ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિદ્યાચંદ-૧-વિદ્યાચંદ્ર


વિદ્યાચંદ-૧/વિદ્યાચંદ્ર [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનસૂરિની પરંપરામાં વીપાના શિષ્ય. ‘શંખેશ્વર-પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૫૯૯), ૨૬ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન (શંખેશ્વર)’ (ર.ઈ.૧૬૦૪) અને ઈ.૧૬૧૬માં અવસાન પામેલા વિજ્યસેનસૂરિને વિષય બનાવતા ૫૭ કડીના ‘વિજ્યસેનસૂરિનિર્વાણ-રાસ’(મુ.)ના કર્તા. ૧૬ કડીની ‘રાવણને મંદોદરીના ઉપદેશની સઝાય/સીતા-સ્વાધ્યાય’(મુ.)ને ‘જૈન ગૂર્જર કવિઓ’એ પ્રસ્તુત કર્તાની ગણાવી છે. પણ ભાષામાં ઠીકઠીક અર્વાચીનતા તરફ ઝોક ધરાવતી ગુરુનામના ઉલ્લેખ વગરની અને ‘પ્રાચીન સ્તવન સઝાયાદિ સંગ્રહોમાં સંગૃહિત હોવાથી તે પાર્શ્વચંદ્રગચ્છના ભ્રાતૃચંદ્રશિષ્ય વિદ્યાચંદ્રની હોવા સંભવ છે. ‘ચતુર્વિંશતિજિન-સ્તવન’ (ર.ઈ.૧૫૯૯), ૧૫ કડીની ‘વિજ્યદેવસૂરિ-સ્વાધ્યાયયુગલ’ અને ૮ કડીની ‘હીરવિજ્યસૂરિ-સઝાય’-એ કૃતિઓ રચનાસમય અને વિષય દૃષ્ટિએ પ્રસ્તુત વિદ્યાચંદની હોવા સંભવ છે. કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૧; ૨. જૈઐકાસંચય; ૩. જૈસમાલા (શા) : ૨. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. દેસુરાસમાળા;  ૩. જૈગૂકવિઓ : ૧; ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]