ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અંતરો


અંતરો : પદ કે ગીતમાં ધ્રુવપંક્તિને સમાન્તર આવતી પંક્તિઓ વચ્ચે જે કડી ગોઠવાયેલી હોય છે તે અંતરો કે આંતરો તરીકે ઓળખાય છે. ધ્રુવપંક્તિ એક ચોક્કસ ભાવમુદ્રાને ઉપસાવે છે અને પછી અંતરાઓ એને દૃઢ કરીને એનો વિકાસ કરતાં આગળ વધે છે પણ સાથે સાથે ધ્રુવપંક્તિની સાથે સમાન્તરતા પણ જાળવતા રહે છે. ચં.ટો.