ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોવિંદરામ મહારાજ-૪


ગોવિંદરામ(મહારાજ)-૪ [ઈ.૧૯મી સદી] : જ્ઞાનમાર્ગી કવિ. નિરાંત મહારાજના ૧૬ મુખ્ય શિષ્યોમાંના એક. જદાખાડી(જિ. સુરત)ની જ્ઞાનગાદીના આચાર્ય મૂળ પીપળિયા(જિ. ભરૂચ)ના વતની અને જ્ઞાતિએ લેઉઆ પાટીદાર. દેહની નશ્વરતા, ગુરુમહિમા, નામમહિમા, બ્રહ્મમિલનનો આનંદ વગેરે વિષયો ધરાવતાં ને તિથિ, ધોળ, ફાગ આદિ પ્રકારોનો આશ્રય લેતાં એમનાં ૨૭ પદો મુદ્રિત મળે છે. એમનું ફાગનું પદ મુખ્યત્વે હિંદી ભાષામાં છે. કૃતિ : ગુમુવાણી (+સં.).[દે.દ.]