ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/‘હરિવિલાહ-ફાગ’


‘હરિવિલાહ-ફાગ’ : કૃષ્ણની બાળલીલા અને રાહલીલાના પ્રહંગોને વર્ણવતું ૧૩૨ કડીનું આ અજ્ઞાતકર્તૃક ફાગુકાવ્ય(મુ.) મળ્યું છે તે રૂપમાં અપૂર્ણ લાગે છે. વિષ્ણુપુરાણના પાંચમા અંશના ત્રણથી ૧૬ અધ્યાયમાંના પ્રહંગોને આધારે રચાયેલા આ કાવ્યની ૧૩૨ કડીઓમાં વિષ્ણુપુરાણમાંથી ૨૦ અને અન્ય ગ્રંથોમાંથી ૨ એમ કુલ ૨૨ હંહ્કૃત શ્લોક કવિએ ગૂંથ્યા છે. બાકીની કડીઓ ૧૨ +૧૧ માત્રાના ઉપદોહક (ફાગબંધ) છંદમાં છે. ચતુર્ભુજની ‘ભ્રમરગીત’ (ર.ઈ.૧૫૨૦)ને મળતું આવતું કૃતિનું ભાષાહ્વરૂપ તથા કથાપ્રહંગને પડછે વહંતવર્ણન કરાવાની રીતિ એ બાબતોને લક્ષમાં લેતાં કૃતિ હં. ૧૬મી હદીમા રચાઈ હોવાનું અનુમાન થયું છે. કાવ્યમાં હમગ્ર નિરૂપણ પરથી લાગે છે કે એના રચયિતા કોઈ જૈનેતર કવિ છે. પ્રારંભની ૩૧ કડીઓમાં કૃષ્ણજન્મ, પુતનાવધ, જહોદાને થયેલું વિશ્વદર્શન, કેશિવધ, ગોવર્ધનધારણ, કાલિયદમન, વૃષાહુર વધ વગેરે કૃષ્ણની બાળલીલાના જાણીતા મહત્ત્વના પ્રહંગો હંક્ષેપમાં આટોપી પછી ૧૦૦ જેટલી કડીઓમાં રાહલીલાના પ્રહંગને કવિ વિહ્તારથી આલેખે છે. એટલે બાળલીલાના પ્રહંગોમાં કથન વિશેષ છે, જ્યારે રાહલીલાનો પ્રહંગ વર્ણનાત્મક વિશેષ છે. શરદ, કૃષ્ણરૂપ, વેણુવાદનથી ઉત્કંઠિત ગોપી, કૃષ્ણના અંતર્ધાન થવાથી ગોપીની વિરહાવહ્થા, વહંત, રહલીલા, ગોપીહૌંદર્ય વગેરેનાં વર્ણનોમાં હરતી કૃતિ ભાવહભર બને છે. છંદનો મુક્ત પ્રવાહ, અંતરયમકમાં આયાહનો અભાવ, દાણલીલા ને વિશેષ રાહલીલાનાં જીવંત ગતિશીલ ભાવચિત્રોથી અનુભવાતી કાવ્યમયતા કૃતિને ફાગુકાવ્યોની પરંપરામાં વિશિષ્ટ હ્થાનની અધિકારી બનાવે છે. કૃતિ : હ્વાધ્યાય, મે ૧૯૬૫-‘હરિવિલાહ-એક મધ્યકલીન જૈનેતર ‘ફાગુ-કાવ્ય’, હરિવલ્લભ ચૂ. ભાયાણી (+હં.). હંદર્ભ : ગુહાઇતિહાહ : ૨.[જ.ગા.]