અંતર્નિષ્ઠ વિવેચન (Intrinsic Criticism) : કૃતિને સ્વાયત્ત ગણી કૃતિઅંતર્ગત જે ઘટકો છે એના સંબંધો પૂરતી સીમા નિશ્ચિત કરતું અને કૃતિ કે ભાષાથી ઇતરની કોઈપણ દિશાને વર્જ્ય ગણતું વિવેચન. ચં.ટો.