ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દયારત્ન


દયારત્ન [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છની આચાર્ય શાખાના જૈન સાધુ. એમણે ઈ.૧૬૫૫માં આચારાંગની ૧ પ્રત વહોરેલી અને એમને વાચનાચાર્યની પદવી મળેલી એવો ઉલ્લેખ મળે છે. એમના ૪૩ કડીના ‘કાપરહેડા-રાસ’ (ર.ઈ.૧૬૩૯; મુ.)માં જિનચંદ્રસૂરિ ઈ.૧૬૧૪માં જોધપુર રાજ્યના કાપડહેડા ગામમાં ગયેલા તે પછી ત્યાં થયેલી સ્વયંભૂ પાર્શ્વનાથની ઉત્પત્તિ અને ઈ.૧૬૨૫માં થયેલી તેની પ્રતિષ્ઠાનો ઇતિહાસ વર્ણવાયેલ છે. એમણે સંસ્કૃતમાં ‘ન્યાયરત્નાવલિ’ રચી હોવાની માહિતી મળે છે. કૃતિ : ઐરાસંગ્રહ : ૩(+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૧, ૩(૧).[ર.ર.દ.]