ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભૂધર


ભૂધર : ભૂધરમુનિ નામના જૈન કવિને નામે ૮ કડીની ‘કામકંદર્પની સઝાય’ (મુ.) તથા ૧૧ કડીની ‘જીવદયા-છંદ’(મુ.) કૃતિઓ મળે છે પરંતુ તેમના કર્તા કયા ભૂધર છે તે નિશ્ચિતપણે કહી શકાતું નથી. ભૂધર નામના જૈનેતર કવિને નામે, ઉપમાદૃષ્ટાંતાદિમાં અખા ભગતની શૈલી સાથે સામ્ય ધરાવતું ૧૧૨ કડીનું ‘જ્ઞાનબુદ્ધ’, પ્રભુ વિરહના બારમાસનું ૧ પદ (મુ.), અધ્યાત્મબોધ, ભક્તિબોધ તથા કૃષ્ણ-ચરિત્રનાં પદો (કેટલાંક મુ.), ‘નારદનું ફૂલ (લે.ઈ.૧૭૯૦ એ ગુજરાતી કૃતિઓ ઉપરાંત શિવમહિમાનું ૧ હિંદી પદ(મુ.) મળે છે. આ પૈકી કોઈ કૃતિ ભૂધર-૧ની છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાતું નથી. કૃતિ : ૧. જૈસમાલા(શા) : ૧; ૨. જૈસસંગ્રહ(જૈ); ૩. નકાદોહન; ૪. નકાસંગ્રહ; ૫. ભજનિક કાવ્યસંગ્રહ, પ્ર. શાહ વૃંદાવનદાસ કા.; ઈ.૧૮૮૭; ૬. ભસાસિંધુ; ૭. રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩. સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬-‘ગુજરાતી કવિનાં અપ્રસિદ્ધ કાવ્યો’, છગનલાલ વિ. રાવળ; ૩. ગૂહાયાદી; ૪. ડિકૅટલૉગબીજે; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ગી.મુ; ર.સો.]