ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કલ્પકાળ


કલ્પકાળ (Uchronia) : કલ્પલોક (Utopia)ની જેમ કલ્પકાળ (Uchronia)ની પણ કલ્પના કરવામાં આવે છે. ખાસ કરીને વિજ્ઞાનકથાઓમાં ભવિષ્યના કોઈ કલ્પકાળમાં ઘટનાઓને ઘટતી બતાવવામાં આવે છે. ચં.ટો.