ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નભૂષણ-૧


રત્નભૂષણ-૧ [ઈ.૧૬મી સદીનો અંતભાગ] : દિગંબર જૈન સાધુ. જ્ઞાનભૂષણની પરંપરામાં સુમતિકીર્તિના શિષ્ય. ‘રુક્મિણીહરણ’ના કર્તા. કૃતિમાં રચનાતિથિ (શ્રાવણ વદ ૧૧) મળે છે, પરંતુ રચનાસંવત મળતી નથી. કર્તાના ગુરુ સુમતિકીર્તિના ગુરુબંધુ સકલભૂષણે ઈ.૧૫૭૧માં ગ્રંથરચના કર્યાની નોંધ મળે છે એ દૃષ્ટિએ જોતાં કવિ રત્નભૂષણ ઈ.૧૬મી સદીના અંતમાં હયાત હોવાની સંભાવના થઈ શકે. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]