ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દુર્લભ દુર્લભદાસ


દુર્લભ/દુર્લભદાસ  : આ નામોથી હિંદી તેમ જ ગુજરાતી પદો (કેટલાંક મુ.) મળે છે તે કયા દુર્લભ કે દુર્લભદાસ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. મુદ્રિત ગુજરાતી કૃતિઓ તેની ભાષાભિવ્યક્તિને કારણે અર્વાચીન હોય એવી શંકા થાય છે. કૃતિ : ૧. પ્રાકાસુધા : ૧; ૨. ભજનસાગર : ૧; ૩. સોસંવાણી. સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]