ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વીરસુંદર


વીરસુંદર: આ નામે ‘અનન્તકીર્તિ-ચોપાઈ’ (લે.ઈ.૧૫૯૮) તથા ૨૫ કડીની ‘સામયિક-સઝાય’ (લે.ઈ.૧૮૧૩) મળે છે. તે કયા વીરસુંદર છે તે સ્પષ્ટપણે કહી શકાય એમ નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી. [ર.ર.દ.]



+