિનાથજીનું સ્તવન’ (ર.ઈ.૧૬૧૧./સં. ૧૬૬૭, પોષ સુદ ૨, ગુરુવાર; મુ.), ૫ ઢાળ અને ૭૦ કડીમાં નેમિનાથના જીવનના મુખ્ય પ્રસંગોને રસાળ રીતે વર્ણવે છે અને ૩૨ કડીનો ‘પાલનપુરનો છંદ’(મુ.) પાલનપુરના વણિકવંશોની તથા અન્ય ઇતિહાસપ્રસંગોની માહિતીને કારણે નોંધપાત્ર બને છે. ૧૨ ઢાળ અને ૭૬ કડીનું ‘બારઆરાસ્તવન/ગૌતમપ્રશ્નોત્તર-સ્તવન’ (ર.ઈ.૧૬૨૨/સં. ૧૬૭૮, ભાદરવા સુદ ૨; મુ.), ૫ ઢાળ અને ૫૮ કડીનું ‘આલોયણાવિચારગર્ભિત-આદિજન-સ્તવન’ (ર.ઈ.૧૬૧૦/સં. ૧૬૬૬, શ્રાવણ સુદ ૨; મુ.), ૬૯/૭૧ કડીનો ‘આદીશ્વર-વિવાહલો/ઋષભદેવગુણ-વેલી’, ૫૪ કડીનું ‘કુમતિદલનપાર્શ્વનાથ-સ્તવન’ તથા ૧૦૦ ગ્રંથાગ્રની ‘શીલ-સઝાય’ આ પ્રકારની અન્ય કૃતિઓ છે. કવિ ઋષભદાસની કેટલીક મુદ્રિત-અમુદ્રિત સ્તુતિઓ, સઝાયો વગેરે પ્રકારની કૃતિઓ પણ મળે છે.

કૃતિ : ૧. આકામહોદધિ:૩, ૫, ૮ (+સં.); ૨. ચૈસ્તસંગ્રહ:૩; ૩. જિભપ્રકાશ; ૪. જિસ્તકાસંગ્રહ:૧; ૫. જૈકાપ્રકાશ:૧; ૬. જૈસસંગ્રહ(ન); ૭. સસન્મિત્ર (ઝ);  ૮. ફાત્રૈમાસિક, ઑક્ટો.-ડિસે. ૧૯૪૧ - ‘પાલનપુરનો જૈન સંક્ષિપ્ત ઇતિહાસ’, મુનિ કાન્તિસાગર.

Line 1,066: Line 1,066:
ઋષભવિજય : આ નામે ૧૧ કડીની ‘ઋતુવંતીઅસઝાયનિ-વારક-સઝાય’ (મુ.) મળે છે તે કયા ઋષભવિજય છે તે નિશ્ચિત કહી શકાય તેમ નથી.

કૃતિ : પ્રાસપસંગ્રહ. [હ.યા.]
કૃતિ : પ્રાસપસંગ્રહ. [હ.યા.]
ઋષભવિજય - ૧ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયાણંદની પરંપરામાં રામવિજયના શિષ્ય. ૩ ઢાળની ‘ખંધકમુનિ-સઝાય’ (ર.ઈ.૧૮૨૧/સં. ૧૮૭૭, પોષ - ૬; મુ.), ૪ ઉલ્લાસ અને ૫૬ ઢાળની ‘વચ્છરાજ-રાસ’ (ર.ઈ.૧૮૨૬/સં. ૧૮૮૨, શ્રાવણ સુદ ૬, ગુરુવાર; મુ.), ૧૭/૧૮ ઢાળની ‘નેમિનાથ પાણિપીડાધિકાર-સ્તવન/નેમિનાથ-વિવાહલો’ (ર.ઈ.૧૮૩૦/સં. ૧૮૮૬, અસાડ સુદ ૧૫), ‘મહાવીરસત્તાવીસભવ-સ્તવન’ (ર.ઈ.૧૮૪૦) તથા ૭ ઢાળની ‘રામસીતાનાં ઢાળિયાં’ (ર.ઈ.૧૮૪૭/સં. ૧૯૦૩, માગશર વદ ૨, બુધવાર)ના કર્તા.
ઋષભવિજય - ૧ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયાણંદની પરંપરામાં રામવિજયના શિષ્ય. ૩ ઢાળની ‘ખંધકમુનિ-સઝાય’ (ર.ઈ.૧૮૨૧/સં. ૧૮૭૭, પોષ - ૬; મુ.), ૪ ઉલ્લાસ અને ૫૬ ઢાળની ‘વચ્છરાજ-રાસ’ ← (ર.ઈ.૧૮૨૬/સં. ૧૮૮૨, શ્રાવણ સુદ ૬, ગુરુવાર; મુ.), ૧૭/૧૮ ઢાળની ‘નેમિનાથ પાણિપીડાધિકાર-સ્તવન/નેમિનાથ-વિવાહલો’ (ર.ઈ.૧૮૩૦/સં. ૧૮૮૬, અસાડ સુદ ૧૫), ‘મહાવીરસત્તાવીસભવ-સ્તવન’ (ર.ઈ.૧૮૪૦) તથા ૭ ઢાળની ‘રામસીતાનાં ઢાળિયાં’ (ર.ઈ.૧૮૪૭/સં. ૧૯૦૩, માગશર વદ ૨, બુધવાર)ના કર્તા.
કૃતિ : ૧. વચ્છરાજનો રાસ; - ;  ૨. આકામહોદધિ: ૫; ૩. જૈસસંગ્રહ(ન.).

સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હજૈજ્ઞાસૂચિ:૧. [હ.યા.]

Line 1,083: Line 1,083:
હેમરથરાજાનો પુત્ર કનકરથ કાબેરીની રાજકુંવરી ઋખિમણિને પરણવા જતાં રસ્તામાં તાપસજીવન ગાળતા હરિષેણરાજાની પુત્રી ઋષિદત્તા પર મોહિત થઈ એની સાથે લગ્ન કરે છે ને ત્યાંથી જ પાછો વળી જાય છે. આથી ગુસ્સે થયેલી ઋખિમણિ સુલસા યોગિણી દ્વારા ઋષિદત્તાને રાક્ષસી ઠેરવે છે. દેહાંતદંડની સજા પામેલી અને મૂર્છિત થતાં મૃત્યુ પામેલી માનીને છોડી દેવાયેલી ઋષિદત્તા પિતાના આશ્રમમાં મુનિવેશે એકાકી જીવન ગાળે છે. ફરી ઋખિમણિને પરણવા જતો કનકરથ રસ્તામાં આ યુવાન મુનિથી આકર્ષાઈ એને પોતાના મિત્ર તરીકે સાથે લે છે. લગ્ન પછી કનકરથ ઋખિમણિ પાસેથી ખરી હકીકત જાણવા મળતાં નિર્દોષ પત્નીનો વિયોગ સહન ન થતાં બળી મરવા તૈયાર થાય છે ત્યારે એને અટકાવી ઋષિદત્તા મુનિવેશ છોડી પોતાને રૂપે પ્રગટ થાય છે અને ઋખિમણિ પરનો રોષ પણ દૂર કરાવે છે. યશોભદ્રસૂરિ પાસેથી, પોતાનાં પૂર્વભવનાં કર્મોનો આ બધો પરિપાક હતો એ જાણીને ઋષિદત્તા અને કનકરથ એમની પાસે દીક્ષા લે છે.

નાયિકાપ્રધાન આ રાસમાં વીર અને હાસ્ય સિવાયના સાતેય રસોનું યથોચિત નિરૂપણ છે પણ કરુણનું આલેખન વધારે લક્ષ ખેંચે છે. પતિનું વહાલ સંભારી અરણ્યમાં એકલી રવડતી ઋષિદત્તાના અને ઋષિદત્તાને સંભારી દુ:ખી જિંદગી જીવતા ને ખરી હકીકત જાણવા મળતાં બળી મરવા તૈયાર થયેલા કનરથના વિલાપોમાં કવિની કરુણરસનિરૂપણની ક્ષમતા દેખાઈ આવે છે. સ્થળો, ઉત્સવો, પાત્રો, પ્રસંગોનાં વીગતપૂર્ણને રસિક વર્ણનો પણ કવિની ક્ષમતાનાં સૂચક છે. સંસ્કૃત તત્સમ શબ્દો ને સમાસરચનાઓનો નોંધપાત્ર વિનિયોગ કરતી કવિની ભાષમાં મરાઠી, રાજસ્થાની, સૌરાષ્ટ્રી, ઉર્દૂ ભાષના સંસ્કારો પણ વરતાય છે, અને સુલસાએ મચાવેલા ઉત્પાતનું બીભત્સ અને અદ્ભુતરસભર્યું વર્ણન હિન્દીમાં કરીને કવિએ એ ભાષાપ્રયોગની સાભિપ્રાયતા પણ પ્રગટ કરી છે. કહેવતો અને રૂઢિપ્રયોગોના વિપુલ ને અર્થસભર ઉપયોગથી અભિવ્યક્તિ અસરકાર બની છે, તો વિશેષોક્તિ અને વ્યતિરેક જેવા અલંકારોની બહુલતાને કારણે કવિની અલંકારરચનાની વિદગ્ધતા પ્રગટ થાય છે. પંક્તિની અંતર્ગત પણ અંત્યાનુપ્રાસને લઈ જવાની રીતિ, ચારણી શૈલીની ઝડઝમક, ચારણી છંદો સમેત વિવિધ ગેયઢાળોનો ઉપયોગ અને દરેક ઢાળને આરંભે રાગનો નિર્દેશ એ આ કૃતિની રચનાશૈલીની કેટલીક વિશેષતાઓ છે. [ર.ર.દ.]

ઋષિવર્ધન(સૂરિ)[ઈ.૧૪૫૬માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. જયકીર્તિસૂરિના શિષ્ય. હેમચંદ્રાચાર્યકૃત ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત’ અને રામચંદ્રસૂરિકૃત ‘નલવિલાસ-નાટક’ પર આધારિત દુહા, ચોપાઈ અને દેશીબદ્ધ, ૩૨૧ કડીનો એમનો ‘નલરાયદવદંતીચરિત-રાસ /નલરાજ-ચુપાઈ/નલપંચભવ-રાસ’ (ર. ઈ.૧૪૫૬; મુ.) અન્ય ભવોની કથાને ટૂંકમાં વણી લે છે, અને નિરૂપણના લાઘવ તથા કાવ્યતત્ત્વની દૃષ્ટિએ ગુજરાતી નલકથામાં નોંધપાત્ર બને છે. તેમની પાસેથી ‘જિનેન્દ્રાતિશય-પંચાશિકા’ નામે સંસ્કૃત રચના પણ મળે છે.  
ઋષિવર્ધન(સૂરિ)[ઈ.૧૪૫૬માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. જયકીર્તિસૂરિના શિષ્ય. હેમચંદ્રાચાર્યકૃત ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત’ અને રામચંદ્રસૂરિકૃત ‘નલવિલાસ-નાટક’ પર આધારિત દુહા, ચોપાઈ અને દેશીબદ્ધ, ૩૨૧ કડીનો એમનો ‘નલરાયદવદંતીચરિત-રાસ ←/નલરાજ-ચુપાઈ/નલપંચભવ-રાસ’ (ર. ઈ.૧૪૫૬; મુ.) અન્ય ભવોની કથાને ટૂંકમાં વણી લે છે, અને નિરૂપણના લાઘવ તથા કાવ્યતત્ત્વની દૃષ્ટિએ ગુજરાતી નલકથામાં નોંધપાત્ર બને છે. તેમની પાસેથી ‘જિનેન્દ્રાતિશય-પંચાશિકા’ નામે સંસ્કૃત રચના પણ મળે છે.  
કૃતિ : ૧. *(ઋષિવર્ધનસૂરિકૃત) નલરાય-દવદંતીચરિત, સં. અર્નેસ્ટ બેન્ડર, ઈ.૧૯૫૧; ૨. એજન, સં. રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૧ (+સં.).

સંદર્ભ : ૧. નળદમયંતીની કથાનો વિકાસ, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૦;  ૨. જૈગૂકવિઓ : ૧,૩(૧). [શ્ર.ત્રિ.]