ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩

Revision as of 03:22, 30 December 2021 by Atulraval (talk | contribs)
Gujarati Sahityakosh 3.jpg


ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૩
સાહિત્યિક પ્રકીર્ણ


કોશના આ ખંડ-૩માં ગુજરાતી ભાષા અને સાહિત્યના ઉદ્ભવ અને વિકાસનો ઇતિહાસ, ગુજરાતી સાહિત્યપ્રકારો અને તેની ઉત્ક્રાંતિ, સાહિત્યશાસ્ત્રના વિભાવનાત્મક પાસાંઓ, સાહિત્યિકવાદો, સાંસ્કૃતિક સંદર્ભો, આધારગ્રંથો, સાહિત્યિક સંસ્થાઓ, સાહિત્યિક પારિતોષિકો, સાહિત્યિક સામયિકો વગેરે ગુજરાતી ભાષાસાહિત્યના વિકાસવિસ્તારમાં ફાળો આપનારા મહત્ત્વના પરિબળો વિશે અધિકરણ આપવામાં આવ્યા છે. આ ખંડની બીજી આવૃત્તિમાં કેટલાક નવા વિભાવો વિશે અધિકરણ ઉમેરીને કોશને સંવર્ધિત કરવામાં આવ્યો છે. નિષ્ણાત અધિકરણ લેખકોએ તૈયાર કરેલો ગુજરાતી સાહિત્યનો આ ત્રીજો અધિકૃત કોશગ્રંથ વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને વિષયના રસિક સંશોધકો તથા તજ્જ્ઞોને સંશોધન કરવા માટે સહાયક આધારગ્રંથ છે.


અનુક્રમ