ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવીદાસ


દેવીદાસ : આ નામે ભાગવતની કથાના સારસંક્ષેપ રૂપ ‘ભાગવત સાર’, કક્કો, ‘પૂતનાવધ’ (મુ.), ‘ભક્તમાળ’ (મુ.), થાળની ૨ રચનાઓ (મુ.), વાર(મુ.) તથા કૃષ્ણભક્તિ, સંતમહિમા ને અધ્યાત્મબોધ, ઉપદેશ વગેરે વિષયોનાં પદો (કેટલાંક મુ.) મળે છે. તેમાંથી અધ્યાત્મબોધનું પદ (મુ.) સૌરાષ્ટ્રના જાણીતા સંત દેવીદાસની કૃતિ હોવાનું કહેવા માટે કોઈ આધાર નથી. તે જ પ્રમાણે ‘ભાગવતસાર’ અને કેટલાંક પદો કેટલાક સંદર્ભોમાં દેવીદાસ-૧ને નામે મૂકવામાં આવેલ છે તેને માટે પણ કશો આધાર નથી. આમ, આ કૃતિઓના કર્તા કયા દેવીદાસ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. જુઓ દેવદાસ. કૃતિ : ૧. અભમાલા; ૨. કાદોહન : ૨; ૩. નકાદોહન; ૪. બૃકાદોહન : ૮; ૫. બૃહત્ ભજનસાગર, સં. જ્યોતિર્વિભૂષણ પંડિત કાર્તાંતિક, દામોદર જ. ભટ્ટ, સં. ૧૯૬૫; ૬. ભજનસાગર : ૧; ૭. ભસાસિંધુ; ૮. સતવાણી; ૯. સોસંવાણી. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુજૂકહકીકત;  ૩. ગૂહાયાદી; ૪. ફાહનામાવલિ : ૨; ૫. ફૉહનામાવલિ. [ર.સો.]